પચરંગી પરપોટા – સુરેન્દ્ર ગાંધી

  

bubble

પચરંગી પરપોટા

s-gandhi 

                                              લેખક: સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી 

તાજેતર માં ખ્યાત નામ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ખાનગી માં થયેલી કામોપાસના ના હવાલા ના હિસાબ કિતાબ   ” સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ”  ની ખાતાવહી રૂપે પ્રગટયા છે. કામરસ નો કળશ છલકાયો અને બે નમ્બર માં થયેલા સોદા ઉઘાડા પડ્યા જેની કલંકિત  કાળી  શાહી ની અમાસ  ઉજળા ચારિત્ર્યવાનચેહરા ઉપર છવાઈ ગઈ. અને ‘ મી ટૂ યાને કે “હમ ભી કુછ કમ નહીં” નું એલાન કરતી અબળાઓએ કેટલા સબળા મુછાળાઓ ને બદનક્ષી ની બદબો માં સબડતા કરી દીધા. ભલભલા મહારથીઓ , મહન્તો જેવા ઓ અરથી ઉઠે અને એમના માન માં શોક્સભાઓ યોજાતા પેહલા ખરતા તારા ને પણ શરમાવે એવી ઝડપે ધૂળધાણી થઇ ગયા. હવે લાગે છે કે મરતા પેહલા મસાણે આ પ્રમાણે જવાય.

                           ભાષા શુદ્ધિ ના આગ્રહી ભાવુકો ના તૃપ્ત્યાર્થે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ને કામરસ ની કામાયણ કે રતિક્રીડા ના રમખાણ કે પછી છિનાળ છમકલાં નું મથાળું મારવું? 

                           અબળાઓના લાભ લેનાર નરપિશાચોએ ધોખો ખાધો ! ઉદારતા થી કોઈ અબળા ને”તુલસી મેરે આંગણ કી” કહી ને  અપનાવી ને શોભાયમાન કરી , પાડોશી ના ચૂલા માં થી આગ ને આમઁત્રી ને પોતાની જ વાત લગાવી. ઘર ની મોંઘીદાટ ગાડી  લેક્સસ, બેન્ટલી, ફરારી, બીમી, બેન્ઝ, મઝરાટી હોય કે સીધી સાદી ટકાઉ જાપાનીઝ  કાર વાપરવાને બદલે “ઉંબર” માં આરૂઢ થયા  કે પછી ગરમ તવા ના તાતપર્ય માં તરબોળ થઇ ને રોટલો શેક્યો અથવા રોજ ની રૂઢિચુસ્ત રસોઈ જમવાને બદલે કોઈ આકર્ષક ભોજનાલય ના અવનવા ભાવતા ભોજન ઝાપટ્યા એના ગોકીરા માં બચાડા ગરીબડાઓ ની ગરબડ થઇ ગઈ.

              આજના હાઈટેક યુગ માં રામાયણ ને બદલે કામાયણ નું પ્રભુત્વ વ્યાપક બન્યું છે. વાસ્તવ માં આ કામાયણ એક યા અન્ય સ્વરૂપે પ્રાચીન અને અર્વાચીન છે. અમરાપુરી માં મેનકા હોય અને ધરતી પર મોનીકા હોય. મકસદ માં બેઉ મતલબી. 

                        પુરાતત્વ ખાતા ના નિષ્ણાતો ને શરમાવે એવા પુરાવા રજૂ કરી ને સમય ના વહાણાં વીત્યા બાદ કરેલા કરતૂતો પર બાઝેલા પોપડા ઉખાણી ને પ્રૌઢાવસ્થા ને વરેલા પુરુષો ને, એક જમાના માં ઉજવેલી હવસ હોળી ના વર્ષો બાદ નાળિયેર બનાવ્યા. 

                         

               આ સામાજિક અનિષ્ટ માં પ્રતિષ્ઠિત અને નામચીન સ્ત્રી, પુરુષો અને સામાન્ય જનો  સ્વેચ્છાએ કે અનિચ્છાએ સઁડોવાય છે અને પ્રસિદ્ધિ પરાકાષ્ટા એ પહોંચે છે. નામચીન શું કામ? ઉતરતા સ્તર ની મહિલાઓ પણ આવી વર્તણુક નો ભોગ બને છે. મહદ અંશે અનિચ્છા એ, પણ આ બાબત ની નોંધ ભાગ્યે જ લેવાય છે. જયારે પ્રતિષ્ટિત સ્ત્રીઓ ની આવી વર્તણુક ના વિવરણ થાય, હોંકારા થાય અને સહાનુભૂતિ થી એમને નવાજવા માં આવે. જયારે મોટા ભાગ ની સામાન્ય સ્ત્રીઓ ને થયેલી વિટમ્બણા પડઘાતી નથી. આવી  બીનાઓ થી એક પરિવર્તન પ્રજ્વળે છે પ્રવચનો પ્રસરે છે અને પાછું એનું એજ…

             સ્ત્રીઓ આવી ઘણી વાર આવી વર્તણુક  ધ્યેયસિદ્ધિ માટે અથવા ચડઘીયાતાપણું હાંસલ કરવા માટે અપનાવતી હોય એવું બને? પણ આમ કરતી વખતે  સારાનરસા ના લાભાલાભ નજર અંદાજ થઇ જતા હોય ખરા?  અને અચાનક સો ચૂહા મારી ને હજ કરવા જતી મજગુરુ સતી સાવિત્રી બને છે. 

                     મહાનુભાવો,પ્રતિષ્ઠિત પુરુષો, જેમણે સિદ્ધિ ના શિખરો સર કર્યા હોય, ખુબ જેહમત થી કંઈક બન્યા હોય , એમની આવી કઢંગી હાલત કેમ થાય છે?  કદાચ એમની પરિપક્વતા માં કે પરિપૂર્ણતા માં અધૂરપ અથવા ખાલીપા નો અનુભવ થતો હોય, કદાચ એમના દામ્પત્ય ની નિકટતા કેહવા પૂરતી જ હોય. 

                       હું મનોવૈજ્ઞાનિક નથી અને આ વિષય મારા ગજા બહાર નો છે.  આ તો મારા ભેજાં ના પચરંગી પરપોટા નું પારાયણ છે. પણ એટલું તો નક્કી જ છે કે બે હાથ વગર તાળી ન પડે અને બિલાડી ના પેટ માં ખીર ન તકે અને કોના પેટ માં વાત  ન  ટકે એની ચોખવટ કરી ને મારી સલામતી જોખમાય એવું હું નહીં કરું…………

 

 

4 responses to “પચરંગી પરપોટા – સુરેન્દ્ર ગાંધી

  1. pragnaju January 21, 2018 at 9:08 PM

    સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સમાચારમા રોજનો વિષય બન્યો છે.જેટલી સંપતી વધુ તેટલો ડર વધુ…
    ૩૦-૪૦ વર્ષ પહેલા કથિત વાતની રજુઆત થાય !
    અને સેટલમેંટ થાય !!
    તો ખોટી સતામણી માટે ડૉ દીપક ચોપરા જેવાએ લડીને સામનો પણ કર્યો છે

    Like

  2. vimala January 15, 2018 at 11:43 AM

    “પણ એટલું તો નક્કી જ છે કે બે હાથ વગર તાળી ન પડે ” અનગણિત % સાચી વાત કહી સાહેબ.

    Liked by 1 person

  3. pravinshastri January 14, 2018 at 8:43 PM

    આપની વાત તદ્દન સાચી છે. પહેલાં વિક્ટિમ પોતે પણ જાણે ગુનો કર્યો છે એવો ભાવ અનુભવતી. આજે ધીમે ધીમે હિમ્મત ઉઘડતી જાય છે. આ ચાલતું આવ્યું છે અને કમનસીબે ચાલ્યા જ કરશે. હી સેઇજ – સી સેઇજ માં સત્ય કોવાયા કરશે.

    Like

  4. Sanjay-Smita Gandhi January 14, 2018 at 4:36 PM

    સરસ વાત કહી : “બે હાથ વગર ટાળી ના પડે”….

    આજ વાત જયારે મેં અહીંયા સોશ્યિલ મીડિયા પર કરી તો મોટેભાગે ની નારી મિત્રો અને થોડા પુરુષ મિત્રો નો જવાબ એ મળિયો કે જે સમયે આ નારી ઓ નું શોષણ થયું હતું એ સમયે એમની પાસે સોશ્યિલ મીડિયા નામ નું હથિયાર ના હતું….ટૂંક માં કહું તો આજે નારી કે નર એમ્બૂ મન્તવ્ય ખુલ્લે આમ કરી શકે છે જે આજ થી ૪૦-૫૦ વર્ષ પેહલા ના થાય શકતું…..

    આ પણ એક એરા જ છે જે આપણે એમાંથી પસાર ઠયીશું …. હા એ પણ જરૂરી છે કે આપણા અંગત વિચારો ને કાબુ માં રાખવા ઘણા જરૂરી થાય ગયા છે….ખાસ કરી ને કોર્પોરેટ ની દુનિયા માં …

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: