નવીન બેન્કરના દિલની એક મજાની વાત

Navin Banker

નવીન બેન્કરના દિલની એક વાત

###

હમણાં, ગઈકાલે એક ઘટના બની. હું ડીશ નેટવર્ક પર સ્ટાર પ્લસ ચેનલ પર ડાન્સ+૩ શો જોઇ રહ્યો હતો. વિશાલ પૌલ નામના બાળ કલાકારે અદભુત રજુઆત કરી ત્યારે એને બિરદાવતાં, રેમો ડી’સોઝા નામના એક ખુબ જાણીતા કોરિયોગ્રાફરે, વિશાલના પિતાને ફોન કરીને વાત કરવા પ્રયત્ન કર્યો

‘આપ વિશાલ પૌલકે પિતાશ્રી હૈં ?’

‘જી. હાં… આપ કૌન ?’

‘મૈં, રેમો ડી’સોઝા હું. ‘

પેલા વિશાલના બાપને, પોતાનો છોકરો નાચગાણાં માં રસ લે કે આવી સ્પર્ધાઓમાં ભાગ લે એ ગમતું નહીં એમ વિશાલે રેમોને કહેલું. એના અનુસંધાનમાં જ રેમોએ ફોન કરેલો.

મને હતું કે હમણાં વિશાલનો બાપ બોલશે કે ‘કૌન રેમો ડી’સોઝા ?’

પણ નસીબસંજોગે, વિશાલનો બાપ જાણતો હતો કે આ રેમો કોણ છે !

પછીની વાત અત્રે અપ્રસ્તુત છે.

#

 

મને એક વાત યાદ આવી ગઈ. નાના પાટેકર, હ્યુસ્ટનમાં એનું નાટક ‘પુરૂષ’ લઈને આવેલો. સાથે સહકલાકારોમાં  આજના ઘણાં જાણિતા ટીવી કલાકારો ઉષા નાડકર્ણી, રવિ કાલે વગેરે હતા. ૧૨ મી મે ૨૦૦૧ને શનિવારની આ વાત છે.હ્યુસ્ટનના ટી.એસ.યુ. ઓડીટોરીયમમાં આ નાટક ભજવાયેલું. હું મારા રીસેસ ટાઇમમાં, હોટલ હિલ્ટનના પ્રેસિડેન્શિયલ સ્યુટમાં ,નાના પાટેકરની મુલાકાત માટે ગયેલો. ખુબ વાતો કરી હતી. એને, એના સેટ માટે હોલ જોવા જવાનું હતું અને સ્ટેજ પર અમુક સ્પોટલાઈટો જોઇતી હતી.આયેશા ઝુલ્કા પર બળાત્કારના સીન વખતે ક્યાં કઈ લાઈટ ગોઠવવી એની અમે ચર્ચા કરી હતી. મેં કહ્યું-‘અત્યારે તો હું ચાલુ નોકરીએ, રીસેસ ટાઇમમાં આવ્યો છું તો આપણે ચારેક વાગ્યે હોલ પર અને પછી વેસ્ટહેમર સ્ટ્રીટ પરની સ્પોટલાઈટો ભાડે આપનારા સ્ટોરમાં જઈશું. આપ તૈયાર હો ત્યારે મને ફોન કરજો. એ વખતે મારી પાસે સેલફોન ન હતો.એટલે મેં ઓફીસનો જ નંબર આપેલો.

#

 

ચારેક વાગ્યે નાના પાટેકરે ઓફીસમાં ફોન જોડ્યો. હવે આ મજાનું કોન્વર્સેશન જુઓ.

 

‘મુઝે નવીનભાઇસે બાત કરની હૈ.’

‘આપ કૌન ?’- મારા બોસે પુછ્યું. મારા બોસ એટલે મારી બહેન ડોક્ટર કોકિલા પરીખ. એ OB / GYN specialist  છે. બહેનને ફિલ્મોમાં ખાસ રસ નહિં.

 

‘મૈં નાના પાટેકર બોલતા હું’

‘આપ પેશન્ટકે હસબંડ હૈ ઔર  બીલીંગકે લિયે બાત કરની હૈ ?’

‘અરે…મૈં નાના પાટેકર હું’

‘યે તો મૈં સુન ચુકી હું લેકિન આપકો ક્યા કામ હય ?

‘આપ હિન્દી બોલ લેતી હૈ તો આપકો નાના પાટેકર કૌન ઇતના પતા નહીં હૈ ? મેરા નાટક હૈ પરસોં. ઔર  એક્ટર હું. નવીનભાઇ મુઝે જાનતે હૈ.આપ ઉનસે કહિયે વો હોટલ પર આ જાયેં.’

$$$

 

પછી મારી બોસને ખ્યાલ આવ્યો કે આ તો પેલો એંગ્રી મેન ફિલ્મ કલાકાર નાના પાટેકર હતો.

નાના પાટેકરે મને  આગળની હરોળની ચાર ટીકીટો કોમ્લીમેન્ટરી આપેલી અને અમે નાટક જોવા ગયા ત્યારે મેં ગ્રીનરૂમમાં જઈને એમની મુલાકાત કરાવી હતી.

એ નાટકનું ગ્રુપ ત્રણ દિવસ હ્યુસ્ટનમાં રહેલું અને હું મારી ખખડધજ  શેવરોલેટ કારમાં આયેશા ઝુલ્કા,ચંદ્રકાંત ગોખલે ( વિક્રમ ગોખલેના પિતાશ્રી ) વગેરેને લઈને મરાઠી મંડળના સ્નેહમિલનમાં, ક્રાંતિ વારવડેકર ના નિવાસસ્થાને લઈ ગયેલો અને ઘણાં હ્યુસ્ટોનિયનો સાથે તેમની તસ્વીરો પાડેલી. નાટકનો અહેવાલ ગુજરાત સમાચારે ફોટાઓ સહિત છાપેલો.

#

 

આ વાત યાદ આવવાનૂ બીજું કારણ એ પણ ખરૂં કે આ નાટકની વાર્તા પણ , શ્રીદેવીની લેટેસ્ટ ફિલ્મ ‘મોમ’ ને મળતી જ છે. આમાં નાના પાટેકર, ખંધો રાજકારણી બનીને આયેશા ઝુલ્કા પર બળાત્કાર કરે છે અને કોર્ટમાં નિર્દોષ છૂટી જાય છે અને પછી પેલી છોકરી પોતે જ બદલો લે છે એવી કાંઇક વાત હતી.

#

 

આજે આ રેમો ડી’સોઝાની વાત પરથી આ વાત યાદ આવી ગઈ અને તમારી સાથે શેર કરી દીધી.

સલમાનખાનને હું વેસ્ટહેમર સ્ટ્રીટ પર એક ગીટાર સ્ટોરમાં લઈ ગયેલો. સંજય દત્તને હોટેલ હિલ્ટનની બાજુમાં આવેલી કોલોરાડો  નાઈટક્લબમાં રાત્રે એક વાગ્યે લઈ ગયેલો. શક્તિકપૂરને વોલમાર્ટ માં ખરીદી કરવા લઈ ગયેલો. વીલન રણજીતને અને એક્ટ્રેસ મધુને હિલક્રોફ્ટ પર આવેલા એક રેસ્ટોરન્ટમાં ઢૉસા ખવડાવવા લઈ ગયેલો.. લતા મંગેશકર માટે ડીનર લઈને હોટલ પર ગયેલો અને તેમણે જમી લીધું ત્યાં સુધી હું તેમની સાથે રહેલો. સલમાન અને સંગીતા બિજલાનીના ફોટા, મેં હિલ્ક્રોફ્ટ પરની હિલ્ટન હોટલના પાર્કીંગ લોટમાં પાડ્યા હતા. બબિતા ( કરિશ્મા અને કરીનાની મમ્મી) ને લઈને આઇ-ટેન અને ગેસ્નર પાસેના એક મોલમાં ખરીદી કરાવવા લઈ ગયેલો અને કરિશ્માનો શો અમે સાથે બેસીને માણ્યો હતો. જયા ભાદુરી, પદ્મારાણી, હેમા માલિની સાથે પણ ખુબ યાદો છે. મને લાગે છે કે આ યાદોની તવારિખની વાતો લખું તો એક આખુ પુસ્તક થઈ જાય.

#

 

તમને આ વાતો અત્યારે ગપ્પાં લાગશે પણ મારી પાસે એના મારા લખેલા અહેવાલો અને ફોટાઓ પણ છે. જો કે, અત્યારે હું એક્ટીવ નથી. મારી ઉમ્મર અને નાદુરસ્ત તબિયતને કારણે હું એ બધી દોડધામ કરી શકતો નથી.

( લખ્યા તારીખ- ૧૧ જુન ૨૦૧૭)

**************************************************************

 

 

 

With Love & Regards, 

 

નવીન બેન્કર.

 અમે બ્લોગર મિત્રો છીએ. એકબીજાને કદીએ મળ્યા નથી. કદાચ મળીશું પણ નહિ. બસ હું નવીન બેન્કરનો ફેન છું. પ્રસંસક છું. એમની વાતો મારા બ્લોગમાં રજુ કરવા દેવા માટે એમનો આભારી છું. પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વાતોમાં આ મિત્રની વાતો સમાવતો રહું છું.

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  જુલાઈ 11, 2017 @ 20:24:41

  શ્રી નવીનભાઈ ની ભૂતકાળની સીને સ્ટારો સાથેની દિલની વાતો એમનો વધુ પરિચય કરાવી જાય છે. તેઓ આવી વધુ વાતો લખતા રહે એવી આશા રાખું છું.

  Liked by 1 person

  જવાબ આપો

 2. મનસુખલાલ ગાંધી
  જુલાઈ 12, 2017 @ 01:25:44

  લતાજી માટે જમવાનું લઈ ગયા હતાં એમ અમને પણ ઘર બેઠા આવું સરસ ‘જમણ’ તમે પીરસ્યું..જમવાની એટલે કે પેટમાંજ નહીં દિલમાં પણ મજા આવી ગઈ. તમારા બેન અને નાનાની વાત ઉપરથી દલપતરામ કવિની શેઠ અને શરણાઇવાળાની કવિતાનો સંવાદ યાદ આવી ગયો, ‘સાંબેલું વગાડ તો ખરો જાણું..’ શેઠને માટે તો શરણાઈ અને સાંબેલું એકજ હશે..?

  બહુ સરસ લેખ છે…….

  Like

  જવાબ આપો

 3. pragnaju
  જુલાઈ 29, 2017 @ 10:03:48

  સ રસ રમુજી લેખ
  આપ પેશન્ટકે હસબંડ હૈ ઔર બીલીંગકે લિયે બાત કરની હૈ ?’
  ‘અરે…મૈં નાના પાટેકર હું’
  ‘યે તો મૈં સુન ચુકી હું લેકિન આપકો ક્યા કામ હય ?
  ‘આપ હિન્દી બોલ લેતી હૈ તો આપકો નાના પાટેકર કૌન ઇતના પતા નહીં હૈ ? મેરા નાટક હૈ પરસોં. ઔર એક્ટર હું. નવીનભાઇ મુઝે જાનતે હૈ.આપ ઉનસે કહિયે વો હોટલ પર આ જાયેં.’
  $$$ મરક મરક
  કાંઇક આવો અમારો પણ અનુભવ !

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: