જેહાદીની અમ્મા.

જેહાદીની અમ્મા.

NY Terroris

ન્યુ યોર્ક ટેરરિસ્ટ (ઓક્ટો. ૩૧, ૨૦૧૭)

બુરખાનશીન મહિલા રિક્ષામાંથી ઉતરી અને દોડતી હાંફતી પોલિસ સ્ટેશનમાં દાખલ થઈ. ડેસ્ક પરની મહિલા કોન્સ્ટેબલ અટકાવે તે પહેલાંતો તે સાહેબની ઓફિસમાં ઘૂસી ગઈ. ઈન્સ્પેક્ટર મિસ્ટર ઠાકુર કોમ્પ્યુટર પર કોઈક માહિતી મેળવી રહ્યા હતા. એકદમ ધસી આવેલી મહિલાએ ચીસ પાડતાં કહ્યું ‘સાહેબ મારા દીકરાને બચાવી લો. પ્લીઝ સેવ માય સન.’

ઠાકુર સાહેબ ગર્જ્યા, ‘બૈઠ જાઓ ઔર બુરખા ખોલો.’

મહિલાએ વેઇલ ખોલી. આધેડવયની સુંદર મહિલાએ અંગ્રેજીમાં કહ્યું એટલે તે શિક્ષિત હતી એ તો ચોક્કસ જ હતું. ઠાકુર સાહેબે હિન્દીમાં જ સામે સવાલ કર્યો ‘કૌન હો તુમ? ક્યા હૂઆ તેરે લડકે કો?’.

બે સબઈન્સ્પેક્ટર આવી ગયા અને ત્રણ કોન્ટેબલ મહિલાની આજુબાજુ ગોઠવાઈ ગયા. મહિલા ફફડતી અને ધ્રૂજતી હતી.

‘સાહેબ મારો દીકરો ઘણાને મારી નાંખશે અને જાતે મરી જશે. એ માત્ર પંદર વર્ષનો છે. મારો એકનો એક દીકરો છે.’

‘નામ ક્યા હૈ? કહાં હૈ તુમ્હારા લડકા?’ જરા પણ નરમાશ બતાવ્યા વગર ઠાકુર પૂછતા રહ્યા. મહિલા ગુજરાતીમાં જવાબ આપતી રહી. વાતનું વિડિયો રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. બે મિનિટમાં જ હાજર ઓફિસરોને  મહિલાની ટૂંકી વાતની ગંભીરતાનો અણસાર આવી ગયો. “ઘણાને મારી નાંખશે અને જાતે મરી જશે” એટલું વાક્ય જ કુશળ ઓફિસરો માટે પુરતું હતું. મહિલાએ અંગ્રેજીમાં દીકરાને બચાવવાની વાત કરી હતી. એટલે ઠાકુર સાહેબે ફરી પૂછ્યું ‘વેર ઈઝ યોર સન. વ્હોટ હેપન્ડ ટુ હીમ. વ્હેર ઈઝ હી?’ ઓફિસ બહાર ચાર પોલિસ જીપમાં સશત્ર પોલિસો ખડકાતાં હતાં. ઓર્ડરની રાહ જોવાતી હતી.

‘સાહેબ મારો દીકરો હમિદ અબદુલ્લાહ રામમંદિરના મેદાનમાં બાપુની કથા ચાલે છે તે એરિયામાં કશેક મોટી ટ્રક લઈને ઉભો છે. આઈ ડોન્ટ નો ધ એક્ચ્યુઅલ લોકેશન. કથા પુરી થશે એટલે એ મેદાનમાંથી નીકળતાં માણસો પર ટ્રક ચલાવી દેશે. લંડન પેરિસમાં બન્યું હતું એવું જ કશું થશે.’

‘ટ્રકનો નંબર? મોડેલ?’

‘એ કશું ખબર નથી પણ ટ્રકના બેક ડોર પર ચોકથી લખ્યું છે “અલ્લાહ ગવાહ”. ભાઈજાનની ટ્રક છે. મારા હસબન્ડનો એમની સાથે પાર્ટનરશીપમાં સિઝનલ બિઝનેશ છે અને અત્યારથી દિવાળીના ફટાકડાની ખરીદી ચાલે છે.’

‘ઈટસ ઈનફ ફોર નાવ. થેન્ક્સ. વોટ્સ યોર નેઈમ?’

‘શીલા.’

‘શીલા? સાહેબે પૂછ્યું તો ખરું પણ જવાબની રાહ નહિ જોઈ. ટોન બદલ્યો. આપ યહાં ઈન્તજાર કરો. આપ બુરખા નિકાલ દો, ઔર આરામ સે બૈઠો. જબ તક આપકે બેટેકો હમ યહાં નહિ લાયે તબ તક આપ કહીં ભી નહિ જા શકતે. આપકી ભી તલાસી લેની પડેગી. આપકે પાસ જો કુછ હૈ, ફોન ઓર પર્સ, સબ કુછ ટેબલ પર રખ દો. જબ આપ ઘર જાઓગી આપકો સબ મીલ જાયેગા.’ તુમ ને બદલે સાહેબ આપ શબ્દ વાપર્યો.

વાત ચાલતી હતી તે દરમ્યાન ઓપરેશન એલર્ટના સિગ્નલ્સ સીટી કમિશનર, ડી.એસ.પી, એન્ટી ટેરોરિસમ સ્ક્વૉડને અપાઈ ગયા. સમગ્ર તંત્ર સાબદું થઈ ગયું.

સાહેબે કોન્સ્ટેબલને કહીને શીલા માટે પાણીની બોટલ મંગાવી. સાહેબ સમય ગુમાવાને બદલે બહાર નીકળી ગયા. અનેક મોટર બાઈક પર સિવિલ ફોર્સ મંદિરની આજુબાજુના વિસ્તારમાં ટ્રકની શોધમાં લાગી ગયા. માત્ર દશ મિનિટમાં જ “અલ્લાહ ગવાહ” ટ્રક નો પત્તો મળી ગયો. કથાકારબાપુને સંદેશો મોકલાઈ ગયો. બાપુ કથા ચાલુ જ રાખજો. મેદાનના પ્રવેશદ્વાર સામે રાયફલ સ્વોડ ખડી થઈ ગઈ. કોઈ પણ વાહન ઘૂસવાની કોશીશ કરે તો પહેલાં ચારે ટાયર અને જરૂર પડે તો વાહન ડ્રાઈવરને સૂટ કરવાની સૂચના અપાઈ ગઈ. બે માઈલ દૂર હમિદની ટ્રકનું સ્થાન કન્ફર્મ થઈ ગયું. ટ્રકથી દૂર પાંચમાળના મકાનના ધાબા પરથી એક શંકાસ્પદ માણસ બાયનોક્યુલર સાથે ફરતો દેખાયો.

કમાન્ડો નરેન્દ્રસિંહની ટીમ પાછલા દાદર પરથી ટેરેસ પર પહોંચ્યા, ટેરેસ પર બે માણસો હતાં. એકના હાથમાં બાઈનોક્યુલર હતું અને બીજાના હાથમાં હેન્ડગન હતી. એણે માણસો આવતાં જોયા એટલે બાઈનોક્યુલર વાળો જે વાંકો વળીને જોતો હતો તેને ઉંચકીને નીચે ફેંકી દીધો અને આડેધડ ગોળીઓ છોડવા માંડી પણ સ્ક્વોર્ડ ટીમ ટેવાયલી હતી. સામસામેના ગોળીબારમાં ટેરરિસ્ટ ઘવાયો અને એરેસ્ટ કરાયો. ધાબા પરથી ફેંકાઈ ગયેલો તો પડતાં જ મરી ગયો. ઘવાયલા ટેરરિસ્ટને નાકા પર તૈયાર રખાયલી એમ્બ્યુલન્સમાં રવાના કરાયો. મરેલા ટેરરિસ્ટના ફોટા લેવાયા અને લાશને તરત જ વાનમાં પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવાઈ. આજુબાજુના એરિયામાં કમાન્ડો અને એન્ટી બોમ્બસ્ક્વોર્ડ તૈયાર હતી.

ઈન્સ્પેકટર ઠાકુર ધીમે રહીને ટ્રક પાસે પહોંચ્યા; અને પોર્ન મેગેઝીનના ફોટા જોવામાં મસ્ત હમીદને ટ્રકમાંથી બહાર ખેંચી જમીન પર પછાડી દીધો. તરત જ બાકીનું કામ બીજા ઓફિસરે પતાવી દીધું. હમીદ બેડીઓમાં જકડાઈ પોલિસ વાનમાં ફેંકાઈ ગયો.

બાપુના રામભકતોની રક્ષા જાનહાની વગર થઈ ગઈ. આજુબાજુના વિસ્તાર વાળાને ખબર પણ ના પડી કે એક મોટો હત્યાકાંડ થતો રહી ગયો. સમગ્ર મામલો માત્ર વીશ મિનિટમાં મિડિયાની જાણ બહાર સમેટાઈ ગયો. લોકલ પોલિસ ડિપાર્ટમેન્ટના ઠાકુર સાહેબની કુશળતાથી ટેરરિસ્ટ હમિદને જીવતો પકડી લેવાયો.

શીલા પોલિસ સ્ટેશનના એક રૂમમાં દીકરાના સમાચારની રાહ જોતી હતી.

પૂરા બે કલાક પછી શીલાને ઠાકુર સાહેબે બોલાવી. ઓફિસમાં ડીએસપી, સીટી કમિશનર, સરકારી વકીલ અને બીજા બેત્રણ ઓફિસર હાજર હતાં.

‘શીલા, યોર સન ઈઝ એલાઈવ એન્ડ ઈન અવર કસ્ટડી. થેન્ક્સ. યોર ટાઇમ્લી ઇન્ફોર્મેશન સેવ્ડ ધી લાઈફ ઓફ યોર સન એન્ડ હન્ડ્રેડ ઓફ ઇનોસન્ટ પીપલ. યુ આર બ્રેવ મધર. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ભારત સરકાર અને સૌ ભારતીય તારા આભારી રહેશે.’

‘મારે મારા દીકરાને મળવું છે.’

‘સોરી, એને બીજી ખાસ હવાલાતમાં લઈ જવાયો છે. એને તમે મળી શકશો નહિ. એને ઘણી પૂછપરછ કરવાની છે. તમારે માટે એ જ સંતોષની વાત છે કે તમારો દીકરો જીવંત છે.’

‘મારા દીકરાનું  શું થશે?’

‘હું નથી જાણતો. એ સરકાર અને જસ્ટીસ ડિપાર્ટમેન્ટના હાથની વાત છે. અત્યારે તો તમારે જે કાંઈ જાણતા હો તે અમને શાંતિથી ગભરાયા વગર અમને જણાવો. તમારે કાંઈ ખાવું છે. લાંબા સમયથી કશું જ ખાધું પીધું નહિ હોય.’

‘ના મારે મારા દીકરાને જોયા વગર ખાવું નથી’

‘એ લાંબા સમય સુધી શક્ય નથી. શીલા બી રિયલ. આફ્ટર અવર ટોક, વી એરેન્જ ફોર યોર મીલ. હવે સૌથી પહેલાં તમારી વાત કરો. જન્મથી શરૂ કરી જે યાદ હોય તે વિસ્તારથી કહેવા માંડો. તમે જે કહેશો તે રેકોર્ડ થતું રહેશે એ જાણ માટે.’

‘મારું નામ શીલા. હું કરાંચીના ગુજરાતી લોહાણા કુટુંબની દીકરી. હું કોલેજમાં એમ.એ.નું ભણતી હતી ત્યારે  મેં મારી સાથે જ ભણતા મારા દોસ્ત અહમદખાન સાથે મારા પેરન્ટ્સની મનાઈ છતાં પ્રેમલગ્ન કરેલા. કુટુંબ સાથેનો નાતો તૂટી ગયેલો. લગ્ન પહેલાં તો અહમદે મને મારો ધર્મ પાળવાની છૂટ આપેલી પણ લગ્ન પછી એણે મારી પાસે ઈસ્લામ ધર્મ પાળવા ફરજ પાડી. હું છાનીમાની ભગવાનની પ્રાર્થનાઓ કરી લેતી. હું પ્રેગનન્ટ હતી ત્યારે અમે ફેક વિઝા મેળવીને શ્રીનગર ફરવા ગયા. ત્યાંથી અમે દિલ્હી ગયા. દિલ્હીમાં હતી ત્યારે હમિદનો જન્મ થયો. હમિદને સારી જીંદગી મળે એ ઈરાદે અમે ઈન્ડિયામાં જ રહી પડ્યા. ત્યાર પછી તો અમે ગુજરાતમાં આવ્યા. મને અહિ હાઈસ્કુલમાં નોકરી પણ મળી. મારા હસ્બન્ડ મદ્રેસા સ્કુલમાં પાર્ટટાઈમ ઈસ્લામિક કલ્ચર શીખવતા હતા. મારો દીકરો હમિદ ઇંગ્લીશ મિડિયમ મદ્રેસા હાઇસ્કુલમાં દશમા ધોરણમાં ભણે છે. ત્રણ વર્ષ પહેલાં મારા હસબંડનો કઝીન પાકિસ્તાનથી બાંગલા દેશ થઈને બાંગલાદેશી રેફ્યુજી તરીકે આવી ગયો. તેની સાથે મારા હસબન્ડે પાર્ટનરશીપમાં સિઝનલ ધંધો કરવા માંડ્યો. ચાર વર્ષ પહેલાં બ્રેસ્ટ કેન્સરમાં ટોટલ માસ્ટેક્ટોમી પછી મારામાં એણે ઈન્ટરેસ્ટ ગુમાવી દીધો હતો. એક વાર ભાઈજાને મારી હાજરીમાં જ કહ્યું હતું કે આ કાફિરકી બચ્ચી અબ તેરે કામકી હી નહિ. દૂસરી શાદી કરકે બચ્ચે બનાના શરૂ કર દે. સહેબ એ ખરાબ માણસ છે. મારે મારા હસ્બન્ડને એની સોબતમાંથી છોડાવવો છે.’

પાણીના બે ધૂંટ પીને શીલાએ પોતાની વાત ચાલુ રાખી.

‘અહામદે કઝીન સાથે ધંધામાં વધારે સમય ગાળવા માંડ્યો. હું કાંઈ પૂછતી તો મારપીટ કરતો. પણ પછી માફી માંગી લેતો. ભાઈજાને મારા હમિદને કુરાન અને ઉપરાંત હેદિથ, મહમદ પૈગંબર સાહેબની આજ્ઞાઓનું પાલન કરવાની વાતો શીખવવા માંડી. મારા દીકરાને બધા ટીનેજરની જેમ નાની ઉમ્મરથી જ ડ્રાઈવિંગ કરવાનું મન થતું હતું. ચૌદ વર્ષની ઉમ્મરે જ ભાઈજાને એની ટ્રક ચલાવતા શીખવી દીધું હતું, નાની ઉમ્મરે ગેરકાયદેસર લાઇસન્સ વગર ડ્રાઈવિંગ કરવા સામે મારો વિરોધ હતો. પણ મારું સાંભળે પણ કોણ?’

‘છ મહિનાથી મને ઉંઘવા માટે સ્લીપીંગ પીલ્સ લેવી પડે છે. ગઈ કાલે રાત્રે અચાનક મારી ઉંઘ ઉડી ગઈ.  મારા હસબંડ અને કઝિન ભાઈજાનને, મારા દીકરા સાથે બંધ બારણે વાત કરતાં સાંભળ્યા. મેં છાનામાના વાત સાંભળવા માંડી.’

‘તને બ્યુટિફુલ ગર્લ્સ ગમે છેને? છોકરીઓ મેળવવાનો સહેલો રસ્તો કાફિરોને મારતાં મારતાં જન્નત નશીન થવું. બી એ સ્યુસાઈડ બોમ્બર. જેઓ અલ્લાહને માટે કાફિરો સામે લડી રહ્યા છે, ઇસ્લામ વિરોધીઓને મારતા પોતે મરી જાય છે. એ સ્યુસાઈડ નથી શહિદી છે. કુરાનમાંતો સ્યુસાઈડની ના ફરમાવી છે. પણ કુરાદવી જેવા ઘણાં ઇસ્લામિક એક્ષપર્સ્ટો એ કહ્યું છે કે ઈસ્લામ માટે મરવું એ આત્મહત્યા નથી. અગર તૂ શહીદ હો જાયેગા તો તેરે લીયે જન્નતમેં સેવન્ટી ટુ મોસ્ટ બ્યુટિફુલ વર્જીન ગર્લ્સ વીલબી વેઈટિંગ ફોર યુ. તૈયાર હૈ? ઐશ્વર્યાસે  જ્યાદા બ્યુટિફુલ હૂર મીલેગી. મેં બારણાંની ફાટમાંથી જોયું તો એના હાથમાં પોર્ન મેગેઝીન હતું. એમાંનું નેકેડ સેન્ટર ફોલ્ડ જોતો હતો. કાલે તારે બાપુની કથા પૂરી થાય ત્યારે ફટાકડા પર લાઈટર સળગાવીને ફેંકી દેવાનું અને અલ્લાહ ગવાહ ટ્રક કથામાંથી આવતા ટોળા પર ચઢાવી દેવાની. અગર તેરે સામને મૈ, તેરે અપને પેરેન્ટ્સ ભી હો, યુ ડોન્ટ કેર. જો અલ્લાહ કે લીયે કરના હૈ વો કરના હી હૈ. અગર તૂ શહિદ હો ગયા તો જન્નતકી સેવન્ટી ટુ હૂર મિલેગી ઇટ્સ ગેરંટી. અગર ઈન્ડિયામેં જીન્દા રહેગા તો અગ્લી ગર્લ હી મિલેગી. યહાં સે કલ શામકો છે બજે તૂ નીકલેગા. શાયદ સાત બજે તું સેવન્ટી ટુ હૂરકે બીચમે એન્જોય કરતા હોગા.’

‘હું ઉંઘી શકી નહિ. દાવત માટે ઘણી રસોઈ કરવાની હતી. બધા ઘરમાં જ હતાં. ઘરની બહાર નીકળી શકી નહિ. એઓ જેવા ઘર બહાર નીકળ્યા કે તરત જ હું રીક્ષામાં અહિ આવી પહોંચી. અત્યારે મારા હસબંડ અને ભાઈજાન ક્યાં છે તે ખબર નથી.’

ઠાકુર સાહેબે પોતાના ફોન પર જેને ગીરફ્તાર કર્યો હતો તેનો ફોટો બતાવ્યો. ‘આ કોણ છે?’

‘ઓહ આતો મારા હસબંડના કઝીન ભાઈજાન છે? ક્યાં છે?’

‘એ અમારી કસ્ટડીમાં છે. શીલા તમારા હસબન્ડ અત્યારે ક્યાં છે?’

‘મને ખબર નથી. એ મારા ઘરમાંથી તો ભાઈજાન સાથે જ નીકળ્યા હતા.’

‘શીલા, આ ફોટો ધ્યાનથી જૂઓ. આ કોઈ તમારા હસબન્ડનો મિત્ર કે તમારો જાણીતો માણસ છે?’

‘ઓહ, ઓહ આતો મારા હસબંડ અહમદખાન છે. એને શું થયું?’

‘તમારા ભાઈજાને એને અગાસીમાંથી ઉંચકીને નીચે ફેંકી દીધા અને ખુદાના પ્યારા થઈ ગયા. આઈ એમ સોરી ફોર યોર લોસ.’

શીલા સાથે ઠાકુરને આથી વધુ ખુલાસાઓ કરવાની જરૂર ના લાગી. શીલા ભાંગી પડી. શીલા રડતી રહી. થોડો સમય એને રડવા દીધી. કમિશનર સાહેબે પાસે જઈને માથા પર હાથ ફેરવ્યો. અને કહ્યું ‘પ્લીઝ કામ ડાઉન એન્ડ લીસન કેરફુલ્લી’

‘શીલા, હવે તમે તમારે ઘેર જઈ નહિ શકો. તમારા માટે એ સલામત નથી. તમારા ઘરની તલાસી લેવાની છે. હજુ અમારે તમને ઘણાં સવાલો પૂછવાના છે. તમને ગવર્નમેન્ટ પ્રોટેક્શન હેઠળ આજે અજ્ઞાત હોટેલમાં લઈ જવાશે અને કાલે બીજા સ્થળે લઈ જવાશે. તમે સતત પોલિસની નજર હેઠળ રહેશો. તમને કાંઈ પણ તકલીફ નહિ પડે તેની કાળજી લેવાશે. ખરેખર તો તમે ગેરકાયદે ભારતમાં દાખલ થયા અને તમારું ફેમિલીએ ટેરરિસ્ટને સપોર્ટ કર્યો છે. હજુ ઘણી લિન્ક શોધવાની બાકી છે. આશા છે કે જ્યારે જરૂર પડે ત્યારે તમારો સહકાર મળી રહેશે. અત્યારે તો તમારા ખૂદા કે ભગવાનનો એ જ પાડ માનવાનો કે તમારો દીકરો અને તમે હયાત છો. અત્યારે તમને સિવિલ ડ્રેસમાં બે મહિલા પોલિસ ઓફિસર યોગ્ય જગ્યાએ લઈ જશે જ્યાં તમે સતત પોલિસ નિગરાની હેઠળ રહેશો. થેન્ક્યુ શીલા.’

જેહાદીની અમ્માને અજાણી જગ્યાએ લઈ જવાઈ.

(નોંધઃ આ કાલ્પનિક  વાર્તા “ગુજરાત દર્પણ” ના નવે. ૨૦૧૭ના અંક માટે બે મહિના પહેલાં લખાઈ હતી. અને નવે.નો અંક ૪ નવે. શનિવારે પ્રગટ થાય તે પહેલાં જ ૩૧ ઓક્ટોબરના રોજ ન્યુયોર્કમાં ઉઝબેકિસ્તાની ટ્રક ડ્રાઈવરે અગ્યાર નિર્દોષ માનવીઓને કચડી નાંખ્યા. આ માત્ર કાલ્પનિક નવલિકા છે.)

16 responses to “જેહાદીની અમ્મા.

  1. pravinshastri December 12, 2017 at 12:46 AM

    સાદર વંદન સાહેબ. સંપ્રત બનાવોને કલ્પનામાં ગોઠ્વ્યા છે.

    Like

  2. RMModi December 12, 2017 at 12:33 AM

    ઘણું સરસ ,સત્ય હકીકત જેવું જ આબેહૂબ લેખાંકન મને લાગેછે,આભાર,

    Liked by 1 person

  3. pravinshastri November 15, 2017 at 3:26 PM

    ના બહેન આતો માત્ર કલ્પના જ છે. જેજાદીના પરિવારમાંથી જ કોઈ પોલિસને ખબર આપે તો અનેક જીવ બચી શકે.

    Like

  4. pravinshastri November 15, 2017 at 3:23 PM

    મનસુખલાલભાઈ સાદર વંદન. આવા બનાવો બનતા જ રહ્યા છે. અને બનતા જ સહેશે. ઇસ્લામિક જેહાદીઓ ભલે માત્ર એકને જ મારે તો પણ અલ્લાહને માટે જ કર્યું છે એવું માને છે. આ બધું ક્યારે અટકશે? આ તો માત્ર મારી કલ્પના જ છે. પણ આવું બનતું જ રહેવાનું.

    Like

  5. મનસુખલાલ ગાંધી November 5, 2017 at 1:25 AM

    આવું ઘણી વાર બને છે કે કલ્પના હકીકતમાં પણ બની જતી હોય છે..

    તમારી કલ્પના શક્તિને સો સલામ.. સર્જકો આર્ષદ્રષ્ટા હોય છે એવું સાંભલ્યું છે તેના દર્શન પ્રવિણભાઇમાં થયાં. બનાવની આગોતરી જાણ પ્રવિણભાઇને થઇ ગઇ અને આપણને સરસ વાર્તા વાંચવા મલી એ આપણું સદ્ભાગ્ય.

    સરસ વાર્તા …………..

    Liked by 1 person

  6. Anila Patel November 4, 2017 at 12:11 PM

    સર્જકો આર્ષદ્રષ્ટા હોય છે એવું સાંભલ્યું છે તેના દર્શન પ્રવિણભાઇમાં થયાં. બનાવની આગોતરી જાણ પ્રવિણભાઇને થઇ ગઇ અને આપણને સરસ વાર્તા વાંચવા મલી એ આપણું સદ્ભાગ્ય.

    Liked by 1 person

  7. pravinshastri November 2, 2017 at 10:37 PM

    સતિશભાઈ આ તો સાંપ્રત સમસ્યા છે. અને ગંભીર વાત છે. બધાને આ વાતની ચિંતા છે.

    Like

  8. pravinshastri November 2, 2017 at 10:33 PM

    આપના પ્રેમ બદલ આભારી છું.

    Like

  9. pravinshastri November 2, 2017 at 10:32 PM

    આપ[અનો ઘણો જ આભાર વિનોદભાઈ. સાદર વમ્દન.

    Like

  10. સતિશભાઈ પરીખ November 2, 2017 at 9:35 PM

    adbhut. tamari vichaxan buddhumataa ne dhanyavaad aapva j ghate.

    Liked by 1 person

  11. સુરેશ November 2, 2017 at 4:46 PM

    તમારી કલ્પના શક્તિને સો સલામ.

    Liked by 1 person

  12. Pingback: 1125- જેહાદીની અમ્મા …. નવલિકા …… શ્રી પ્રવીણ શાસ્ત્રી | વિનોદ વિહાર

  13. pravinshastri November 1, 2017 at 8:21 PM

    Thanks, Vinodbhai. I heard intial report from my car radio and news reporter said he was from Pakistan. I will correct. thanks again.

    Like

  14. Vinod R. Patel November 1, 2017 at 2:32 PM

    શ્રી પ્રવીણભાઈ .

    વાર્તાને અંતે ”ન્યુયોર્કમાં પાકિસ્તાની ટ્રક ડ્રાઈવરે ” છે એ સુધારી ” પાકિસ્તાની ” ને બદલે ઉઝ્બેગી ” કરવા જેવું છે.

    ન્યુયોર્કનો આતંક વાદી મૂળ ઉઝ્બેગીસ્તાનથી આવીને અમેરિકામાં વસ્યો હતો.આ દેશ પહેલાં રશિયાનો ભાગ હતો.

    Liked by 1 person

  15. Vinod R. Patel November 1, 2017 at 1:19 PM

    સુંદર જાસુસી વાર્તાને ટક્કર મારે એવી આતંકવાદના હાલના સળગતા પ્રશ્ન ઉપર રચાએલી આ વાર્તા ખુબ ગમી ગઈ .

    ન્યુયોર્કના દુખદ આતંકી હુમલા પહેલાં લખાએલી આ વાર્તા અને ન્યુયોર્કના ટ્રકથી કચડી નિર્દોષ એક ડઝન માનવીઓનો જીવ હણનાર દુખદ આતંકી ઘટનાનું સામ્ય આશ્ચર્યજનક છે. સારો વિચારક હોય એ લેખક જ એ કરી શકે જે તમે કરી શક્ય છો, પ્રવીણભાઈ .એ માટે આપને ધન્યવાદ ઘટે છે.

    Like

  16. જીગીષા November 1, 2017 at 11:21 AM

    કલ્પના બહુ સરસ,

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: