આઈસોન્જ પિકનિક ૨૦૧૭

આઈસોન્જ પિકનિક ૨૦૧૭

ઈન્ડો-અમેરિકન સિનિયર્સ ઓર્ગેનાઈઝેશન ઓફ ન્યુ જર્સીના ૮૦૦  જેટલા સભ્યો અને લગભગ ૫૦ મહેમાનોથી રૂક્ષવેલ્ટ પાર્ક, એડિસન ન્યુ જર્સીનો વિશાળ પાર્ક ઉભરાતો હતો. ના આનંદથી લહેરાતો હતો. વર્ષમાં એકવાર આવતો “ફાધર્સ ડે” અને ફાધર્સ ડે ની ખાસ ઉજવણી-ઉજાણી એટલે કે આસોન્જની ફેમિલી પિકનિક.

જો ચૂકી જવાય તો આખું વર્ષ રહી ગયાનો અજંપો ઠરવા ન દે. સવારના ગોટા જલેબી પાપડી ફરસાણ ચા કોફિ ચૂક્યાનો પરિતાપ, મધ્યાન ભોજનના સેવ ઊસળ પાવ, ખીચ્યુ, પનીર કટીરોલ, અને પાછી ચા, મસાલા છાસ અને ઈટાલિયન આઈસ ગોળા. આટલેથી ના જ અટકાય. સાંજ પડી ના પડી અને પાછું ડિનર. એની યાદી એ આપવી પડે? ના આપે તો ચાલે પણ આપી દઉં. રસ પૂરી, તળેલું નથી ફાવતું. યુ મસ્ટબી કિડિંગ. ચાલો રોટલી લો. રસ સાથે બોળીને ખવાય. આ સાથે ફરસાણ જોઈએ? એક બે, બેત્રણ, ત્રણ ચાર લિલવા કચોરીથી ચલાવી લઈશું. શાકમાં કઈ છે? છે જ. જોકે બે જ છે. ચાલશે. ચલાવી લઈશું. વેગણ પાપડી અને પંજાબી દમ આલુ છે. હાસ! હવે તો કાંઈ જ નહીં જોઈએ. અરે! આવું કઈ ચાલે? થોડા દાળ ભાત, પાપડ અથાણું તો ખાવા જ પડે? કેમ ખાવા પડે? ખાવા પડે એટલે ખાવા જ પડે. અસલ કહેવાતું કે ભાત ન ખાય તો સાસરામાં દળદળ આવે!!! તો તો ચાલો ખાઈ મુકીએ.

શું પિકનિક ખાવા માટે જ હોય છે? આપણે શું નથી ખાતાં કે પિકનિકમાં ખાવા માટે જ જઈએ છીએ. પિકનિક એ ખૂબ જ રિલેક્ષ વાતાવરણમાં સ્વજનો અને મિત્રો સાથે વૃક્ષની છાયામાં આનંદ માણવાનો ઉત્સવ છે. બાર-પંદર મિત્રો જે પરિવારજનોની પિકનિકનું આયોજન પણ સહેલું નથી, તો આ બાર-પંદર નહિ, બસો ત્રણસો નહિ પણ આઠસો થી નવસો મહેમાનોની વ્યવસ્થા કરવાનું કામ જરાયે સહેલું નથી જ. માત્ર ભોજનની વાત નથી. વર્ષા જોષીના સંગીતનો લાઈવ પ્રોગ્રામ;ગરબા, ડેન્સ, રમતો, બિંગો રાફેલ અને મોટા મોટા ઈનામોની લ્હાણી.

આ બધાના મૂળમાં કોણ. અનેક સ્વયંસેવકો, આઈસોન્જના દરેક કમિટી મેમ્બર્સ. જેમણે આઈસોન્જનો ગોવર્ધન પર્વત ઉપાડવામાં મદદ કરી રહ્યા છે. વચ્ચે છે ડાઉન ટુ અર્થ એવા શ્રી રમણ શાહ અને એનો પરિવાર.

આ સિનિયર સંસ્થાની સ્થાપના ૨૦૦૩માં શ્રી રમણ શાહે કરી હતી. તે સમયે એમની સાથમાં હતા એમનો પરિવાર, વિપિન શાહ,પ્રવીણ તંબોળી, દલુભાઈ પટેલ અને અન્ય મિત્રો.

એક નિષ્ઠાથી થતું કાર્ય સફળ સિદ્ધિદાયક પૂરવાર થાય છે. ગણ્યાં ગાઠ્યા સભ્યોથી શરૂ થયેલી સંસ્થામાં ૪૫૦૦ થી વધુ સભ્યો જોડાય એ નાનીસૂની બાત તો નથી જ. હું પોતે ન્યુ જર્સીમાં ૪૭ વર્ષથી રહું છું. મારી નજર સામે વર્ષોથી અનેક સંસ્થાઓ સ્થપાઈ છે, વિકસી છે તો સંસ્થાકીય યાદવાસ્થળીમાં વિલિન પણ થઈ છે. મને ટોળાશાહીની સૂગ પણ ખરી. હું કોઈ જ માં જોડાયો ન હતો. મોડો મોડો માત્ર આઈસોન્જમાં મેમ્બર બન્યો. ખાસ પ્રવૃત્તિ તો નિવૃત સભ્યોને હેલ્થ, સિનિયર્સને મળતા લાભો, ઈમિગ્રેશન, અનેક વિષયોના વાર્તાલાપ, મનોરંજન કાર્યક્રમોની ડિસ્કાઉન્ટ ટિકિટો, સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો, આપત્તિકાળની ચેરિટિ સેવાઓ જેવી અનેકવિધ પ્રવૃત્તિથી આકર્ષાઈ આ સંસ્થાનો સભ્ય બન્યો. આખા વર્ષમાં સૌને મનગમતા બે દિવસ. સમર ફેમિલી પિકનિક અને દિવાળી ડિનર.

ફાધર્સ ડે ને દિવસે માણેલી પિકનિકની થોડીક ઝલક ટીવી એશિયાના આજના પ્રોગ્રામમાં જોઈ જ હશે.

અવાર નવાર આ સંસ્થાના સમાચારો આ બ્લોગમાં જણાવતો રહીશ.

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  જૂન 22, 2017 @ 20:35:15

  આઈસોન્જ-ઈન્ડો-અમેરિકન સિનિયર્સ ઓર્ગેનાઈઝેશન ઓફ ન્યુ જર્સીના ૮૦૦ જેટલા સભ્યો છે જાણી નવાઈ લાગી ! સરસ અહેવાલ લખ્યો છે. આમેય ન્યુ જર્સી એટલે નાનું ગુજરાતી ગામ ! નાનું ગુજરાત જ જોઈ લો.

  અમદાવાદ ના રાણીપ વિસ્તારના ઘણા અમારા મહેસાણા બાજુના પટેલો ન્યુ જર્સીમાં વસે છે. એટલે અમે રાણીપને ન્યુ જર્સીનું પરું અને ન્યુ જર્સીને રાણીપનું પરુ એમ કહીએ છીએ !

  Like

  જવાબ આપો

 2. મનસુખલાલ ગાંધી
  જૂન 22, 2017 @ 23:50:09

  બહુ સંદર કાર્યક્રમ…..

  અલ્યા ભાઈ, આ અહેવાલ વાંચીને તો અદેખાઈ આવે…!! ૮૦૦ -૯૦૦ ની વ્યવસ્થા કરવી સહેલું નથી..અહીં L.A. માં સિનિયરના એસોસીએશન તો ઘણાં છે, પણ દરેકમાં કાર્યક્રમ વખતે ૫૦ -૬૦ ભેગા કરવા પણ મુશ્કેલ..

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જૂન 25, 2017 @ 07:58:47

   દિવાળી ડિનરમાં ૧૫૦૦ માણસો ઉભરાય છે. આયોજનમાં ૭૫% રમણ શાહનો પરિવાર અને બાકીનો સમિતિના કાર્યકર્તાઓનું યોગદાન હોય છે.

   Like

   જવાબ આપો

 3. pragnaju
  જુલાઈ 05, 2017 @ 16:40:14

  અમે ન્યુ જર્સીમા અમારી બેનને ત્યાં રહેતા…તે ની માંદગીમા હોસ્પિ.મા પણ જવાનું થતુ…અને વહુની પ્રસુતી વખતે પ્રી મેચ્યોર બાળકો હોસ્પી.અને મા ઘેર… તો ધાવણની બાટલીઓ લ ઇ જવાનું થતું
  આ બધા સમયમા અનેક પીકનીકોમા મઝા કરેલી પણ આઈસોન્જ પિકનિક ૨૦૧૭ દા જવાબ નહીં

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જુલાઈ 05, 2017 @ 16:58:44

   દીકરાઓ મધર્સ ડે ને દિવસે બાઓ ને પ્રેમથી એક્સ્પેન્સિવ ડાયનરમાં લઈ જાય અને મોટીમાં મોટી ગિફ્ટ આપે. અને ફાધર્સ ડેને દિવસે દશ-બાર ડોલરની ફાધર્સડેની સમર પિકનિકમાં ડોસાઓ ઉતારીને ચાલ્યા જાય…….આવી સરસ પિકનિકમાં એક ડોસા એની ડોસી સાથે એ મેરી ઝોહરા જબીં માં સાથે ડેન્સ કર્યા પછી મેં આગળ લખ્યું એવી ફરિયાદ કરતા હતા. મજા આવી.

   Like

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: