7 thoughts on “‘પ્રત્યાયન નહીં તો સાહિત્ય નહીં’ શ્રી બાબુ સુથાર

 1. ચિંતનાત્મક અભ્યાસુ લેખ
  નવું જાણવા માણવા મળ્યુ
  પ્રત્યાયનની વ્યાખ્યા બૃહદ છે અને અમુક લોકો માને છે કે માનવની માફક જ પ્રાણીઓ પણ પ્રત્યાયન કરતા હોય છે અને અમુક લોકો ખુબ જ સંકુચિત છે જેઓ માત્ર સાંકેતિક ક્રિયાપ્રતિક્રિયા ના માનવીય માપદંડની મર્યાદામાં રહીને જ મુલવે છે.
  સાહિત્ય કૃતિને વાંચવા,સમજવા અને કૃતિ વિષે કંઈ કહેવા અંગેનું સરસ માર્ગદર્શન.

  Liked by 1 person

 2. પ્રભુલાલભાઈ. લાંબા સમયે આપનો પ્રતિભાવ મળ્યો. શ્રી બાબુભાઈ ભાષાવૈજ્ઞાનિક છે. અંગત રીતે એ મારો વિષય નથી. સમજ પણ નથી. મને ફેસબુક પર મુકાયલી એમની આ વાત ગમી ” અહીં મને વિત્ગેન્સ્ટાઈન નામનો ફિલસૂફ યાદ આવે છે. એ કહે છે કે જો હું ચીની ભાષા ન જાણતો હોઉં અને સામેનો માણસ મારી સાથે ચીની ભાષામાં વાત કરે તો મને એમ લાગશે કે એ માણસ મારા કાનમાં કોગળા કરી રહ્યો છે.” ભલે ભાષા મારી ગુજરાતી જ હોય પણ મને ન સમજાતી વાત તો મારા પર ટોર્ચર થતું હોય એમ જ લાગે. વારી વાતો વાંચતા રહેજો. કુશળ હશો.

  Like

 3. ગાંધીજીએ તેમની આત્મકથામાં જો અલંકારી ભાષાનો ઉપયોગ કર્યો હોત તો તેમની આત્મકથાની નકલો બહુ નાં ખપત અને લોકો સુધી તેમનાં જીવનની વાત પહોંચી ના શકી હોત.
  અંગ્રેજીનો દાખલો લઇએ તો તે ભાષામાં હજારો પુસ્તકો લખાય છે અને લાખોમાં વેચાય પણ છે, આ ભાષા જેઓ જાણતા હોય તે વાંચી અને પોતાની રીતે સમજે,અર્થઘટન પણ કરે.
  શ્રી બાબુ ભાઈ સુથાર આ નિબંધ લખીને કૈક એવું પુરવાર કરવાની કોશિશ કરી છે કે સમજાય તો વાંચવું નહિતર આગળ નાં વધવું,આ સંદેશ ઠીક નથી.
  દરેક વ્યક્તિ જે કઈ વાંચન કરે છે તેમાં તેને કૈક નવું જાણવા નું મળે અને જીવનમાં ઉપયોગી થાય એવો હેતુ સહજ હોય છે.
  કોઈ પણ લેખક જે કાઈ લખશે તે જો સરળ ભાષામાં નહિ હોય તો તેમની
  લેખનપટ્ટીની દુકાન નહિ ચાલે. સાહિત્ય લખી આમ જનતામાં લોકપ્રિય
  થવાનો ચાવી આજ છે સરળ,સાદું અને ચોટદાર ભાષામાં સાહિત્ય લખો.
  લિ.પ્રભુલાલ ભારદિઆ

  Liked by 1 person

 4. સંસ્કૃત અનેક ભાષાની જનની છે, પણ બહ લોકો નથી અપનાવી શકતા.. અઘરી કરતાં પણ, લાંબા લાંબા શબ્દો જોડાક્ષરો વગેરે સામાન્ય લોકોના મગજમાં ન બેસે. એટલેજ જે ભાષા લોકો સમજી શકે, જે લખ્યું હોય તે બધા સમજી શકે એજ ભાષાનું સાહિત્ય લોક્ભોગ્ય બને.

  કોઈ પણ સાહિત્ય કૃતિને વાંચવા,સમજવા અને કૃતિ વિષે કંઈ કહેવા અંગેનું સરસ માર્ગદર્શન.

  Liked by 1 person

 5. નમસ્તે, બાબુભાઇ, તમારા લેખને સમજવા પણ કોડની જરુર પડે, મારા જેવા અલ્પજ્ઞાનીને ખાસ. દા. ત. ‘પ્રત્યાયન,
  અર્થવલંબન,વગેરે. આપણું પ્રાચીન સાહિત્ય મુખ્યત્વે ધાર્મિક ને દેવદેવીઓના સૌંદર્યના વર્ણનો ને પ્રશસ્તિથી ભરપુર છે. તો રાજાઓના સમયમાં સાહિત્ય રાજ્યાશ્રયે નભતું હોવાથી રાજવંશના પરાક્રમો ને રાજકુમારો કે કુમારીઓના સૌંદર્ય ને વિશેષતાના વર્ણનો. સામાન્ય પ્રજાને સાહિત્ય સાથે કોઇ સંબંધ નહિ. એની સામે સામાન્ય જનગણમાંથી આવતુ સાહિત્ય કાકાસાહેબ કાલેલકર, કિશોર મશરુવાળા, કિશનસિંહ ચાવડા, ર.વ. દેસાઇ, પન્નાલાલ પટેલ, ઇશ્ર્વર પેટલીકર, પીતાંબર પટેલ ને રામનારાયણ પાઠક પોતીકા લાગે છે. ગાંધીજીએ કહ્યું છે કે સાહિત્ય એવું હોવું જોઇએ કે એક કોસીયો પણ સમજી શકે. બાકી ઉચ્ચતર સાહિત્ય સમાજના કોડધારક વ્યકિત માટે હોય. શાકુંતલની શકુંતલા કે કુમારસંભવની ગૌરી કે મેધદુતની યક્ષપત્નીના
  સૌંદર્યના રસપાન કરતા એને ગામને કુવે પાણી ભરતી ગ્રામિણ કન્યાનું સૌંદર્ય સમજવું સહેલું પડે.

  Like

 6. .કોઈ પણ સાહિત્ય કૃતિને વાંચવા,સમજવા અને કૃતિ વિષે કંઈ કહેવા અંગેનું સરસ માર્ગદર્શન.
  આભાર શ્રી બાબુ સાહેબનો અને આપનો.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s