બાળદિક્ષા. – મનિષ દેસાઈ.

વર્શિલ

મારા ફેસબુક મિત્ર મનિષ દેસાઈ, કટાક્ષ કટાક્ષમાં ઘણી મોટી અને ઊંંડી વિચારવા જેવી વાત કહી જાય છે. તાજેતરમાં બારમા ધોરણમાં ૯૯>૯૯% માર્ક મેળવનાર વિદ્યાર્થીએ દિક્ષા લીધી એના સંદર્ભમાં એમના વ્યક્ત કરાયલા વિચારો અને માહિતી રસિક લાગતાં આપ સૌ માટે એઝ-ઈઝ રજુ કરું છું. આ પહેલાં પણ મેં એમની ફેસબુક પરની પોસ્ટ બ્લોગમાં રજુ કરી હતી.

સુરતઃ

હાલ માં જ થોડા દિવસ અગાઉ જાહેર થયેલા ધો.૧૨ના બોર્ડના રિઝલ્ટમાં ૯૯.૯૯ પર્સેન્ટાઇલ સાથે ટોપ કરનાર વર્ષિલ શાહે આજે સુરતમાં દીક્ષા ગર્હન કરી હતી. વર્ષિલ ની દીક્ષા આજે રોજ સવારે ૪:૩૦ કલાકે પ્રમુખ સ્વામી ડોમ, સ્વામિનારાયણ મંદિર સામે, અડાજણ ખાતે યોજાઈ હતી. વર્ષિલ શાહ મૂળ અમદાવાદનો વતની છે અને તેની દીક્ષા સુરતમાં પૂજ્ય કલ્યાણરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં યોજાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા જીગરભાઈ શાહના એકના એક પુત્ર વર્ષિલ શાહે ધો.૧૨ કોમર્સમાં ૯૯.૯૯ પર્સન્ટાઇલ અને એ-1 ગ્રેડ મેળવ્યો હતો. વર્ષિલ નવકાર સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તે પોતાની માર્કશીટ લેવા માટે પણ ગયો નથી તેવો તેનો વૈરાગ્ય ભાવ છે. ૧૨ કોમર્સમાં ટોપર વર્ષિલ જીગરભાઇ શાહની આજે(ગુરૂવાર)સુરતમાં અડાજણ ખાતે પૂજ્ય કલ્યાણરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં દીક્ષા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ હાજર રહ્યા હતા. વર્ષિલે દીક્ષા ગ્રહણ કર્યા બાદ મુનિ શ્રી સુવિર્યરત્ન વિજયજી મહારાજ સાહેબથી ઓળખાશે.

વધુ વિગતો અનુસાર, બાળપણથી ભણવામાં હોશિયાર અને સુખી સંપન્ન પરિવારમાં ઉછરેલા વર્ષિલના પિતા જીગરભાઇ શાહ ઇન્કમટેક્સ ઓફિસર છે અને બહેન જૈની પણ ૨૦૧૧માં ૧૨ કોમર્સની ટોપર હતી. વર્ષિલના મામા સીએ છે. આમ શિક્ષિત પરિવારમાંથી આવતો વર્ષિલ બાળપણથી ધર્મ તરફ ઝૂકેલો હતો અને ચાર વર્ષથી એકાસણા ઉપવાસ કરતો હતો. મામાના દીકરાએ દીક્ષા હોવાથી તેને પણ દીક્ષા લેવાનો ભાવ હતો.

*

%e0%aa%ae%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b7%e0%aa%a6%e0%ab%87%e0%aa%b8%e0%aa%be%e0%aa%88

Manish Desai

સડીખોર મીત્રો ઇનબોક્ષમાં પુછે છે કે, સ્કોલર વર્ષીલ બાવો થયો ભાઇ તેં પ્રતીક્રીયા ના આપી.. હું કહીશ કે.. ૯૯.૯૯% વાળું એક ઘેંટું વાડ ઠેકીને મોટા વાડામાં પુરાયું.. સ્કોલર વિધ્યાર્થી આવતી કાલનો આઇનસ્ટીન બનવા સર્જાએલો છે બાવો બનવા નહીં, આઇન્સ્ટીન એસ્કેપીસ્ટ થયો હોત તો સમાજ અનેક ઇન્વેસન થી વંચીત રહેતે.. વર્ષીલને રોકવાને બદલે એને જવા માટે દુષ્પ્રેરણા કરવી ના જોઇતી હતી. બાળદીક્ષાથી પણ મોટી ભુલ સમાજે અણસમજ થી કરી નાંખી

આને સમજવું જોઇશે.. મહાવીર ક્ષત્રીય હતા. ભંવરલાલ અને વર્ષીલ કહેવાતા જૈન છે. (હું જૈન અને વાણીયામાં ફરક કરુ છું એટલે કહેવાતા જૈન કહું છું)
મહાવીર અજૈન હતા એમનાં ગણધરો બ્રહામણ એમાં કોઇ જૈન ના હતું. એમનાં સ્થાપીત જીનશાસન મુજબ જૈન થવું એ એક લાંબી મોટી પ્રોશીજર/ પ્રોશેસ છે. મહાવીર જેવી વ્યક્તિ જૈનોની નહીં પણ સમગ્ર વિશ્ર્વની ધરોહર છે. મોટી વિટંબણા એ છે કે, મહાવીર પાછળ ચાલતા લોકોએ મહાવીરની દેષણા સમજવાને બદલે ફક્ત મહાવીરનાં ત્યાગને જ ફોકસ કર્યો.. મહાવીરનાં ત્યાગને સમયાન્તરે વધારી વધારીને વિકૃત કરીને આજે મહાવીરને સંદીગ્ધ કરી નાંખ્યો..
ધનકમાતી ધનાઢ્યકોમ ને સ્વભાવીક રીતે તેઓ ના કરી શકે એવો ત્યાગ આકર્ષી જાય.. તમને સાધુ કે બાવા થવું આકર્ષીત નથી કરતું, કરે છે તો ભંવરલાલે કેટલું છોડ્યું એની ફેરીસ્ત.. જેમ મહાવીર પાછળની ફેરીસ્ત તમને આકર્ષે છે. કોઇવાર મહાવીરનાં બાપાનું બેકગ્રાઉન્ડ જોશો તો સમજાશે કે એ કોઇ રાજા ધીરાજ ના હતા. બસ અમારા પારડીનાં તહેસીલદાર ની હેસીયત રહી હશે. એની પાસે હાથી રાખવાની હેસીયત ના હોય, પછી એની સંપત્તી તો જેષ્ટ પુત્રને રાજા તરીકે મળે એવું પ્રાવધાન પણ હતું.. મહાવીર રાજકુમાર જ હતા.. એના ભાગે આવે પણ કેટલું..? જૈન સક્સેસન એક્ટ હજું નથી બન્યો.. પણ મા.સા. તમને મહાવીરે કેટલું રાજ્ય, કેટલા હાથી, કેટલા ઘોડા, રત્ન, મણી, હીરા, ઝવેરાતનો સ્ટોક છોડ્યો એ સ્ટોક સ્ટેટમેન્ટ વધારી વધારીને કહેશે.. એમાં કહેનાર અને સાંભળનાર બન્ને ને રસ પડશે..
પછી તમે તમારા સાધુમાટે નીયમ બનાવશો.. કે સાધુ નું આચરણ કેવું હોય..? શું પહેરવું, ક્યાં જાંજરે જવું, વિસર્જીત કરેલ મળ ને કેમ ખોતરવો.., પેસાબ સામાં કરવો અને ક્યાં ઢોળવો..!! કેટલું ફરવું, શું ખાવું, શું પહેરવું.. બ્લાબ્લા.. એ નીયમની ફ્રેમમાં આવે એને જ માન મળે.. બીચારા બાવાએ સાધુ તરીકેનું માન મેળવવા તમારી નીયમાવલીમાં જીવવું પડે..? આખી સાયકલ છે આની..
મહાવીરનો ગૃહ ત્યાગ અલગ હતો.., તમારા પલાયાનવાદ અને હંગામી લાગણી અલગ છે.. વગર સમજે તમે એનો ઉત્સવ કરશો.. જેથી બાવો થઇ ગએલો ફરી ના આવે..
દુષ્પ્રેરણા, ક્ષણીક આવેગ કે,એસકેપીસ્ટ વૃત્તીથી તમે સંસાર મુકી ભાગશો.. મનમાં દબાએલી વત્તીનું શું કરશો.. એજ વૃત્તીથી સાધુ સાધવી સંસારી થઇ પ્રભુતાનાં પગલા પાડે તો તમને મરચા લાગશે.. ફરીયાદો કરશો..!! એજ દબાએલી વૃત્તી વાળો બાવો જૈફ વયે કોઇ યુવતીનું ડીપ્રેશન દુર કરવા શ્રાવીકા બનાવી બોલાવી અટકચાળા કરશો અને ફજીયત કરાવશો..!! ( મગજને જોર આપો નજીકનાં ભુતકાળનાં જ દાખલા છે.)
મને કોઇ વિવાદમાં નહીં પણ મહાવીરની પાછળ રસોઇ બગાડતા તીર્થંકરોનાં રસોઇઆની રસોઇ બંધ થાય એમાં રસ છે..
મહાવીરે જ્ઞાન અર્જણાર્થીઓ માટે ચાર કેટેગરી ડીફાઇન કરી આપી છે..
શ્રાવક
શ્રાવીકા
સાધુ
સાધવી..
જે શ્રાવક શ્રાવીકા બનીને શ્રવણ માત્રથી પણ અર્જણ ના કરે એણે સાધુ સાધવી બનવું પડે.. તમારા થી તમારો સાધુ સાધવી એક કેટેગરી નીચે છે.. સન્યાસની પરીભાષા સંસારથી એસ્કેપીસ્ટ થવાની નથી, અહીં જ રહો.. જાણો.. જાગો.. સમજો..
રજનીશબાપુ કહેતા કે, ભાગો મત.. જાગો.. એ આટલા અને આવા સારું કહેતા.
#મેરેમનકીબાતેં #MeteManKiBate
(ફ્રોમ ધ કમોડ ટુડે મોર્નીંગ)

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  જૂન 10, 2017 @ 14:02:00

  પ્રવીણભાઈ, મેં યુ-ટ્યુબ પર આ વીડીયો જોયા ત્યારે મને પણ ખુબ નવાઈ લાગી હતી.
  તુંડે તુંડે મતી ભિન્ના !

  Gujarat Boards 12th class topper who scored 99.9 percent turns Jain monk

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જૂન 10, 2017 @ 14:24:22

   મને તો સમાચારની ખબર જ ના હતી. મને મનિષભાઈની વક્રવાણી મજાની લાગે છે એટલે થોડી તપાસ કરીને આ વાત શેર કરી.

   Like

   જવાબ આપો

 2. pragnaju
  જૂન 19, 2017 @ 22:31:32

  મહાવીરનાં ત્યાગને સમયાન્તરે વધારી વધારીને વિકૃત કરીને આજે મહાવીરને સંદીગ્ધ કરી નાંખ્યો..
  વાત ઘણાખરા સંપ્રદાયોમા લાગુ પડે પણ આવા અહીંસક પંથીની વાત પુરી સમજ્યા વગર ટીકા કરવાનું ભયાવહ નથી….ડીકેપટ ન થવાય

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: