મેડિકલ વેસ્ટ


શહેરમાં હાહાકાર મચી ગયો. મેડિકલ કોલૅજની એનેટોમિકલ લેબના બેકયાર્ડમા ત્રણ મોટા બોક્ષ પડેલા હતા. બોક્ષની બહાર લોહિયાળ કુચડાથી લખાયલું હતું “મૅડિકલ વેસ્ટ” વહેલી સવારે સેનિટેશન કામદારે ડમ્પસ્ટર નજીક ગંધાતા બોક્ષ જોયા. એણે એના સુપરવાઈઝરને ફોન કર્યો. સુપરવાઈઈઝરે આવીને જોયું. ફોનકોલની હારમાળા સર્જાઈ. પ્રિન્સિપાલ, પોલિસ, ન્યુઝ મિડિયાથી મેડિકલ કોલેજનું પ્રાંગણ સવારે સાડા પાંચ વાગ્યે ધમધમી ઉઠ્યું.
બોક્ષમાં મોટી પ્લાસ્ટિક બેગોના પોટલાં હતા. એ પોટલામાં માનવ શરીરના અવયવો હતા. બોક્ષની વધેલી જગ્યામાં દુર્ગંધ મારતો કચરો ભરેલો હતો. વર્તમાન પત્રો પ્રસિધ્ધ કરે તે પહેલા રેડિયો, ટીવી અને નેટવર્કમાં નિર્દય અને કાતિલ હત્યાના અર્ધસત્ય અને અનુમાન્સિક સમાચારો વહેતા થયા. કપાયલા ત્રણ માથાઓ અને છ હાથ છ પગ અને લોહી નિગળતા ત્રણ નગ્ન દેહો નીકળ્યા હતા.
એ કોના શરીરના ભાગો હતા? કોણ હતા એ નિર્દોષ માનવો જેને પાશવી વરૂઓએ ફાડી ખાધા હોય! બેગમાંથી ત્રણ માથાં નીક્ળ્યા. ઓળખ કરવાનું મુશ્કેલ ન હતું. માત્ર વીસ મિનિટમાં જ માહિતી વહેતી થઈ. મૃતકો કોણ હતા એ વાત બહાર આવી. એ કપાયલા શરીરના ટુકડાઓ એ જ મેડિકલ કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓના હતા. એક માથું હતું રાજ્યકક્ષાના પ્રધાન રાજેન્દ્ર તિવારીના પુત્ર મુકુન્દ તિવારીનું. બીજું હતું ઈન્કમટેક્ષ કમિશ્નર શરદ કુંબલેના પુત્ર મનોજ કુંબલેનું અને ત્રીજું માથું દાનાચંદ ઝવેરીના પુત્ર નયન ઝવેરીનું હતું.
ત્રણે, ધનવાન અને વગદાર માંબાપના સંતાનો હતા. અભ્યાસમાં તેજસ્વી નહીં છતાં કોઈક ન સમજાય એવી રીતે પાસ થતા અને મેડિકલના ત્રીજા વર્ષ સૂધી પહોંચેલા વિદ્યાર્થીઓ હતા. શું પૈસા માટે અરેરાટી જન્માવે એવી હત્યા થઈ હતી? કોલેજના એનેટોમી ડિપાર્ટમેન્ટ માટે આ કંઈ સ્વૈછિક દેહદાન ન હતું. કરપીણ હત્યા હતી. શ્રીમંત માંબાપના વછેરાઓ વધેરાઈ ગયા હતા. મિડિયા માટે ટીઆરપી વધારવાનો ખજાનો ખૂલ્યો હતો. અનેક એજન્સીઓ સંશોધનમાં લાગી ગઈ હતી. વધુ માહિતી બહાર આવી. પોસ્ટ મોર્ટમ કર્યા સિવાય પણ સમજાય એવી વાત હતી. બધા અંગો વ્યવસ્થીત રીતે લાકડા કાપવાની સર્ક્યુલર સૉ થી કપાયલા હતા. આંખોમાં ઢગલા બંધ મરચાની ભૂકી હતી. ઠંડે કલેજે, નિર્દયતાથી કરાયલી હત્યા હતી.
એક નહીં ત્રણ ખૂન થયા હતા.
ઈન્ટરનેટ પર વાત વહેતી થઈ. ત્રણેનું અપહરણ થયું હતું. કરોડોની માંગણી થઈ હતી અને ડેડ લાઈન ન સચવાતા ત્રણે યુવાનોને ક્રુરતાપૂર્વક રહેંસી નંખાયા હતા.
એ સમાચારને તરત જ રદિયો અપાયો. કોઈ પણ માં બાપને અપહરણના સમાચાર મળ્યા ન હતા. ત્રણે યુવાનો હૉસ્ટેલમાં રહેતા હતા. પૈસાની કોઈ માંગણી થઈ ન હતી. પોલિસમાં કોઈ ફરિયાદ નોંધાયલી ન હતી.
મુકુંદનો બાપ રાજેદ્ર તિવારી કાંઈ દૂધે ધોયલો સંનિષ્ટ ભણેલો ગણેલો રાજકીય નેતા ન હતો. સફેદ ડગલા વાળો ગુંડો હતો. એના અનેક દુશ્મનો હતા. છતાં દરેક ચૂંટણીમાં ચૂંટાઈ આવતો હતો. એક સમયે ચાલીની લોબીમાં સૂવા વાળો કરોડોમાં આળોટતો હતો.
મનોજના પિતા ઈન્કમટેક્ષ કમિશ્નર, શરદ કુંબલે ને ધનિકોની સાથે ખૂબ સાથ ગાંઠ હતી. નેતા અને અભિનેતાઓના મદદગાર હતા. કેટલીક અભિનેત્રીઓને થોડા સહકાર બદલ ટેક્ષમાં મોટી રાહત કરી આપી હતી. એને સહકાર ન આપનાર નેતા અભિનેતા અને અમીરોના ઘર બંગલા આઈ ટી રૅડમાં છિન્નભીન્ન થઈ જતા. એના પણ ઘણા દુશ્મનો હતા.
નયન ઝવેરીનો બાપ દાનાચંદ સાત પેઢીનો શ્રીમંત હતો. દાન ધરમ પણ કરતો. મોટા મોટા બિલ બૉર્ડ અને ફેશન મેગેઝિનમાં એની જાહેરાતો આવતી. એના કોઈ દુશ્મનો હોય એવું માનવા કોઈ કારણ ન હતું. હા, એને માટે કહેવાતું કે કે મોડૅલોને એ ફોટા વિડિયા સમયે સાચા અલંકારો પહેરાવતો અને સાચા વસ્ત્રો ઉતારતો. દાનાચંદ એને માત્ર પરસ્પરની ધંધાકીય લેવડ-દેવડ જ માનતો.
ઈન્ટર્નેટ સમાચારની મોટાભાગની વાતો અને કોમેન્ટસ જ એક સમાચાર બની જતા. લોકમતાનુસાર યુ વાનોના માંબાપ માટે ખાસ સહાનુભૂતી ન હતી, પણ નિર્દોષ ભાવી ડોક્ટરોની કરપીણ હત્યાનું કારણ જાણવાની ઇન્તેજારી હતી. પોલિસ, પ્રાઈવેટ અને ગવર્નમેન્ટ ડિટેક્ટીવ, સંશોધન પત્રકારો પોતપોતાની આગવી રીતે શોધખોળમાં લાગી ગયા.
પણ વિસ્મયજનક રીતે માત્ર દસ દિવસમાં જ એ વિષયની વાતો અને બુલેટિનો શાંત અને શીથીલ થઈ ગ યા. વાતો પર ટોપલા ઢંકાઈ ગયા. ઝડપથી બનતા અનેક બનાવો ને કવર કરવા મિડિયાએ પણ પોતાની દિશા બદલી. લોકરૂચી હંમેશા માધ્યમોની નૌકાઓમાં સફર કરે છે. સુકાની પવન પ્રમાણે સુકાન બદલે છે. સરકારી તંત્ર મંદ ગતીથી તપાસ કરતું અને ખૂબ ઝડપથી મળેલી માહિતી ફાઈલોમાં સરકાવી દેતું.
સન્સનાટીવાળું સત્ય તો બહાર આવ્યું જ નહીં.
ત્રણે દેહના ટૂકડાઓમાંથી ગુપ્તાંગો નાબુદ કરાયા હતા. ગુપ્તાંગો બોક્ષમાં ન હતા. લોકોને એ પણ ખબર પડી ન હતી કે સાત દિવસ પછી ત્રણે માંબાપના ઘરના દરવાજા પાસે સરસ ગિફ્ટ બોક્ષમાં કશી જ નોંધ વગર તેમના સુપુત્રનું ગુપ્તાંગ મોકલાયું હતું. નોંધની જરૂર જ ન હતી.
ત્રણે કપાયલા મસ્તકોમાં બબ્બે બુલેટ ધરબાઈ ગઈ હતી. ધીમે ધીમે સ્પષ્ટ થતું ગયું કે મરનાર યુવાનો નિર્દોષ સસલાઓ ન હતા. બળાત્કારીઓ હોવા જોઈએ. કદાચ ગેંગ રૅપિસ્ટો હોવા જોઈએ. કદાચ આ છોકરાઓ કોઈ બળાત્કારની ઘટનામાં સંડોવાયલા હોય અને કોઈકે એની શિક્ષા તરીકે એમની હત્યા કરી હોય. એક નહીં ત્રણ યુવાનો મર્યા હતા. સામાન્ય બુધ્ધિનાને પણ સમજાય એવી વાત. એ કદાચ ગેંગ રેપનો કિસ્સો પણ હોય. સામાન્ય હત્યામાં ગુપ્તાંગ કાપવાનો કોઈ હેતુ નહીં હોય. બસ એ નક્કી થઈ ગયું કે આ ત્રણે યુવાનો બળાત્કારીઓ હતા. પણ કોના પર બળાત્કાર થયો હતો? એક વ્યક્તિ તો ત્રણ નો સામનો કરી એમને મારીને લાશના ટૂકડા કરી કોલૅજ સૂધી પહોંચાડે એ શક્ય ન હતું. કોના પર બળાત્કાર થયો હતો?
મૃતકોના પિતાઓને એમની પ્રતિષ્ઠાનો સવાલ હતો. પુત્રો સાથે પોતાના કચરાનું પણ જાહેરમાં પૃથ્થકરણ થાય તે ઈચ્છતા ન હતા. માતાઓએ એ વેદના બંધ બારણે સહી લીધી. લોહીના આંસુ પી લીધા. જિવીત હોત તો પણ વહેલા મોડા બદનામી, વ્યથા સહિત દોરડે તો લટકવાનું જ હતું. સૌએ મૌન પાળ્યું.
મિડિયાને બીજા વિષયો મળ્યા. વાત જૂની થઈ ગઈ. ઢંકાઈ ગઈ. માત્ર જ્યોતિ મુકરજી, સ્થાનિક પત્રની રિપોરટર એ કેસની પાછળ લાગી રહી.
એ વાતને એક વર્ષ વીતી ગયું.
*************
ફાર્મ હાઉસના પાછળની ઓસરીમાં નાના ગોળ ટેબલની ફરતે નેતરની ચાર ખૂરશી પર ત્રણ છોકરીઓ અને સાથે જ્યોતિ મુકરજી બેઠી હતી. માર્ગી, મેઘના અને જુબેદા.
માર્ગીની આંખો બંધ હતી. ડોકી ખૂરસી પર ટેકવાયલી હતી. એ બોલતી હતી. રિપોર્ટર જ્યોતિ મુકરજી ધ્યાનથી સાંભળતી હતી.
“એ ફ્રેટર્નિટી મિટીંગ પછીની રાત હતી. અમે દસ છોકરીઓ જ. મજાક મશ્કરીમાં અમે એક બીજાની બ્રેસ્ટ એક્ઝામ શરુ કરી. બ્રેસ્ટ કેન્સરનો વિષય હતો. અમે બધી હૉસ્ટેલમાં રહેતી મેડિકલ સ્ટુડન્ટ. નગ્ન શરીર અમારે માટે ઉત્તેજનાનો વિષય ન હતો. ગંભીર ચર્ચાઓ પણ થતી ગઈ. પ્રભુએ મને સારી સખ્ત તંદુરસ્તી બક્ષી છે. બહેનપણીની નિર્દોષ કોમેન્ટ અને છેડછાડ મજાક મશ્કરી જ હતી. તે સમયે અમને ખબર નહતી કે તિવારી કોઈક રીતે ગર્લ્સ હૉસ્ટેલમાં ભરાયો હતો અને રૂમમાં થતી અમારી વાતો બારણા બહાર ઉભો રહી સાંભળતો હતો. મેડિકલ સ્ટુડન્ટને એક બીજાની રૂમમાં જવા આવવા પર કોઈ પ્રતિબંધ ન્હોતો. છોકરા છોકરીઓ ઘણી વખત સાથે પ્રોજેક્ટ માટે એકમેકની રૂમ પર જતા.”
“કોલેજના મોટાભાગના સ્ટુડન્ટ એકબીજાને ઓળખતા હોય છે. તિવારી અજાણ્યો ન હતો. બીજે દિવસે એણે મને કહ્યું માર્ગી મને તારી ડો. શીંદેની નોટ્સ મારી રૂમ પર આપી જશે? મારે ક્વિઝમાં પણ તારી હેલ્પ જોઈએ છે.”
“મેં કહ્યું સ્યોર. આ બધું સાહજિક હતું.”
“હું મારી નોટ્સ સાથે તિવારીની રૂમ પર ગઈ. રૂમમાં કુંબલે અને ઝવેરી પણ હતા. કુંબલે એ શરૂઆત કરી. તિવારી કહેતો હતો કે યુ હેવ ધી બેસ્ટ બ્રેસ્ટ ઇન અવર કોલેજ. ઝવેરી કહે જરા અમને તો દર્શન કરી પાવન થવા દે. હું વધારે સમજું તે પહેલા તો મારા મોં પર ડૂચા મરાઈ ગયા. હું પીંખાતી રહી. રક્તસ્રાવના દિવસો હતા. પ્રતિકાર કરવાથી વધુ શારીરિક નુકસાન થાય એમ હતું. શીથીલ થઈને પડી રહી. પીડા ભોગવી લીધી. એ સમ્મતિમાં ગણાઈ ગઈ.”
“મેં કહ્યું મજા માણી લીધી હોય તો પ્લીઝ મને કોઈક મારી રૂમ પર મૂકી જાવ. તિવારી મને રૂમ પર મૂકી ગયો. જતાં જતાં કહ્યું. માર્ગી આઈ એમ સોરી.”
“મારી રૂમ પાર્ટનર, ઝૂબેદા મારી હાલત જોઈ છળી ઉઠી.”
માર્ગી અટકી. થમ્સ અપનો ઘૂંટડો ભર્યો. કપાળ પર પરસેવો વળતો હતો. વર્ષ પહેલાનો બનાવ અત્યારે અનુભવાતો હોય એમ માર્ગી હાંફતી હતી.
ઝૂબેદાએ વાત શરૂ કરી. “માર્ગીએ શું બન્યું હતું તે મને કહ્યું.”
“મેં સામે રહેતી અમારી કોમન ફ્રેન્ડ મેઘનાને બોલાવી. મેં કહ્યું આપણે પોલિસને બોલાવીએ. મેઘનાએ બરાડો પાડ્યો. નો પોલિસ. વી વીલ હેન્ડલ બાય અવર વે. મેઘના એટલે તેજાબનો વરસાદ. બ્લેક બેલ્ટ ચેમ્પિયન. રક્ત પ્યાસી દુર્ગા. એની મોટી બહેન વૃન્દા પણ ડૉક્ટર. એનું ક્લિનિક દસ માઈલ દૂર. લેસ્ટ ગો ટુ. દીદીઝ ક્લિનિક.”
“અમે રિક્ષામાં દીદીને ત્યાં પહોંચ્યા. માળ પર રહેવાનું. નીચે ક્લિનિક. દીદીએ પણ કહ્યું આપણે પોલિસને બોલાવીએ. કાયદેસર કામ કરીયે. હું અહીં ના પોલિસ સબ ઈન્સપેક્ટર મી. ભાર્ગવને ઓળખું છું.”
“મેઘનાએ ટેબલ પર મુક્કી નો ઘા કર્યો. ” દીદી, હૅલ વીથ યોર લૉ એન્ડ પોલિસ ઓફિસર. ફર્સ્ટ ટ્રીટ હર. ઈટ્સ અવર ક્લાસ ફોર ધ ડે. બાકીનું હું મારી જાતે સંભાળીશ. દીદી, રમામાસીની વાત ભૂલી ગઈ? જો યાદ ન હોય તો ફરીથી યાદ કરાઉં.”
‘વાત એમ હતી કે એકવાર માસાના ચાર મિત્રો એને ઘેર ભેગા થયા હતા. ખાણી પીણી પછી રમામાસી સાથે માસાના મિત્રોએ શારીરિક અટકચાળા શરુ કર્યા. ગરીબની વહુ સૌની ભાભી. વાત આગળ વધી. શારીરિક રીતે નબળા માસા કશું જ કરી શક્યા નહીં. નરાધમો માસીને ચૂંથીને ચાલ્યા ગયા. માસા, માસી ને લઈને પોલિસ ચોકી પર ગયા. પેલા ચારે પોલિસ ચોકી પર ઈન્સ્પેકટર સાથે નાસ્તા ઉડાવતા હતા. પોલિસે, મને જરા જોવા દો કહીને માસીના અંગો પર હાથ ફેરવવા માંડ્યાં. ફરિયાદ ન લેવાઈ. માસીને ‘બજારુ ઓરત’ ગણી કાઢી. બીજે દિવસે માસી માસાએ ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી લીધી. દીદી, મારે માર્ગીને માસીના માર્ગે નથી ઢકેલવી.’
“મેઘનાની આંખોમાંથી લાવા નીકળતો હતો. મેઘના ક્રોધી છે એ તો અમે સૌ જાણતા હતા પણ આવું રૌદ્ર સ્વરૂપ તે દિવસે જ જોયું.”
ઝૂબેદા વાત કરતા અટકી.
“યસ, ઝૂબેદા ઇઝ રાઈટ.આઈ વોઝ એન્ગ્રી.”
મેઘનાએ વાત શરૂ કરી. “દીદીએ માર્ગીને ક્લીન કરીને જરૂરી ટ્રીટમેન્ટ આપી. માર્ગીને બે દિવસ બેડ રેસ્ટ આપ્યો. મેં પ્લાન ઘડી કાઢ્યો. માર્ગીને સમજાવી દીધું કે જાણે કશું જ બન્યું નથી એજ રીતે ક્લાસ ભરવાના. એ ત્રણે નાલાયકો સાથે પણ રાબેતા મુજબનું જ વર્તન રાખવાનું.
મેં લખુદાદાનો સંપર્ક સાધ્યો. લખુદાદા એટલે પાંસઠ વર્ષના મારા માસાના કાકા. એમને પોતાનું સંતાન નહીં. મારા માસાને એમણે જ ઉછેરેલા. માસા-માસીની આત્મહત્યા પછી ચાર મહિનામાં જ માસીના બળાત્કારીઓ ગામમાંથી વારા ફરતી અદૃષ્ય થઈ ગયેલા. લખુદાદા આ જ ફાર્મ હાઉસની રખેવાળી કરે. આખું મોટું ઝાડ ખભા પર નાંખીને ચાર માઈલ ચાલે એવી કસરતી કાયા. વાત સાંભળી એમનો ક્રોધાગ્નિ ભડક્યો. એમની સલાહ મુજબ એ ત્રણેને આ ફાર્મમાં લઈ આવવાની યોજના ઘડી.”
“માર્ગી પ્લાન મુજબ તેં શું કર્યું તે જ્યોતી બહેન ને કહે.”
માર્ગીએ વાતનું અનુસંધાન સાધ્યું.
“તિવારી એકલો કાફેટરીયામાં બેઠો હતો. હું તેની પાસે બેસી ગઈ. એનો હાથ હાથ મારા હાથમાં લીધો. માય ફ્રેન્ડ તે દિવસે તેં ખોટું કર્યું. જો તમે ત્રણને બદલે તું એકલો જ હોત તો મેં પૂરતી મજા માણી હોત. વી આર એડલ્ટસ્. ફનમાં ફોર્સ ન હોવો જોઈએ. જો બીજી વાર ઈચ્છા હોય તો મારી રૂમપાર્ટનર ઝૂબેદા અને બીજી એક ફ્રેન્ડને પણ કહીશ. આનંદથી મોકળા મને રિપ્રોડક્ટિવ એનેટોમી તાજી કરી લઈશું. ઝવેરી અને કુંબલેને લેતો આવજે. જસ્ટ સીક્સ ઓફ અસ. ફોન કરી જો. જો એ બન્ને તૈયાર હોય તો, હો જાય પાર્ટી ટુ નાઈટ. તમને ફાવે તે ડ્રિંક્સ લેતા આવજો. અમે ત્રણ બસ સ્ટેન્ડ પર ઉભા રહીશું. તારા ફાધરની ટીંટેડ ગ્લાસવાળી વાન લઈ આવજે. જો આજે તમને ફાવે એવું ન હોય તો બીજા ફ્રેન્ડ્સ ને ઈનવાઈટ કરીશું.”
“અને અમારી યોજના મુજબ અમારું ધારેલું થઈ ગયું.”
“અમે છ જણા વાનમાં આ ફાર્મહાઉસમાં આવ્યા. પહેલા ખાધું પીધું. સૌએ અંડરવેર સિવાયના વસ્ત્રો ઉતાર્યા. કિમતી લીકર પીવાયું. એકબીજાના દેહ પર લીકર ઢોળ્યું. કુતરાઓએ અમારા શરીર ચાટ્યા. અમે ચાટવા દીધા. લાઈટ ધીમે ધીમે ડિમ થતી ગઈ. એક સાથે ત્રણ ખૂલ્લી બોટલમાં ભરી રાખેલા પ્રવાહીથી અમે ત્રણેની આંખો છલકાવી દીધી. એમાં એસીડમાં આથેલી મરચાની પેસ્ટ હતી. વધુ તડફડિયા થાય તે પહેલા રિવોલ્વરની બબ્બે બુલેટ એમની ખોપરીમાં જડાઈ ગઈ. જ્યોતિ બહેન તમારે એ જાણવાની જરૂર નથી કે કોણે કોને માર્યો.”
“ત્રણેના ગુપ્તાંગોની સર્જરીનું લેશન જાતે જ લઈ લીધું. બાકીનું કામ લખુદાદા અને એના મિત્ર અભેસિંગે પતાવ્યું.”
“જરા પેલા ઝાડ નીચે નજર નાંખો. લખુદાદા ખાટલા પર બેઠા મેઠા ગીતા વાંચે છે.”
મેઘનાએ દાદાને બુમ પાડી. “દાદાજીઈઈઈ જરા અહીં આવોને આ જ્યોતિબેન ને થોડી વાતો જાણવી છે.”
લખુદાદા આવ્યા. મેઘનાએ જ્યોતિબેનની ઓળખાણ કરાવી. આ જ્યોતિબેન રિપોર્ટર છે. આપણી વાત જાહેર ન કરવાની શરતે નવલકથા લખવા માટે વાત જાણવા માંગે છે. નવલકથાને બહાને અમારા નામ ઓળખ સાથેની વાત એના છાપામાં ન લખે એવી શરત થઈ ગઈ છે. પેલા ત્રણ કુતરાઓની સ્મશાન યાત્રા બાબતની વિગત આપો ને!”
દાદાએ સીધો સવાલ કર્યો. “જ્યોતિ દીકરી તારે કંઈ છૈયા છોકરાં છે ખરા?”
“હા મુરબ્બી, એક પંદર વર્ષની દીકરી છે. હું લેખિકા છું અને રિપોર્ટર તરીકે નોકરી કરું છું.”
“ભલે. આ ડોસાની એક વિનંતી સાંભળી લે. તારું કોઈ પણ કામ કે લખાણ આ મારી દીકરીઓને નુકસાન પહોંચાડનારું ન નિવડવું જોઈએ. મસાલા જર્નાલિસ્ટનો હું કોઈ જ સગો નથી.” દાદાની વાતમાં વિનંતીનો સૂર ન હતો એમાં કઠોર આજ્ઞા હતી.
દાદાએ કહ્યું. “વાત કંઈ મોટી નથી. શરીર ટુકડા થયા. બોક્ષ ભરાયા. દીકરીઓએ ઓપરેશન કરેલા નાના અવયવો ગિફ્ટ બોક્ષમાં મુકાયા. અભેસિગે કાળી વાનમાં દીકરીઓને કોલેજ ભેગી કરી. મેડિકલ કચરો મેઘા દીકરીની સલાહ પ્રમાણે કોલેજ પાછળ ઠલવાયો. વાન તિવારીના બંગલાના બારણામાં મુકાઈ ગઈ. અભેસિંગ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત માટે જાત્રા કરવા નિકળી ગયો.”
“જો દીકરી જ્યોતિ. અમને હવે કાયદા કે સરકાર પર ભરોસો નથી. જાણવા ખાતર ભલે જાણી લીધું પણ નવલકથા કે રિપોર્ટની વાત મગજમાંથી કાઢી જ નાંખજે. તું પણ જુવાન છે. તારી દીકરી પણ મોટી થાય છે. હું ઈચ્છું છું કે તને અમારા જેવા દાદાની જરૂર ન પડે. પણ કોઈ એવા સંજોગો ઉભા થાય તો લખુ દાદા પાસે આવી જજે.”
જ્યોતિએ શર્ટમાં સંતાડી રાખેલું પેનરેકોર્ડર લખુદાદાના ચરણોમાં મૂંકી દીઘું.
Published In
“Tiranga” 2013
If you like this story ask your friends to read and response. college going girls. Fight back the way suit best.
Like this:
Like Loading...
Related
“મેડિકલ વેસ્ટ” જેવી અનેક વાર્તાઓ લખાઇ છે-મુવીઓ પણ છે.જ્યારે અનેક પીડાઓ માટે ન્યાય મળતો નથી ત્યારે સમાજ પોતાની રીતે ન્યાય કરે છે તે ખોટી રીત છે પણ પીડા સહન કરનારને વાસ્તવિક લાગે છે…આતંકવાદ પણ આમાંથી જન્મ્યો છે.શૃંગાર રસ લઈએ તો એમાં હર્ષ, આનંદ, ઉન્માદ, વિસ્મય, મોહ, ઈરોટીસીઝમ – લૈંગિકતા, સ્વાર્પણ, આરાધના, વગેરે ભાવો સાથે તેના શત્રુ બિભત્સ‚ કરૂણ‚ ભયાનક તથા શાંત રસનો ઉપયોગ વધુ અસરકારક લાગે છે ડૉકટરો જેને ભગવાનસ્વરુપ માનતા તેઓના સાંપ્રતસમયના કારનામા માટે આવો કરુણ અંત ..કથાઓના
અંંતમા હકારાત્મક પ્રેરણા મળે છે, નેગેટીવ વિચારો કે હતાશા દૂર થાય છે.કરુણ રસ વિગલીત થતા આનંદ થાય છે
LikeLike
ફરીથી આ વાર્તા વાંચી. સાચી વાત છે, આવા લોકોને પોલીસમાં સોંપવાની કોઈ જરૂર નથી.. બસ, બને તો છોકરીઓએ અથવા તેમના સગાઓએ ભેગા થઈને એમના નાક કાન, પગના આંગળા અને કાંડા કાપી નાંખીને સમાજમાં છુટ્ટા મુકી દેવાના…. આવા થોડા લોકોને પણ દરરોજ ટીવીવાળા બતાવતાં રહે…અને બસ…ભવિષ્યમાં બળાત્કાર કરવાવાળા ભુલથી પણ વિચાર નહી કરે…
મનસુખલાલ ગાંધી
મારો પાસવર્ડ ડીસેબલ થઈ ગયો છે, નવો મેળવવા પ્રય્ત્ન કર્યો, પણ, જે રીત છે તે સમજાતી નથી, એટલે અભિપ્રાય નથી લખી શકતો.
________________________________
LikeLiked by 1 person
Thanks. Truptiben for your +ve comment. People have lost trust in our justice system. Though it is illegal some people take law in their hands and get the justice.
LikeLike
વિમળાબહેન સમાજના દુર્ભાગ્યે આપની વાત સો ટકા સાચી જ છે. જ્યાં ન્યાય મળવો જોઈએ ત્યાં મળવાની કોઈજ ખાત્રી નથી. એટલે જ મેં આ વાર્તામાં કાયદો હાથ્જમાં લેતી યુવતીઓ બતાવી છે. સરસ પ્રતિભાવ બદલ આપનો ઘણો આભાર.
LikeLike
માનનીય પ્રવિણભાઇ, તમારી’મેડીકલ વેઇસ્ટ’ વાર્તા વાંચી. આમ જુઓ તો સૃિષ્ટના સર્જનથી આ બનતુ આવ્યુ આવ્યુ છે. બહુ કમનસીબ ને દુઃખદ.ખરેખર શિકારને શિકારી,જેવો જ ખેલ છે. સાવધાન શિકારે રહેવાનુ છે. શિકારી કયા છુપાયો છે એની ભાળ રાખવાની છે. પહેલા દુરાચારી રાજાઓ ને એમની બગડેલી ઓલાદ, એમના સિપાઇઓ, લુંટારા ને બહારવટીયા જેવા તત્વો હતા. આજે એ સરનામા બદલાઇ ગયા છે. આવા શેતાનો એવી એવી જગ્યાઓએ છુપાયા છે જેની કલ્પના ભોળા કે ભોળીઓને આવે નહિ. પોલીસસ્ટેશને આવી રંજાડની ફરિયાદ લઇને જાવ તો કયારેક રક્ષક જ ભક્ષક થઇ જાય. મંદિરમાં રામના દર્શન કરવા જાવ ને રાવણ ભટકાઇ જાય.[ આશારામ ને રામગોપાલ કયા અજાણ્યા છે?]માત્ર સીતા જ નહિ પણ આજે ય એવી ભોળીઓ કે ભોટ ભક્તાણીઓ છેતરાય છે. સરસ્વતીનુ મંદિર કે સંસ્કારનુ ધામ એવા પ્રવિત્ર વિદ્યાલયમાં ગુરુ કે આચાર્યના રુપમાં શેતાનનો ભેટો થવો નવાઇ નથી. તો સતા સ્થાને નેતા કે આગેવાનના રુપમાં કોઇ ગુંડાને માત્ર ખાદીના ધોળા વસ્ત્રો કે સુફિયાણી વાતો કરતો સાંભળવી નવી વાત નથી. એટલે જ આજે સ્ત્રીઓએ વધારે સાવધાન રહેવાની ને સામી વ્યકિતને બહારના માનમોભા કે પદ પરથી નહિ પણ એક માણસ તરીકે સમજવાની જરુર છે. આજે સમાજમાં દંભના નેજા નીચે આવા શેતાનોને છુપાવાના સ્થાનો વધી ગયા છે. સાવધાન સાવધાન
LikeLiked by 1 person
OMG!! what a story Pravin Uncle, got goose bumps, May God give strength and courage to all the girls like Margi, Zubeda and Megha, Thanks for the mind blowing true story!
LikeLiked by 1 person