કાવ્ય ગુંજન -૪૮ મિત્રોના કાવ્યો.

s-gandhi

સુરેન્દ્ર ગાંઘી

સાથી

મળ્યો તારો સઁગ, ભળ્યો જિંદગી માં વસન્તી રંગ

તારી પ્રેમાળ વાતો અને મુલાકાતો માં અનુભવું બલિહારી

કરી કૃપા તારણહારે અને પહોંચાડ્યો મને સમીપે તારી

કરી ને  તારા પર વારંવાર કુરબાની , રાહ મળી છે મને જીવવાની

 કર્યો હતો તે તો ફક્ત એક જ ઈશારો, અને હમ્મેશ માટે થયો હું તારો

વિચરુંછુ વન ઉપવન માં , ને મને તારી મહેક વર્તાય ત્રણે ભવન માં

મારા હૈયા માં કોતરાયું છે ફક્ત તારું નામ

હવે રહી નથી કોઈ તતૃષ્ણા, પીધા છે તારા અધરો ના જામ

સો વાત ની એક જ વાત , પામી ને તુજને પામ્યો સઘળી અમીરાત

રહેશે સદૈવ એક બીજા ના હાથ માં હાથ

છીએ જીવન પ્રવાહ માં વહેતા મુસાફર, હસતા રોતા સઁગાથે કરીશું સફર

 

<><><><><><><><><<> 

rachana

રચના ઉપાધ્યાય

વરસવાની આદત
ગમી છે આભની વરસવાની આદત
સમજણી થતા જ પાળી વરસવાની આદત
વાદળની આભની આમ અનરાધાર
થોડી અપનાવી લીધી વરસવાની આદત
આમ અપનાવવાની જબરી છે જરૂરત
શ્વાસ લેવા જીવવા જરૂરી વરસવાની આદત
થોડી જાવ જરી ઝૂકી કોઈ પર
સમજે એને ગરજ મારી વરસવાની આદત
હૈયું રોજ રોજ કેવું વલોવાય
માખણ નેણે તરે એવી વરસવાની આદત
“રચના” પણ ઉપરવાળાની છે અજબ
સ્ત્રીને અર્પી છે ગજબ વરસવાની આદત

<><><><><><><><><><><><><><><><<>

હરનિશ જાની તરફથી શ્રી યુનુસ લોહિયાનું સોસિયલ મિડિયામાથી ઈ-મેઈલ દ્વારા ફોર્વર્ડ થયેલુ આ મજાનું કાવ્ય શ્રી યુનુસ લોહિયાના આભાર સહિત આપને માટે રજુ કરું છું.

ડોકટરને સંબોધીને દર્દીએ લખેલી કવિતા  કવિ–યુનુસ લોહિયા
********

“સાહેબ તમારી પ્રેક્ટીસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે,
અમારા કુટુંબના દરેક જણે કોઈ ને કોઈ રોગ રાખ્યો છે;

સગાં જે આજે ‘સ્વ.’ છે એ બધા જયારે ‘શ્રી’ હતા,
યાદ કરો સાહેબ કે તેઓ તમારા જ દર્દી હતા;

ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પર જે જે હાર લટકે છે,
આમ જોઈએ તો સાહેબ એ તમારી જ સારવાર લટકે છે;

…..

ઘરની દરેક બીમારીમાં તમારો સાથ હોય જ છે,
કુટુંબના દરેક જનમ-મરણમાં તમારો હાથ હોય જ છે;

….

સાહેબ તમારા પાસે જે સારા મા સારી ગાડી છે,
એનું કારણ અમારા સૌ કુટુંબીજનોની નાડી છે;

તમારા ઘરના ફ્લોર પર જે જે આરસના ટાઈલ્સ છે,
તે અમારા ઘરના સ્ટોન, અપેન્ડીક્ષ અને પાઈલ્સ છે.”

૦૦૦૦૦૦

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: