કાવ્ય ગુંજન ૪૭

આપણા કવિમિત્રોના “રોમેન્ટિક” કાવ્યો

s-gandhi
સુરેન્દ્ર ગાંધી
most-sexiest-and-hot-photos-of-south-indian-actress.img

માશૂકા 

                         મનમન્દીરીયે થયો એના પાયલ નો રણકાર

                     એની પ્રીત ની સુરાવલી છઁછેડે હ્રદય વીણા ના તાર

                    નજરાય રંગભૂમિ આંગણે, બની કોક રાત રળિયામણી

                    ટીખળ કરી લલચાવે, તો ય લાગે લલના લજ્જામણી

                      લહેરો પર ખુશી ની તરવરે ચેહરો એનો ચંચળ

                       આંખ થી આંખ મળે , સરકે જરા જો આંચલ

                       અનોખી અદા ને વળી મારકણા નયન

                  લલચાય ચુંબન, કરવાને નાજુક ગાલ પર શયન

                   ધનુષ ની પણછ જેવી, માદક કમર ની લચક

                         સાચવું હોશ, જો આપે થોડી મચક

                      ચોતરફ છે ગુંજારવ એના અનુરાગ નો

                        કરશે ખુશી થી કુરબાની પરવાનો

                          દોષ ન કાઢે કોઈ આગ નો

                        ShamaParvana

***********************************************

ચમન

*ચીમન પટેલ ‘ચમન’/૭એપ્રિલ’૧૭

 

મારી સાઈટ

પ્રેમાંધ!

હું તો પ્રેમાંધ છું ઉભી રહે કહું એક વાત સારી

બનાવે જો સુકાની તો પાર ઉતારું નાવ તારી!

અરે! ચલ, પડશે ચંપલ, લાગી રહ્યો બડો નટખટ!

સરી ગઈ, છબી રહી ગઈ! વિતે છે દિન ઝટપટ!

*****

દૂર એક સ્ત્રી પંજાબી સાડીમાં મારી તરફ આવી રહી છે, એને જોતાં જ મારા મગજમાં એક કવિતા સ્ફુરી આવે છે!

એ નારી!

Ruhani Sharma (3)

કો’ હશે એ નારી?

સાડી જેની અડપલાં કરે છે અનિલથી!

ધીમા પગ ભરતી, તેજ રેખા પ્રસરાવતી!

કો’ હશે એ નારી?

અરે, એ આવી નજીક મુજ થકી!

નયન નિહાળે વદન ગુલાબ સમ

 થયા કર્ણ તીવ્ર સુણવા ઓષ્ઠગાન!

અહો, એ વદી!

બોલ મીઠા સાંભળવા મળ્યા મને જેના

છલકાઈ ગઈ આંખો ત્યાં અશ્રુથી એના!

સમય નથી સમજાવવાનો ભેદ આ સહુને,

હતા હર્ષાસું પતિમિલનના બહુ દિન પછી!

 *ચીમન પટેલ ‘ચમન’/૭એપ્રિલ’૧૭

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: