મળવા જેવા માણસ-૫૧ (શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ) – પી. કે. દાવડા.

મળવા જેવા માણસ-૫૧ (શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ)

પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૩૯ માં સુરતમાં થયો હતો. પિતા શ્રી કુમુદચંદ્ર મુંબઈની પ્રખ્યાત એંજીનીઅરીંગ કોલેજ V.J.T.I. માં મિકેનીકલ એંજીનીયરીંગનો અભ્યાસ કરી, રેલ્વેમાં નોકરી કરતા હતા. માતા ઇશ્વરીબહેન સાતમા ધોરણ સુધી ભણેલા હતા. આર્થિક રીતે આ સુખી કુટુંબમાં સંગીતમય અને ધાર્મિક વાતાવરણ હતું.

પ્રજ્ઞાબહેનનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ફ્રીલેન્ડગંજની રેલ્વેની શાળામાં ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી થયો હતો. અહીં અભ્યાસ દરમ્યાન સંગીત ને નાટ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ભાવનગરની માજીરાજ ગર્લસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી, ૧૯૫૫ માં S.S.C. ની પરીક્ષા પસાર કરી હતી. હાઈસ્કૂલના શિક્ષણ માટે એમને ક્યારેક ટ્રેનમાં તો ક્યારેક સાઈકલ ઉપર શાળામાં જવું પડતું. રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેધાણીના પુત્રી પદ્મલા પ્રજ્ઞાબહેનના વર્ગમાં હતા.

બે વર્ષ માટે ભાવનગરની S.N.D.T. કોલેજમાં આર્ટસ વિભાગમાં અભ્યાસ કર્યા બાદ, ૧૯૫૭ માં લગ્ન થઈ જતાં અભ્યાસ અધુરો મૂકવો પડ્યો હતો. પ્રજ્ઞાબહેનના પતિ શ્રી પ્રફુલ્લચંદ્ર વ્યવસાયે તબીબ છે.

પ્રજ્ઞાબહેને સ્વેચ્છાએ ગૃહીણીનો રોલ સ્વીકારી, એક દિકરા અને ચાર દીકરીઓની સુખાકારી અને શિક્ષણની જવાબદારી નીભાવી. પાંચે સંતાનો સારું શિક્ષણ પ્રાત્પ કરી જીવનમાં સ્થાયી થયા છે. આ સમય દરમ્યાન એમણે સામાજીક સંસ્થાઓમાં કામ કરી પોતાનો ફાળો નોંધાવ્યો. બારડોલી સાર્વજનિક મહિલા મંડળ અને જાયન્ટસ કલબ જેવી સંસ્થાઓનું પ્રમુખપદ પણ શોભાવ્યું. આસપાસના ગામોમાં જઈ સમાજ સેવાની પ્રવૃતિઓ કરી, એમણે એમની માનવીય ફરજ નીભાવી.

૧૯૯૬ માં એમની અમેરિકા સ્થિત દિકરી રોમાએ એમનું ગ્રીનકાર્ડ સ્પોન્સોર કર્યું, અને એ મંજૂર થતા પ્રજ્ઞાબહેન એમના પતિ સાથે અમેરિકા આવ્યા. હાલમાં તેઓ અમેરિકન નાગરિક છે.

૨૦૦૬ માં એમને ગુજરાતી બ્લોગ્સની જાણ થઈ અને એમણે એમાં રસ લેવાનું શરૂ કર્યુ. એમણે અનેક બ્લોગ્સમાં મૂકાયલી કૃતિો વિષે પ્રતિભાવ આપવાના શરૂ કર્યા. એમના વિદ્વતાભરેલા પ્રતિભાવો ઉપર અનેક વાંચકો અને બ્લોગ્સના સંચાલકોનું ધ્યાન દોરાયું, અને અનેક સર્જકો એમના સંપર્કમાં આવ્યા. ૨૦૦૮ માં એમણે “નીરવ રવે” નામનો પોતાનો બ્લોગ શરૂ કર્યો.

“નીરવ રવે”માં પ્રજ્ઞાબહેને પોતાના સર્જન ઉપરાંત એમના સંતાનોના સર્જન અને અન્ય મિત્રોના સર્જન મૂકવાનું શરૂ કર્યું. ગુજરાતી બ્લોગ્સમાં ઊંચું સ્થાન ધરાવતા બ્લોગ “વેબ ગુર્જરી” ના સંપાદક મંડળના એમને પ્રમુખ બનાવવામાં આવ્યા.

એમની ખાસ ખાસિયત એ રહી કે એ પ્રત્યેક વ્યક્તિના પ્રત્યેક ઈ-મેઈલનો જવાબ આપે છે, અનેક બ્લોગ્સમાં કૃતિઓ વાંચી એમાં મનનીય પ્રતિભાવ લખે છે. જે વિષય ઉપર પ્રતિભાવ લખે છે, એ વિષય ઉપરનું સાહિત્ય ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દુ ભાષાઓ ઉપર પણ એમની સારી પકડ છે.

લેક્ષિકોનમાં પ્રજ્ઞા શબ્દના ઘણાં અર્થ આપેલા છે. પ્રજ્ઞા એટલે બુધ્ધી, મેધા, મતિ, સમજશક્તિ, એકાગ્રતા, વિશેષ જાણીકારીવાળી, પરિપક્વ બુધ્ધિવાળી, સમજણશક્તિ, ડહાપણ, અને સંવેદના. આ પ્રજ્ઞાબહેન માટે તો આ બધા અર્થ એક સાથે લાગુ પડે છે, કદાચ બધાનો સરવાળો કરી એક નવો અર્થકારક શબ્દ બનાવવો પડે. ખૂબ જ મિલનસાર અને પ્રેમાળ સ્વભાવના બહેન પ્રજ્ઞા વ્યાસે એક દાયકામાં મિત્રો અને ચાહકોનો વિશાળ વર્ગ ઊભો કરી લીધો છે.

બ્લોગ જગતની ખૂબ જ જાણીતી અને સન્માનનીય વ્યક્તિઓના અભિપ્રાયોનું સંકલન કરીને કહું તો બહેન પ્રજ્ઞા વ્યાસ એક મેઘાવી વ્યક્તિ છે. વિશાળ વાંચન એમની મૂડી છે. એમના હાસ્યમાં પણ એમનું ગાંભીર્ય છે. એમની સહાનુભુતિમાં કરૂણા છે. કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે. ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાની અને સાંદર્ભીક. જાણે કે એમની પાસે કોઈ અદભુત વીકીપીડીયા ન હોય?

આટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય જોઈ નથી. પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. એમના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્ર્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય! શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ સૌથી મોખરે હોય. કેટલીકવાર તો મૂળ કૃતિ કરતાં પણ પ્રજ્ઞાબહેનની કોમેંટ વધુ રસદાયક હોય છે. કવિતાનો રસાસ્વાદ તેઓ અદભુત રીતે કરે છે,

તેઓ કહે છે, “મને ભજન ગાવાં વધુ ગમે છે; કારણ ગાતી વેળાએ એમાં રહેલ ભાવ સાથે મારું સહજ સંધાન થઈ એમાં તાદાત્મ્ય સધાતાં ભજનના ભાવમાં ભીંજાવાનું સહજ બને છે.”

પ્રજ્ઞાબહેન માને છે કે માણસ ગરીબ હોય કે પૈસાદાર હોય, પણ આખી જીંદગી માણસ તરીકે જીવે, અને માણસાઈ સાથે જીવે એ ખૂબ અગત્યનું છે. ઈન્સાનિયત એ  જ અગત્યની બાબત છે.  આજકાલની દોડધામવાળી જીંદગીમાં કોઈને બીજા માટે સમય નથી, આ પરિસ્થિતીમાં બદલાવની તાતી જરૂરત છે. પ્રજ્ઞાબહેન કહે છે, સદા સંતવાણી યાદ રાખો, વર્તમાનમા રહો, સ્નેહનું રાખો , કટુ  વિચાર- વચન ત્યાગો, ગુણદર્શન કરો અને સદા માનો આપને તો નિમિત માત્ર !

-પી. કે. દાવડા

(ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા, ૨૦ જુલાઈ, ૨૦૧૭)

<><><><><><><><><><><><><><><><><><><>

મારે આ પોસ્ટમાં એક વાત ઉમેરવાની છે. એઓ જેજે વાંચે છે એનું સરસ રીતે પૃથ્થકરણ કરીને વિસ્તૃત સમીક્ષા કરે છે. મૂળ લેખ કે પોસ્ટ કરતાં એમનો પ્રતિભાવ ઉમદા સાબીત થાય છે. દરેક લેખકને એમના પ્રતિભાવની આકાંક્ષા રહે છે. આ પોસ્ટના સંદર્ભમાં આપેલો પ્રતિભાવ મારા કથનની પુષ્ટિ કરનાર છે તો……..

મિત્રો હવે આ લેખના પ્રતિભાવમાં પ્રજ્ઞા બહેન સ્વપરિચય અંગે શું કહે છે તે વાંચો.

pragnaju.
ઓગસ્ટ 02, 2017 

બધા બ્લોગ અને ચહેરા ચોપડી પર આ લેખના પ્રતિભાવમા-‘ પ્રેમાળ મિત્રો અતિશયોક્તિ મા લખે છે…મંઝિલના ધ્યેય પર નજર કરતાં બને છે એવું કે મંઝિલમાં વચ્ચે આવતી ઘણી વસ્તુઓ ચૂકી જવાય છે. જીવનની રાહમાં મળતા લોકો સાથે જરા હસીને વાત કરવાનો કે લાગણીના બે શબ્દો બોલવાનો અવકાશ હોતો નથી. આને પરિણામે ઘણીવાર એવું બને કે મંઝિલ મળે ત્યાં સુધીમાં જીવનમાં ઘણું ગુમાવાય છે.
યાદ રપા
હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત. ….!
સુંદર જીવન આપવા માટે ઈશ્વર અમારો ઉપકારી છે. જીવનમાં જે કંઈ મળ્યું છે, તેને માટે અમે કૃતજ્ઞા છીએ .અમારી ગુરુ અને માતા પિતા પ્રત્યેની કૃતજ્ઞાતા સાચા હૃદયની શ્રદ્ધાંજલિ બની રહે છે. વર્તમાન સમયમાં જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્નેહ આપ્યો તે સર્વના આભારી છીએ/કૃતજ્ઞી છીએ’ લખ્યું .
પણ તમારા બ્લોગ પર આવતા મનના વંટોળમા આવતા વિચાર …
સૌ પ્રથમ તો એકાવન પર નજર સ્થિર થઇ…મા દાવડાજીએ વન પ્રવેશ કરાવ્યો .
વનમાં પ્રવેશ કરતાંની સાથે તનની સમસ્યાઓ પરચો બતાવવા માંડી હતી .ઘનઘોર વનમાં દાખલ થતાં જ ગીચ ઝાડી પાછળ છુપાયેલ વિકરાળ પશુઓ ત્રાડ પાડીને ડરાવવા માંડે તેમ ડરામણા રોગો- જેવા કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ, સંધિવા, આર્થરાઈટીસ ને આની સિવાયના નીતનવા રોગો જડબું ફાડીને ઊભા જ હોય. બ્લડપ્રેશર, ડાયાબિટીસનું. ડોક્ટર બોર્ડર લાઈન પર હોવાનું એલાન કરે ત્યાં જ ગભરાટ છૂટે ,આર્થરાઈટીસમા તો સાંધા જ બદલાવવાની વાત કરે…દૂર ચંદ્ર ,સુર્ય . તારા અને નજીક નાનપણમા મળેલાને ઓળખી કાઢું તો પણ ડૉ માન્યા નહીં અને મોતિયા ઉતારી દીધા.
અમારા લગ્નના ૫૧મા વર્ષે એનીવર્સરી ઉજવી ત્યારે મેં બે ડગલાં પાછળ રહીને અને એણે શરમાતાં જરાક આગળ રહીને કર્યો. પણ એક વખત વનમાં એન્‍ટ્રી મારી પછી કોણ આગળ, કોણ પાછળ એવો કોઈ ક્રમ જળવાતો નથી. ડૉની સલાહ પ્રમાણે ચાલવાનું નક્કી કર્યું.મેં કહ્યું-‘તમારે પુરુષોને શું ? જે પહેરો એ બધું ચાલે. તમારી સામે તો કોઈ નજરેય ન કરે, તમારા તો બે હાફપેન્ટ પડ્યાં જ છે એ વારાફરતી પહેર્યા કરવાનાં. વળી કલર ઊડી ગયેલાં ટી-શર્ટ તો કેટલાં પડ્યાં છે ? હવે ચાલવાનું શરૂ કરીશું એટલે એ બધાં વપરાઈ જશે.’ અને મારે માટે સાત દીવસના સાત જોડ ડ્રેસ લીધા !
અમારા ગરબા નિષ્ણાત કહે એકાવનમે વર્ષે વનપ્રવેશ થાય અને માનવી અનુભવસિદ્ધ પ્રગલ્ભ બને! પછી તો ગરબા રમવા જ જોઇએ. અમારી સખીઓ કહે-‘એકાવન વર્ષથી જીવનના છેલ્લા શ્વાસ સુધીનું જીવન. શૈશવકાળ … વૃદ્વાવસ્થામાં પ્રવેશ કરતા પહેલા જ જીવનનો વનપ્રવેશ થાય તે પહેલાં જ આપણું જીવન, ધાર્મિક, નૈતિક અને સાત્વિક મૂલ્યોથી અલંકૃત થઈ જવું જોઈએ. અમારી દીકરીએ જિન્દગીના એકાવનમાં વર્ષના પ્રવેશ ટાણે બદલાતા રદિફની ધરી પર ફરતી એકસરખા કાફિયાવાળી ગઝલો આપની સમક્ષ મૂકી.

Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  ઓગસ્ટ 02, 2017 @ 16:49:15

  અમારા ગ્રાંડ સને પૂછ્યું ‘ આજી , અમેરીકાનું ૫૧ મું સ્ટેટ કયું ?’
  મેં કહ્યું-‘૫૦ પછી કાંઇ સાંભળ્યું નથી’
  તો કહે-‘હવે દીવાલ બંધાશે તેમા મેક્સીકો અંદર આવી જશે,પછી તેને ૫૧…
  બાય…હું જાઉં છુ-ગરાજ બંધ કરજો રીમોટ બીજી ગાડીમા છે.

  Liked by 2 people

  જવાબ આપો

  • pravinshastri
   ઓગસ્ટ 02, 2017 @ 17:28:54

   બહેન તમે ખૂબ સરસ હૈયે વસેલી વાત કરી. મારા બ્લોગની મર્યાદા એ છે કે કોમેન્ટ સંતાયલી રહે છે. આપની આ કોમેન્ટ હું મૂળ લેખના એક્સ્ટેન્શન તરી કે મૂકીશ.

   Like

   જવાબ આપો

   • pragnaju
    ઓગસ્ટ 02, 2017 @ 19:16:46

    વિનંતિ
    અમારા ગ્રાંડ સને પૂછ્યું વાળી રમુજી કોમેંટમા ગેરસમજ થાય તેથી કાઢી નાંખવા વિનંતિ-

    Liked by 1 person

    જવાબ આપો

    • pravinshastri
     ઓગસ્ટ 02, 2017 @ 20:28:21

     બહેન મેં ગ્રાન્ડસન વાળો ભાગ ડિલીટ કરી નાંખ્યો છે. જોકે મને મને તો જરા પણ અજૂગતું કે ગેરસમજ થાય એવુંં નહોતું લાગ્યું. પણ કાઢી નાંખ્યં છે. છતાંયે જરા ફરીથી જોઈ જજો.

     Like

     જવાબ આપો

 2. મનસુખલાલ ગાંધી
  ઓગસ્ટ 10, 2017 @ 18:02:09

  બહેન તમે ખૂબ સરસ વાત કરી

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: