ફેસબુક મિત્ર શ્રી મુકેશ રાવલની સૌજન્યશીલ મિઠાશ.

 મેં આ પહેલાં મારા યુવાન ફેસબુકમિત્ર શ્રી મુકેશ રાવલ્ના કાવ્ય અને વાતો મારા બ્લોગમાં રજુ કરી છે. બ્લોગ મિત્રો, ઇ મૅઇલ મિત્રો, વોટ્સ અપ મિત્રોની જેમજ સોસિયલ મિડિયામાં ફેસબુક મિત્રોનો પણ એક આત્મીય પરિવાર બની જાય છે. મુકેશભાઈ એક સફળ મોટેલીયર છે. સાહિત્યકાર છે. એમની દંભ વગરની પોસ્ટ ૫૦૦૦+ મિત્રો આદરથી વાંચે છે.  એઓ ખાવા ખવડાવવાના શોખીન છે. દર વર્ષે પોતાના ખર્ચે, ભારતથી ઉંચી જાતની કેરીઓ બંગાવીને મિત્રોને વહેંચે છે. એમના આનંદની વાત એમના શબ્દોમાં જ આપને માટે રજુ કરું છું.

મુકેશરાવલ

Anaheim, California ·

કોઇપણ વાત કે વસ્તુ…. પછી તે આનંદદાયક હોય કે દુ:ખદાયક…. તેને “પોતાના” મિત્રો, સંબંધી-સગા સાથે શેર કરો તો ખુશીમાં વધારો થાય છે અને દુખમાં ઘટાડો….. 😀
એમાંય ખુશી વંહેચવાનો તો અનરો આનંદ-ઉત્સાહ હોય છે. અને જો મારા જેવા સ્વાદ રસિયાઓને તો કોઇ ખાવાની વાનગી વંહેચવાની હોય તો તે એક “ઉત્સવ” સમાન હોય છે.😎😎😀😀
૧૪૦૦૦ કિલોમિટર દુરથી આવતીજ નહીં, પણ ખાસ મંગાવાતી કેસર કેરીનો ઓર્ડર જ્યારે મહિના પહેલા આપવાનો થાય, ત્યારથી મન માં ખુશી ઉછાળા મારતી હોય છે, મન માં જ એ ખુશી કોની કોની સાથે વંહેચવી તેનુ લિસ્ટ બનવાનુ ચાલુ થઇ જાય છે…. 🗒
તે કેરીઓ અહીં આવે કે તરતજ વંહેચાઇ જાય (વેચાઇ જાય તેમ નહીં) તે માટે આગોતરુ આયોજન કરી, પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ કરવાના બોક્ષ મેળવવા, જેને જેને મોકલવાની હોય તેમના એડ્રેસ કન્ફર્મ કરીને કોમ્પ્યુટરમાં લેબલ બનાવવા, બોક્ષ બરાબર ડિલિવર થાય તે માટે યોગ્ય રીતે પેકિંગ કરવાની તૈયારી કરી રાખવી, આવેલ જથ્થામાંથી માવજતથી કાચી હોય તેવી કેરીઓના જ બોક્ષ પસંદ કરવા, જેથી ટ્રાંન્ઝીટ માં કેરીઓ દબાઇને બગડી ના જાય અને બને ત્યાં સુધી સારી હાલતમાંજ મળે તેની તકેદારી રાખવી.

.
કેરીઓ પ્લેનમાંથી ઉતરે કે તરતજ યોગ્ય તાપમાને અને દબાય નહીં તેમ ઘરે લાવીને તરતજ પાર્સલ કરાય તેની તમામ આગોતરી તૈયારી કરી રાખવી….
અને આ બધુજ ઉમંગ ઉત્સાહથી… પોતાના બીજા કામોને બાજુએ રાખી, અગ્રિમતાના ધોરણે…જાણે કે મહામુલો પ્રસંગ પાર પાડવાનો હોય તેમ… કરવુ.

.
પાછુ કોઇ રહી રહીને યાદ આવે કે “ઓહ “આ” તો રહીજ ગયા… તેમને તો ગણ્યાજ નહોતા… પણ હવે યાદ આવ્યુ તો તેમનેય કેરીઓ તો મોકલવીજ પડે….”
અને પોતાના માટે રાખેલી કેરીઓમાંથી -તે ખાશે તે આપણેજ ખાધા બરાબર છે ને!!! માની ને તેમને મોકલવાની તૈયારી કરવી… હવે આ તો “જલારામ બાપાનુ મંદિર” જેવુ મારુ ઘર… રોજ કેટલાય મિત્રો-સગા ની અવરજવર ચાલુ જ હોય… તેમાંથી કોઇ આવી ચડે ને “લો…. આખા અમેરિકાને કેરીઓ ખવડાવો છો તો અમે શું ગુન્હો કર્યો?” બોલીને પ્રેમ જતાવે, તો તેમને થોડા નિરાશ કરાય? એવુ કરુ તો કેરીનો રસ ગળેય ના ઉતરે ને!!!

.

તો લઇ જાવ તમેય એક નહીં તો છેવટે અડધુ બોક્ષ કેરીઓ…. ખાધે ક્યાં ખુટે તેમ છે???👍👍
આમ કરતા કરતા ૧૧૮ બોક્ષ કેરીઓ માંથી ફક્ત ૮ બોક્ષ મારા ઘર માટે રાખેલા તેમાંથી ગઇકાલ સુધી બે જ બોક્ષ રહ્યા….🎁🎁
પણ ભગવાનેય જાણે છે કે મુકેશની ખુશી તો વધતીજ રહી છે તો તેમાં હું ય કેમ વધારો ના કરુ!!!!! અને સવા

પણ ભગવાનેય જાણે છે કે મુકેશની ખુશી તો વધતીજ રહી છે તો તેમાં હું ય કેમ વધારો ના કરુ!!!!! અને સવારેજ એક મિત્રનોફોન આવ્યો… “મુકા….. મારે ત્યાં તો કેરીઓ વધી પડી… ઘર માટે બીજા પાંચ બોક્ષ વધારે રાખતાય પાંચ બોક્ષ વધે છે… તુ લઇ જા… તુ મેળ પાડી દઇશ….”
અને મારો મેળ પડી ગયો….👍👍😀😀👍👍

Pravinkant Shastri

Pravinkant Shastri હું પણ ૧૧૮માંનો એક નશીબદાર છું.

સંપાદન

4 responses to “ફેસબુક મિત્ર શ્રી મુકેશ રાવલની સૌજન્યશીલ મિઠાશ.

 1. pragnaju June 19, 2017 at 10:40 PM

  વાહ
  માણો
  About 194 results

  Rujuta Diwekar on Food Fears, Facts and More
  GetFitso
  3 weeks ago6,206 views
  Rujuta Diwekar, the top nutritionist in India talks about what misconceptions people generally have about food items and how it

  Like

 2. pravinshastri June 9, 2017 at 9:53 AM

  મને છે. રોજના પાંચ ઈન્જેક્શન ઠોકું છું. ભૂખા મરવામાં માનતો નથી. ખાઈ ખાઈને જ મર્વું છે. મુકેશભાઈ દર વર્ષે અમેરિકામાં રહેતા મિત્રોને ત્રણ-ચાર લાખ રૂપિયાની કેરી વહેંચે છે. (પોસ્ટેજ સહિત) અને વિતરણ કાર્ય પણ સહેલું નથી જ.

  Like

 3. જગદીશ ઠાકુર June 9, 2017 at 7:46 AM

  મુકેશ રાવલની સૌજન્યશીલ મીઠાસ માથી એક શબ્દ આ ભૂદેવને વહાલો લાગ્યો ને તે મીઠાસ
  ગળપણની વાત હોય પછી ના રહેવાય ને આખું વાંચી નાંખ્યું જો સુંગર વધે તો શાસ્ત્રીજી જવાબદાર ( જો કો મીઠી પેશાબનો રોગ નથી મને)

  Liked by 1 person

 4. મનસુખલાલ ગાંધી June 8, 2017 at 10:32 PM

  ઘર બેઠા નસીબદાર તે આનું નામ…..

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: