સૌજન્યઃ ફેસબુક મિત્ર
ની ફેસબુક પરની એક વાંચવા-વિચારવા જેવી પોસ્ટ.

#ભણેલા_Vs_અભણ
#એક_ઘા_ઘાંચીનો
#અભણ_આટલું_વાંચી_ન_શકે
#ભણેલાં_મોજ_કરો

પાર્ટ – 2

” મુર્ખ સાથે દલીલ કરવી મતલબ ત્યાં બે મુર્ખ છે” આ કહેવત નહીં પણ સત્ય કથન માનવ ઉત્પતિ કાળથી ચાલ્યું આવ્યું છે. શૈતાન મુર્ખ હતો એટલે આદમને આર્ગ્યુમેન્ટ માટે સ્પષ્ટ મનાઈ ફરમાવતી આકાશવાણી થઈ હતી. તો પણ મુર્ખના ખાલી ખોપડામાં કંઈક ઉતરે તેમ કરી આદમે મહેનત જારી રાખી હતી. એ દોઢ ડહાપણનો નિયમ પણ આદિકાળથી ચાલતો આવ્યો છે. એટલે અમો પણ નરસાઈ પર સારાઈની વકીલાત કરી જ લઈએ.
મુદ્દો એ છે કે આ દુનિયામાં ભણેલા ચતૂર કે અભણ શાણાં?
સૌપ્રથમ એક ખુલાસો ચર્ચાકારો સાથે કે અભણ, નિરક્ષર અને ડફોળ એ ત્રણેય અલગ વાતો છે. અભણો સાવ નિરક્ષરની જેમ ડફોળ જેવી વાતો કરે અને સાથે હાં એ હામી ભરનારાઓ મળે તો એક નવો સમૂહ ઉભો થાય છે જેને મહાઠગબંધન કહેવાય છે.😜

– ભણવું અને પૈસા કમાવવા બન્ને અલગ વાતો છે. ન ભણીને પણ પૈસાદાર બન્યો એટલે ભણતર નકામું છે એ દલીલ વાહીયાત છે. અધધ પૈસા તો દારુની ખેપ મારનારો પણ કમાય જ છે.

– હવે આ અભણો સાથે દલીલ કરવી એટલે દિવાલ સાથે માથાં અફાળવા જેવું છે. તેમની પાસે બે ત્રણ ઉદાહરણો છે તેની સાથે જ તેઓ જિંદગી આખી પૂરી કરે છે. બિલ ગેટ્સ અને એકાદ બે રાજકારણીની વાતો ઠોકે રાખે કે તેઓ ભણ્યા નથી તો પણ પોતપોતાના ક્ષેત્રમાં સફળ છે. કોણે કહ્યું બિલ ગેટ્સ નથી ભણ્યો? ડફરોને પહેલાં એ સમજાવો અમેરિકન એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે ત્યાં દસમા ધોરણમાં ભણતું છોકરું પણ PhD થઈ શકે છે. તમે જો જ્ઞાનનો ભંડાર પ્રાપ્ત કર્યો હોય તો સરકાર તમને સંસોધન માટે વાતાવરણ પૂરું પાડે છે.

– માઈક્રોસોફ્ટ એકલાં બિલ ગેટ્સ પર નથી ઉભું. એક ચીપથી કોમ્પ્યુટર નથી બનતું. તેમાં એનોડ, કેથોડ, ડાયોડ, ઈન્વર્ટર, કન્વર્ટર, અનેક આઈસી, અનેક ટ્રાન્ઝિસ્ટર, રિસેપ્ટર, મોનિટર, મધરબોર્ડ, સીપીયુ, થર્મોસ્ટેટીક સિસ્ટમ, જેવાં અનેક કમ્પોનન્ટ લાગે છે ત્યારે જઈને એક કોમ્પ્યુટર સાકાર બને છે. કહેવાનો મતલબ બિલ ગેટ્સ ઉભો છે તો અનેક ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક, આઈસી, સોફ્ટવેર, હાર્ડવેર એન્જીનીયર અને આર્કીટેકચર ત્થા માર્કેટિંગ નિષ્ણાત મેનેજર્સ, ઈન્વેસ્ટર્સને લલચાવી લાવતા સ્ટેટેસ્ટીસીઅનના સહારે જ. જે ભણેલા છે.

– રાજકારણી પોપટ જેમ બોલે છે અને બેફામ યોજનાઓ ય બનાવે, તે તેમનું ભેજું નથી હોતું. હે અભણો..! પીએમઓ અને સીએમઓમાં અનેક આઈએએસ કામ કરતાં હોય છે. તેની તમને ખબર જ હશે. સચિવ એટલે શું એ જ ખબર ન હોય એ અભણો બિચારા એમ જ સમજે ને ઓછું ભણેલી સ્મૃતિ ઈરાની કોલેજનો પાઠ્યક્રમ નક્કી કરે છે અને અરૂણ જેટલી બજેટ બનાવે છે.
રે મુર્ખાઓ…! આર્થિક સલાહકારો, શિક્ષણવિદોને ખભે તેઓ ઊભા હોય છે.

– દરેક બિઝનેસમેનની શાખ અને તેનાં બિઝનેસનો વિસ્તાર તેમના સીઈઓ પર નિર્ભર હોય છે. જે ખૂબ ભણેલાં હોય છે.

– ટાટા, અંબાણી, બિરલા આ બે ત્રણ જ નામ તમે જાણતાં હોવ તો એ પણ જાણો કે તેમને તેમનાં સંતાનોને ઉચ્ચ અભ્યાસ સૌથી પહેલાં અપાવ્યો છે. અને તેમનો નેશનલ બિઝનેસ ઈન્ટરનેશનલ બન્યો તેમાં તેમનાં ખૂબ ભણેલાં સંતાનોનો વાઘફાળો છે.

– બિઝનેસમેન ફડચામાં જાય છે આજસુધી એકપણ સીઈઓ નાદાર નથી થયો. દિમાગ ન દોડાવો એ ભણતરનો જલવો છે.

– ગમે તેવો મોટો અબજોપતિ અભણ શેઠિયો હોય, પોત્રની ઉંમરના ડોકટર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે અદબ વાળીને ચૂપચાપ જ બેસે છે.

– સુપરસ્ટાર કે મેગાસ્ટાર પણ ભણ્યા વગર નથી બનતાં. રજનીકાંતની વાત અલગ છે એ માનવ પ્રજાતિમાં નથી ગણાતો😜

– આજ સુધી એકપણ નોબલ પારિતોષિક અભણને નથી મળ્યું.

– રાજ વિદ્વાન બિરબલે કરે છે અને અભણ લોકો અકબરના પગ દબાવતા રહી જાય છે.🤣🤣

– અભણ ગમે તેટલાં ફાંકા મારે , ગમે તેવો ઘનપતિ બની જાય પણ સામાન્ય ગ્રેજ્યુએટ છોકરી પણ તેને લલ્લુ બનાવી દે છે. મોલમાં ગેંગેં ફેંફેં બનતાં અભણ ધનકુબેરોને અમે સગી નજરે જોયાં છે. સેલ્સગર્લ બિચારી એટલું જ બોલી હોય કે
” મે આઈ હેલ્પ યૂ સર?”.
અને પેલો અભણ ભળતું જ સમજી બેસે છે. લેવા નીકળ્યો હોય નાડું અને લઈ આવે ફર્નીચર સહિત આખું ઘર.😜
એરપોર્ટ પર બોર્ડીંગ પાસ અને કસ્ટમ કલીયરન્સમાં અભણોની આખી જાતિ અલગ જ તરી આવે. જાણે માથે શીંગડા લાગેલા હોય તેવાં અલગ જ તરી આવે🤣🤣

– આ અભણો ન હોત તો જિંદગીમાં કેટલી મજા અલિપ્ત રહી જતી. રેસ્ટોરાંમાં અનેક કરોડપતિઓને કાંટા ચમચી સાથે સંધર્ષ અમે કરાવ્યો છે. અને ફિંગર બાઉલમાં ફીરકી પણ લીધી છે. ગરમ પાણીમાં લીંબું નીચોવીને પીવડાવ્યું છે. 😜

– ડ્રાઈવરને પાર્કીંગમાંથી ગાડી લઈ આવવા કહ્યું. ભાઈએ ત્યાં સેલ્ફિ ખેંચી અને એફબી પર અપલોડ કરી દીધી. સાંજે નિરાંતે હું ફેસબુક સક્રોલ કરવાં બેઠો. ડ્રાઈવર બાબુનો ફોટો દેખાયો. અહાહા બારસો લાઈક્સ હતી. મોબાઈલમાંથી મોઢું ઉંચુ કરીને જોયું તો સામે ડ્રાઈવર ઉભો હતો. ” साब, वो बारहसो रुपये एडवांस चाहिए था”। મેં કીધું લ્યા આટલી બધી લાઈક્સ છે પેટ ભરીલે ને..😊

– બિચારો અભણ કુટણખાને પણ કૂટાય. જે હૂકર પાંચસોમાં તેને મળતી હોય, તેને જ ડેનિમ પહેરાવી તેને મોઢે ” એક્સક્યૂઝ મી” બોલાવી પાંચ હજાર ખંખેરી લેવાય.

– માલથી લધાયેલા ગાડાને ખેંચે તેને બળદ જ કહેવાય

– બે ઘર પાસે હોય. એક હવેલીમાં રહેતો કરોડપતિ અભણ અને એક ફીક્સ પગારવાળો ભાડાનાં મકાનમાં રહેતો શિક્ષક. નિઃશક શિક્ષકનું સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ અભણ શેઠિયા કરતાં અનેકગણું ઊંચું જ હશે.અને શેઠિયો હંમેશા અચરજથી તાકતો અભિભૂત જ જોવા મળશે.

– રે અભણો… શુકર મનાવો કે ભણેલાઓને લીધે દુનિયા સલામત છે. તમારાં મતે ઓછું ભણેલા લોકો નેતા બની રાજ કરે છે. પણ એ જ રાજાઓ જ્યારે એકબીજા સાથે વાટાઘાટો કરે ત્યારે એકબીજાને સમજવાની અક્કલ તો હોય નહીં. ત્યાં એ જ ભણેલા લોકો કામ લાગે છે. ટ્રાન્સલેટ કરી આપે. હવે આ ભણેલા જો વિફરે કે બગડે તો શું થાય? માનો કે ટ્રમ્પ અને કીમ જોંગની વાતચીત ચાલે છે. ટ્રમ્પ કહે છે ..
” પ્લિઝ ડોન્ટ બી સ્ટબબર્ન..”

ટ્રાન્સલેટર .” સર, તમને ટ્રમ્પે એવું કહ્યું કે આ પેટાળો કેવો ભદ્દો લાગે છે. એનાથી કંઈ થવાનું નથી, ખોટી હાંકે છે. એને જે ઉખાડવું હોય તે ઉખાડ લે..”

પછી શું થાય…..??🤣🤕🤕

પાર્ટ – 1

“કાબેલિયત ગમે તેટલી હોય, ટાઈમીંગ વગરની વિદ્વતા લીજેન્ડને લાયક વ્યક્તિને પણ બેવકૂફ તરીકે જ પ્રસ્તુત કરે છે.” ત્રેવીસમી સદીમાં આ વાક્ય બોલાતું હશે કે એકવીસમી સદીમાં એક ઈરફાન નામનો મહાન ફીલસુફ થઈ ગયો તેને કહ્યું હતું. 😜😜
સોશિયલ મીડિયા એટલે જિંદગીનો ભાર ઓછો કરી હળવા બનવાનો સ્પેશ પ્રોવાઈડ કરતી જગ્યા. થોડાં કટાક્ષ, થોડી ટીખળ, થોડી ચિંતા, થોડું જ્ઞાન જેવાં અનેક ટાઈમપાસ ઈન્ગ્રીડીઅન્ટ મેળવી બનાવેલું મોકટેલ. આઝાદીની અભિવ્યક્તિ માટેનું મોકળું મેદાન. તમે જ અંહી રાજા છો. તમારી વૉલ એ તમારું સામ્રાજ્ય છે.તમારી વૉલના બાકોરાને બારી બનાવી તમે કોઈને કાંકરીચાળો પણ કરી શકો ,સળી પણ કરી શકો અને સાવરણી પણ બનાવી શકો.
એન્ડ ઓફ ધ ડે તમે અંહી વર્ચ્યુઅલ મોજ કરવાં જ ભેગાં થયેલાં લોકોનો સમૂહ અને આડકતરી રીતે ઓશો લાઈકર છો.
એપલ-સેમસંગ, ભક્ત-અભક્ત, ગપ્પું-પપ્પુ, ફાફડા-ગાંઠીયા… વખતોવખત પિપલ્સને કનેક્ટ થવાં એક મુદ્દો મળતો રહ્યો છે. અને ખેલદિલીપૂર્વક આનંદિત વાતાવરણમાં ઓનલાઈન યુદ્ધો પણ લડાયા છે. ખરેખર મોજ પડી હતી દરેક વખતે. પણ નવું યુદ્ધ થોડું અરુચિકર છે. ‘ભણેલા-અભણ’નું યુદ્ધ પણ એઝ એક્સપેક્ટેડ હાસ્યની છોળો ઉડાવે એવું છે. પણ આ વખતે મિસાઈલો મીસટાઈમ છૂટી છે. એવાં વખતે જ્યારે બાળકો બોર્ડની પરિક્ષાઓ આપી રહ્યા હોય, ભણતરની કોઈ વેલ્યુ નથી તે ગણાવવું બાળકોનું મોરાલ તોડનારી વાત છે. થોડું તો ઔચિત્ય જેવું કંઈક હોવું જોઈએ ને? મરણના ઘરે નાગીન ડાન્સ ન કરાય એટલી અક્કલ તો અભણમાં પણ હોય, હા એ સાવ ડફોળ હોય તો વાત અલગ છે. તેને સહિયર પૂર્તિના ફોટા જ જોઈને ખુશ રહેવા દો…!!!