રચનાની રચનાઓ

રચનાની રચનાઓ

rachana

રચના ઉપાધ્યાય

*

ઓરતા

કાળાશ ઓઢે છે રાત લઇ સ્વપ્નના ઓરતા

હાથતાળી આપે એને સલૂણા ઉષાના ઓરતા

ભુલી ગયો કે ઘરના છે તૂટેલા બધા બારણા

ભેગું કરતો રહ્યો ઘરમાં લઇ માણવાના ઓરતા

ચણતી રહી જીદગી ગંજીફાના ઊંચા મીનારાં

ભેગા થતા રહ્યા બસ થોડાંક શ્વાસના ઓરતા

ઉંબરે હજીયે કયારેક થશે ધબકતા પગલા

બસ બિછાવ્યા છે ક્યારનાં આંખોએ ઓરતા

હાથ વચાળે ચાકડે કરતા નૃત્ય માટીના ઘડા

જીંદગી એમ નચાવતી માનવીનાં ઓરતા

પગ માંડ્યા છે માંડ, છે માત્ર સફરની વાંછના

મંઝીલના નામે તમને ભટકાવાનાં ઓરતા 

શબ્દોને શું ખબર કલમ ઉઠાવનારની ઇચ્છા?

એને પાનાંની”રચના”મા સમાવાનાં ઓરતા

#######

.

હાથમાં કંઈક તો આવશે

શબ્દોને ખાંડણિયે કૂટીશ તો હાથમાં કંઈક તો આવશે

ડગ માંડીશ કોઈક કેડીએ તો હાથમાં કંઈક તો આવશે

બરફ પીગળી પીગળી પાણી જમીનમાં ઉતરી જશે

મૂળિયાથી ટોચ સુધી ઝાડના હાથમાં કંઈક તો આવશે

જખમી થાયા કરું છું અનંત જંગમાં હારીને જાત સાથે 

રાત્રે નીંદ્રારણીની સોબતે હાથમાં કંઈક તો આવશે

નિશાન શીશીરનાં મીટાવી રહી છે હવા આસ્તે આસ્તે

એંધાણી વસંત જેવી હાથમાં કંઈક તો આવશે

નીકળીશ ના ઘરની બહાર કોઈના મળવાની આશ સાથે

લઈશ હવે મોબઈલ ત્યારે હાથમાં કંઈક તો આવશે

#######

.

ઉઠે

ધરતી પર પગ જમાવી, આભને આંબવા હાથ ઉઠે

હર જન્મનું સખ્ય સાત જન્મોના બંધન વગર ઉઠે

સ્પર્શનાં સળગતા ગુચ્છામાંથી ગુલાબી શાતા ઉઘડે

શબ્દોના ધામ કાગળમાંથી મરડી આળસ મૌન ઉઠે

નિરંકાર આત્મામાંથી કદીક મૂર્તી પાર્થિવ નીપજે

તૃષ્ણાના અંધારા વનમાંથી ઉજળી કેડી એક ઉઠે

દર દર ભટકું કરતા તારું સામું ચાલી મળવું બને 

ચણેલી દિવાલ ભલે ક્ષિતિજની પણ ક્યાંય ન ઉઠે

પ્રેમ એટલે મોત, જીંદગી જ્યાથી પામે જીવન છે

તો જ હર “રચના” નવપલ્લવિત નીખરી થઈ ઉઠે

One response to “રચનાની રચનાઓ

  1. pragnaju May 27, 2018 at 5:18 PM

    રચનાની ત્રણેય રચના સ રસ

    શબ્દોને શું ખબર કલમ ઉઠાવનારની ઇચ્છા?
    એને પાનાંની”રચના”મા સમાવાનાં ઓરતા
    વાહ

    શબ્દોને ખાંડણિયે કૂટીશ તો હાથમાં કંઈક તો આવશે
    ડગ માંડીશ કોઈક કેડીએ તો હાથમાં કંઈક તો આવશે

    વાત ગમી

    નિરંકાર આત્મામાંથી કદીક મૂર્તી પાર્થિવ નીપજે
    તૃષ્ણાના અંધારા વનમાંથી ઉજળી કેડી એક ઉઠે

    શાશ્વત સત્ય

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: