હ્યુસ્ટનકે સિતારે-નવીન બેંકર.

Navin Banker

to
 હ્યુસ્તનના ઓળખવા જેવા
આ સાથે એટેચમેન્ટ્માં જે ફોટો મોકલું છું એમાં હ્યુસ્ટનના પાંચ , મળવા જેવા મહારથીઓ છે. સોરી, પાંચ નહીં, ચાર જ.
 ડાબેથી-
(૧)  કાળા ગોગલ્સમાં  નિત્યાનંદ ભારતી ઉર્ફે નૈમિષારણ્ય વાળા નૈમિષ બક્ષી ઉર્ફે  પ.પુ.ધ.ધુ.૧૦૦૮ શ્રી. નિત્યસહસ્ત્રલીલાનંદજી મહોદય   ઉર્ફે આર્બિસન ( આર્બિસન એટલે રસિકલાલ બેન્કરનો સન ) .બહુરંગી વ્યક્તિત્વ ધરાવતો એક શોમેન. ગુજરાતી ફોન્ટ્સ પર ‘લખારા’ કરવાની એને આદત પડી ગયેલી છે. રેશનલ વિચારસરણીનો પુરસ્કર્તા છે. સ્વામિ સચ્ચિદાનંદજીના વિચારોમાં માને છે. ગોવિન્દ મારૂની ‘અભિવ્યક્તિ’ શ્રેણી નો આશિક છે. પત્ની સાથે ધર્મ અને સંપ્રદાય વિષયક ચર્ચા થાય ત્યારે કલહ કરે છે. પત્ની ચુસ્ત પુષ્ટીમાર્ગીય અને વલ્લભકુળના બાળકોને ભગવાનનું સ્વરૂપ માનનારી ધાર્મિક સ્ત્રી છે. અને આ મહાશય રેશનલ વિચારસરણીના પુરસ્કર્તા છે એટલે  કલહ-ના, ગજગ્રાહ તો થવાનો જ. પણ પંચાવન વર્ષનું દામ્પત્ય જીવન એકમેકના સહારે જીવી રહ્યા છે.
(૨)  શ્રી. રસેશ દલાલ- નાટ્યકાર,  સોહામણા અભિનેતા,  સુરતી કવિ, પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ હવેલીના સર્વેસર્વા, હ્યુસ્ટનના પ્રથમ પંક્તિના માસ્ટર ઓફ સેરિમની. કલાકુંજ સંસ્થાના આગેવાન. અને…બીજુ ઘણુંબધું.   જેને માટે એક આખો લેખ લખવો પડે.
(૩) શ્રી. હેમંત ભાવસાર. વ્યવસાયે એકાઉન્ટન્ટ અને ઇન્સ્યોરન્સ એજન્ટ. પણ આગવી ઓળખ તો સંગીતકાર.કવિના ગીતો પરથી સંગીતમાં ઢાળીને ગેય બનાવવાની કળા તેમને સાધ્ય છે.  ઘણાં ગાયકો અને સંગીતકારોને તેમણે પ્રમોટ કર્યા છે. સારા ગાયક પણ છે. કોઇપણ ભજનસંધ્યા એમના વગર અધુરી જ ગણાય. ઘણાં નાટકોમાં મુખ્ય ભુમિકા પણ ભજવી ચુક્યા છે. સારા ડાયરેક્ટર પણ છે. અગાઉ એમના વિશે મેં ખાસ લેખો પણ લખેલા છે. તેમના કંઠે  ‘કૈલાસકે નિવાસી’  જેવું ભજન કે મહાદેવજીની સ્તુતિ તથા સંસ્કૃતમાં ‘હેપી બર્થ ડે’ સોન્ગ સાંભળવાનો લહાવો લેવા જેવો છે. તેમના દરેક કાર્યક્રમમાં હું આ ભજનની ફરમાઇશ કરતો રહું છું. એક ઉમદા દોસ્ત પણ છે.  કોઇ મંદીર સાથે પણ સંકળાયેલા છે અને ધાર્મિક વ્યક્તિ છે એમ હું માનું છું.
(૪) શ્રી. મુકુંદ ગાંધી.- હ્યુસ્ટનના આદરણિય પીઢ  આગેવાન. – ઉત્તમ અભિનેતા, દિગ્દર્શક. વક્તા . તેમને મુખે ‘ઉપર ગગન વિશાળ’ જેવું ગીત અને નાટ્ય-અનુભવો સાંભળવાનો લહાવો લેવા જેવો છે. હ્યુસ્ટનમાં લોકલ અભિનેતાઓ ના હ્યુસ્ટન નાટ્યકલા વૃંદ ની સ્થાપના કરીને ઘણાં એકાંકિઓ, ત્રિઅંકી નાટકો તેમણે ભજવ્યા છે. ઘણી સંસ્થાઓને તેમણે સહાય પણ કરી છે. ક્યારેક હ્યુસ્ટનના ગુજરાતી સમાજના પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી પણ રહી ચુક્યા  છે. હ્યુસ્ટનમાં ગુજરાતી સાહિત્ય સરિતાના પાયાના પત્થર છે. હ્યુસ્ટનમાં ગુજરાતી પુસ્તકો અને સામયિકોની લાયબ્રેરી શરૂ કરવાનો યશ તેમને જાય છે.ભાનુભાઈ વોરા જેવા ડાયરા ગ્રુપના કલાકારો તેમને ત્યાં જ ઉતરે અને તેમનું આતિથ્યસત્કાર માણે. મારા મિત્ર પણ છે.
(૫) શ્રી. સુરેશ બક્ષી.  સાહિત્ય સરિતાના  લેખકોમાંના એક સર્જક. ગની દહીંવાલાના આશક. મુક્તકોના મહારાજા. સૌમ્ય અને હસમુખો સ્વભાવ. ઓછાબોલા અને પ્રસિદ્ધિથી દૂર રહીને પોતાનું કાર્ય કરી જનાર દોસ્ત.
 નંબર ૨ થી ૫ સુધી જેમનો અતિટૂંકો પરિચય આપેલો છે તેઓ આદરણિય કળાકારો છે. હ્યુસ્ટન બહારના સર્જકો જ્યારે પણ હ્યુસ્ટન આવવાનું થાય ત્યારે તેમને મળજો.
Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  જુલાઈ 15, 2017 @ 11:42:39

  શ્રી નવીનભાઈએ આ તસ્વીરમાંના એમના મિત્રો અને એમનો પોતાનો પણ પરિચય એમની આગવી શૈલીમાં અને અદામાં આપ્યો છે એ વાંચવાની મજા આવી.

  Like

  જવાબ આપો

 2. vimala
  જુલાઈ 15, 2017 @ 14:08:39

  હ્યુસ્ટન વાસીઓનું  ગૌરવ છે આ મહાનુભાવો.

  Like

  જવાબ આપો

 3. મનસુખલાલ ગાંધી
  જુલાઈ 19, 2017 @ 21:53:26

  બહુ સુંદર પરિચય આપ્યો છે.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: