Bloody Mary -A Spicy Drink
સ્પાઈસી ફૂડ ખાવાનું તો બહુ ચટપટું અને મજાનું લાગે જ પણ આજે એક એવું ડ્રિન્ક ઈન્ટ્રોડ્યુસ કરવું છે કે જે આલ્કોહોલિક હોવા છતાં ય સ્પાઈસી છે અને સાથે સાથે ન્યટ્રિશનલ બ્રેકફાસ્ટ પણ છે. એટલું જ નહિ પણ ગઈકાલનો હેંગઓવર ઉતારવા માટેનું મારણ પણ છે. બોલો આનાથી વધુ બીજું શું જોઈએ?
અને હા, જો તમે આલ્કોહોલ પસંદ ના કરતા હોવ તો તમે નોન આલ્કોહોલિક વર્ઝન (વર્જિન બ્લડી મેરી) પણ બનાવી શકો છો.
Bloody Mary એ ટોમેટો બેઝડ કોકટેઇલ ડ્રિન્ક છે કે જેના અલગ અલગ ઘણા વર્ઝન અવેઇલેબલ છે. આજે એનું ક્લાસિક વર્ઝન અહીંયા રજુ કરું છું. જો ગમે અને ભાવે તો એમાં ઘણા બીજા વેરિએશન પણ કરી શકાય એમ છે. બ્રન્ચ (બ્રેકફાસ્ટ અને લંચનું મિક્ચર એટલે બ્રન્ચ – જેમાં મોટા ભાગની વાનગીઓ બ્રેકફાસ્ટની હોય છે પણ બ્રેકફાસ્ટ કરતાં વધુ વાનગીઓ હોય અને એમાં લાંબો સમય લાગે છે.) દરમ્યાન પીવાતાં ડ્રિન્ક્સમાં બ્લડી મેરી એ શિરમોર છે. ફલાઇટમાં જયારે જમવાનું અવેઇલેબલ ના હોય ત્યારે આ ડ્રિન્ક હું યુઝ કરું છું. ચાલો પહેલા એના ઇન્ગ્રિડિયન્સ નોટ કરી લઈએ.
1 લેમન વેડઝ
1 લાઇમ વેડ્ઝ
60મીલી પ્રીમિયમ વોડકા
120 મીલી ટોમેટો જ્યુસ
1/2 ટી સ્પૂન ટોબેસ્કો સોસ
1 ટી સ્પૂન વોર્સેસ્ટરશાયર સોસ (Worcestershire)
એક ચપટી સોલ્ટ
એક ચપટી બ્લેક પેપર
ગાર્નિશ- સેલરી સ્ટીક, લાઇમ વેડ્ઝ
એક મોટા ગ્લાસની ધાર પર લેમન કે લાઇમની ચીરી વડે એનો જ્યુસ લગાડી એની પર સોલ્ટ લગાડો. ગ્લાસની રિમ પર થોડું મીઠાનું કોટિંગ લાગી જશે. એમાં અડધે સુધી આઈસ ક્યુબ્સ ભરીને એક સાઈડ પાર રાખો. શેકરમાં વોડકા, ટોમેટો જ્યુસ, ટોબેસ્કો સોસ , વોર્સેસ્ટરશાયર સોસ, ચપટી સોલ્ટ, ચપટી બ્લેક પેપર, થોડું પેપ્રીકા પાવડર નાખીને બરાબર શેક કરો. આ મિશ્રણને આઇસક્યુબ ભરેલા ગ્લાસમાં રેડો. એમાં સેલરી સ્ટીક અને લેમનની વેડ્ઝ ભરાવીને ગાર્નિશ કરો. અને બ્રન્ચની અવનવી વાનગીઓ સાથે આ કલાસિક ડ્રિન્કનો લુફ્ત ઉઠાવો.
આ ડ્રિન્કના નામ વિષે ઘણી વાયકાઓ છે. એવું કહેવાય છે કે 1920માં ફર્નાન્ડ પેટીઓટ નામના બાર-ટેન્ડરે પેરિસમાં હેરી’ઝ ન્યુયોર્ક બારમા પહેલી વાર ટોમેટો જ્યુસ અને વોડકાના સંમિશ્રણથી એક ડ્રિન્ક બનાવ્યું. બારમા બેઠેલા શખ્સ સાથે વાત કરીને એણે Bloody Mary નામ આપ્યું અને પછી આ ડ્રિન્ક વિશ્વ વિખ્યાત બની ગયું.
વર્જિન બ્લડી મેરી !
વાહ..
.જરુર બનાવીશું.
.
.
.
.
.
નામ પરથી તો કારનીવૉરસ લાગે
.
.
.
.
LikeLike