( 621) સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર -પરેશ શાહ

ગઈકાલે આખો દિવસ કાનપર હેડફોન લગાવીને પંડિતજીને સાંભળ્યા-માંણ્યાં. એમને અનેકવાર સાંભ્ળ્યા છે. આકાશવાણી પર, ગ્રામોફોન પર, કેસેટ પ્લેયરપર અને હવે યુ-ટ્યૂબ પર. એમને માટેની એક પોસ્ટ બ્લોગ મિત્રોને માટે મૂકવાનો વિચાર કરતો હતો ત્યાં સ્મૃતિ સળવળી. યાદ આવ્યું કે મેં બે ત્રણ વર્ષ પહેલાં વિનોદ વિહારમાં એમના વિશે વાંચ્યું હતું; અને પ્રતિભાવ પણ આપ્યો હતો. બસ એમની પોસ્ટ મળી ગઈ. મારે કંઈ કરવા પણું રહ્યું જ નહિ. જે માહિતીઓનું સંકલન હું કરી શકતે તેના કરતાં વધુ સરસ રીતે શ્રી પરેશ શાહે કર્યું છે.

પંડિતજીનું સદા સુહાગન ભૈરવી રાગમાં ગવાયેલ “મત જા, મત જા જોગી”, કે માલકૌંસમાં ગવાય “પગ ઘૂઘરૂ બાંધ મીરા નાચી રે” કે “પછી મૈ નહિ માખન ખાયો” અને “વંદેમાતરમ” અનેક વાર સાંભળવા છતાં ફરી ફરી સાંભળવાનું મન થાય.

એમનો એક રાગ મને સાંભળવા નથી મળ્યો. અને તે રાગ નિલાંબરી. એ એમની પત્નીનો પ્રિય રાગ હતો અને તે એમણે પત્ની માટે જ અનામત રાખ્યો હતો.

વિનોદભાઈ અને પરેશ શાહના આભાર સહિત મારા સંગીત પ્રેમી મિત્રો માટે રિબ્લોગ કરું છું.

વિનોદ વિહાર

એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના સૂરો વડે દૂર કર્યો હતો. મુસોલિનીને પંડિતજીનાં ગાયન પ્રત્યે એવો લગાવ થયો કે તેણે તેમના ગાયનને સ્વરલિપિબદ્ધ કરવા રોમની સંગીત રોયલ એકેડેમીના પ્રિન્સિપલને રીતસરની આજ્ઞા કરી હતી

Pandit Omkarnath ThakurPandit Omkarnath Thakur

મહાત્મા ગાંધી ફિલ્મ અને સંગીતથી દૂર રહ્યાની બાબતથી દેશ અને દુનિયા અજાણ નહોતાં, તેમને એનું ખેંચાણ પણ નહોતું, બીજું તેમની પાસે અનેક મોટા કાર્યો હતાં, છતાં તેમણે એકવાર પંડિત ઓમકારનાથ ઠાકુરના ગાયનને વખાણ્યું હતું. ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે “પંડિત ઓમકારનાથજી એક ગીત ગાઈને જે હાંસલ કરી શકે છે તે હું સંખ્યાબંધ ભાષણો આપીને પણ મેળવી શકતો નથી. પંડિત ઓમકારનાથના ગાયન અને વ્યક્તિત્વનો આવો પ્રભાવ હતો. બીજો એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના…

View original post 1,734 more words

2 responses to “( 621) સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર -પરેશ શાહ

  1. pragnaju June 5, 2017 at 6:33 PM

    વારંવાર માણ્યુ
    તેમને જાતે ગાતા સાધના કરતા માણ્યા છે
    સંત ગાયકને શત શત વંદન

    Like

  2. Vinod R. Patel June 2, 2017 at 1:45 PM

    શ્રી પ્રવીણભાઈ , રી-બ્લોગ માટે આપનો આભાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: