જેમને ફિલ્મી શાસ્ત્રીય સંગીતમાં રસ છે એવી દરેક વ્યક્તિએ ચોક્કસ પણે બૈજુબાવરાના ગીતો તો સાંભળ્યા જ હશે. એમાં તાનસેન અને બૈજુની સંગીત સ્પર્ધાનું દેશી રાગમાં ગવાયલું એક ગીત ફરીવાર સાંભળી લઈએ.
#
ખબર છે આના ગાયક કોણ હતા?
આ ડ્યુએટમાં કંઠ આપનાર સંગીત કાર હતા ઉસ્તાદ અમિર ખાન અને પંડિત ડી.વી. પુલસ્કર.
પણ આજે વાત કરવી છે.દત્તાત્રય વી પલુસ્કરની નહિ પણ એના સંગીત દિગજ્જ પિતા વિષ્ણુ દિગંબર પલુસ્કરની.
વિષ્ણુ દિગંબર પલુસ્કર
આ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી સંગીતકારનો જ્ન્મ મહારાસ્ટ્રના કુરુન્દવાડ નામના નાના ગામમાં ૧૮ ઓગસ્ટ ૧૮૭૨ના રોજ થયો હતો. પલુસ્કરને ઘરમાં સંગીતનું વાતાવરણ મળ્યું. કારણ કે તેમના પિતા દિગંબર ગોપાલ પાલુસ્કર ધાર્મિક સ્તોત્રો અને કીર્તનના સારા ગાયક હતા. વિષ્ણુ દિગંબર પલુસુકરને બાળપણમાં એક કરુણાંતિકાનો સામનો કરવો પડ્યો હતો.
નજીકના શહેરમાં દત્તાત્રેય જયંતીની ઉજવણી દરમ્યાન એમના ચહેરા પર ફટાકડો ફૂટ્યો અને તેમની આંખને ઈજા થઈ. તાત્કાલિક સારવાર ન મળવાને કારણે એમણે દૃષ્ટિ ગુમાવી. સદ્ભાગ્યે પાછળથી તેમને સારવાર મળતાં આંશિક દૃષ્ટિ પાછી મળી હતી.
મિરાજના મહારાજાએ બાળક વિષ્ણુ દિગંબરની સંગીત પ્રત્યેની લગન અને સૂઝ નિહાળી ગ્વાલિયર ઘરાનાના સંગીતકાર ગુરુ બાલક્રિષ્નનબુઆ ઈચલકરણીકર પાસે સંગીત શીખવા મોકલ્યા. તેઓએ તેમના ગુરુ સાથેના સંબંધો બગડ્યા ત્યાં સૂધી બાર વર્ષ એમની પાસે સંગીતનું શિક્ષણ લીધું અને ૧૮૯૬માં છૂટા થયા.
છૂટા થયા પછી એમણે ભારતમાં સંગીત પ્રવાસ શરૂ કર્યો. ઉત્તર ભારતની અનેક હિન્દુસ્તાની સંગીત પ્રણાલિકાનો અભ્યાસ કર્યો. મથુરામાં આવી બ્રજ ભાષા શીખ્યા. ત્યાં ચંદન ચૌબાજી પાસે ધ્રુપદ શૈલીનું શિક્ષણ મેળવ્યું.
. આ સમય દરમિયાન તેમણે બરોડા અને ગ્વાલિયરના રાજવી કુટુંબોનો સંપર્ક સાધ્યો.
તેમણે નાણાં કમાવવા માટે જાહેર સંગીત કાર્યક્રમો પણ કર્યા. પલુસકર કદાચ જાહેર સંગીત કાર્યક્રમોનું આયોજન કરવા માટેનું સૌપ્રથમ શાસ્ત્રીય ગાયક છે. આ પહેલાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો માત્ર રાજદરબાર અને મંદિરોમાં જ યોજાતા હતા. મથુરા ચાલ્યા ગયા બાદ પલુસુકર લાહોર પહોંચ્યા અને મે ૫, ૧૯૦૧ માં તેમણે ગંધર્વ વિદ્યાલયની સ્થાપના કરી. સંગીત શાળા માટે દાન ઉપરાંત એમને લોન પણ લેવી પડી હતી.
લાહોર બાદ તેમણે ૧૯૦૮-૦૯ના અરસામાં મુંબઇમાં ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરી. વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત રહેવા જમવા અને અન્ય સગવડોનો ભાર પણ એઓ જ ઉપાડતા. કેટલાક વર્ષો પછી, આ શાળા નાણાકીય કારણોસર ચલાવવા માટે સક્ષમ ન રહી અને આ કારણે નાણાં ભેગા કરવાબ તેમણે અનેક જાહેર કાર્યક્રમો પણ આપ્યા. આમ છતાં; પલુસ્કરજીની મિલકત પણ જપ્ત થઈ ગઈ હતી.
મુંબઈ ઉપરાંત એમણે નાશિકમાં રામ-નામ-આધાર આશ્રમની સ્થાપના અને સંચાલન કર્યું.
એમનું અંગત કૌટુંબિક જીવન પણ યાતના મુક્ત ન હતું. એમણે ૧૮૯૦ માં શ્રીમતી રામાબાઈ સાથે લગ્ન કર્યાં. એમના અગિયાર સંતાનોનું બાળ વયે જ અવસાન થયું હતું, બારમું સંતાન દત્તાત્રેય જ્યારે દશ વર્ષના હતા ત્યારે ૨૧ ઓગસ્ટ ૧૯૩૧માં શ્રી વિષ્ણુ દિગંબર પુલસ્કરનું નિધન થયું. ત્યાર પછી એક માત્ર સંતાન દત્તાત્રેયનું પણ યુવાવ્સ્થામાં જ ૧૯૫૫માં અકાળ અવસાન થયું. પત્ની રામાબાઈ પણ બે વર્ષ પછી ૧૯૫૭ માં મૃત્યુ પામ્યા.
વિષ્ણુ દિગંબર પલુસ્કરના વિશ્વવિખ્યાત શિષ્યોમાં પંડિત ઓમકારનાથ ઠાકુર, પંડિત વિનાયક રાવ પટવર્ધન, પંડિત નારાયણ રાવ વ્યાસ જી.આર. ગોખલે, બી.એ. દેવધર, વામનરાવ, શંકર શ્રીપદ વોડા, વિષ્ણુદાસ શીરાલી, અને તેમના પુત્ર ડી.વી. પલુસ્કર જેવા પ્રસિદ્ધ સંગીતકારોનો સમાવેશ થાય છે.
એમણે એમના જીવનકાળ દરમ્યાન સંગીતશાસ્ત્ર અંગે ૭૦ જેટલા પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. રઘુપતિ રાઘવ રાજારામની સામુહિક ધૂન હોય કે પછી રામચરિત માનસનું સંગીતમય પ્રસારણ હોય, કોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રીય ભાવનાત્મક વંદેમાતરમનું ગાન હોયકે ધાર્મિક અને સામાજિક ઉત્સવોના સંગીતના કાર્યક્રમો હોય; એમણે એમનું સમગ્ર જીવન સંગીતની સેવા અને સંવર્ધન માટે જ અર્પણ કર્યું હતું.
એમણે શાસ્ત્રીય સંગીત પરિષદોનું આયોજન કરીને લોકપ્રિય બનાવવાનું સફળ અભિયાન ચલાવ્યું. તુલસી, કબીર, સુરદાસ વિગેરે ભક્ત કવિઓના કવિઓના પદોને જૂદા રાગોને શ્રૂંગાર-પ્રધાન ઠુમરીમાં રજુ કરી કરીને જાણીતા કર્યા હતા.
સંગીતવાદ્ય માટે પોતાનું વર્કશોપ ખોલ્યું હતું અને વાદ્ય પ્રદર્શનો પણ યોજ્યા હતા.
એમના જીવન પરની નીચેની એક સરસ ડોક્યુમેન્ટરી જાણવા માણવા જેવી છે.
સંગીત મારો વિષય નથી. મને એની જરાપણ સમજ નથી. મને તમારી ચીવટ અને મહેનત ગમી છે અને એ બદલ હું તમને ખૂબ ધન્યવાદ આપું છું. જેમ મેં ચિત્રકલામાં રસ લીધો તેમ સંગીતમાં પણ રસ લેવાનો વિચાર છે, જ્યારે એ ઘડી આવે ત્યારે.
દેસાઈ સાહેબ મારા બ્લોગ પર પધારવા બદલ આપ્નો ખૂબ ખૂબ આભાર.
LikeLike
His dedication,devotion,hard work for his passion in music is commendable.
Thanks
Chandrakant Desai
LikeLiked by 1 person
મધુરું સંગીત માણવાની મઝા આવી
LikeLike
લેખ ગમ્યો.
LikeLiked by 1 person
થેમ્ક્યુ સાહેબ.
LikeLike
લેખ ગમ્યો. સંગીત ગમ્યું. રસ પડયો. આભાર….શેર કરવા માટે…પ્રવિણભાઇ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સંગીત મારો વિષય નથી. મને એની જરાપણ સમજ નથી. મને તમારી ચીવટ અને મહેનત ગમી છે અને એ બદલ હું તમને ખૂબ ધન્યવાદ આપું છું. જેમ મેં ચિત્રકલામાં રસ લીધો તેમ સંગીતમાં પણ રસ લેવાનો વિચાર છે, જ્યારે એ ઘડી આવે ત્યારે.
LikeLiked by 1 person
મારા જેવા સંગીત રસીયાઓને ગમે એવો પરિચય લેખ.ધન્યવાદ.
આવા દિગ્ગજ સંગીતકારો આજે ભુલાઈ રહ્યા છે એ એક દુખદ હકીકત છે.
LikeLiked by 1 person