આજે સવારે ટીવી જોતો હતો, ડીસ્કવરી ચેનલ……..
અદભુત કેમેરાવર્ક ….એક માદા સાબરને બચ્ચું જન્મવાનું હતું, એ ઉભી મુદ્રામાંજ છેલ્લા સમયની પ્રસવ પીડા ભોગવી રહી હતી, અને ત્યારેજ એક સિહણ પોતાના ખોરાકની શોધમાં ઝાડીઓ પાછડ લપાતાં છુપાતાં ત્યાં આવી પહોચી, બસ એજ ક્ષણે સાબરે બચ્ચાને જન્મ આપ્યો, તાજુંજ જન્મેલું બચ્ચું જમીન પર પડ્યું હતું, સિહણને જોઈ જન્મ આપનાર લાચાર સાબર માતા બચ્ચાને ત્યાંજ છોડીને નજીક ઉભેલા અસંખ્ય સાબરોના ઝુંડમાં સામેલ થઈ, અને લાચાર નજરે પોતાના બચ્ચાને તથા સિહણને જોઈ રહી, સિહણે જમીન પરના બચ્ચાને મોથી ઢંઢોળ્યું, આ દ્રષ્ય જોતાં જોતાં મારા શ્વાસ અધ્ધર થઈ ગયા, કે તાજું જન્મેલું બચ્ચું હવે એની મા સામેજ જીવ ગુમાવશે, સિહણે બચ્ચાને બોચીથી પકડી ઉભું કર્યું, પછી એને છોડીને ત્યાંજ ઉભીરહી, ડર ભય દુનિયાથી અજાણ બચ્ચું માંડ માંડ પગ પર સ્થીર થયું, પછી એ સિંહણની પીઠ, પેટ પર મો ફેરવવા લાગ્યું, સિહણ સ્થીર ઉભી રહી, બચ્ચું એનેજ પોતાની મા સમજી એના પાછલા પગ નીચે ખોરાક શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યું, અને સિહણ સીકાર કરવા સાબરના ટોળા તરફ ભાગી, સાબરનું ટોળું જુદી જુદી દીસામાં ભાગ્યું, અને સાબર મા તેના બચ્ચાં પાંસે પહોચી ગઈ, ડીસ્કવરી ચેનલ માં બેકગ્રાઉન્ડ માં આવતી કોમેન્ટ્રીમાં કહેતા હતા કે એ સિહણ પુખ્ત સાબરના શિકાર માટેજ બચ્ચાં જોડે પહોચેલી, એનો શિકાર બચ્ચુ ન હતું, પણ એને ખબર હતી કે હું જ્યાં સુંધી આ બચ્ચા જોડે ઉભી હોઈશ ત્યાં સુંધી સાબરનું ટોળુ દુર ભાગસે નહી, અને પછી અચાનક હુમલાથી એમાંથી એક પુખ્ત સાબર શિકાર મળીજ જસે……..
એક મિત્રનો ફોન આવ્યો એટલે ટીવી બંધ કરી બહાર નીકળ્યો, આજે નજીકના ગામડાની ફોરેસ્ટ ખાતાની નર્શરીમાં છોડ લેવા જવાનું હતું, જે મિત્ર સાંથે આવવાનો હતો એ મને લેવા આવેલો, સોસાયટી માં નવાંજ કુતરાં દીઠાં, જે આ પહેલાં અમારી સોસાયટીમાં જોયાં ન હતાં, મને આશ્ચર્ય થયું, મે મારા મિત્રની બાઈક પર બેસતાં કહ્યું, અમારી સોસાયટી માં આટલાં બધાં કુતરાં નથી, ખબરનહી આ ક્યાંથી આવ્યાં, મિત્ર એ મને જણાવ્યું કે હવે કુતરાં નો કુદરતી સંવનન કાળ શરુ થશે, આ સમય દર્માન બીજી સોસાયટી કે વિસ્તારના નર કુતરા સંવનન માટે કુતરીને શોધવા આવે, અહીંના નર કુતરા બીજે જાય, બીજી જગ્યાના અહીં આવે, સગોત્ર માં સંવનન ન થાય તેથી કુતરાંઓ આમ કરે ……
અમે ગામડાના રોડ પર હતા, અને રોડ પરથીજ એક રબારી માલધારી લગભગ સીત્તેરેક ગાયોનું ધણ લઈને ચરાવવા જતો હતો, એની સીત્તેર ગાયોના ધણમાં ફક્ત એકજ સાંઢ (ખુંટીયો, આખલો ) હતો, એ આ ધણની જે ગાયો પ્રજનનકાળમાં આવીને વેતરે હોય, જેના ગર્ભાસયમાં સ્રી બીજ છુટું પડ્યું હોય એવીજ ગાય સાંથે પ્રજનન કરે,એ ક્યારેય જે વેતરમાં આવી ન હોય કે વાછડી હોય એની પાછડ જાય નહી, કે એને હેરાન કરે નહી……
આ બધું જોતાં જોતાં ગાયોને ચરતી જોઈ, એ નવું ઉગેલું લીલું ઘાસ ખાતી હતી, અને કોઈ ઝાડનો છોડ થોડો ઉચો નીકળેલો હોય તો એને છોડી દેતી, ખાતી નહી, આ બધું જોઈને વિચાર આવ્યો…….કે…
માણસે સમાજ બનાવ્યો, સુસંસ્ક્રુત સમાજ, શિક્ષણ મેળવવા વિધ્યાલયો બનાવી, મંદીર બનાવ્યા, પણ કુદરતથી (નેચર) કેટલો વિમુખ થતો રહ્યો, આપણે કોઈ માણસ ખરાબ ક્રુત્ય કરે તો એને જંગલીયતમાં ગણાવીએ, પણ આપણાં કરતાં તો કુદરતની વધુ નિકટ પેલી માંસભક્ષી સિહણ છે, જે પોતાના ખોરાક માટે બીજા પશુના બચ્ચાંનો ઉપયોગ નથી કરતી , તેને ખબર છે કે સહેલાઈથી શિકાર બનતાં બચ્ચાંને મારી ખાઈશ તો પછી નવી જનરેશન બનસે કેમની….? અને મારાં બાળકો મારા પછીની પેઢી કોનો શિકાર કરશે….. અને સુ સંસ્ક્રુત માણસ ક્યારેક પૈસા માટે બાળકનું અપહરણ કરે હત્યા કરે…કોઈ ખરાબ ક્રુત્ય કરે તો કુતરા જેવો કહીએ, જ્યારે ન્યુઝમાં જોઈએ કે અમુક નરાધમો એમના આસપાસના પડોસી કે કુટુંબી જનોનાંજ બાળકો કે સ્રીઓને પોતાની વિક્રુત વાસનાનો શીકાર બનાવે છે ત્યારે એમ થાય કે અરે કુતરાં પણ એના ગોત્રને વિસ્તારને છોડીને બીજા વિસ્તારમાં સંવનન માટે જાય છે, એક આખલો સીત્તેર ગાયોના ટોળાં માં કોઈ દેખાવડી કે નમણી ગાય કે વાછડી સાંથે સંભોગનો પ્રયત્નતો શું ચેષ્ટા સરખી નથી કરતો, એ એની નાક ઈન્દ્રીયથી ગંધથી નક્કી કરે છે કે આ ગાય પ્રજનનમાં આવી છે, વેતરે આવી છે, પછીજ એને રીઝવવા પ્રયત્ન કરે છે, એ નાની ઉમરની વાછડીને ક્યારેય સુંઘતો નથી, અને સુસંસ્ક્રુત સમાજના ન્યુઝમાં છ મહીના આંઠ વર્ષની બાળકીઓ પર રેપ કરવાના ગુન્હા બને છે, ગાય ઘાસ ખાતાં નવા ઉગતા ઝાડના છોડને છોડી દે છે ( સોસાયટી એરીયામાં આપણે એના જંગલ, ગૌચર, નેચર છીનવ્યું માટે ન છુટકે ખાય છે) આપણે મંદીરો બનાવી ,મશ્જીદો બનાવી, ચર્ચો ગુરુધ્વારા… બને એટલા ઘંટ ખખડાવી, અઝાનો પોકારી… કુદરતથી નજીક નહી દુરજ રહ્યા, મન થાય એટલુ જરુર હોય કે ન હોય જમીનમાંથી પાણી કાઢ્યું, ક્રુડ ,ગેસ, પથ્થર , માટી કાઢી, જંગલો કાપ્યાં…..આપણે એને આપણો વિકાસ સમજતાં રહ્યાં. નેચરથી વિમુખ થઈ ને ઈશ્વરને શોધવાનો પ્રયત્ન નિરર્થક છે, નેચરના નિયમો જે પશુઓ પાળે છે અપનાવે છે એ કુદરતની વધુ નજીક છે, છતાં એને આપણે પશુ કહીએ છીએ, આખી દુનિયામાં કેમીકલ યુક્ત પાણી, હઝારો ટન ઝેરી ગેસ છોડીને આપણે પ્લાસ્ટીકનાં ઝભલાં બંધ કરવાનાં દંભી મંઝીરાં વગાડીએ છીએ….
માણસે ભગવાન કરતાં ભગવાને આપેલી અણમોલ ભેટ સમા નેચરને ભગવાન માની તેના નિયમો પાળીને નૈસર્ગીક બનવાની તાતી જરુરીયાત છે, નહીતો આવનારા સમયમાં માણસમાં ભયંકર વિક્રુતીઓ આવશે, અને એનો જુદા જુદા મુદ્દાઓ પર લડીને નાશ થસે….. જીવશે ફ્ક્ત પશુઓ, જે કોઈ પંડીત, મહંતો, મોલવી, પાદરીએ ઘડેલા નિયમોને બદલે ફક્ત નેચરના નિયમોને અનુસરે છે, કુદરત એનેજ પોષે છે જે કુદરતને આધીન રહે છે.