આવતી કાલનું વિશ્વ આજે.

Image result for tomorrow's world today

હમણાં જ એક વાંચવા લાયક એક અદ્ભુત લેખ મને ફોર્વર્ડેડ ઈ મેઇલ દ્વારા મળ્યો. એનું ગુજરાતી રૂપાંતર કર્યું છે.

.

માત્ર 17 વર્ષ પહેલા, ઈસ્ટમેન્ટ કોડક કંપનીમાં 170,000 કર્મચારીઓ હતા અને વિશ્વભરના 85% ફોટો કાગળ વેચ્યા હતા. થોડા જ વર્ષોમાં, તેમનો વ્યવસાય અદૃશ્ય થઈ ગયો અને કંપની પડી ભાંગી. આ આગામી 10 વર્ષોમાં આવું જ ઘણાં ઉદ્યોગોમાં થશે – અને તે ઉદ્યોગોના મોટાભાગના લોકો આગામી પરિસ્થિતિ જોઈ શકતા નથી..

.

આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આરોગ્ય, સ્વાયત્ત અને ઇલેક્ટ્રિક કાર, શિક્ષણ, 3 ડી પ્રિન્ટિંગ, કૃષિ અને નોકરીઓ સાથે થશે. નવા નવા સૉફ્ટવેરે 5-10 વર્ષની અંદર 90% પરંપરાગત ઉદ્યોગોને ખલેલ પહોંચાડી છે. તે આશ્ચર્યજનક છે કે “ઉબર” ફક્ત એક સૉફ્ટવેર ટૂલ છે, તેની પાસે કોઈ કાર નથી, અને હવે તે વિશ્વની સૌથી મોટી ટેક્સી કંપની છે. એરબેન હવે વિશ્વની સૌથી મોટી હોટેલ કંપની છે, જોકે તેમની પાસે કોઈ પણ પ્રોપર્ટી નથી.

.

અમેરિકામાં,આઇબીએમ વાટ્સનને કારણે, યુવાન વકીલો નોકરી મેળવી શકતા નથી. તમે સેકન્ડોમાં કાનૂની સલાહ મેળવી શકો છો,. જો સરખામણી કરવામાં આવે તો વકીલો દ્વારા મેળવાઈલી સલાહ ૭૦% સાચી હોય છે અને વાટ્સનની સલાહ ૯૦% સાચી નીવડે છે. વોટસન પહેલેથી કેન્સરનું નિદાન કરવામાં મદદ કરે છે, માનવ નર્સ કરતા

4 ગણા વધારે સચોટ છે. ફેસબુકમાં પેટર્ન ઓળખ સૉફ્ટવેર છે જે માનવો કરતા વધુ સારા ચહેરાઓને ઓળખી શકે છે. 2030 માં, કમ્પ્યુટર્સ મનુષ્ય કરતા વધુ બુદ્ધિશાળી બનશે.

.

2019 માં પ્રથમ સેલ્ફડ્રાઇવિંગ કાર દેખાશે. 2022 સુધીમાં મોટાભાગના લોકો પાસે પોતાની માલિકીની કાર નહીં હોય. તમે તમારા ફોન સાથે કાર કૉલ કરશો, તે તમને તમારા જવાના સ્થાન પર લઈ જશે. આપણાં બાળકો ક્યારેય ડ્રાઇવરનું લાઇસન્સ મેળવશે નહીં અને તેઓ ક્યારેય કારની માલિકી ધરાવશે નહીં..શહેરોમાં  આજના કરતાં 90-95% ઓછી કાર હશે, પાર્કિંગ જગ્યા બગીચા બની જશે. અત્યારે પ્રત્યેક 60,000 માઇલે એક કાર અકસ્માત થાય છે, સેલ્ફડ્રાઇવિંગ કારને કારણે 6 મિલિયન માઇલે એક અક્સ્માત સુધી ઘટી જશે અને દર વર્ષે એક મિલિયન લોકો અક્સ્માત બચાવશે. ઘણી કાર કંપનીઓ નાદાર બની શકે છે. અકસ્માતો વગર, વીમા પણ 100 ગણા સસ્તા થશે,શક્ય છે કે કારઈન્સ્યુરન્સ વ્યવસાય અદૃશ્ય થઈ જશે. સ્થાવર મિલકત બદલાશે..ઈલેક્ટ્રીકકારોને કારણે એર અને નોઈસ પોલ્યુએશન તદ્દન ઓછું થઈ જશે. વીજળી અતિ સસ્તા અને સ્વચ્છ હશે: આગામી વર્ષોમાં સોલાર એનર્જીની કિંમત એટલી ઘટી જશે કે કોલસાની કંપનીઓ 2025 સુધીમાં આઉટ ઓફ બિઝનેસ થઈ જશે..સસ્તી વીજળીને કારણે પાણી પણ સસ્તું અને પુશકળ પ્રમાણમાં મળશે. કલ્પના કરો કે જો જરૂર પ્રમાણે જ બગાડ વગર સ્વચ્છ પાણી વપરાય તો, લગભગ પાણીનો કોઈ જ ખર્ચ નહીં થાય..મુખ્ય ફાયદો સ્વાસ્થ્યનો રહેશે: ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીસ “ટ્રાઇકોર્ડર” તરીકે ઓળખાતું મેડિકલ ઈસ્ટ્રુમેન્ટ બનાવશે, જે તમારા ફોન સાથે કાર્ય કરશે, તમારા રેટિના સ્કેન લેશે, તમારા બ્લડ સેમ્પલ્સ લેશે અને જ્યારે તમે તેમાં શ્વાસ લો છો. ટ્રાઈકોર્ડર 54 બાયોમાર્કર્સનું એનાલીસીસ કરીને લગભગ બધા જ રોગનું ડાય્ગ્નોસીસ કરી શકશે. સમય જતાં તે સસ્તા પણ થશે, થોડા વર્ષોમાં પૃથ્વી પર દરેક માનવને માટે વિશ્વની તમામ મેડિસીન સસ્તાભાવે મળી રહેશે…ભવિષ્ય પહેલેથી જ અહીં છે. તમારે એ જોવા અનુભવવા જીવવું જરૂરી છે.<><><><><><><>

ઉપરોક્ત લખાણ  બે ત્રણ મિત્ર તરફથી ફોર્વર્ડેડ ઈ મેઇલ તરીકે મળ્યું હતું. અંગ્રેજી ઈમેઇલમાંથી ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે. આવી જ કંઈક કલ્પના મેં મારી હળવી વાર્તા શ્રી બલ્લુભાઈની જિજીવિષા માં લખી હતી.

***

‘બલ્લુભાઈ અમે કોઈ તમારા મરવાની રાહ જોતા નથી. તમારા કરતાં હું ઘણો નાનો છું એટલે બ્રાહ્મણ તરીકે પણ આશીર્વાદ તો ન અપાય પણ શુભેચ્છા પાઠવું છું ચીરંજીવ ભવ. માર્કડાયુષ્ય ભવ. શતાયુ ભવ.’

.

‘શતાયુ? શાસ્ત્રી તેં કહ્યું શતાયુ? નોટ ઈનફ. મારે તો સો નહીં, બસો ચારસો વર્ષ અને તેથી યે વધારે જીવવું છે.’ એમણે કશીયે ઉત્તેજના વગર એકદમ સ્થિર ગંભીર રીતે કહ્યું.

.

મને એમની માનસિક સ્થિરતા પર શંકા ગઈ. પણ મારાથી બોલાયું નહીં. માહોલ કંઈક જૂદો જ હતો.

.

હું અને ચન્દુ ચાવાલા એમની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયા. સો નહીં પણ બસો ચારસો વર્ષ જીવવાની વાત.. અમે એમની સામે ફાટી આંખે જોતા હતા. એમની આંખો બંધ હતી.
એમના નેત્રો ઉઘડ્યા. કપાળ પર કરચલી પડી. સીધી ધારદાર નજરે મને પૂછ્યું ‘તે રા’વન ફિલ્મ જોઈ છે.’

.
‘ના.’

.
‘હાવ એબાઉટ ક્રિસ, અવ્તાર. અરે બેટમેન, સુપરમેન સ્પાઈડરમેન્ કશુંજ નહીં?’

.
‘હું મુવી જોતો નથી.’
.

‘આ જ વાંધો છે. તમારુ વિઝન જ કેળવાયું નથી. જો, છ્યાંસી વર્ષ પહેલા જ્યારે હું જન્મ્યો ત્યારની દુનિયા કેવી હતી અને આજની દુનિયા કેવી છે! દુનિયાની વાત છોડ. હું જે સુરતમાં જન્મ્યો તે સમયનું સુરત અને આજના સુરતમાં કેટલો ફેર છે. ચન્દુના પૌત્રને ત્યાં થોડા સમયમાં જ પારણું બંધાવાનું છે. એ બાળક સિત્તેર એંસી વર્ષનો થશે ત્યારનું જગત કેવું હશે? તમે કોઈએ કલ્પના કરી છૅ?

.

‘હું વિચારું છું કે હજાર વર્ષ પછી દુનિયા કેવી હશે. માનવી માત્ર એક ઈલેક્ટોનિક બેલ્ટ પહેરીને આકાશમાં ઉડતો હશે. બધા દેશોનું એક્ત્રીકરણ થઈ ગયું હશે. વિશ્વમાં માત્ર એક જ સત્તા હશે અને તે ટેક્નોબેન્ક ઓફ અર્થ. દુનિયામાં માત્ર એક જ ભાષા હશે અને તે કોઈ જાતના ઈલેક્ટ્રિક કોડ્લેન્ગ્વેજ હશે. માનવીનું આયુષ્ય ચારસો પાંચસો વર્ષનું હશે. કાળક્રમે ઘસાતા અંગોને બાયોનિક અંગથી રિપ્લેસ કરાતા જશે.’

.

‘આજે જન્મતા બાળકો તેના માંબાપ કરતા વધુ ઉંચાઈના થાય છે. એક હજાર વર્ષ પછી માનવીની સરેરાશ ઉંચાઈ પંદર ફૂટની હશે. સમુદ્ર પુરાઈ ગયા હશે અને ત્યાં માનવીનો વસવાટ હશે. માનવી પોતે કેટલા રૉબાટ ધરાવે છે તેના પર તેની સમૃધ્ધી નક્કી થશે. માનવી ચંદ્ર પર વસતો હશે અને અન્ય ગ્રહો પર વેકેશન માટે જતો હશે. ગેલેક્ષીઓ વચ્ચે સંકેત વ્યવહાર શરૂ થઈ જશે.’

.

‘માનવી અને પશુપંખીની વસ્તીનું નિયંત્રણ ટેકનોલોજી બેન્ક જ કરશે. દરેક ઉત્પાદિત છોકરાઓએ તેમની વીશમા જન્મ દિવસે ચોક્કસ માત્રામાં બેન્કમા વીર્ય જમા કરાવવાનું રહેશે. મહિલાઓએ પણ આવી રીતેજ વીસ વર્ષની ઉમ્મરે અંડકોષ જમા કરાવવા પડશે. આ નવી ટેક્નોલોજીથી સરળતાથી થઈ શકશે. અને ત્યાર પછી તે કોઈ પણ બાળક પેદા ન કરી શકે તેવું ઈન્જેક્શન આપીદેવામાં આવશે. આખી દુનિયામાં વસ્તી નિયંત્રણ કરતી ટેકનોલોજી બેન્ક જરૂર પ્રમાણે ડીએનએનું બ્રીડીંગ કરી માનવ ઉત્પાદનનું કાર્ય કરશે. સ્ટોર કરેલા શુક્રાણુ અને અંડમાંથી હાઈબ્રિડ બાળકોનું લેબોરેટરીમાં ઉત્પાદન થશે. જન્મેલા બાળકોના કપાળમાં બારકોડ્ આઈ.ડી. ઈમ્પ્લાન્ટ કરાશે.’

.

‘લગ્ન કે કુટુંબ સંસ્થા નાબુદ થઈ ગઈ હશે. જેમ જન્મનું નિયંત્રણ થશે તે જ પ્રમાણે મૃત્યુનું પણ નિયંત્રણ થશે. જીવવાની ઈચ્છા ન હોય તેણે બેન્કને અરજી કરવી પડશે. અરજી મંજુર થયે એક માત્ર ઈન્જેકશનથી કોઈ પણ જાતના દર્દ વગર માનવી પાંચ સેકન્ડમાં જીવ વગરનો થઈ જશે. એમના શરીરના જરૂરી સ્પેર પાર્ટ કાઢી લઈ બાકીનો ભાગ ચર્નીંગ મશીનમાં નાંખી ભૂકો સાઉથ પોલ પર મોકલવામાં આવશે.’

.

બલ્લુભાઈ અટક્યા વગર હજાર વર્ષ પછીનો વર્તારો કરતા હતા.

.

‘તમને ખબર છે આખા બ્રહ્માંડમાં ચાર હજાર કરોડ પૃથ્વી જેવા ગ્રહો હોવાની શક્યતા છે. એમાંના ચોક્કસ પણે ઓછામાં ઓછા સો-બસો શીવલોક હશે. સો બસો વૈકુંઠલોક હશે એકાદ હજાર ઈન્દ્રલોક હશે. પાંચસો છસો વર્ષમાં આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રમાંની બધી જ વાતો પણ કન્ફર્મ થઈ જશે. આજનો અક્કલ વગરનો નાસ્તિક રિસાયકલ્ડ થઈને પાછો આવશે તો એ પણ વૈકુંઠલોકમાં જવા એપ્લાય થશે.’

.

‘શક્ય છે કે જૂદી જૂદી ગેલેક્ષી વચ્ચે એક્ષચેઈન્જ પ્રોગ્રામ પણ ગોઠવાઈ જાય તો જીવતા જીવત સ્વર્ગમાં પણ જવાય.’

.

બલ્લુભાઈ આંખો બંધ કરીને જાણે અવકાશમાંથી ભવિષ્યનો વર્તારો કરતા હોય એમ બોલતા હતા.

‘આપણે જન્મ્યા ત્યારે બળદગાડા અને ઘોડાગાડીનો યુગ હતો. અને આપણી નજર સામે માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો. આપણા પછાત ગણાતા દેશે પૃથ્વીની પ્રદક્ષણા કરતાં કરતાં મંગળ પર પહોચવાની તૈયારી કરી. ચંદ્ર એટલે સોમ, પછી મંગળ, પછી બુધ…

.

ચન્દુભાઈએ બલ્લુભાઈના સૂરમાં સૂર પુરાવ્યો…પછી ગુરુ, શુક્ર શની અને રવી.

‘બલ્લુભાઈ જાગો હવે….રાટ્રે ઊંઘમાં પન સપના ને ડિવસે હો આંખ બંઢ કરીને ડિવાસપના જોયા કરહો તો એક ડારો જરૂર ગાન્ડા ઠઈ જહો. જાગો, કરક મસાલા વારી ચા ઠપકાવો. જુઓ બલ્લુભાઈ, જો ટમને ટમારા ઘરવારા ગાન્ડાની હોસપીતલમા કોઈ ધકેલી દેહે ટો અમે કોઈ ટમને મલવા આવ્વા નવરા નઠી. આપનો ભગવાન જીવારે તેટલુ જ જીવવાનું છે. છગનકાકો ગીયો. આપને પન બઢા વે’લા મોરા ઉપર જવાના જ છીએ. ડુનિયા ભલે જેટલી આગર પાછર થવાની હોય, આપને હું? આપ મર ગયે, ડુબ ગઈ ડુનિયા. બોલ સાસટરી ટારુ શું માનવું છે. ડાયો ડમરો ઠઈને સપ્ટાહમાં બેઠો હોય એમ બલ્લુભાઈની વાટ ઢીયાનથી હાંભર્યા કરે છે. કંઈક ટો બોલ!’

.

‘ચન્દુભાઈ, એમની વાત છેક ફેંકી દેવા જેવી નથી. માનવીના કોમ્પ્લેક્ષ માંઈન્ડમાં અપાર શક્તિ છે. વધતે ઓછે અંશે બલ્લુભાઈના દિવાસ્વપ્નની વાત સાચી ઠરશે. ફેર માત્ર એજ કે એ જોવા કે અનુભવવા આપણે આ પૃથ્વી પર હયાત નહીં હોઈએ. તમારી વાત સાચી. તદ્દન સાચી છે; આપ મર ગયે, પીછે ડૂબ ગઈ દુનિયા. અને સત્ય હકીકત એ છે કે હું કે તમે કે બલ્લુભાઈ, જેટલું જીવ્યા તેટલું હવે જીવવાના નથી.’

.

‘શાસ્ત્રી, વેઈટ. તેં મને સો વર્ષની શુભેચ્છા પાઠવી છે પણ મારે તો ખૂબ જીવવું છે. મારે આવનાર સમયને જાણવો છે. માણવો છે અને તે માટે સૈકાઓ સુધી જીવવું છે. છગનકાકા માટે તું કહેતો હતો કે છન્નુએ ગયા એટલે સુખી થયા. હું સો કે સો પહેલા જ ખપી જાઉં અને મારી મનોકામના અધુરી રહી જાય તો તું શું કહેશે?’

.

મારે બદલે ચન્દુભાઈએ જવાબ આપ્યો…”ભગવાન અમારા બલ્લુભાઈના આટમાને લોન્ગ ટર્મની સાન્ટી અરપે”

.

બલ્લુભાઈએ નિશ્વાસ નાંખ્યો….’મારા આ લાગણી શૂન્ય સુરતી મિત્રોને ભગવાન થોડી સંવેદનશીલતા અને સદ્ દૃષ્ટિ બક્ષે.’

.

મારાથી કહેવાઈ ગયું “ઍમિન.”

*****************************
વાચક મિત્રો, આપને કેટલું જીવવું છે? શું શું જોવાની ઈચ્છા છે?

7 responses to “આવતી કાલનું વિશ્વ આજે.

  1. pravinshastri October 4, 2018 at 11:36 PM

    વિમળાબેનની કોમેન્ટમાં મેં જણાવ્યું કે ઘણું થઈ શકે અને કદાચ થશે પણ ખરું; છતાં આપણા જીવન કાળમાં આપણું અશુભ નથી થવાનું બસ વર્તમાન માણી લઈએ.

    Like

  2. pragnaju October 4, 2018 at 10:59 PM

    એક તરફ બુરા અંજામ તો બીજી તરફ સ્વપ્ન આવે કે કદાચ આજે ભલે વિજ્ઞાન એવા લોકોના હાથમાં જતું રહ્યું હોય કે જેમને હિંસામાં વિશ્વાસ છે. પણ તે લાંબુ ટકવાનું નથી. વિજ્ઞાન જો હિંસાના આશરે રહ્યું તો માનવજાત ઉપર ભારે મોટું સંકટ આવી પડવાનું છે. આ વાત માણસ વહેલો મોડો સમજશે જ. અને તેથી માણસ વિજ્ઞાનને અહિંસા સાથે જોડશે. આજે મોટા મોટા વિજ્ઞાનીઓ આ તરફ વળી રહ્યા છે. અને ખરું જોવા જઈએ તો દુનિયામાં અહિંસાની વૃત્તિ જેટલી આજે જણાય છે તેટલી ઈતિહાસમાં અગાઉ ક્યારેય નહોતી. પ્રાચીન કાળથી આજ સુધીના ઈતિહાસ ઉપર નજર નાખીએ છીએ તો જણાય છે કે આજનો સામાન્ય માણસ પણ હિંસા-અહિંસાની વાત કરતો થઈ ગયો છે. જીવનના બધા પ્રશ્નો અહિંસાથી ઊકલી શકે કે નહીં, તેની ચર્ચા આજે થઈ રહી છે. આ પહેલાં આવી ચર્ચા ક્યારેય નહોતી થઈ. અગાઉના લોકો એમ માનીને જ ચાલતા કે હિંસાનું જીવનમાં કાંઈ ને કાંઈ સ્થાન છે જ, હિંસા વિના ચાલે જ નહીં. પરંતુ આજે માણસની સામે એવી આશા ઊભી થઈ છે કે હિંસાને આપણે માણસના જીવનમાંથી કાઢી નાખી શકીએ.જે હશે તે ન જાણ્યું જાનકી નાથે સવારે….
    .
    .
    ..
    હંમણા તો વર્તમાન માણીએ…આગે જો હોગા દેખા જાયેગા

    Liked by 1 person

  3. pravinshastri October 4, 2018 at 9:11 PM

    જે જે થશે તે બધું જ આપણાં જીવનકાળ દરમ્યાન નથી જ બનવાનું અને જે થશે તે મહદ અંશે અસરકારક નહિ રહે. બસ વાતો જ વાંચ્યા કરીશું.

    Like

  4. vimla hirpara October 4, 2018 at 8:46 PM

    પ્રવિણભાઇ, મારા ધારવા પ્રમાણે માનવબાળકનો જન્મ જ ફેકટરીમાં થશે. અત્યારે ટેસ્ટટયુબ બેબી તો આવી જ ગઇ છે.સ્ત્રી પુરુષ એકબીજાની જરુર જ નહિ રહે. કુટુંબ કે માબાપ, ભાઇબહેન જેવા લોહીના સંબંધ નહિ હોય. જન્મજ કારખાનામાંથી થાય. શ્રમ બિલકુલ ઘટી જશે. એટલે કુદરતના નિયમ પ્રમાણે જે અવયવનો ઉપયોગ ન થાય એ નાશ પામે. જેમકે માણસની પુંછડી. એમ માણસના હાથપગ દોરડી થઇ જશે. ઘરમાં રસોડુ નહિ હોય.ખેતી કે ગ્રોસરી સ્ટોરો નહિ હોય. માત્ર વિટામિન બનાવતી ફેકટરી હશે. માણસ સવારના કોમપ્યુટરની દબાવશે એટલે આખા દિવસના જરુરી વિટામીનની યાદી આવી જશે. ઘરમાં માત્ર એની બોટલો હશે. ગ્રોસરીને નામે. માણસના કાન ગાયબ હશે. કારણ એને હવે કશુ સાંભળવાનું નથી. બોલવાનું નથી એટલે ભાષા નથી. માત્ર આંખો મંગળના માનવીની માફક ગોળા જેવી હશે. કારણ એને કોમપ્યુટર સામે તાકીને બેસી રહેવાનું છે. નોકર કે મદદનીશ તરીકે રોબોટ હશે. એ નક્કી કરવુ ય મુશ્કેલ થશે કે કોણ માણસ છે ને કોણ રોબોટ? એક આડવાત. ચીનના બાળકોને ભાઇ,બહેન, કાકા,કાકી, મામા માસી જેવા સબંધો સમજણ બહારના લાગતા હશે. એ સીધુ એક જ લાઇનમાં દાદા,દાદી, માબાપ એમજ વાંસની માફક આગળ વધે છે. વાંસને શાખાઓ હોતી નથી.માત્ર એને મથાળે એક ફુલ હોય. એટલે જ વાંસ કદાચ ચીનનું સ્ટેટ ચિન્હ છે.

    Liked by 1 person

  5. pravinshastri October 4, 2018 at 6:27 PM

    ચાલો મારા સડેલા ભેજાની કલ્પનાઓ આગળ ચલાઉં.

    ધર્મ-મંદિર-ચર્ચ કાંઈ જ નહિ રહે. વિશ્વની દરેક સાંસ્કૃતિક માન્યતાનું ધ્રુવીકરણ થશે. અને સ્વાદિષ્ટ પાવભાજી બનશે. ક્રોસબ્રિડિંગને લીધે સમય જતાં એક સરખા પિગ્મેન્ટેશન વાળા માનવો જ પૃથવી પર વિચરતા હશે. દરેક માનવ વ્યક્તિગત રીતે પોતાની જરૂર પ્રમાણે રોબૉટ સર્જતો રહેશે. રોબોટ જ વિનિમયનું મુખ્ય અંગ બની રહેશે. લગ્ન સંસ્થા નાબુદ થઈ ગઈ હશે. આ ઉપરાંત ઘણું ઘણું થશે જે અત્યારે અ કલ્પનીય છે.

    Like

  6. Amrut Hazari. October 4, 2018 at 4:44 PM

    વિજ્ઞાન દ્વારા પૃથ્વીનું અને તેની ઉપર જીવતા જીવોનું ભાવી નક્કિ થશે….જે રીતે થશે તેનો ઉપસંહાર પ્રવિણભાઇઅે પોતાના ટર્ાંન્સલેશન દ્વારા આપ્યો. હજી વઘુ સવાલો મનમાં ઉપજી રહ્યા છે. જુદા જુદા ઘર્મોનું શું થશે? મંદિરોનું, મસ્જિદોનું, ચર્ચોનું શું થશે ? વર્ણવ્યવસ્થાનું શું થશે ? ચામડીના રંગોનું શું થશ? ઘર ઘરના રસોડાનું શું થશે ? રોગોનું નિદાન ઘરમાં થશે…તે રોગોની દવા કે સારવાર પણ આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ દ્વારા થશે તો ડોક્ટરો, હોસ્પીટલોનું શું થશે ?…….આ બઘુ જ જો આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ દ્વારા જ જો થવાનું હોય તો પ્રજોત્પત્તિનું શું થશે ? બઘુ જ જો મફતમાં મળતું થઇ જશે તો વેપાર, નોકરી, અમેરિકાના પ્રમુખની જગ્યાનું શું થશે ? જુઠુ બોલવાવાળા જ નહિ રહે તેવું જ બનશે કારણ કે આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ કદી પણ જુઠુ નહી બોલે…તે તેના કાર્યક્રમને ઓનેસ્ટ હશે…..પોલીટીશીયનોની જરુરત નહિ રહે….પોલીટીક્સ જ નહિ હોય ? આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ જો માનવ માટે કામ કરતી હશે…દરેક ક્ષેત્રમાં, તો દરેક માણસ ઘરે જ બેઠેલો રહેશે….પહેલેના જમાનામાં જે પૃથ્વિ ઉપરના સ્વર્ગની કલ્પના કરવામાં આવી હતી તે સાકાર થશે? કોમ્પયુટરના કાર્યક્રમો જ અેવા ઘડવામાં આવશે કે કોઇ તેમાં ફેરફાર નહિ કરી શકે….લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતા રાજ્યો હશે….
    .સ્વર્ગ પૃથ્વિ ઉપર માનવીઓના હાથમાં હશે…???? ચાલો આવતી કાલના આગમનને આવકારવા બહાર નિકળીઅે…..
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. સુરેશ October 4, 2018 at 3:57 PM

    જે છે – તે ‘આ’ છે !!!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: