કાવ્ય ગુંજન ૪૯

 

કાવ્ય ગુંજન ૪૯

asmita

Asmita Shah

આંખને પલકારે દરેક ક્ષણ વિલિન થાય છે અને તે જ ક્ષણ નવસર્જન પણ કરે છે. સમજ બહાર માત્ર માની લીધેલું મર્યાદિત વિશ્વ જ નહિ ક્ષણે ક્ષણ બ્રહ્માંડમાં નવસર્જન ચાલ્યાં કરતું જ હોય છે. પહેલી પંક્તિથી જ કવયિત્રી ગહન વાત કહી દે છે “ક્ષણની અણીએ ઉભેલું સકલ વિશ્વએ ક્ષણ તો નાશવંત જ છે તો શું વિશ્વ પણ તે જ ક્ષણે નાશવંત…..ના વિશ્વનું પણ નવસર્જન તે ક્ષણે થતું હોવું જોઇએ ને?  અસ્મિતાનું આ આખું કાવ્ય વાંચી આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો.

ક્ષણ

ક્ષણની અણીએ ઉભેલું સકલ વિશ્વ
ક્ષિતિજની પેલે પારથી ડોકાતું મન

કોઈ આઘાત,પ્રત્યાઘાત,
હરીત વનો, સ્મૃતિઓ,
ટહુકા પ્રેમના, ટુકડા પ્રેમના,
પળે પળે ઉગતું ,સુકાતું ઘાસ,

મૌનની પ્રગાઢ શાંતિમાં પથરાયેલું શબ્દોનું આલિંગન
રક્તકણોમાં ઉભરતા…શમતા..
રોગ,પીડા ,દુઃખ,સુખ,
કાલ્પનિક…દૈહિક ..મનોદૈહિક .
..
સર્વને વિખેરતી હું બદલાતી જાઉં છું…

આ સ્પંદન ..ગીત..લય ..ભાવ..પકડી
મુઠ્ઠીમાં બંધ કરું છું ચસોચસ …અને ..
અવકાશમાં ઉડાડી મુકું છું .

પ્રાદુર્ભાવ માટે જ તો ….અસ્મિતા

આવું જ એક બીજું સરસ કાવ્ય અસ્મિતા શાહનું વિચારવા જેવું છે. શ્વાસ અને ઉચ્છવાસની આ આવનજાવન છે; કોને કોનો કેટલો સાથ છે તેની આ વાત છે.

અને અસ્મિતની આ એક બીજી કૃતિ….

Asmita Shah

વેહ્તો પવન ખાવાની આ વાત છે
ઉગતા ઉમંગોને ઉછેરવાની આ વાત છે

તમે કહો તો આ વાટની વાત માંડુ
બોલતી આંખોને સાંભળવાની આ વાત છે

સ્પંદનોનો સાગર મેં સાતમાં પાતાળે જોયો
કેટલા સ્પર્શ્યા? સ્પર્શાનુંભાવની આ વાત છે

એકલું હળ જોડી કઈ ખેતરે જવાય નહિ
બીજ રોપ્યા પછી ફણગો ફૂટ્યાની આ વાત છે

ઘેરાયેલા વાદળ તો વરસી જવાના છે
પલળ્યા પછી કોણ ભીંજાયું તેની આ વાત છે

રોજ આકાશે સુરજ ડૂબે અને ચાંદ ડૂબે
સવાર અને રાત વેહ્ચાયાની આ વાત છે

કસ્તુરીમૃગ ને જોયું તેં અસ્મિતા આયનામાં
કસ્તુરી શોધવા બહાર ભમવાની આ વાત છે

છે ખબર શ્વાસ અને ઉચ્છવાસની આ આવનજાવન છે
કોને કોનો કેટલો સાથ છે તેની આ વાત છે .

અસ્મિતા

<><><><><><><><><><> 

અસ્મિતાની ગહન કૃતિ બાદ

જરા હળવી વાત

મારા બ્લોગમાં રજુ થતાં બધા જ કાવ્યો મારા ફેસબુક મિત્રોના છે. ફેસબુક જગત એક અનોખું જગત છે. ફેસબુક એ વ્યક્તિની આગવી ઓળખ છે. વ્યક્તિના પોતાના મનોભાવને, માનસિક સર્જનને એ ફલક પર રજુ કરે છે. અને પ્રતિભાવની એક ભૂખ ઉપડે છે. હું કહું છું તે ઘણાં બધા મિત્રોને પસંદ પડે. અને વખાણના બે શબ્દો કહે. વાહવાહ કહે-કરે. વડીલ મિત્ર દાવડાજીએ આ જ વાત સરસ રીતે પદ્યમાં છંદબધ્ધ રજુ કરી છે.

P.K.Davda

PK Davda

પ્રતિભાવની ભીખ

*
(વસંતતીલકા-મામ પાહિયો ભગવતી ભવદુખ કાપો)

*
FB મહીં સરકતા ફરતા સુજાણો,
પ્રેમીજનો, રસભરી કવિતા જો માણો,
થોડોક તો હ્રદયમા સમભાવ સ્થાપો,
ઓ વાંચકો મનભરી પ્રતિભાવ આપો.

*

ભૂલો હશે, અરથનો અવકાશ થાતો,
હોંસે લખું અંતરમાં ઉછળેલ વાતો,
આ મોજને પ્રસરવા પગથાર આપો,
ઓ વાંચકો મનભરી પ્રતિભાવ આપો.

*

કોને કહું ઉછળતા મનના વિચારો,
FB વિના પ્રસરવા નથી કોઈ આરો,
આપો વખાણ નહિં તો ફટકાર આપો,
ઓ વાંચકો મનભરી પ્રતિભાવ આપો.

*

ના સાહિત્ય સર્જનનો વ્યવસાય મારો,
માંડું અહિં, ઉભરતા મનના વિચારો,
આપો મને, કદિક તો શિરપાવ આપો,
ઓ વાંચકો મનભરી પ્રતિભાવ આપો.

*

થોડું કહ્યું, સમજદાર તમે, વિચારો,
જો હું લખું સતત, ના શબદો ઉચારો,
તો વાંચકો, ન લખવા ફરમાન આપો,
કાં વાંચકો મનભરી પ્રતિભાવ આપો.
-પી. કે. દાવડા

(સગાં દીઠાં મેં શાહઆલમના ભીખ માંગતા શેરીએ….)

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  જુલાઈ 24, 2017 @ 13:35:08

  આપો મને, કદિક તો શિરપાવ આપો,
  ઓ વાંચકો મનભરી પ્રતિભાવ આપો.

  દરેક બ્લોગર, લેખક કે કવિના મનની વાત દાવડાજીએ એમના આ પેરડી કાવ્યમાં કહી દીધી છે.

  Liked by 1 person

  જવાબ આપો

 2. સુરેશ જાની
  જુલાઈ 26, 2017 @ 16:55:11

  ક્ષણમાં જીવવાના ચાહકને મનગમતી કવિતા. અસ્મિતા બહેનની અસ્મિતાને વંદન .

  Liked by 1 person

  જવાબ આપો

 3. pragnaju
  જુલાઈ 29, 2017 @ 10:26:10

  સેંકડો ક્ષણ છે બધું કરવા માટે. ડગ ભર મક્કમતાથી
  સુંદર કાવ્યો
  ધન્યવાદ
  થોડું કહ્યું, સમજદાર તમે, વિચારો,
  જો હું લખું સતત, ના શબદો ઉચારો,
  તો વાંચકો, ન લખવા ફરમાન આપો,
  કાં વાંચકો મનભરી પ્રતિભાવ આપો.
  -પી. કે. દાવડા જી એ મારા ,તમારા,સૌના મનની વાત કરી
  અમે હુરટીઓ કોલેજનું નામ પણ રાખીએ
  મારા તારા બધાની કોલેજ

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: