ચંદુ ચાવાલાની બર્થડે પાર્ટી હાઈજેક?

ચંદુ ચાવાલાની બર્થડે પાર્ટી હાઈજેક?

“સાસ્ટ્રી આજે હાંજે ટુ નવરો છે?”

“અમારા ચંદુભાઈએ સવારના છ વાગ્યાના સમયે મને ફોન કરી ઉઠાડીને સીધો સવાલ ઠોક્યો.”

“ના નવરો નથી.” મેં જવાબ આપ્યો

“ટો કાં ડોબા ચારવા જવાનો છે. ટુ અમેરિકામાં છે. ટારા મામાને ટાંનાં ગામરામાં નઠી.”

મનમાં તો હતું કે ચંદુને ફરી હેપ્પી બર્થડે કહી દઉં. પણ હું મૂંગો જ રહ્યો. ત્રણ વીક પહેલાં તો કહ્યું જ હતું. આજે સાંજે એની જ સરપ્રાઈઝ બર્થડે પાર્ટી હતી. અને મારે જ એને બેન્ક્વેટ હોલ પર લઈ જવાનો હતો.

“સોરી ચંદુભાઈ અત્યારે મને ઊંઘવા દો. હું રાત્રે બે વાગ્યે સૂતો હતો. હું જાગ્યા પછી ફોન કરીશ.” કહીને મેં ફોન મુકી દીધો. તરત જ પાછો ફોન આવ્યો.

“શાસ્ત્રીભાઈ હું એકદમ બોર થઈ ગયો છું. સાંજે કેસીનોમાં જવું છે. તમારી કંપની જોઈએ છે.”

હું બેડમાંથી અડધો ઉભો થઈ ગયો. ચંદુ જ્યારે સીરીયસ હોય ત્યારે સુરતી ભાષા ભૂલીને એકદમ સીધી વાત કરવા માંડે.

“ચંદુભાઈ સવાર સવારમાં આલ્કોહોલની અસરમાં છો? એકદમ શુદ્ધ ભાષા પર આવી ગયા?”

“ટને મારી દિલની વાટ નૈ હમજાય એટલે ફોર્મલ લેન્ગ્વેજ ઠોકવી પરે. આજે ઘરના બઢ્ઢા બૈરાઓ કોઈ બ્રાઈડલ શાવરમાં જવાના છે. છોકરાંઓ તો હું ઘર્ડો ઠયો એટલે મોં હંટાડ્ટા ભાગમંભાગ કરે છે. ટારા સિવાય આ ડુનિયામાં મારો કોઈ બી ડોસ્ટ નઠી. અટ્યારે ટો પીઢું નઠી પન કેસિનોમાં જઈને બે  ગેમબ્લિંગ સાથે થોરૂં પી લેવું છે. પૈહા ચાલી જાય તો બી વાંઢો નૈ. થોરૂ પી નાંખીશ, પીવાની ટેવ છૂટી ગૈલી એટલે હાથે ટારા જેવો નોનઆલ્કોહોલિક ડ્રાઈવર જોઈએ છે કે મને શૈ સલામટ ઘરે પોંચારે.”

ચંદુ ફરી પાછો મારો ઓરિજીનલ ચંદુભાઈ થઈ ગયો.

ચંદુને ડિપ્રેશન આવે એવા જ સંજોગો હતા.

અમેરિકામાં આવ્યા પછી દર વર્ષે એની વર્ષગાંઠ તારીખ પ્રમાણે એની પુત્રવધૂ વિદુષીની ઊજવતી. સરપ્રાઈઝ બરપ્રાઈઝ જેવું કશું જ નહિ. બસ દર વર્ષે મોટો જલસો. અમારા ચંદુભાઈ ખાવા ખવડાવવાના શોખીન. મહિનામાં બે-ત્રણ પાર્ટી ના હોય તો લાઈફ નીરસ લાગવા માંડે.

ગયે વર્ષે ચંદુભાઈએ સ્ટેજ પરથી માઈક પર ગળગળા થઈને કહ્યું હતું કે “આ ઉમરે મારી બર્થ ડે ઊજવાય એ મને શોભતું નથી. મેં મારા છોકરાંઓને કહી દીધું છે કે હવે આવી પાર્ટીઓ કરવી નહિ.” એ એની ચુમ્મોતેરમી બર્થ ડે હતી.

બસ થઈ રહ્યું. આ વર્ષે એની બર્થડે આવી અને ગઈ. છોકરાંઓએ સવારના માત્ર ‘હેપ્પીબર્થ ડે ડેડ’ કહીને પતાવી દીધું. એમણે ના કહી હતીને? એની બર્થ ડેને દિવસે એ સવારથી ક્રિમ કલરનો પેન્ટ અને શોર્ટ નહેરુજેકેટ ચડાવીને, કોલોન લગાવીને ઘરમાં ફર્યા કરતાં હતા. ઘરના દોઢ ડઝન નાનેરાંઓ રવિવાર હતો એટલે આમ તેમ બહાર નીકળી ગયા હતાં. રહ્યાં માત્ર ચંદુ અને ચંપા.

ચંપા વીશ વર્ષની અને અમારો ચંદુ અઢાર વર્ષનો હતો ત્યારની વાત. બન્ને એક જ્ઞાતના અને એક જ મહોલ્લાના. ચંપા મોટા જરીવાલાની દીકરી. ચંદુ પણ ગર્ભ શ્રીમંત પરિવારનો દીકરો. બન્ને વચ્ચે ઈલ્લુ ઈલ્લુ શરું થયું, પહેલાં તો બાપાએ ઝપેટી નાંખ્યો. પછી બન્નેના વડીલોએ મળી સંપીને બન્નેની સગાઈ કરી આપેલી. દિવાળી પછી લગ્ન ગોઠવેલા પણ ઈલ્લુ ઈલ્લુમાં ચંદુભાઈએ કંઈ ગરબડ કરી પાડેલી એટલે સરાધીયામાં જ ભાઈ સાહેબને અઢાર-એકવીશના કાયદાની ઐસી તૈસી કર્યા વગર ઘોડે ચડવું પડેલું.

એની વે. એના વડસાસુ ગંગાડોશી કહી ગયેલા કે ચંદુની બર્થડેને દિવસે સવારે તો લાપસી જ બનાવવી. ચંપાએ દર બર્થડેને દિવસે લાપસી બનાવવાનો કૌટુંબિક રિવાજ જાળવી રાખેલો. ચંદુભાઈને લાપસી જરા પણ ભાવે નહિ. પણ ચંપા એને દાદાગીરી કરીને કે ખરાખોટા સમ ખાઈને પણ પાંચ કોળીયા લાપસી ખવડાવતી જ. આ વખતે પણ ચંપાએ શુકનની લાપસી કરીને ખવડાવેલી જ. ચંદુને એમ હતું કે સરપ્રાઈઝ પાર્ટિ હશે. પણ તેને બદલે ચંદુને કફની પાઈજામો ચઢાવીને ચંપા મંદિરે લઈ ગયેલી અને ત્યાં જ પલાંઠી વાળીને ચંદુએ મહાપ્રસાદ આરોગેલો. હેપ્પી બર્થડેનો કોલ માત્ર મેં અને મંગુ મોટેલે જ કરેલો.

ચંપાની પંચોતેરમી સર્પ્રાઈઝ બર્થ ડે પાર્ટી બે વર્ષ પહેલાં જ ઉજવી હતી અને આ વર્ષે ચંદુની બર્થડે કેક વગરની?

ચંદુએ ત્રણ વીક સુધી બોલાય નહિ સહેવાય નહિ એવા માનસિક પરિતાપ અને સંતાપમાં ગાળ્યા હતા. એણે સામાન્ય વિવેકમાં જ કહ્યું હતું કે હવે મારી બર્થડેનો જલસો કરવો નહિ પણ આમ બધાએ સીરીયસલી લઈ લીધું તેનું જ એમને દુઃખ હતું. એણે શુધ્ધ ગુજરાતીમાં  બોલવા માંડ્યું એટલે મને ફાળ પડી કે એને સર્પ્રાઈઝની ખબર પડી ગઈ કે શું? મારે એમને બકુલની એન્નિવર્સરીને બહાને બેન્ક્વેટ હોલમાં લઈ જવાના હતા..પણ સદ્ભાગ્યે હવે એને ખાત્રી થઈ ગઈ હતી કે હવે બર્થડે ઉજવાવાની જ નથી. એમણે આશા છોડી દીધી હતી. અમેરિકા આવ્યા પછી તિથિ મિતિ તો શું પણ હિન્દુ મહિના પણ ભૂલી ગયા હતા. એ યાદ રાખવાનું કામ એમની ભાષામાં “બૈરાઓનું કામ” હતું.

મેં કહ્યું “ચંદુભાઈ, ભૂલી ગયા કે આપણે બરોડીયન બકોર પટેલની વેડિંગ એન્નિવર્સરી પાર્ટીમાં જવાનું છે!”

“ઓહ! એતો હું ભૂલી જ ગયો હતો. સાલો સાદાઈની વાટ કર્ટો મખ્ખીચૂસ મારવારી છે. લગન કરેલા પણ કંકોટરી હૌ ની છપાવેલી. સાલો નસીબડાર છે કે ડીકરી જમાઈ ઊડાર ડિલના છે. બાપને આ ઉમ્મરે પન્નાવીને પાર્તી હૌ આપવાની છે. મને એની ડીકરીએ ફોન પર કેઈલું કે અંકલ બ્લેકટાઈ ઈવાન્ટ છે. મને એ ડીકરીની સ્પોર્ટમેન્ટશીપ માટે માન છે”

હવે વાત એમ હતી કે ચંપા અને એની પુત્રવધૂ વિદુષીનીએ આ વખતે પંચોતેરમી બર્થડે પાર્ટી તારીખ પ્રમાણે ઉજવવાને બદલે તિથિ પ્રમાણે ગોઠવીને ચંદુભાઈને થોડું ટટળાવીને સરપ્રાઈઝ આપવાનું ગોઠવ્યું હતું. સાથે સાથે અમારા બકુલભાઈ ઉર્ફે બકોરભાઈને પણ આમંત્રણ આપ્યું હતું. એમની વેડિંગ એન્નીવર્સરી પણ એ જ તારીખે આવતી હતી એટલે એમને માટે પણ એક નાની કેઇક કપાવવાનો પ્લાન કર્યો હતો. બકુલ તો અમેરિકામાં પણ સાદો પંતુજી જ હતો.

આ બકુલભાઈ પટેલ પણ જાણવા જેવો માણસ. મૂળ અમારા સુરતના હાઈસ્કુલ ફ્રેન્ડ. અમે એને બકોર પટેલ કહેતા. કારણ કે એને બકોર પટેલની જેમ થાળીમાં ચા પીવાની ટેવ હતી. એમનો અવાજ પણ બકરી જેવો. અમારા સર્કલમાં બધા એનું ખરું નામ ભૂલી જ ગયેલા. બકુલભાઈ બરોડાની સ્કુલમાં પ્રિન્સિપાલ થયેલા. રિટાયર થયા પછી દીકરીએ અમેરિકા બોલાવેલા. બિચારાએ આખી જીંદગી પત્નીને સહારે જ ગાળેલી. દશ વર્ષ પહેલાં એના પત્ની અવસાન પામ્યા હતા. એમણે અમેરિકામાં દશ વર્ષની વિધુરાવસ્થાનું દુઃખ સહન કર્યું. સિધ્ધાંતવાદી એટલા કે દીકરીને ઘેર રહેવાય નહિ. જમાઈ તો સારો છતાં અમેરિકન એટલે ફાવે પણ નહિ. એકલતાનું ડિપ્રેશન જેવું થવા માંડેલું. અમેરિકન સાઈકોલોજીસ્ટે સલાહ આપી કે એને થેરેપીની જરૂર નથી. પત્નીની જરૂર છે. ગયે વર્ષે એની સમજુ દીકરી જમાઈએ એક વિધવા બહેન સાથે છોત્તેર વર્ષની ઉમ્મરે લગ્ન કરાવી આપ્યા હતા. એમણે લગ્નમાં માત્ર પાંચ સાત મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતાં. એમની પહેલી લગ્ન જયંતીની તારીખ અને તિથિ પ્રમાણે ચંદુભાઈની વર્ષગાંઠ એક જ દિવસે આવતી હતી. એની દીકરી પાર્ટી આપતી હોય એમ એની દીકરી પાસે ચંદુભાઈને ઈન્વિટેશન માટે ફોન કરાવ્યો હતો.

૦૦૦

હું એને લઈને બેન્ક્વેટ હોલમાં દાખલ થયો અને પાંચસો આમંત્રિતોએ સર્પ્રાઈઝના નાદથી હોલ ગજવી કાઢ્યો. અમારા ચંપારાણીએ તીથિ તારીખનો ખુલાસો કર્યો. ચંદુભાઈએ મારા પર વ્હાલ ભર્યો ગુસ્સો ઠાલ્વ્યો.

“સાસ્ટરી ટુ મને ખાનગીમાં પણ મારી બર્થડે પાર્ટીની વાટ કરી ઓટે ટો હું ટારી પચ્ચીસ વરહ જૂની ખટારા ગારીમાં આવ્વાને બડલે લિમોઝિનમાં આવટે.”

લાઈવ બેન્ડ મધુરું વેસ્ટર્ન મ્યુઝિક વહાવતું હતું. અમેરિકન પાર્ટી માહોલ હતો. પંચોતેરમી બર્થડે એરેન્જમેન્ટ બ્લેકટાઈ ઇવાન્ટ હતી. ટૂંકા બ્લેક એન્ડ વ્હાઈટ યુનિફોર્મમાં કોકટેઇલ વેઇટ્રેસ ડ્રિન્ક્સ અને (hors d’oeuvre) હોર્સડોઉવ્ર સર્વ કરતી હતી. અડધા ઉપરાંત ગેસ્ટ અમેરિકન હતા. બધાના ટેબલ અગાઉથી નક્કી જ હતા. કેટલાક અમેરિકન કપલ્સ ડેન્સ ફ્લોર પર ડેન્સ કરતાં હતા. એમની પચાસમી બર્થડે પણ અમેરિકન સ્ટાઈલમાં જ ગોઢવેલી. બધાને ફોર્મલ ડ્રેસકોડ પણ સજેસ્ટ કરેલો પણ કેટલાક જડસુ દેશી ધોતીયા કફની અને કેટલાક પેન્ટ શર્ટ અને ચંપલમાં આવેલાં. કેટલાક જુવાનીયાઓ ફાટેલા જીન પહેરીને જ આવેલા. આ વખતે વિદુષીની એ આમંત્રણમાં એવાઓનું પત્તું કાપી નાખ્યું હતું. બકુલભાઈ પણ બ્લેક સ્યૂટ અને બો ટાઈમાં એમની નવી ડોસી સાથે આવ્યા હતા.

પાર્ટી સરસ રીતે ચાલતી હતી ત્યાં અચાનક ધોતિયા ખાદીની કફનીમાં કરસનદાદાની એન્ટ્રી થઈ. એની સાથે બીજા બેત્રણ ગોઠીયા હતા. એક દાઉદ ઈબ્રાહિમનો હમશકલ જુવાનીયો જીન શર્ટમાં હતો બીજા બે ઈન્ડિયન પોલિટિશીયન પહેરે તેવા કુરતા-બંડીમાં હતા. વિદુષીનીએ એમને આમંત્રણ આપ્યું જ ન હતું.

અમારા અમેરિકામાં કેટલાક નામી નંગો એવા છે જેમને આમંત્રણની જરૂર જ નથી. જ્યાં પચ્ચીસ-પચાસ કે પાંચસો-હજાર માણસ ભેગા થવાના હોય ત્યાં ફંકશન શરૂ થાય પછી અડધો કલાક બાદ પહોંચી જ જાય. કાર્યકર્તાઓએ ઉમ્મરને કે પૈસાને માન આપીને જખ્ખ મારીને આગલી વીવીઆઈપીની હરોળમાં બીજી ખુરશી મુકાવીને બેસાડવા પડે.  આવા મહાનુભાવો તક મળતાં, સ્ટેજ પર પહોંચી જાય. માઈક હાથમાં આવે તો કોઈપણ ફંક્શનનું બારમું કરી નાંખે.

કરસનદાદા અને ‘બીન બુલાયે મહેમાનો’એ કોક્ટેલ વેઇટ્રેસ પાસે ડ્રિન્ક્સ લીધું. ફ્લોરપર લાઈવ મ્યુઝિક સાથે ઘણાં કપલ્સ બૉલડેન્સ કરતાં હતા. કરસનદાદા ક્યારે બેન્ડ પાસે પહોંચ્યા અને જે છોકરી ગાતી હતી તેના હાથમાંથી માઈક લીધું તે કોઈને ખ્યાલ જ આવ્યો નહિ.

“યોર એટેન્શન પ્લીઝ, યોર એટેન્શન પ્લીઝ. મારે આપણા ચંદ્રકાંત ચાવાલાને એમની પંચોતેરમી જન્મ જયંતિના અભિનંદન આપવા બે શબ્દ કહેવા છે. એ સવાસો વર્ષના થાય અને મારી જેમ આપણા દેશની સેવા કરતા રહે. એમણે મને એક વાર કહ્યું હતું કે, દાદા ભારતના કોઈપણ રાષ્ટ્રીય સેવક આવે તો એમને મારે ત્યાં લઈ આવજો.  આજના આ શુભપ્રસંગને શોભાવવા આપણા સુરતના જ નાથાલાલ અમેરિકા આવ્યા છે. તેમને લાવ્યો છું. અને દાઉદના હમશકલ જીન શર્ટમાં આવેલ નથ્થુએ હાથ ઉંચો કરી બધાનું અભિવાદન કર્યું અડધા ઉપર તો અમેરિકન હતા. એમને તો કાંઈ જ સમજાયું નહિ. બિચારા ડેન્સ બંધ કરી બેસી ગયા. કેટલાક છોકરાઓએ સીટી વગાડી અને બુમ પાડી, “નો ગુજરાતી. ઓન્લી ઈંગ્લીશ” એમને એમ કે આ ડોસાને બોલાવ્યો હશે.

પાર્ટી કાબુ બહારની થઈ ગઈ. વિદુષીની ધૂઆંપૂવાં થતી હતી. અમારો ચંદુ બાધાં મારતો હતો. અને કરસનદાદા એક હાથમાં માઈક અને બીજો હાથ હવામાં ઉછાળી માતૃભાષા ગુજરાતી બચાવોની ભાષણબાજી ઠોકતાં હતા. પાંચ મિનિટ આ ચાલ્યું અને માઈક નથ્થુના હાથમાં સર્યું.

“મેરે પ્યારે સુરતી દોસ્તોં. ચંદુભાઈકો શાદી મુબારક.” નથ્થુએ, ઓળખાણ પાણખાણ જાણ્યા વગર જ બફાટ કરવા માંડ્યો. “હમારે દેશમેં સોનિયાને શુરૂ કિયા ભ્રષ્ટાચારકો મોદીને અંતિમ સિમાયે પાર કરા દી હૈ. મૈંને અપને ભારતકો, હમારે ગુજરાતકો અપને સુરતકો બચાને કે લીયે ઇલેક્શનમે ઉમેદવારી કી હૈ. મૈં જીસકો અનામત ચાહિયે ઉસકો અનામત દિલવાઉંગા. જીસકો સંડાસ ચાહિયે ઉન્કો મોડર્ન કમોડવાલા બાથરૂમ દૂંગા. આપ વોટતો નહિ દે શકતે મગર ઇલેક્શન ફંડમે……..

 વાક્ય પુરું થાય તે પહેલાં એકદમ લાઈટ તદ્દન ડીમ થઈ ગઈ. નાથાલાલના માઈકનો અવાજ બંધ થઈ ગયો અને રોક મ્યુઝિક ચાલુ થઈ ગયું. શું થયું તે ખબર ના પડી; પણ ડેન્સ ફ્લોર પર વિદુષીની એના હસબંડ સાથે ડેન્સ કરતી હતી.

કરસનદાદા ના મોમાં આખું સમોસું ભરાયલું હતું. બાજુમાં મંગુ મોટેલ એમનો હાથ પકડીને સોફા પર બેઠો હતો. દાદાને મોમાં પ્રેમથી મોટા પંજાબી સમોસા આગ્રહ પૂર્વક દાબતો હતો. દાદાથી કંઈ બોલાતું પૂછાતું ન હતું.

મેં પાછળથી વિદુષીનીને પૂછ્યું “એકદમ શું થયું? તેં કરસનદાદાને બોલાવ્યા હતા?”

“હોતું હશે? હું એમને ઈન્વિટેશન આપું? એમ જ ટપકી પડ્યા હતા. અંકલ પછી થાય પણ શું? તમે તો ડેડિ મમ્મીની સાથે હેલ્પલેશ થઈને બેસી રહ્યા હતા અને જાણે ભાવ પુર્વક નથ્થુની સ્પિચ સાંભળતાં હતાં. આમાંતો મંગુઅંકલ જ કામ લાગે. મંગુઅંકલને મેં રિક્વેસ્ટ કરી. આને કાઢો. એમને પણ મારી જેમ આ દાદાની દાદાગીરી નથી ગમતી. એ કાયમ એમની ઉમ્મરનો ગેરલાભ ઉઠાવે છે. મંગુઅંકલે સિક્યોરિટિગાર્ડને બોલાવ્યા. માઈક સ્વીચ ઓફ કરાવી દીધી. લાઈટ એકદમ ડિમ કરી. કોઈને ખબર ન પડે એ રીતે ચાર સિક્યોરિટી ગાર્ડ નથ્થુ અને એના બે સાથીદારને હાથ પકડીને, ખેંચીને ગેઈટ બહાર મૂકી આવ્યા.  રાસ્કલ ઈન્ડિયન પોલિટિશિયનો ડેડિની બર્થડે પાર્ટી  હાઈજેક કરવા આવ્યા હતા.” વિદુષીની ગુસ્સામાં હતી. એમની સાથેના એક ફોટોગ્રાફરને પણ માનભેર વિદાય કર્યો હતો. એ જ્યાં ત્યાં કેમેરો લઈને બીન બુલાયે મહેમાનની જેમ ભટકતો જ હોય છે. દાદા એને પણ લઈ આવ્યા હતા. એને પણ કાઢ્યો.

અમારા મંગુ મોટેલે ચંદુ ચાવાલાની પાર્ટી હાઈજેક થતી બચાવી.

ચંદુચાવાલા તિરંગા ઓક્ટોબર ૨૦૧૭

2 responses to “ચંદુ ચાવાલાની બર્થડે પાર્ટી હાઈજેક?

  1. pragnaju December 14, 2017 at 3:50 PM

    મજા આવી

    Like

  2. મનસુખલાલ ગાંધી October 15, 2017 at 5:48 PM

    વાર્તા પણ કહી અને બીન બુલાયે મહેમાનોની સરભરા કરવાના નવા નવા નુસખા બતાવી દીધાને કાંઇ…બહુ મજા આવી ગઈ…..

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: