આહારવિહાર-શરદ શાહ

આહારવિહાર

આહાર શબ્દથી તો આપણે સૌ પરિચિત છીએ, પણ ભારતિય મનિષીઓએ આહાર વિષે જે સમજ આપી છે તેનાથી મોટાભાગના લોકો અપરિચિત છે. સામાન્ય રીતે આપણે રોજબરોજ જે ભોજન લઈએ છીએ તેને જ આહાર સમજીએ છીએ. પરંતુ આહાર નો અર્થ છે ઈનપુટસ અર્થાત આપણે જે કાંઈ આપણી ઈન્દ્રિયો દ્વારા ભિતર લઈએ તે તમામ આહાર છે. આમ આહારને મુખ્ય ત્રણ વિભાગમાં વહેચી શકાય. ૧) ભોજન (જેને ફીઝીકલ ફુડ કહો) ૨) હવા કે સ્વાસ (જેને એર ફુડ કહો) ૩) સંવેદનાઓ (જેને ઈમ્પ્રેશન ફુડ કહો) આપણે આ ત્રણે પ્રકારના આહાર વિષે સમજીએ.

૧) ભોજનઃ (ફીઝીકલ ફુડ) આપણને એ તો ખબર છે કે આપણે જે ભોજન લઈએ છીએ દુષિત, વાસી, અપચ્ય ન હોવું જોઈએ. કે ભોજન સ્વાદિષ્ટ અને સાત્વીક હોવું જોઈએ.

વિજ્ઞાનની નજરે જોઈએ તો આપણું શરીર એક રાસાયણિક બંધારણ છે અને ભોજન પણ.  ભોજનના રસાયણો શરીરના રસાયણો પર અસર કરે છે. જેમકે શરાબનુ સેવન કરવામાં આવે તો નશો ચઢે, કે ઝેર ખાવામાં આવે તો શરીરમાં રાસાયણિક ફેરફારો થાય અને શરીરના કોષો(સેલ) મૃત બને અને વ્યક્તિ મરી જાય. વિજ્ઞાન કેવળ રસાયણની ભાષા જ સમજે. એટલે શરીરમા કોઈ વ્યાધી આવે તો તે કયા રસાયણો આપવાથી બેલેન્સ કરી શકાય તે મુજબના રસાયણો વાળી દવા શોધે અને પ્રયોગો પછી તે રસાયણો ગોળીઓ કે ઈન્જેક્શન દ્વારા આપે. જેની અસર ત્વરીત થાય અને ટુંકાગાળામાં વ્યાધી જતી રહી હોય તેવું લાગે. પરંતુ આવા રસાયણોની આડ અસરો લાંબાગાળે થતી હોય છે તે મેડિકલ સાયન્સ પણ કબુલ કરે છે.

વિજ્ઞાનનો આયામ ભૌતિક જગત છે જ્યારે ધર્મનો આયામ સુક્ષ્મ જગત છે. આથી વિજ્ઞાન ભૌતિક શરીર વિષે ઘણું બધું કહી શકે કે જાણી શકે પરંતુ ધર્મ ભૌતિક શરીર ઉપરાંત સુક્ષ્મ શરીરની વાત કરે તે વિજ્ઞાનની પકડ બહાર છે. ધર્મ બીજા સાત સુક્ષ્મ શરીરની વાત કરે અને કેટલાંક યોગીઓ તો ચોવિસ શરીરની વાત કરે તે બધું વિજ્ઞાનની સમજમાં ન આવે. કારણ કેવળ એટલું છે કે તે વિજ્ઞાનનુ ક્ષેત્ર નથી. જેમકે કોઈને હૃદયની નળીઓમાં બ્લોકેજ હોય તો વિજ્ઞાન સમજી સકે, તેનો ઊપાય કરી શકે, પરંતુ કોઈનુ હૃદય (દિલ) ભાંગી જાય તો વિજ્ઞાનની સમજ બહાર છે જો કે મનોવિજ્ઞાનના વિકાસ સાથે હવે વિજ્ઞાન પણ થોડા ઘણા અંશે મનને સમજવા મથી રહ્યું છે. પણ આજની તારીખમાં પણ મનોવિજ્ઞાન મનના ઉપરના આવરણોથી આગળ નથી વધી શક્યું.

પ્રકૃતિમાં પશુ પંખી, જીવ જંતુ તમામનો આહાર નિશ્ચિત છે, પ્રમાણ નિશ્ચિત્, સમય નિશ્ચિત છે. જ્યારે મનુષ્ય એક માત્ર છે જેનો આહાર નિશ્ચિત નથી, આહારનો સમય નિશ્ચિત નથી, આહારનુ પ્રમાણ નિશ્ચિત નથી. પરિણામે મનુષ્યએ શું લેવું? કેટલું લેવું? ક્યારે લેવું? તે નક્કી કરવું શરીરના સ્વાસ્થ્ય માટે અતિ જરુરી છે.આપણું ભૌતિક શરીર રસાયણોનુ બનેલું છે તેથી એટલું તો સમજાય છે કે જે રસાયણો શરીરને નુકશાન કરતાં છે તે ન લેવાં. સહેજ વિચારીએ અને વિવેક બુધ્ધીનો ઊપયોગ કરીએ તો એ પણ સમજાય કે જે પદાર્થો,બેહોશી, ઉત્તેજના, ચરમ અવસ્થા, કે અશાંતિ પેદા કરે તે ન લેવા. પરંતુ જીભના સ્વાદને આધિન જીવ જાણે અજાણ્યે આવો આહાર લેતો હોય છે અને પરિણામ સ્વરુપ તેનું નાભી કેન્દ્ર જડ બને છે અને તે વધુને વધુ ટોક્ષીક આહાર લેતો બને છે.

કુદરતી ઉપચાર કેન્દ્રમાં નાભી પર ભીની માટીની પટ્ટીઓ મુકવામાં આવે છે કે કટી સ્નાન ઠંડા ગરમ પાણીમાં કરાવવામાં આવે છે,કે નાભીમાં ગાયનુ ઘી કે દિવેલના ટીપાં મુકવામાં આવે છે તેનુ કારણ એ જ છે કે નાભી કેન્દ્રને ફરીથી ચેતનવંતુ કરી શકાય અને તેનો લાભ શરીરને થાય છે સાથે સાથે ફળોનો રસ, શાકભાજી, સુપ કે અન્ય હલકો સુપાચ્ય આહાર આપવાથી અનેક જટીલ રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે. કોઈપણ જાતની દવાઓ વગર કેવળ આહારના ફેરફારો ચમત્કાર સર્જી શકે છે. આમ ભૌતિક આહારની આપણા શરીર પર અસરો જોઈ શકાય છે.

આપણે શું ખાવું અને શું ન ખાવું? કેટલું ખાવું અને ક્યારે ખાવું? આ પ્રશ્નોના જવાબ કોઈ અન્ય ન આપી શકે, પછી તે ભલે મોટો ડોક્ટર કે ડાયેટિશીયન હોય. આથી ખાવા બાબતે અનેક નિષ્ણાતો ના મત જોશો તો વિરોધાભાષી જણાશે. દરેક વ્યક્તિની પ્રકૃતિ અને શારીરીક બંધારણ અને શરીર પાસેથી લેવાતો શ્રમ અલગ અલગ છે. તેથી એકને આપેલી સલાહ બીજાને કામ ન લાગે. દરેક વ્યક્તિએ પોતાનુ શરીર શું કહે છે તે સાંભળતાં શીખવું પડે. આપણું શરીર આપણી સાથે સતત સંવાદ કરે છે પરંતુ જીવન એટલું બધું કોલાહલ અને આપાધાપીથી ભરેલું છે કે આપણે ભાગ્યેજ તેનુ સાંભળિએ છીએ અને ક્યારેક તો માંદુ પડે ત્યારે જ તેની વાત સાંભળીએ છીએ.

વિજ્ઞાન જ્યારે ભોજનની વાત કરે ત્યારે તેમાં રહેલાં વિટામીનો અને મિનરલ્સની વાત કરે અને તેને આધારિત ભોજન કયું લેવું કયું ન લેવું તે નક્કી કરે. જ્યારે ધર્મ ભોજનની વાત કરે છે ત્યારે ભોજનના સુક્ષ્મ અતિસુક્ષ્મ પાસાઓને પણ ધ્યાનમાં રાખી વાત કરે છે. જેમકે ભોજન બનાવતી વખતે, પીરસતી વખતે બનાવનાર કે પીરસનાર ના હૃદયના ભાવ અને મનના વિચાર પ્રેમથી ભરેલ અને શુધ્ધ હોવા જોઈએ.ભોજન ત્યારેજ કરવું જોઈએ જ્યારે શરીર માંગે (ભુખ સરખી લાગે). ભોજન આરોગતી વખતે ભોજન કરનાર અહોભાવથી ભરેલ, મૌન અને શાંત હોવો જોઈએ. જેથી તે ભોજનનો સ્વાદ પૂર્ણતાથી માણી શકે અને શરીરનો સંવાદ સાંભળી શકે. ધર્મ કહે આવું ભોજન અમૃત છે. પછી ભોજનના થાળમાં લાડુ લાપસી હોય કે સુકો રોટલો અને છાસ.પરંતુ આવું ભોજન આપણા સ્થુળ શરીરની સાથે સાથે સુક્ષ્મ શરીરને પણ લાભદાયી છે જે ભાવ શરીરનુ બંધારણ કરે છે. વિજ્ઞાનને માટે ભાવશરીર પકડ બહારની વાત છે.

કેટલાંક માણસો ભોજન પુરતું ન મળવાને કારણે મરે છે તો કેટલાંક લોકો ભોજન વધુ કરવાને કારણે. વધુ પડતાં તો ભોજનના અતિરેકને કારણે જ મરે છે. વિજ્ઞાનિકો કહે છે કે એક માણસ ૯૦દિવસ ભોજન ન મળે તો પણ જીવતો રહી શકે છે. તેમજ કહે છે કે માણસજાતની મોટાભાગની બિમારીઓ ગલત ખાવાપીવાની આદતોને કારણે છે.

ભોજન અંગેની આપણી માન્યતાઓ અને ખોટી સમજ ખતરનાક અને મોંઘી સાબિત થઈ શકે છે. ભોજન જે આપણને સારું સ્વાસ્થ્ય આપી શકે તે ભોજન વધુ બિમારીઓ આપે છે. એટલે ભોજન પરત્વેની આપણી જાગરુકતા અતિ આવશ્યક છે. જો ભોજન પછી પેટમાં ભાર લાગે કે આળસ અને ઘેન ચઢે તો સમજવું કે ભોજન યોગ્ય રીતે નથી થયું. અને શરીર પર કોઈપણ જુલ્મ કરો તો શરીર તેનો બદલો લીધા વગર નથી મુકતું.

૨) હવા કે સ્વાસ (એર ફુડ)ઃ આપણને બધાને ખબર છે કે સ્વછોસ્વાસમાં શુધ્ધ હવા લેવી જોઈએ. પરંતુ વિજ્ઞાનના વિકાસની સાથે હવા, પાણી  દિનબદિન વધુને વધુ પ્રદુષિત બનતા જાય છે અને પરિણામે જે હવા આપણે સ્વાસમાં લઈએ છીએ તે અનેક પ્રકારના ટોક્ષીક વાયુથી ભરપુર હોય છે અને પરિણામે આપણા સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસરો થાય છે. જે બાહ્ય પરિસ્થિતી છે તેને સ્વિકાર્યા સિવાય કોઈ છુટકો નથી. બહુ બહુ તો આપણે પર્યાવરણના શુધ્ધીકરણ માટે આપણાથી જે કાંઈ કરી શકાય તે કરીએ. જેમ કે બે-ચાર ઝાડ વાવીએ કે લોક જાગૃતિના કામ કરીએ. પરંતુ તે સિવાય એર ફુડ આપણે લઈએ છીએ તેમાં બદલાવ લાવી શકાય છે. જેમકે સવારના સમયમાં હવામાં પ્રાણવાયુનુ પ્રમાણ વધુ હોય ત્યારે ચાલવા કે બગીચામાં જઈ શકીએ. ઘરની બારી કે બારણા જે દિશામાં વધુ ઝાડ કે બગીચો હોય તે દિશામાં રાખી શકીએ, સૂર્ય પ્રકાશ રુમમાં આવે તેનું ધ્યાન રાખી શકીએ, ઘરમાં ગુગળનો ધુપ, અગરબત્તી, કે કપુરનો ઉપયોગ કરી શકાય, હવે તો આધુનિક ઓક્સીજન જનરેટરો પણ મળે છે જેનો ઉપયોગ પણ કરી શકાય (ખિસ્સાને પોસાયતો). એ સિવાય સવારના સમયે ઉંડા સ્વાસ કે પ્રાણાયામની ક્રિયાઓ કરી શકાય. સૌથી અગત્યનુ છે સ્વાસની રિધમ. ભારતિય મનિષીઓ કહે છે કે સમગ્ર બ્રહ્માંડ સ્વાસ લે છે અને તેની સ્વાસની રિધમ છે ૩ સેકંડ સ્વાસ લેવાનો અને ૨ સેકંડમાં સ્વાસ છોડવાનો. આમ એક મિનિટના ૧૨ સ્વાછોસ્વાસ થશે. ભારતિય મનિષીઓ કહે છે કે આપણે આ રિધમમાં સ્વાસ લઈએ તો જીવનમાં બીજું બધું આપોઆપ ગોઠવાઈ જાય છે. ફક્ત એક કલ્લાક આ રિધમમાં સ્વાસ લઈ જોજો એટલે તેનુ મહત્વ સમજાશે.

૩) સંવેદનાઓનો આહાર (ઈમ્પ્રેશન ફુડ)ઃ આપણને આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જેવા અંગો છે જેના દ્વારા આપણે જુદી જુદી સંવેદનાઓનો અનુભવ કરીએ છીએ જેને જ્ઞાનેન્દ્રિયો પણ કહે છે. આ તમામ જ્ઞાનેન્દ્રિયો મારફત આપણે ભિતર કાંઈક લઈ જઈએ છીએ. જેમ કે કાન દ્વારા શ્રવણ કરીએ તો ધ્વની કે સ્વરનો ભિતર અહેસાસ થાય. આ તમામ સંવેદનાઓ એ અતિ અગત્યનો આહાર છે. પ્રથમ બે આહારની જે વાત કરી તે આપણા ભૌતિક શરીર પર વધુ કામ કરે છે અને સુક્ષ્મ શરીર પર ઓછું. જ્યારે ઈમ્પ્રેશન ફુડ એ અત્યંત અગત્યનો આહાર છે જે આપણા સુક્ષ્મ શરીરો પર ગહેરો પ્રભાવ પાડે છે.  સૌથી વધુ મહત્વ આ સંવેદના આહારનુ જીવનમાં છે પરંત્ સૌથી વધારે દુર્લક્ષ્ય આપણે તેના પ્રતિ દાખવીએ છીએ.

આંખ દ્વારા આપણે જોવાનુ કાર્ય કરીએ છીએ. બહાર જે આંખના ડોળા દેખાય છે તે તો કેવળ બાહ્ય ઈન્દ્રીય માત્ર છે. અસલ આંખ ભિતર છે જે દૃશ્યને જુએ તેની સાથે ભિતરની મેમરી સિસ્ટમ અને થીંકીંગ સેન્ટર કાર્યરત બને છે અને જે નજર સામે છે તે મોટે ભાગે આપણે જોતાં નથી.

જેમકે બહાર એક ગુલાબનુ ફુલ જોઊં તે સાથે તુંરંત મારી મેમરી સિસ્ટમ અને થિંકીંગ સેન્ટર જોડાઈ જાય અને તુરંત મને થાય કે ” ગાંધીનગરના બગિચામાં ગયા વરસે કાળું ગુલાબ જોયેલ અને આ ગુલાબ કરતાં તે વધુ સુંદર હતું. વળી થાય કે જવાહરલાલને પણ ગુલાબ ખુબ પસંદ હતાં અને તેઓ કોટમાં ભરાવતા. જવાહરની સાથે ઈંદિરા અને પછી સોનિયા અને રાહુલ અને કોંગ્રેસ યાદ આવી જાય અને વિચારે ચઢેલું મન ક્યાંનુ ક્યાં વિચારવા માંડે અને એવા વિચારો આવે કે આ દેશનુ સત્યાનાશ આ ગાંધી પરિવારે અને કોંગ્રેસે વાળી દીધું.”

પેલું ગુલાબ જોઈ ગુલાબની તાજગી, તેની સુંદરતા, તેની મીઠી સુગંધનો અનુભવ થવો જોઈતો હતો પણ તેમાનુ કાંઈ થાય નહીં અને એક ખિલેલું ગુલાબ દુખી કરી જાય. આનુ કારણ છે ઈમ્પ્રેશન ફુડ મને લેતાં હજી આવડ્યું નથી. અને તેના પરિણામે મારી તમામ સિસ્ટમ દુષિત બની ગઈ છે. જે આંખ જોવા મળી હતી તે આંખ હવે કાંઈકનુ કાંઈક જુએ છે. આથી આંખથી જોઈએ, કાનથી સાંભળીએ, જીભથી સ્વાદ લઈએ, નાકથી સુંઘીએ કે ત્વચાથી સ્પર્શ કરીએ ત્યારે સંવેદનાઓ પ્રત્યે સજગતા અને વિવેક ખુબ જરુરી છે.

કાનથી આપણે ઘોંઘાટ કે અપશબ્દો કે કામોત્તેજક પાશ્ચાત સંગિત પણ સાંભળી શકીએ છીએ અને પક્ષીઓનો કલરવ, વૃક્ષોમાંથી પસાર થતો પવન કે ઝરણાંનો ખળખળ અવાજ કે મધુર સંગિત પણ સાંભળી શકીએ છીએ. આમ આપણી પાસે પસંદગીનો અવકાશ છે ત્યારે જે સાભળતાં મન, વિચાર અને હૃદયના ભાવો શુધ્ધ બને તેવું સાંભળવામાં આવે તો તે આપણા એસ્ટ્રલ બોડીને વિકસિત કરે અને વિકાર રહીત બનાવે.

આમ તમામ જ્ઞાનેન્દ્રિયોનો વિવેક પૂર્વકનો ઊપયોગ આપણા સુક્ષ્મ શરીરના સ્વાસ્થ્ય અને બંધારણમાં મુખ્ય ફાળો આપે છે. જેટલું ઈમ્પ્રેશન ફુડ સારું તેટલી શારિરીક અને માનસિક પરિસ્થિતિ સારી બને.

આહાર વિષે અહીં વાત કરી છે. આગળ વિહારની વાત કરશું. વાચક મિત્રોને આવા વિષયમાં રસ પડે તો. નહીં તો અહીં પૂર્ણ વિરામ.

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. Sharad Shah
  જુલાઈ 20, 2017 @ 07:42:13

  જેટલી સરળ ભાષામાં સમજાવી શકાય તેટલી સરળ ભાષામાં લખવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ રસભંગ ન થાય તેથી લેખ ટુંકમાં લખ્યો છે. આશા છે વાચક મિત્રોને ગમશે.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Satish Parikh
  જુલાઈ 21, 2017 @ 14:34:25

  શરદ્ભાઈઃ
  ખુબ સરસ માહિતિસભર અને સરળ ભાષા મા લખાયેલો લેખ છે. વિહાર અ ના લેખ ની પ્રતીક્ષા સાથે હાર્દિક અભિનંદન આપી ને અહીંયા વિરમુ છુ. ખુબ ખુબ આભાર.

  Liked by 1 person

  જવાબ આપો

 3. pragnaju
  જુલાઈ 29, 2017 @ 10:13:55

  હોલીસ્ટીક સારવારમા કોઇ પણ રોગમા પહેલા આહાર વિહાર વિષે કહેવાય અને
  धन्वन्तरिवन्दनं – YouTube
  Video for आहारे च विहारे च▶ 5:03

  Mar 8, 2013 – Uploaded by harishankara sharma
  आहारे च विहारे नित्यं शक्तिं प्राप्य कुरु प्रतिरोध: ॥ शिक्षापालनलाभं लब्ध्वा, यतत सदा आरोग्यार्थम् ॥२॥ धन्वन्तरिवन्दनं सदैवसिद्धं मानवसौख्यार्थम् गौरवपूर्णा …

  Like

  જવાબ આપો

 4. Sharad Shah
  જુલાઈ 29, 2017 @ 13:03:58

  પ્રજ્ઞાજુબેન, સુંદર સંસ્કૃત સ્લોકો દ્વારા આહાર વિહારની અગત્યતા વિષે વાત કરવામાં આવી છે. આપ સંસ્કૃતના જ્ઞાતા છો અને આ સ્લોકોને ગુજરાતીમાં સમજાવશો તો અત્રે છેડેલ વિષય પર વધુ પ્રકાશ પડશે. પ્રજ્ઞાબેન આજના સમયમાં આપણા આહાર વિહાર ખુબ દુષિત થયેલ છે અને તેના માઠાં પરિણામે આપણે ભોગવી રહ્યા છીએ ત્યારે આપણા ઋષિમુનીઓએ આપણને આપેલ અમુલ્ય વારસો ઉજાગર કરવામાં આપ સહાયક થશો તો અહીં વાચકો તેને અવશ્ય આવકારશે. આપને મારી નમ્ર વિનંતિ.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: