ફેક ન્યૂઝ: ખોટાં, બનાવટી કે તરકટી સમાચારની વાત
एक आंसू भी हुकूमत के लिए खतरा है, तुमने देखा नहीं आंखों का समंदर होना. -मुनव्वर राना
ગુજરાતમાં ચૂંટણીનો જોરશોર છે. સમાચારમાં સ્વાભાવિક રીતે ચૂંટણી છવાઈ ગઈ છે. ભાજપ પાસે કોંગ્રેસની ભૂતકાલીન મેલી મથરાવટીનો મુદ્દો છે. કોંગેસ પાસે ભાજપની નોટબંધી, જીએસટીનાં આડેધડ અમલ અને વધતી મોંઘવારીનો સાંપ્રત મુદ્દો છે. ગયા વર્ષે નોટબંધી થઇ ત્યારે એક સેવા નિવૃત્ત લશ્કરનાં જવાન નંદલાલ એટીએમની લાઈનમાં આંસુ વહાવી રહ્યા હતા, એવા ફોટા સાથે રાહુલ ગાંધીએ મહાન શાયર મુન્નવર રાણાનો ઉપરોક્ત શેર, સર્જકનું નામ લખવાનાં સૌજન્ય દાખવ્યા વગર, થોડા દિવસો પહેલાં ટ્વીટ્યો. તે પછી ન્યૂઝ એજન્સી એએનઆઈએ નંદલાલ પાસે જઈ એની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી. નંદલાલે કહ્યું કે ખરેખર તો નોટબંધીથી સમૂળગાનો ફાયદો થયો છે. લો બોલો! તે પછી ભાજપે કોંગ્રેસ પર ‘ફેક ન્યૂઝ’ ફેલાવવાનો આરોપ મુક્યો. અમને શબ્દો મળ્યા ‘ફેક ન્યૂઝ’ અને અમે રચી ફેક ન્યૂઝની સાચી શબ્દસંહિતા.
ફેક એટલે ખોટાં, બનાવટી કે તરકટી. આમ ઉપરથી…