રામ – રહીમની વાતો.

મારા માનનીય અને વ્હાલા વાચક મિત્રો.

સાદર સપ્રેમ વંદન.

મારા બ્લોગનું નવું નામકરણ કર્યું છે. પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદીને બદલે સાદુ સરળ નામ

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો.

રાખ્યું છે.

*રામ

આજે રામનવમી છે.  શ્રદ્ધા પૂર્વક સૌને અબિનંદન. ધણા મિત્રોની અને સંબંધીઓનો જન્મદિવસ પણ છે. મિત્ર હર્નિશ જાનીને જન્મદિનની શુભેચ્છાઓ. સાથે સ્વ. આતાને સ્મરંઆંજલિ.

૧૯૭૬માં રામનવમીની સવારે સુરત અશ્વનિકુમારની પવિત્ર બૂમી પર મારી બાને મેં વિદાય કરી હતી.

Nanidauri-Baa

**********************************************

વિવિધતાની શરૂઆત થાય છે શરદ  શાહના લેખથી

આજે મિત્ર શરદ શાહ એક નવો જ ધાર્મિક વિષય કઈ આવ્યા છે જેના વિષે મને કોઈ જ માહિતી ન હતી આપ સૌને વાંચવા જાણવા મળશે. એમના લેખના અનુસંધાનમાં મેં યુ ટ્યૂબ પરની અનેક લિન્કમાંથી એક-બે લિન્ક મૂકી છે.

sharad_shah_1

“હજર અલ અસ્વાદ” કાબાનો પત્થર એક રહસ્ય.

મક્કા સ્થિત કાબાનો પત્થર દુનિયા ભરના મુસ્લીમો માટે આસ્થાનો વિષય છે અને દર વરસે કરોડો મુસ્લિમ બિરાદરો ત્યાં હજ પઢવા ભેગા થાય છે. મુસલમાનો નુ આ એક સૌથી મોટું તિર્થ સ્થળ છે અને દરેક ઈસ્લામમાં શ્રધ્ધા રાખનારના જીવનની ખ્વાહીશ હોય છે કે તેના જીવન દરમ્યાન તે કમસે કમ એકવાર તો હજની યાત્રા કરે જ. હજની આ યાત્રા માટેના કેટલાંક નિયમો પણ ઈસ્લામ ધર્મમાં બતાવેલ છે. જેમાનો એક નિયમ છે કે સ્વઉપાર્જીત ધનનો જ ખર્ચ કરીને અને તમામ દેવાઓમાંથી મુક્ત થઈને જ હજની યાત્રા કરી શકાય. આજે ભારતમાં હજ યાત્રા માટે ભારત સરકાર તરફથી સબસીડીની રકમ આપવામાં આવે છે તે કેટલાંક હિન્દુ સંગઠનોને ખુંચે છે તો બીજી બાજુ કેટલાંક મુસ્લીમ લોકોને પણ આ સબસિડીની ખેરાતની રકમ મેળવી હજ યાત્રા કરવી તે  ઈસ્લામના નિયમોનુ ઊલંઘન લાગે છે અને તેમને આવી યાત્રા કબુલ નથી. ખેર! આ બધી રાજકિય રમતોમાં પડવા નથી માંગતો પણ અહીં આ લેખ દ્વારા મારી નાની બુધ્ધિમાં જેટલું સમજી શકાય છે તે સમજવાનો પ્રયાસ માત્ર છે. અહીં કોઈ ધર્મ વિશેષની લાગણી દુભવવાનો કોઈ આશય નથી તેમ છતાં કોઈને દુખ પહોંચે તો પહેલેથી ક્ષમા માંગી લઊં છું.

કાબાના આ પત્થર માટે અનેક પ્રકારના મત મતાંતરો, ઈતિહાસ અને કિમવદતીઓ છે. વૈજ્ઞાનિકો અને રસાયણ શાસ્ત્રીઓની દૃષ્ટિ પદાર્થથી ઉપ્પર નથી જતી અને તેઓની નજરે તો આ એક અકીક કે ગ્રેનાઈટ જેવો પત્થર કે કાચનો ટુકડો માત્ર છે. કેટલાંક તે ઉલ્કા હોવાનો દાવો કરે છે. મુસલમાનો માટે આ પત્થર એક આસ્થાનો વિષય છે અને તેનુ મુખ્ય કારણ છે કે તેનુ આ સ્થળે સ્થાપન મહમ્મદ સાહેબે ખુદ કરેલ છે તેમના એનલાઈટનમેન્ટના પાંચ વર્ષ પૂર્વે.

ઈસ્લામિક માન્યતા પ્રમાણે આ પત્થર આકાશમાંથી (સ્વર્ગમાંથી) આદમ દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવેલ અને હાલની જગ્યાએથી લગભગ ૧૧૦૦ કિલોમીટર દુરના સ્થળેથી તે ટુકડાઓના રુપે આજથી ૬૦૦૦વર્ષ પહેલા મળી આવેલ.

આજે પણ આ પત્થર સાત જેટલાં ટુકડાઓમાં છે અને જેને ચાંદીની ખિલીઓ, ખાસ પ્રકારના સિમેન્ટથી જોડી અને ચાંદીની ફ્રેઈમમાં મઢવામાં આવ્યો છે. રંગે ડાર્ક બ્રાઊન કે કાળો દેખાતો આ પત્થર એક મજબુત દિવાલમાં સુરક્ષા વચ્ચે રાખવામાં આવે છે. હજના યાત્રાળુઓ આ પત્થરની ચારે તરફ સાતવાર એન્ટી ક્લોક વાઈસ પ્રદક્ષિણા કરે છે અને તે પણ સફેદ કાપડને શરીર પર લપેટીને.

આટલું બેગ્રાઊન્ડ આપવાનુ કારણ એ જ છે કે આ વિષયને આધ્યાત્મિક દૃષ્ટિએ મુલવી શકાય અને હિન્દુ પરંપરામાં આ જ વાતને કેવી રીતે ધાર્મિક વિધીમાં વણેલી છે. હિન્દુ ધર્મ ઈસ્લામ પૂર્વે લગભગ ૩૫૦૦ કે તેથી પણ વધુ પુરાણો છે અને ઈસ્લામની હાલની પરંપરા કદાચ હિન્દુ ધર્મમાંથી ઉતરી આવી હોય તેવી સંભાવના છે.

હિન્દુ, મુસલમાન, ઈસાઈ કે અન્ય ધર્મોમાં અલગ અલગ તિર્થ સ્થાનો છે અને આ તિર્થ સ્થાનો પર એક ખાસ સમયે યાત્રાનુ આયોજન કરવામાં આવે છે. આ તિર્થ સ્થાનો એવા સ્થાનો છે જ્યાં ભુતકાળમાં થઈ ગયેલ અનેક બુધ્ધ પુરુષોની મૃત્યુ પર્યંત પણ  સુક્ષ્મ સ્વરુપે હાજરી હોય છે.આવા સ્થળોએ આસ્થા ધરાવનાર લોકો જ્યારે એક સમુહમાં ભેગા થાય છે ત્યારે તેમની ઈન્ડીવ્યુજીયાલિટી સમાપ્ત થઈ જાય છે અને એક કલેક્ટિવિટી ઊભી થાય છે. ગરીબ, તવંગર, ઊંચ, નીચના ભેદ દુર થાય છે અને એક એનર્જીનુ ફીલ્ડ ઉભુ થાય છે. આસ્થા એક મહત્વનુ પરિબળ છે. અને જે તે ધર્મના બુધ્ધ પુરુષોની હાજરી આ એનર્જીને વિકસિત થવામાં ક્ષુક્ષ્મરુપે મદદગાર બને છે જેથી પરમશક્તિ (ઈશ્વર કે અલ્લાહ કે ગોડ)સાથે અનુસંધાનમાં મદદ મળે છે.

બીજું પાસુ છે પત્થર. વિજ્ઞાન કહે છે કે દરેક ઓબ્જેક્ટનુ એક રાસાયણિક બંધારણ અને એક વિદ્યુત મંડળ હોય છે. હવે કયા પત્થરનુ વિદ્યુત મંડળ પરમશક્તિ સાથેના અનુસંધનમાં મદદગાર છે તે વિજ્ઞાનનો વિષય નથી પરંતુ તે ધર્મનો વિષય છે અને બુધ્ધપુરુષો જેઓએ સ્વયં અંતરયાત્રા કરી બુધ્ધત્વ પામેલા છે તે આવા પત્થરના વિદ્યુતને ઓળખી શકે છે જે પરમશક્તિ સાથે અનુસંધાનમાં મદદરુપ બને કે કેટલીસ્ટ બને. હિન્દુઓ આવા પત્થરને ઘડી મુર્તિઓ કે શિવલીંગ બનાવતા અને ઈસ્લામમાં મહમ્મદ સાહેબે આવા પત્થરને ઓળખીને તેનુ મક્કામાં સ્થાપન કરાવ્યું જે સામુહિક રીતે અલ્લાહ સાથેના અનુસંધાનમાં ઈસ્લામમાં આસ્થા રાખનારને સહાયક બની શકે. હિન્દુઓમાં જે બાર જ્યોતિર્લીંગ છે તે કોઈ સામાન્ય પત્થરમાંથી નિર્માણ નથી થયેલાં પણ ખાસ પ્રકારના પત્થર છે જે ઈશ્વર સાથેના અનુસંધાનમાં સહાયક બની શકે.

આ પથ્થરની આસપાસ આસ્થા પૂર્વક સાત ફેરા પ્રદક્ષિણાનો રિવાજ હિન્દુઓમાં છે તેમ મુસલમાનો પણ કાબાના પત્થરની પ્રદક્ષિણાનો રિવાજ છે. અને બન્ને ધર્મમાં સાત ફેરા ફરવાનો રિવાજ છે. હિન્દુ શાસ્ત્રો આપણી ભિતર આવેલ સાત ચક્રો અને કુંડલીની જાગૃતિની વાત કરે છે તેના અનુસંધાને જ સાત ફેરા પ્રદક્ષિણાનો રિવાજ સ્થાપિત થયેલ છે.  જો સંપૂર્ણ આસ્થા અને પરમશક્તિ (ઈશ્વર કે અલ્લાહ) સાથે અનુસંધાનની ભિતર પ્યાસ હોય તો એક એક ફેરાએ એક એક ચક્રો ખુલતા જાય અને ભિતરની પ્રાણ ઉર્જાનુ ઉદ્વગમન થાય અને પરમ શક્તિ સાથે અનુસંધાન શક્ય બને.

બીજી મહત્વની વાત છે કે હિન્દુઓમાં શિવલીંગ પૂજા અને પ્રદક્ષિણા દરમ્યાન એક જ ધોતી જેવું વસ્ત્ર ધારણ કરવામાં આવે છે જેન કારણે ભિતર જ્યારે પ્રાણ ઉર્જાનુ ઉદ્વગમન થાય ત્યારે શરીરના કોઈ અંગો પર વસ્ત્રોને કારણે દબાણ ઉભું ન થવું જોઈએ. જો આવું દબાણ ઉભું થાય તો ઉર્જાને ઉદ્વગમનમાં અવરોધક બને છે. એજ સિધ્ધાંત પર મુસલમાનો પણ જ્યારે કાબાના પત્થરની પ્રદક્ષિણા કરે ત્યારે એક જ સફેદ ચાદર ધારણ કરે છે.

આ તિર્થ સ્થાનો નુ મહત્વ તેના કારણે છે કે જે તે સ્થળ એક ખાસ જગ્યાએ આવેલ છે અને એક ખાસ પ્લેનેટરી સિચ્યુએશન વખતે જે તે સ્થળે ઉર્જાનો એક પ્રવાહ ત્યાં વહે છે. જે યાત્રાળુઓને પરમશક્તિ સાથે અનુસંધનામાં સહાયક બને છે. કોઈપણ આવા તિર્થ સ્થાન પર જઈ પરમાત્મા સાથે અનુસંધાન ન કરી શકો તો યાત્રાનો ફેરો ફોગટ સમજવો.

*****#####*******

 

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. Sharad Shah
  એપ્રિલ 05, 2017 @ 11:34:41

  આજે રામ નવમી છે, શ્રી રામનો પ્રાગટ્ય દિવસ. મેં વાંચેલ કે, જ્યુ, ઈસાઈ અને મુસ્લિમ જેને, અબ્રાહમ, ઈબ્રાહીમના નામે ઓળખે છે તે શ્રી રામ જ છે. અરબીમાં અબ=શ્રી જે માનવાચક શબ્દ તરીકે વપરાય છે અને તેમાંથી બનેલ શબ્દ છે અબ+રામ અર્થાત શ્રી રામ.
  રામનવમીનુ મારા અંગત જીવનમાં બીજું મહત્વ છે કે એ દિવસ મારા પિતાજીની પુણ્યતિથીનો દિવસ છે તેમજ મારા દાદાના ગુરુ (ઊપાસની મહારાજ)ના ગુરુ શ્રી સાંઈબાબાની પણ પુણ્ય તિથીનો દિવસ છે.
  ઉપરોક્ત લેખ લખવા પાછળ નો ઉદેશ્ય છે કે જુદા જુદા ધર્મો, સંસ્કૃતિઓ, પરંપરાઓ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે અને એકબીજાથી પ્રભાવિત છે જેની બહુ ઓછા લોકોને ખબર હોય છે અને નાહક એકબીજા પરત્વે વેરઝેરનો ભાવ રાખે છે.

  Liked by 1 person

  જવાબ આપો

 2. હરીશ દવે (Harish Dave)
  એપ્રિલ 06, 2017 @ 00:15:12

  આપના બ્લૉગના નૂતન નામાભિધાન પર અભિનંદન.

  શેક્સપિયરના નામવાળા વિધાનથી પ્રભાવિત ન થઈએ તો એટલું તો કબૂલીએ કે ક્યારેક નામમાં પણ કાંઈક હોય છે. પ્રવીણભાઈ! નામ ભલે બદલાય, અમે સૌ મિત્રો આપની યાત્રામાં સહભાગી છીએ.

  ઇંટરનેટની આ જ મઝા છે. જેને કદી મળ્યા નથી, જેને કદી જોયા નથી, તેમની સાથે પણ ભાવપૂર્વક વિચાર વિનિમય કરી શકાય છે.

  મારા બ્લૉગ ‘અનુભવિકા’ પર 2006-07માં મેં પ્રથમ વાર મારા માતા-પિતાને સ્મરીને તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો. પ્રવીણભાઈ! આપ અને માનનીય શરદભાઈ આપના માતાપિતાને સ્મરી રહ્યા છો તે પ્રેમનું, શ્રદ્ધાનું ઉત્કૃષ્ટ રૂપ છે. મને તો આ પ્રેમ, શ્રદ્ધામાં જ ધર્મની ઝલક દેખાય છે. સમગ્ર મનુષ્યત્વ પદાર્થથી, મેટરથી જોડાય છે, તેટલું જ હૃદયની ભાવનાથી જોડાય છે. પણ! અફસોસ! આ સાબિત કરવા માટે વિજ્ઞાન અપૂર્ણ સાબિત થાય છે. જે આપણી ઇંદ્રિયો સાબિત ન કરી શકે, વિજ્ઞાન સાબિત ન કરી શકે તેને આપણે બુદ્ધિવાદી તરીકે સ્વીકારીશું નહીં.

  ભલે કોઈ પણ દ્રષ્ટિથી અવલોકીએ, સત્યને પામવું સરળ તો નથી.
  જીવનનાં રહસ્યોની અને સત્યની ખોજની આ જ મઝા છે.

  Like

  જવાબ આપો

 3. હરીશ દવે (Harish Dave)
  એપ્રિલ 06, 2017 @ 00:46:39

  શ્રી શરદભાઈના લેખમાં એક વિચારક દ્રષ્ટિની સૂક્ષ્મતા પ્રગટ થાય છે.

  ધર્મસ્થાન, તીર્થસ્થાન અથવા શુદ્ધ, પવિત્ર ભાવનાથી, ઉચ્ચ હેતુથી ઉપયોગમાં લેવાતા પદાર્થમાં ઉર્જા પ્રગટી શકે છે. આપની સામૂહિક ઊર્જાની વાત પણ સાચી, શરદભાઈ! કાબાની પૂજાને કે શિવલિંગની પૂજાને વિજ્ઞાનની મંજૂરી મળે કે ન મળે, તેનું વિશેષ મહત્વ રહે જ છે.
  આપની ધર્મ અને વિજ્ઞાનની વાત પરથી મને રજનીશજીનું એક પુસ્તક યાદ આવે છે. તેમનાં પુસ્તકો મેં મોટે ભાગે અંગ્રેજીમાં વાંચ્યાં છે, પણ અપવાદરૂપ કેટલાક પુસ્તકો – જિનવાણી અને કબીર વાણી જેવા વિષયો પર – હિંદીમાં પણ વાંચ્યાં છે. આ પુસ્તકનું નામ યાદ નથી, બરાબર શબ્દો યાદ નથી પરંતુ તેના આરંભમાં તેમની અભિવ્યક્તિ કાંઈક આવી હતી:
  सत्य की खोज के दो मार्ग हैं.
  एक है विज्ञान का, दूसरा धर्म का.
  विज्ञान का मार्ग विष्लेषण का है; धर्म का संष्लेषण का.
  પછી રજનીશજીએ ફૂલનું ઉદાહરણ આપીને તે વાત સમજાવી છે. ફૂલ એક જ છે, પરંતુ ફૂલ પરત્વે વિજ્ઞાન અને ધર્મનો અભિગમ અલગ અલગ હશે. ફૂલ જોશે તો વૈજ્ઞાનિક શું કરશે અને આસ્થાવાન શું કરશે!

  શરદભાઈ! આપે સરસ વાત કહી. પદાર્થના બંધારણનો, તેના વિદ્યુતમંડળનો પરિચય આપણને વિજ્ઞાન આપી શકશે, પરંતુ તેનો વૈશ્વિક ઊર્જા (કે દિવ્ય ચેતના કે Cosmic Consciousness ? or ??) સાથેનો સંબંધ આપણને શાનાથી સમજાશે?

  Liked by 2 people

  જવાબ આપો

 4. Vinod R. Patel
  એપ્રિલ 06, 2017 @ 14:56:46

  આપના બ્લોગના નામને ટૂંકાવીને નવું નામાભિધાન કર્યું એ ગમ્યું.અભિનંદન અને શુભેચ્છાઓ.

  નવા નામની પ્રથમ પોસ્ટની શરૂઆત મિત્ર શરદભાઈ નો માહિતીપૂર્ણ અને મનનીય લેખથી થઇ અને હિંદુ પવિત્ર દિવસ રામ નવમીને દિવસે થઇ એ એક શુભ ચિન્હ છે.

  Liked by 2 people

  જવાબ આપો

 5. pragnaju
  એપ્રિલ 07, 2017 @ 23:01:29

  સ્વ માતાજીને સ્મરણાંજલી
  કાબેશ્વર મહાદેવકી જય

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: