ભેટ આપવાની કળા – નવીન બેન્કર

ભેટ આપવાની કળા

Navin Banker

નવીન બેન્કર

મને જીવનમાં ઘણી વખત ચિત્રવિચિત્ર ઉપહારો/ ભેટો મેળવવાના અનુભવો થયા છે.

સૌ પ્રથમ મને મળેલી એક અજીબોગરીબ ભેટ, મારા બાળપણના એક સંસ્કારી મિત્રએ આપેલી. પચાસ વર્ષ પહેલા,૧૩મી મે ૧૯૬૩ના એક સોમવારે મારા લગ્ન થયેલા ત્યારે, મારા માસીબાના ગામના, મારા એક બાળપણના મિત્રએ મને લગ્નની ભેટ તરીકે શ્રી. વિનોબા ભાવેના ગીતા-પ્રવચનોનામનું, એ જમાનાના ત્રણ રુપિયાની છાપેલી કિંમતનું પુસ્તક ભેટ આપેલું , જે એ જમાનાની, મારે માટે સૌથી મોંઘી ભેટ હતી. કારણ કે બીજા છ મિત્રોએ દરેકે બબ્બે રુપિયા ચાંલ્લો લખાવેલો. 

મેરી શાદીમેં ન તો બેન્ડબાજે બજે થે, ન તો બારાત નીકલી થી, ન તો દુલ્હેરાજાને સહેરા બાંધા થા, ન તો બારાતીઓંકે  લિયે ખાનેકી દાવત દી ગઈ થી. દુલ્હા યાને કિ મૈં ઘરકા ધોયા હુઆ સફેદ પેન્ટ ઔર સફેદ શર્ટકો  ઇસ્ત્રી કરવાકે, પહનકે શાદી કરને નીકલા થા. શાદીકે મંડપમેં, મેરા એક દોસ્ત જો સૂટ પહનકે આયા થા, ઉસને મુઝે અપના સૂટ વહાં દે દિયા થા પહનનેકો ! વો ભી દિન થે !

હાં… હું જરા આડી વાતે ઉતરી ગયો. એ પુસ્તક આપનાર મિત્ર ગામડાનો રહેવાસી અને શહેરમાં હોસ્ટેલમાં રહીને ભણતો અને દહેગામની ભાષા જ બોલતો. આજે  પી.ડબલ્યુ. ડી. નો સુપ્રિન્ટેન્ડીંગ એન્જીનિયર થઇને, પોતાના બબ્બે ડોક્ટર દીકરાઓ સાથે મોટા મહેલ જેવા બંગલામાં રહેવા છ્તાં એની ભાષા હજી પણ દહેગામની જ રહી છે. એ ફિલ્મ કાનૂનને કોનૂનજ કહે છે. એ સમજતો હતો કે હું એના જેવો સારો અને સંસ્કારી છું એટલે મને ગીતા પ્રવચનો ભેટમાં આપેલા, જે મેં વર્ષો સુધી સાચવી રાખેલા પણ અંતે વાંચ્યા વિના જ ઉપરનું પાનું ફાડી નાંખીને પુસ્તક પસ્તીમાં આપી દીધેલું.

૨૦૦૮ની સાલમાં, મેં લાંબા સમય માટે અમદાવાદ રહેવા જવાનું નક્કી કરેલું. વીસ વર્ષથી અહીં રહીએ,એટલે સામાન તો હોય જ. મારા પુસ્તકો, કેસેટો, લેખોની ફાઇલો વગેરે ઘણું બધું. અમુક સામાન એક મિત્રના ક્લોઝેટમાં મૂકવાનું નકકી કરેલું. જ્યારે ત્યાં સામાન મૂકવા ગયો ત્યારે એના ક્લોઝેટમાં, ગીફ્ટમાં આવેલા સુંદર રેપરમાં પેક કરેલા ઘણાબધાં પેકેટો પણ થપ્પીમાં ગોઠવેલા જોયા હતા. એ મિત્રને પુછ્યું કે તું અગાઉથી જ ગીફ્ટના પેકેટો તૈયાર જ કરીને રાખી મૂકે છે ?’ ત્યારે એણે કહ્યું,’ ના..રે..ના.. આ તો આવેલી ગીફ્ટ્સ છે. મોટાભાગની તો આપણે નક્કામી જ હોય. એટલે હું તો અમુક ગીફ્ટ્સ ખોલ્યા વગર જ કલોઝેટ્સમાં મૂકી દઊં.જ્યારે આપણે આપવાનો વખત આવે ત્યારે એમાંથી જ પસંદ કરીને વળગાડી (!) દઇએ.

મારું ઘર તો આજે ય ટૂ બેડરૂમ કોન્ડોજ છે. અને..એમાં ય એક રુમમાં મારા ઢગલાબંધ પુસ્તકો, ડીવીડીઓ, સીડીઓ, ફોટાના આલ્બમો,ફાઇલો, કોમ્પ્યુટર, ટીવી, ડીવીડી-પ્લેયર,પ્રિન્ટરથી છલોછલ છે. અને મારી પત્નીનો રુમ તેત્રીસ કરોડ દેવદેવલાંઓના ફોટા, ભગવાનની સેવા અને સાડીઓના કબાટથી ચિક્ક્રાર છે. એટલે આવા પેકેટો મૂકવા માટે જગ્યા જ નથી. એટલે અમે જ્યારે અમારી ૪૦મી મેરેજ-એનિવર્સરી અને મારી ૬૦મી વર્ષગાંઠની ઉજવણી કરી ત્યારે, આમંત્રણ-પત્રિકામાં સ્પષ્ટપણે ‘ NO  BOX-GIFTS PLEASE’ લખી નાંખેલું. છતાં ય , વળગાડવાનાઉત્સાહી વ્હાલાં-દવલાંઓ માને ?

ના… આજે ના ના પડાય‘,  ‘ આજે તો તમારે લેવું જ પડેકરી કરીને પેકેટો લઈ આવેલા. અને..ભોજન રેસ્ટોરન્ટના પાણીના ગ્લાસો ગોઠવેલા ત્યાં મૂકીને, ખરેખર અમારી વિનંતિને માન આપીને , ગીફ્ટ નહીં લાવેલા મહેમાનોને ક્ષોભભરી સ્થિતીમાં મૂકી દીધેલા.અમેરિકાના રિવાજ પ્રમાણે તો આપણે, ગીફ્ટ આપનારાની ગીફ્ટ કેટલી સરસ હતી અને પોતે એનો કેવો સદુપયોગ કરી રહ્યા છે એવું જણાવતો એક સૌજન્યપુર્ણ પત્ર પણ મહીના પછી, મેઇલમાં મોકલવાની પ્રથા છે. એટલે અમે પેકેટો ખોલીને જોયું તો  ફોટાના આઠદસ આલ્બમો, ભગવાનના ફોટાઓની મઢેલી ફ્રેમો,બે-ત્રણ અંગ્રેજી પુસ્તકો, રામાયણ અને મહાભારતની વીડીયો કેસેટ્સ, માથામાં મારવાના કામમાં લાગે એવા મોટી સાઇઝના  કાચના ફ્લાવરવાઝ, ક્રોગર્સમાંથી ૨૫-૩૦ ડોલર્સમાં ખરીદેલા ફુલોના ગુલદસ્તા, ને…એવું બધું નીકળ્યું. એ ગુલદસ્તા તો ભોજનરેસ્ટોરન્ટના ટેબલ પર જ રહી ગયેલા. મેં, મારી જીન્દગીમાં ક્યારેય કોઈ અંગ્રેજી પુસ્તક વાંચ્યું જ નથી. આ બધી જ વસ્તુ બીજાઓને બઝાડતાં ,’ અને લાકડાની પાટ નીચે સાચવતા, સાફસૂફી વખતે, સાચવીને એ વસ્તુઓને ખસેડતા અને પાછી ગોઠવતા આંખે પાણી આવી ગયેલા.

મારા એક નાટ્યકાર મિત્રએ હમણાં એક નાટક કર્યું ત્યારે વૃધ્ધ માણસના રોલ માટે એક શાલની જરુરત હતી. ત્રણચાર સમવયસ્ક મિત્રોએ પોતાની શાલ આપવાની તત્પરતા દેખાડી કારણ કે એ દરેકને એમના સ્વજનોએ કોઇને કોઇ પ્રસંગે શાલો જ ઓઢાડી હતી.

ભગવાન કરે ને મારી ૫૦મી એનીવર્સરી-ગોલ્ડન જ્યુબિલી- કે ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે મને કોઇ હાથમાં રાખવાની લાકડી કે શાલ ના આપે !!! અને..મારી પત્નીને સાંઇબાબા, જલારામબાપા કે ગણેશજીની નાનકડી મૂર્તીઓ કે સિક્કા ના પધરાવે !!

ભેટ આપવાની પણ એક કળા છે.

જ્યારે હું નોકરીમાથી રીટાયર થઈ ગયો અને મારે, મારી સોશ્યલ સીક્યોરિટીની આવક પર જ નિર્વાહ કરવાનો  વખત  આવ્યો ત્યારે ચાદર પ્રમાણે પગ લાંબા કરવાના નિયમાનુસાર, મારે ઘણાં ખર્ચાઓ પર કાપ મૂકવો પડતો. આવે વખતે જ્યારે કોઇ મોટા અને પ્રતિષ્ઠિત માણસના  પ્રસંગે આમંત્રણ આવે ત્યારે મારી પત્ની RSVP માં ના લખાવી દેતી. આવડા મોટા માણસના પ્રસંગમાં કંઇ ૧૧ કે ૨૧ થોડા લખાવાય એમણે તો ફલાણા મોંઘાદાટ સ્ટોરમાં ગીફ્ટ-રજીસ્ટ્રેશન કરવા માટે લખ્યું છે. એ વસ્તુઓના ભાવ આપણને ના પોસાય. ઘેર જ ખીચડી-શાક ખાઇને, ટીવી પર ફીલમ જોઇ લઈશું‘.

આપણે અમેરિકામાં રહીએ છીએ અને આપણે આપણી જરુરિયાતની દરેક વસ્તુ વસાવી દીધેલી જ હોય છે. એટલે ખરેખર તો કોઇ વસ્તુની જરુરત હોતી જ નથી. અને સામાને શું ગમે છે કે શું જોઇએ છે એની કોઇને ખબર નથી હોતી.

તમે કોઇને શર્ટ ભેટ આપો તો શક્ય છે કે તમને એની સાઇઝ ખબર હોય પણ એને કેવું કાપડ ગમે છે, કેવી ડીઝાઇન ગમશે, એ તમે નથી જાણતા.

તમે કોઇને પુસ્તક ભેટ આપો તો શક્ય છે કે એ પુસ્તક એણે વાંચેલું હોય અથવા એની પત્ની પુસ્તકોને પસ્તી ગણીને એની સાથે ઝઘડતી હોય !

હા ! સ્ત્રીઓને સાડીઓ, ઘરેણાં ગમતા હોય છે અને એ વસ્તુ એવી છે કે એમની પાસે એ, ગમે તેટલા હોય તો યે એ વધુ મેળવીને ખુશ થતી જ હોય છે.

હું  કોઇ દિવસ કોઇ જ રજીસ્ટ્રેશન કરાવવા જતો નથી.  પ્રસંગને અનુરુપ, ગુજરાતીમાં શુભેચ્છાનું લખાણ હોય, અલબત્ત, એ ગુજરાતી વાંચવાની ક્ષમતા ધરાવતા હોય તો જ !  બહુ મોટી પાર્ટી હોય તો સવિનય, અન્યત્ર કમીટમેન્ટના બહાના હેઠળ, પ્રસંગમાં ઉપસ્થિત નહીં રહી શકવાની અસમર્થતા દર્શાવી દઉં.

 બહારગામનો પ્રસંગ હોય તો મારી શારીરિક તકલીફોને કારણે ન આવી શકવા બદલ ક્ષમાયાચના કરી દઉં.

નવીન બેન્કર

૧૦ ફેબ્રુઆરિ ૨૦૧૩

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: