માત્ર બુઢ્ઢા મિત્રો માટે જ RRR રેટેડ લેખ.

Navin Banker

બુઢાપા        -નવીન બેન્કર- નો તફડાવેલો લેખ.

######################

હું અહીં વૃદ્ધાવસ્થા શબ્દ લખી શક્યો હોત. પણ, આ ગુજરાતી ફોન્ટ્સમાં એ રીતે લખવું મુશ્કેલ હોય છે. ઘણી વખત એ શબ્દ આમ લખાઈ જાય છે- ‘ વ્રુધાવસ્થા’. એટલે હું સરળ શબ્દ લખુ છું- ‘બુઢાપા’.

#

 

બુઢાપો એ શરીરની એવી અવસ્થા છે કે જ્યારે માણસને મરવા કરતાં જીવતા રહેવાનો ડર લાગવા માંડે છે.

#

 હમણાં મારી પત્ની પડી ગઈ અને બેભાન થઈ ગયેલી ત્યારે, કાર્ડીયોલોજીસ્ટે એવું નિદાન કર્યું કે તેના હ્રદય સુધી લોહીને પહોંચતાં સમય લાગે છે. અને સ્ટેન્ટ મુકવાની વાત કરી. મારી પત્ની સર્જરિની વાતથી ડરે છે. એટલે અમે એ વિચાર પડતો મુક્યો. ડોક્ટરે કહ્યું- ‘ બહેન એટેક આવી જાય અને મૃત્યુ થાય તો તો વાંધો નહિં પણ જો સ્ટ્રોક આવે અને પક્ષઘાત થઈ જાય અને આખી જિન્દગી પરવશ  થઈ જવાય તો એ જિન્દગી ઘણી પીડાદાયક થઈ શકે.’

#

હવે એને જીવનનો ડર લાગવા માંડ્યો છે.મરી જવાની તો તૈયારી છે જ,પણ હવે પથારીગ્રસ્ત કે અપંગ થઈ જવાની કલ્પના એને ડરાવે છે.

#

પોતાના સ્વસ્થ શરીરને પ્રેમ કરનારા જ બીજાના શરીરને પ્રેમ કરવાને લાયક રહે છે. પ્રોસ્ટેટ સર્જરિ કરાવ્યા પછી કેટરીના કૈફ કે કૃતિ સનોન માત્ર શબ્દો જ રહી જાય છે. માત્ર મનોમૈથુન દ્વારા જ આનંદ માણી શકાય છે. શરીરને બુઢાપો આવે છે પણ દિમાગ તો હંમેશાં જવાન જ રહે છે. સેક્સ એ બે સાથળો વચ્ચેની બાયોલોજી નથી, એ બે દિમાગો વચ્ચેની સાયકોલોજી છે. બુઢાપામાં સેક્સ એ માથામા, મનમાં રહે છે..એમ કોઇ મહાન સેક્સોલોજીસ્ટે કહ્યું છે.

#

દિલ બેવફા બની જાય છે. એના ધબકારા ધીમા પડી જાય છે. નસો સખ્ત બની જાય છે.  દિલમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે.લોહીમાં ખારાશ અને લાલાશ ઘટી જાય છે. ફેફસાં, પ્રોસ્ટેટ અને આંતરડા થાકવા લાગે છે. સાથળ કે નિતંબનું હાડકુ તુટવા લાગે એટલે પત્યુ. મોતિયો અને કીડનીની તકલીફો એ અંતની શરૂઆત થયાની નોટીસો હોય છે. સ્વભાવ ચિડીયો થઈ જાય, ગુસ્સો, કર્કશ સ્વભાવ, દાંતિયા કરવા, આ બધુ શરૂ થઈ જાય ત્યારે સમજી લેજો કે હવે તમે બુઢ્ઢા થઈ રહ્યા છો. હાડકાં કડક થઈ જાય અને શરીરના નકુચા લકટા થઈ જાય. ‘તિસરી મંઝીલ’ ફિલ્મના હીરો ‘શમ્મીકપુર’ના ઝુલ્ફા જેવા વાળ ખરવા માંડે અને ટાલ પડવા માંડે , ફાંદ ફુલવા લાગે, સીન્કની કોર પકડીને જાંગિયો પહેરવાની શરૂઆત કરો  ત્યારે સમજી લેવું કે આપણે વૃદ્ધ થઈ રહ્યા છીએ.

#

મારા સમવયસ્ક બ્લોગર મિત્રો જો આ લખાણનો પ્રતિભાવ આપશે તો મને આનંદ થશે.  યુવાન  સ્ત્રી-પુરૂષોના પ્રતિભાવની મને અપેક્ષા નથી.

#

 નવીન બેન્કર

With Love & Regards, 

Advertisements

10 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  જુલાઈ 09, 2017 @ 12:47:57

  આ નિખાલસ અને સ્પષ્ટ લેખમાં શ્રી નવીનભાઈએ હિમત બતાવીને દરેક બુઢાંઓના મનની વાત કહી દીધી છે. મને એમની નિખાલસતા ગમે છે જે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જુલાઈ 09, 2017 @ 13:38:11

   માનવ જીવનની ઘણી વાસ્તવિક્તાઓ સ્વીકારવા છતાં ,છે એની અભિવ્યક્તિને આપણે કુંઠીત કરી દીધી છે. નવીનભાઈ ખરેખર નિખાલસ છે અને દંભ રાખતા નથી જ. એટલે ધન્યવાદને પાત્ર છે.

   Like

   જવાબ આપો

 2. Pravin patel
  જુલાઈ 09, 2017 @ 14:06:10

  સચોટ તારણ.

  Liked by 1 person

  જવાબ આપો

 3. Harshad Shah
  જુલાઈ 09, 2017 @ 19:35:00

  Thank you my friend. No body likes being old& not able to perform.

  Liked by 1 person

  જવાબ આપો

 4. જગદીશ
  જુલાઈ 09, 2017 @ 20:22:33

  ઘડપણ સરળ રીતે લખાય તેવો શબ્દ છે ને પાછો ગુજરાતી
  સરસ ને ખરી વાત લખી છે

  Liked by 1 person

  જવાબ આપો

 5. વિશ્વદીપ બારડ
  જુલાઈ 11, 2017 @ 11:01:08

  યુવાન-અવસ્થા હોય કે પછી વઋધ્ધાસ્થા, ઈચ્છાના” મોર” હંમેશ ટહુંક્યા કરે છે..લોકો ઘણી ધાર્મિક ફિલોસોફીની વાત કરતા હોય જેવી કેઃ બસ હવે તો “હરીનામ” બીજું કશું નહી..એ હકીકતમાં તથ્ય નથી.નવીનભાઈ, વાસ્ત્વિકતાના દર્શન બદલ આભાર.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જુલાઈ 11, 2017 @ 11:15:44

   મનની વાતો નવીનભાઈ જ નિખાલસ રીતે રજુ કરે છે. જરાયે દંભ નહિ. એમની મંજુરી સાથે એમની વાતો મિત્ર વર્તુળમાં વહેતી કરું છું. પ્રતિભાવ બદલ આભાર વિશ્વદીપભાઈ.

   Liked by 1 person

   જવાબ આપો

 6. pragnaju
  જુલાઈ 29, 2017 @ 10:07:14

  SANGAM MAIN KYA KARU RAM MUJHE BUDDHA MIL GAYA …
  Video for youtube mai kya karu hay mujhe buddha mil gaya▶ 5:00

  Jan 16, 2013 – Uploaded by Jai Prakash
  License. Standard YouTube License …. wonderful song. phir phir dekhane ka hai.. Read more … main …

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: