એક વિસર્જન ત્રણ સર્જન

Pravin@76

એક વિસર્જન ત્રણ સર્જન

(નોંધઃ  અનએડિટેડ-એઝ ઈઝ- માત્ર પુખ્ત વાચક મિત્રો માટે જ)

સ્ખલન

‘તમે સાભળ્યું? મારુતિનંદને આત્મહત્યા કરી?’

‘ના હોય. બને જ નહિ કોઈક અરે બે કલાક પહેલાં તો એમનું લેક્ચર સાંભળ્યુ. બીજાની જ ભળતી વાત હશે.’

‘ના ના. બીજાની નહિ. સુપ્રસિદ્ધ વક્તા મારુતિનંદન જ વાત છે. એમના રૂમમાં કડા નીચે લટકીને ફાંસો ખાધો છે. સાંભળ્યું છે કે એઓ તદ્દન નિર્વસ્ત્ર હતા..’

‘મારુતિનંદન નિર્વસ્ત્ર? કહેતા ભી દિવાના ઔર સુનતાભી દિવાના, ઈમ્પોસિબલ. આઈ હૉપ યુ આર રોંગ. તારી વાત ખોટી અફવા જ હોય. સાચું કહું તો હું એની ભક્તાણી નહિ પણ એની ફેન છું. પ્રસંસક છું. હી ઈઝ વેરી હેન્ડસમ મેન, સિક્સ પેક, રિયલ હી મેન. યુનિક પર્સનાલિટી. સ્કોલર. હું તો એને સાંભળવાને બદલે બાયનોક્યુલરથી બસ એને બસ જોયા જ કરું, જોયા જ કરું. એક વાર તો એને ટચ કરીયે તો એક લાઈફ ટાઈમની મેમરી થઈ જાય. આઈ હોપ એના અવસાનની રુમર ફેઇક હોય.’

મારુતિનંદનના મોતની વાત વાયુવેગે નહિ પણ પ્રકાશની ગતિથી પ્રસરી રહી હતી. સોસિયલ મિડિયા પર એક ક્લિકમાં હજારોને વાત પહોંચી ગઈ. અને થોડી જ મિનિટોમાં એ સિદ્ધ થઈ ગયું કે એ અફવા ન હતી. સત્ય હકીકત હતી. મારુતિનંદને આત્મહત્યા જ કરી હતી. વાત ચાહત વર્ગમાં અને ખાસ કરીને મહિલા વર્ગમાં પ્રસરતી હતી. એક વિદ્વાન અને યુવાન કથાકાર વક્તાએ લાખ્ખો લોકોના માનસ પર પોતાનો પ્રભાવ અંકિત કરી દીધો હતો.

કોણ હતા આ મારુતિનંદન?

મારુતિનંદનના મૂળ વિશે સાચી માહિતી તો કોઈને જ ન હતી. પોતાના જન્મ વિશેની વહેતી લોકવાયકાઓ પ્રસરતી જેનું ખંડન કરવા એમણે કદી કશું કહ્યું જ ન હતું. એને પોતાને પણ ક્યાં ખબર હતી કે એમના માબાપ કોણ છે. ગામડું પણ નહિ અને શહેર પણ નહિ એવા કસબાના હનુમાનજીના ઓટલે નવજાત બાળક તરીકે એ મળી આવ્યા હતા. હનુમાન મંદિરના પુજારી વેદાંતશાસ્ત્રી, પંડિતજીએ વહાલથી ઉપાડી કોઈક દૈવિક પ્રેરણાથી લાલ ગલગોટા જેવા ગાલવાળા બાળકને મારુતિનંદન નામ આપીને ઉછેર્યો. ચંચળ અને ચપળ બાળક મારુતિને, મંદિરના દર્શને આવતા ભક્ત લોકો હનુમાનજીના અવતાર તરીકે ઓળખવા માંડ્યાં. પંડિતજી હાલરડાને બદલે વેદગાનથી સૂવડાવતા અને શાસ્ત્રોક્ત શ્લોક્ના પ્રભાતિયાથી બાળક મારુતિને જગાડતા. ત્રણ વર્ષની ઉમ્મરથી એને વેદ અને પુરાણોના પાઠ ભણાવવા માંડ્યા. બાળક મારુતિનંદનના મનમાં પણ ઠસી ગયું હતું કે એ પોતે હનુમાનજીનો અંશ છે. યજ્ઞોપવિત સમયે પાલક પિતાએ એને બ્રહ્મચર્યની દિક્ષા આપી. બ્રહ્મચર્યનો મહિમા સમજાવ્યો.અને આજન્મ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવડાવી હતી. એમને નૈષ્ઠિક બ્રહ્મચર્યની સમજણ સમજાવી હતી. ગૃહસ્થાશ્રમ માંડ્યા વગર સમગ્ર જીવન બ્રહ્મચર્ય દશામાં ગાળનાર નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય છે.

માત્ર નવ વર્ષની ઉમ્મરે તો મારુતિનંદને જૂદા જૂદા પુરાણની કથા કરવા માંડી. શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને સાંભળતાં. એનો સમય અભ્યાસ અને વ્યાયામમાં જ વિતતો. મંદિરમાં આવતા એક ભક્ત પ્રોફેસર પાસે અંગ્રેજીનું ભાષાજ્ઞાન મેળવી એણે અંગ્રેજી સાહિત્ય પણ વાંચવા માડ્યું. અઢાર વર્ષની ઉમ્મરે પ્રોફેસરે એમની કોલેજના સેમિનારમાં ઉપનિષદ પર વ્યાખ્યાનની તક આપી. ડોક્ટરેટ કરેલા વિદ્વાનો પણ પ્રભાવીત થઈ ગયા. મારુતિનંદન વિદ્વાન વ્યાખ્યાતા તરીકે પ્રસિદ્ધ થઈ ગયા. સંસ્કૃત અને અંગ્રેજી ભાષાજ્ઞાન સાથે અપાર વાંચન અને આધુનિક ઈલેક્ટ્રોનિક મિડિયા પરથી વહેતી માહિતીઓના અભ્યાસે એનું વક્તવ્ય ઉચ્ચ કક્ષાનું ગણાતું થયું.

હવે એણે વ્યાસપીઠ પર બેસી પોથી સામે રાખીને માત્ર પુરાણોની કથા કરવાને બદલે હાથમાં માઈક લઈને સ્ટેજ પર એક ખૂણેથી બીજા ખૂણે સતત ફરતાં સંસ્કૃત અંગ્રેજી સાહિત્ય અને વેદવિજ્ઞાન પર પ્રવચનો આપવા માંડ્યાં. ધોતી-અંગરખાને ને બદલે હમેશા બ્લેક પેન્ટ અને વ્હાઈટ ટીશર્ટ પહેરીને ભાષણ કરવા માંડ્યાં. મોડર્ન મારુતિનંદન માટે કોઈ પણ વિષય એવો ન હતો કે જેમાં એનું પ્રાવીણ્ય ન હોય. વ્યાયામથી કસાયલી કાયા, સુંદર ચહેરો, અને વિવેકપૂર્ણ વિદ્વત્તાનો પ્રભાવ યુવતીઓને પાગલ કરી દેતી. એને સમજે કે ન સમજે પણ યુવતીઓ માત્ર એને લેક્ચર કરતા નિહાળવા જ આવતી. કોઈક એને હેમ્ડસમ હનુમાનજી તો કોઈક એને માર્વેલસ મારુતિ કહેતી. કેટલીક તો માત્ર એને જોવા જ આવતી. એ મોડર્ન સ્વામી હતા. કોઈ તો વળી એને ‘મોસ્ટ સેક્સી સંત એલાઇવ ઓન થ અર્થ’ પણ કહેતી.

એ જ્યારે નાના હતા ત્યારે, એકવાર એણે પંડિતજી પુછ્યું હતું ‘બાબા મારા માતાજી કોણ છે? ક્યાં છે?’ ઉત્તરને બદલે પંડિતજીએ બાળકને એક બોધ આપી દીધો. ‘બેટા, બ્રહ્મચારી માટે વિશ્વની તમામ મહિલા માતા છે. જ્યાં સુધી મહિલાઓ પ્રત્યે વિકાર રહિત દૃષ્ટિ રાખશે અને જ્યાંસુધી બ્રહ્મચર્ય જાળવશે ત્યાં સુધી  જ તારી જ્ઞાનવૃદ્ધિ થતી રહેશે અને પ્રતિષ્ઠા જળવાશે.’

બસ ત્યારથીજ એમણે સ્ત્રી સ્પર્શને નિષેધક કરી દીધું. કોઈ સ્ત્રી એને સ્પર્શી કરી શકતી નહિ. એ મહિલાઓથી દશ ફૂટ દૂર રહેતા. અંગ્રેજીમાં જેને ‘આર્મ લેન્ગ્થ ડિસ્ટન્ટ’ કહેવાય એ પાળવાનું શરૂ કરી દીધું હતું. એ મહિલાઓના અનટચેબલ સ્વામી હતા. અને એ સ્વામી તો નાની મોટી તમામ મહિલાઓને દૂરથી નમસ્કાર કરીને માતાજીનું સંબોધન કરતા.

આજે બત્રીસીની યુવાન વયે પ્રસિદ્ધ વક્તા બાલબ્રહ્મચારી સ્વામીજીનો નગ્નદેહ સિલિંગફેન નીચે લટકતો હતો. કોઈ માનવા તૈયાર ન હતું. પણ એ હકીકત હતી.

થોડા કલાકો પહેલા જ “સંગ-રંગ” સંસ્થાના ઉપક્રમે ફાઈવ સ્ટાર હૉટેલના વિશાળ કોન્ફરન્સ હોલમાં, સાહિત્યમાં કામુકતાનો પરિસંવાદ યોજાયઓ હતો અને એમાં મુખ્ય વકતા હતા મારુતિનંદન. વિદ્વાન બ્રહ્મચારીને સાહિત્યમાં શૃગાર વિષે વક્ત્વ્ય આપવાનું હતું. પ્રવચનની શરૂઆતમાં એણે બ્રહ્મચર્ય, યોગ, તપ, ત્યાગ અને વૈરાગ્ય વિશે વાતો કરી. મેનકા-વિશ્વામિત્ર, ઉર્વશીનું અર્જુન પ્રત્યેનું આકર્ષણ, શિવજીનું વિષ્ણુના મોહિની પાછળનું દોડવું અને વિર્યસ્ખલન થવું વગેરે વાત પછી વાતનો વળાક ભર્તૃહરીના શૃંગાર શતક તરફ વળ્યો. નિર્વિકાર ભાવે ખુબજ સારા શબ્દોમાં શૃંગાર શતકના મુક્તકોની સમજ આપી. સેક્સની કામુકતા વૈજ્ઞાનિક વિવરણમાં વહી ગઈ.

સમાપનમાં. “સંગ-રંગ” સંસ્થાના સ્થાપક ધનંજયના ચાલીસ વર્ષિય, કોકિલકંઠી ધર્મપત્ની ડૉ.મૃણાલિની એ જ મુક્તકોની શાસ્ત્રીય રાગોમાં રજુઆત કરી. એઓ કોલેજમાં સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક હતા. પોતે સંગીતકાર હતા. એમણે પોડિયમ પરથી મધુર સ્વરે શૃંગાર મુક્તકો ગાવાનું શરૂ કર્યું

मालती शिरसि जृम्भणं मुखे  चन्दनं वपुषि कुडकुमाविलम् ।

वक्षसि प्रियतमा मदालसा  स्वर्ग एष: परिशिष्ट आगम: ॥२३॥ 

સ્વર્ગ શું છે? સ્વર્ગ ક્યાં છે? મ્ર્ણાલિનીએ પોતાનું અર્થધટન રજુકર્યું.

કેશકલાપમાં સુગંધીદાર માલતી પુષ્પોની વેણી હોય. મોં પર બગાસાં હોય, શરીર પર કેસર મિશ્રિત ચંદનનો લેપ હોય, અને ઉર પર પડેલી મદભર પ્રિયતમા હોય એ જ પુરુષ માટે સ્વર્ગ છે. બાકી બીજું બધું તો છેવાડે આવતું અર્થહીન પરિશિષ્ટ છે.

એમની નજર સ્ટેજના બીજે છેડે અદબવાળીને ઉભા રહેલા મારુતિનંદન પર સ્થિર હતી. મારુતિનંદનની નજર અકસ્માત જ મૃણાલિનીના ફાટફાટ થઈને કંચુકીની બહાર છલકાતા ઉરોજો પર પડી. દૃષ્ટિ ની હટાવવા નીચું જોઈને ઉભા હતા. પ્રોફેસર જાણે એને સંબોધીને જ ગાતાં હોય એમ મૃણાલિની એ બીજું મુક્તક ગાયું.

संसारे स्वपनसारे परिणतितरले द्वे गती पण्डितानां

तत्त्वज्ञानामृताम्भ: प्लवललितधियां यातु काल: कथंचित् ।

પોતાની રીતે સમજાવતા કહ્યું કે આ સંસાર સ્વપ્નવત અને ઉપર નીચે વહેતા તરંગ જેવો અસ્થિર છે. એમાં પંડિતોની બે ગતી છે; બે અવસ્થા છે. ક્યાં તો તેમનો સમય તત્વજ્ઞાનરૂપી અમૃતજળમાં તેમના સુંદર વિચારોને ડુબાડીને, માંજીને ચકચકીત રાખવામાં પસાર થાય છે.

આજે આપણે વિદ્વાન યુવા બ્રહ્મચારીજી મારુતિનંદનને સાંભળ્યા. એઓશ્રી આ પ્રકારના વંદનીય પંડિત  કહેવાય. હવે બીજા પ્રકારના પંડિત કેવા હોય છે? જેમની ગતી આ સંસારમાં રહીને સ્વર્ગીય સુખ માણવાની હોય છે. આજ મુક્તકનો બીજો ભાગ આ પ્રમાણે છે.ભર્તૄહરીએ ગાયું છે

नो चेत्मुग्धाङ्ग्नानां स्तनभरजघनाभोगसंभोगिनीनाम्‌

स्थूलोपस्थस्थलीषु स्थगितकरतलस्पर्शलीलोद्यमानाम् ॥३७॥

સ્તન અને વિશાળ જઘનોના ભોગ ભોગવવાની ઇચ્છાવાળી મુગ્ધ સુંદરીઓના સ્થૂ ગુહ્યસ્થાનોમાં પોતાની હથેળીઓથી સ્પર્શ કરવાની લીલાના ઉદ્ધમમાં તેનો કાળ વીતે છે.”

મૃણાલિનીએ કહ્યું કે શૃગારરસ માત્ર શબ્દોમાંજ, સાહિત્યમાં કે પુસ્તકમાં સાચવી રાખવાની વસ્તુ નથી, એ ચેતનવંતા જીવની આવશ્યક પ્રક્રિયા છે. જે પુખ્ત નરનારી વચે વિવેકપૂર્વક વહેતી રહેવી જોઈએ. એક શ્લોકમાં ભર્તૃહરીએ પુરુષને માટે બે માર્ગ ચીદ્યા છે.

અર્થ વગરના પ્રલાપો શીદ કરવા?  આ લોકમાં પુરુષોને બે જ વસ્તુઓ સેવન કરવા યોગ્ય છે. કયાંતો સુંદરીઓનું, નવીન મદભરી લીલાઓથી મલપતું અને સ્તનોના ભારથી ખિન્ન થયેલું યૌવન અથવા તો વન.”

ભર્તૃહરિ પ્રમાણે આ બે સિવાયનું અન્ય કશું પણ સેવનાર ’મહાપુરુષ’ કે અન્ય કશું પણ કહેવાય, પણ ’પુરુષ’ તો ન જ કહેવાય !!!

‘સૃષ્ટિના સર્જન માટે જ નર નારી વચ્ચે આકર્ષણ છે. બે દેહ વચ્ચે કામ છે. અને કામ સાહચર્ય જ નવા દેહનું સર્જન કરે છે. વન્સ્પતિ, જીવ જંતુ, પશુ પંખી, અને મનુસ્ય જીવ પોતાની આવૃત્તિ સર્જીને આ વિશ્વને ચેતનમય રાખે છે. નર કે નારી જો સમર્થ ના હોય તો અન્યના સહકારથી સર્જન પ્રક્રિયા ચાલુ રાખવી જીવ શાસ્ત્રનું આવશ્યક અંગ છે.’

‘મિત્રો, હવે પછીની બેઠકમાં સ્ત્રીઓ કેવા પુરુષની ઝખના કરે છે તેના સાહિત્યની વાતો કરીશું.’ સ્ટેજ પરથી બન્ને વક્તાઓએ પરસ્પર દૂરથી નમસ્કાર કર્યા. ડો.મૃણાલિની માદક નયનોમાં ઇજનનો સંકેત હતો. મારુતિનંદન અસ્વસ્થ હતા.

****

મધ્યાન વિરામનો સમય હતો. શ્રોતાઓ ભોજન શાળામાં ધસ્યા. મારુતિનંદન એમને આપેલા અલાયદા રૂમમાં ગયા. ભોજન વિશ્રામ દરમ્યાન મારુતિનંદનના બારમા માળ પરના રૂમના દરવાજે હળવા ટકોરા પડ્યા હતા.

શૃગાર અને કામશાસ્ત્ર વિષય તો અનેકવાર બ્રહ્મચર્યના અર્થમાં ચર્ચ્યો હતો. પણ આજે એજ વિષય કોઈ અપ્સરાએ એને ઉદ્દેશીને જ ગાયો હતો. જીવનમાં પહેલી જ વાર ચિત્ત ચંચળ થઈ ઉઠ્યું હતું. ઉદ્ભવેલી વૂત્તિના શમન માટે એમણે વિકારના પ્રાયશ્ચિતરૂપે લંગોટભેર “ઓમ હં હનુમતે નમ:” નો જપ સાથે દંડ વ્યાયામ કરવા માંડ્યો. મંત્ર સાથે વિદ્યુતવેગે દંડ પિલાતા હતા. વિકાર દહન થતું હતું. શરીરના પ્રસવેદના રેલાથી ફ્લોર પરની કારપેટ ભીની થતી હતી. હળવા ટકોરા એમના પ્રાયશ્ચિત વ્યાયામને અટકાવી ન શક્યા. ફરી વધુ ટકોરા પડ્યા.

‘આપ કોણ?’ વ્યાયામ અટકાવ્યા વગર જ પ્રશ્ન કર્યો.

‘હું ધનંજય.’

‘પધારો ધનંજયજી, દ્વાર ખુલ્લું જ છે.’

ધનંજયે બારણું ખોલ્યું. પણ ધનંજયને બદલે એમના પત્ની ડો.મૃલાણિની દાખલ થયા. બારણું બંધ થયું. અંદરથી બંધ થયું. બહારથી ધનંજય ડોર નોબ પર “ડુ નોટ ડિસ્ટર્બ”ની સાઈન લટકાવી અને પોતાના રૂમમાં વિદાય થયા.

“માતાજી, માતાજી, માતાજી, આપ….?” મારુતિનંદન જીવનમાં પહેલીવાર જ આંખો બંધ કરી, સંકોચ પૂર્વક ટુવાલ શોધતા થઈ ગયા.

‘મારુતિનંદન. બંધ ચક્ષુએ કામકાવ્ય વિચારવાને બદલે આપની સામે આપની માતાજી નહિ, પણ એક મહિલા ઉભી છે. આંખો ખોલો. નયનોને ત્રાસ ન આપો’

‘હૃષ્ટપુષ્ટ યુવાન, નિર્બળ બાળકની જેમ વિહ્વળ બનીને ટુવાલ શોધતો હતો. માતાજી કૃપા કરી મારા પર ટુવાલ કે કોઈપણ વસ્ત્ર ફેંકી આપ દૂર ખસો.’

‘એમના દેહ પર એક ટુવાલ ફેંકાયો.. અને મૃણાલિનીના દેહ પરનો એક માત્ર ગાઉન જમીન પર સર્યો. ‘હવે તો આંખો ખોલો. હું આપનાથી બાર ફૂટ દૂર છું.’

‘અપાયલા ટુવાલથી જાતને ઢાંકવાની કોશીશ કરતા મારુતિએ આંખ ખોલી. સામે વસ્ત્રાવરણ વગરની  પુખ્ત ચાળીસી યુવતી ડો.મૃણાલિની, ખજુરાહોની પ્રતિમા સમાન મુદ્રામાં ઊભી હતી. છૂટ્ટો કેશકલાપ, નયનોમાં આમંત્રણ, હોઠ પર મધુરુ સ્મિત, ઉંચી લાંબી ગ્રીવા, સુડોળ, પુષ્ટ નિતંબ, કઠણ અને ઉભરાતાં અમૃતકુંભો, આકર્ષક કટિપ્રદેશ મધ્યે, પુષ્પકળી સમાન નાભિ, અને પદ્મિની યોનીવાળી સુંદરીના માત્ર એક જ ક્ષણના દર્શનથી બ્રહ્મચારી મારુતિનંદન પુરુષ થઈ ગયો. કુંઠિત કામસ્રાવો અંગેઅંગમાં પ્રસરવા માંડ્યા.

‘યુવાન આપની ઈચ્છા મુજબ હજુ પણ, હું આપનાથી દૂર જ છું. આપ પોતે બ્રહ્મચારી હનુમાનજી છો એ આપની ભ્રમણા છે. સ્ત્રી સંગવગર આપ અપૂર્ણ પુરુષ છો. આપ દેવ તો નથી જ પણ કદાચ પુરુષ પણ નથી. જો આપ પુરષ હો તો જાતે આવીને મને તમારામાં સમાવી દો. તમને સ્પર્શ કરી હું તમારા અર્થહીન બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરી તમારા દેહને ના અભડાવું.’

‘હું મારા પતિ સાથે સુખી છું. હું મારા પતિને ખુબ જ ચાહું છું. મારા પતિ ધનંજય વૃદ્ધ છે. સશક્ત મૈથુન મારે માટે માત્ર કાલ્પનિક સ્વપ્ન જ રહ્યું છે. વાસ્તવમાં કોઈ જ અનુભુતિ નથી. મારું યૌવન વેડફાઈ રહ્યું છે. મારા પતિ સંતાન સર્જક બની શકે એમ નથી. અમને માત્ર એક બાળકની ઝંખના છે. મારા પતિએ સ્વેચ્છાથી દેહાનંદ માણવા અને વંશ સાતત્ય જાળવવા માટે નિયોગ દ્વારા બાળક પ્રાપ્ત કરવાની ધર્મયુક્ત સહમતી આપી છે. એમણે જ નિયોગી તરીકે આપને નિયુક્ત કર્યા છે. આપના જેવા ઉત્તમ નિયોગી બીજા કોણ હોઈ શકે? આ વ્યભિચાર નથી. એક ધર્મકાર્ય છે. એમાં મેં એક અપવાદ રાખ્યો છે. મેં કામશમન માટે મારા અંગો પર ધીનો લેપ નથી કર્યો. એક સુખદ સંતૃપ્તીની અનુભૂતિ માટે એક્ઝોટિક ઈમ્પોર્ટેડ પર્ફ્યુમ લગાવ્યું છે. અને એ પણ મારા પતિશ્રીના સૂચનથી જ. કમ ઓન યંગમેન, મને તમારામાં સમાવી દો. મારા સખ્ત ઉરોજો તમારા હસ્તમર્દનની રાહ જૂએ છે. આપની સર્વ શક્તિનું મારામાં સિંચન કરી દો.’

‘હું માત્ર ત્રીસ સેકન્ડ માટે તમારી રાહ જોઈશ. જો આલિંગન ન મળે તો વસ્ત્ર પહેરી તમને સ્પર્શ કર્યા વગર બહાર નીકળી જઈશ. મારુતિએ પણ મકરધ્વજનું સર્જન કર્યું હતું. આપ પણ એક સર્જક બનીને તમારા જ દેહાકારની પ્રતિમાનું સર્જન કરી દો. હું ગણવાનું શરૂ કરું છું. માત્ર ત્રીસ સેકંડ. ચોઈસ ઈઝ યોર્સ.’

વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ અને છઠ્ઠી ક્ષણે તો બે દેહ એકબીજામાં સમાઈ ગયા. જાણે એક સમુદ્ર ખલવાઈ ગયો. એક નહિ, બે નહિ મૃણાલિનીને ત્રણ ત્રણ તૃપ્તિનો અવિરત સંતોષ મળ્યો.

કામયજ્ઞની રતિક્રિયા બાદ મૃણાલિનીએ મારુતિનંદનના કપાળ પર વિકાર રહિત સ્નેહ ચુંબન કર્યું. વાળમાં હાથ ફેરવ્યો. “આભાર મારુતિ” કહીને વસ્ત્ર પરિધાન કરી પોતાના રૂમમાં પહોચી ગઈ.

શું એ ખરેખર ધર્મયુક્ત નિયોગ હતો? વૃદ્ધ ધનંજયની લાચારી હતી? મૄણાલિની પ્રબળ કામવાસના હતી? મારુતિનંદન પણ કામદેવથી પરાજીત થઈ ગયા હતા. એમને મળેલો આદેશ યાદ આવ્યો. ‘‘બેટા, બ્રહ્મચારી માટે વિશ્વની તમામ મહિલા માતા છે. જ્યાં સુધી મહિલાઓ પ્રત્યે વિકાર રહિત દૃષ્ટિ રાખશે અને જ્યાંસુધી બ્રહ્મચર્ય જાળવશે ત્યાં સુધી  જ તારી જ્ઞાનવૃદ્ધિ થતી રહેશે અને પ્રતિષ્ઠા જળવાશે.’ આજના પ્રવચન દરમ્યાન જ એમનું માનસિક સ્ખલન થઈ ચૂક્યું હતું. નિયોગયજ્ઞમાં બ્રહ્મચર્યની આહુતિ અપાઈ ચૂકી હતી. હવે જ્ઞાનવૃદ્ધિ નહિ થાય, હવે પ્રતિષ્ઠા નહિ જળવાય. આ જીવન યાત્રા અહિ જ સમાપ્ત થવી જોઈએ. હવે વસ્ત્રાવરણની શી જરૂર? જન્મ વખતે શું પહેરીને જનમ્યો હતો? બસ એમણે એક કાગળ પર ટૂંકી નોંધ લખી.

મધ્યાન વિશ્રામ પૂરો થતાં એક કાર્યકર્તા મારુતિનંદનને લેવા એમના રૂમમાં આવ્યો ત્યારે ડોર અનલોક હતું. મારુતિનંદનનો દેહ લટકતો હતો. એક કાગળ પર નોટ લખી હતી. “જીવની ફરજ જીવના સર્જનની છે. સર્જનયજ્ઞમાં સ્વૈચ્છિક આહુતિ અર્પી હવે હું મુક્તિ માર્ગે જઈ રહ્યો છું. મારા પાર્થિવ દેહનો અગ્નિદાહ શેઠશ્રી ઘનંજયજી પાસે કરાવજો.”

ત્રણવાર સંતૃપ્ત થયેલ મૃણાલિનીને તે સમયે ખબર ન હતી કે એના ઉરમાં ત્રણ ત્રણ બીજ ફલિત થઈ રહ્યા હતા. ત્રણ જીવનું આરોપણ થઈ ચૂક્યું હતું. ત્રણ જીવનું  સર્જન અને એક લટકેલા જીવનું વિસર્જન થઈ ગયું.

****

ભોજન વિરામ પછીની સભા શોક સભામાં  ફેરવાઈ ગઈ. ધીમા ગણગણાટ વચ્ચે સ્વેત સાદી સાડીમાં ડો. મૃણાલિની પતિ ધનંજય સાથે સભાખંડમાં દાખલ થયા. ભીની આંખે ડો.મૃણાલિનીએ ઓડિયન્સને હાથ જોડીને જાહેર કર્યું કે “મારુતિનંદનજી હવે આપણી સાથે નથી રહ્યા. એમને શું થયું હતું એની કોઈ માહિતી આપણી પાસે નથી. પ્લીઝ આપ સૌને હાર્દિક વિનંતી કે કોઈ પણ અફવા માનશો નહિ; અફવા ફેલાવશો નહિ. એ પોલિસનું કામ છે. આપણું કામ, આપણી ફરજ એમના આત્માની શાન્તિ માટે પ્રાથના કરવાની છે. આપણા હૈયામાં, એ હમેશા જીવંત રહેશે. મારુતિ  તો ચિરંજીવી જ હોય છે ને! આપણે બે મિનિટનું મૌન પાળી છુટાં પડીશું. પ્રભુ એમના અમર આત્માને શાંતી અર્પે..’

 

એડિટેડ ફોર ગુજરાત દર્પણ ઓક્ટોબર ૨૦૧૮

7 responses to “એક વિસર્જન ત્રણ સર્જન

 1. મનસુખલાલ ગાંધી October 23, 2018 at 1:17 AM

  પુખ્ત વયના મિત્રો માટે….. વાર્તા સરસ છે, પણ, ગલગલિયા કરાવે એવું તો આમાં કંઇ લાગતું નથી.. ઉલટાનું કહેવતી ઘણીબધી કૌટુંબીક વાર્તાઓમાં આનાથી પણ વધારે શૃંગાર રસ હોય છે. ઘણી વ્યક્તિઓને એવી ટેવ હોય છે કે પોતે જે કંઇ કાર્ય કર્યું હોય તે સારું છે કે ખરાબ તેનો પોતેજ ન્યાય કરે. ઠીક છે, પણ, બ્લેક પેન્ટ અને વ્હાઈટ શર્ટ પહેરીને અંગ્રેજીમાં પણ કથા-ભાષણ કરનારા મોડર્ન મારુતિનંદને જે કર્યું છે તે શ્રી પ્રવીણભાઈના લખ્યા મુજબ “કામ” એ ઈશ્વરદત્ત દરેક જીવની નૈસર્ગીક પ્રક્રિયા છે. એનું શમન એ અકુદરતી છે, એ ખરેખર સત્ય છે, એ સત્યજ ભુલી જવાયું એટલે જાતેજ ન્યાય કરીને આપઘાત કરી લીધો..

  સરસ વાર્તા..

  Like

 2. pravinshastri October 22, 2018 at 9:40 AM

  સતિશભાઈ આભાર, આભાર આભાર. “કામ” એ ઈશ્વરદત્ત દરેક જીવની નૈસર્ગીક પ્રક્રિયા છે. એનું શમન એ અકુદરતી છે. હા નિયંત્રણ જરૂરી છે પણ કામને બળાત્કારથી દબાવી દેવાનો અર્થ નથી.

  Like

 3. ્સતિશ પરીખ October 22, 2018 at 9:32 AM

  અદ્ભુત. શ્રુંગારરસનુ વર્ણન ખરેખર આબેહુબ અને નૈસર્ગિક પણ તેટલુ છે.હું . જયેન્દ્રભાઇ અશારાની વાત સાથે સંમત થાઉ છુ. આ કથિત બ્ર્હ્મચર્ય સાધુસંતો ની જમાત આમાથી કોઈ બોધ લે તો સમાજ ને ઉપયોગી થાય. ગીતામા પણ ક્રુશ્ન ભગવાને “કામોત્સ્મિ ભરતર્શ્ભ કહીને કામ વાસના ને એક યોગ ગણાવ્યો છે.શ્રુંગારરસ ને ઉદ્દીપિત કરવા માટે અને વાર્તા ને ય્ઓગ્ય ન્યાય મળે તે માટે આપે જે ભર્ત્રુહરી ના શ્લોકો ટાંક્યા છે તે ખરેખર તમારી લેખનકળાની વિદ્વતાના દર્શન કરાવે છે. લગે રહો શાસ્ત્રીજી. આવી વાર્તાઓ પીરસતા રહો.

  Liked by 1 person

 4. pravinshastri October 19, 2018 at 4:47 PM

  કેટલીકવાર હું જાતે લખતો નથી. પાત્રો પોતે જ મારા પર સવાર થઈને મને તેમની ધારેલી દિશામાં દોડાવે છેે. લખ્યા પછી મને લાગ્યું કે કદાચ કોઈકને લાગે કે હું જરૂર કરતાં શૃગારને વધુ પડતો તો લઈ નથી જતોને. પ્રખર બ્રહ્મચારીને નિયોગ માટે મજબુર કરવા દૈહિક અને શાબ્દિક મર્યાદા ઓળંગવી પડે તે આપોઆપ ઓળંગાઈ ગઈ. અને વાચક મિત્રોની ક્ષમા પણ માંગી લીધી. આ લખતાં પહેલાં ભૂલાઈ ગયેલી ભર્તૃહરિ અને પિંગળાની વાતો તાજી કરી, ભિક્ષા દેને મૈયા પિંગળા અને ભેખ ઉતારો રાજા ભરથરી માંડી મારા પ્રિય સંગીતમાર્કંડ ઓમકારનાથજીનું ભૈરવીમાં ગવાયલું “મત જા મત જા જોગી” તો ત્રણ વાર સાંભળી લીધું. અમૃતભાઈ આપનો રિવ્યુ કરેખર મારે માટે તો જરૂરી ઓક્સિજન સાબિત થાય છે.

  Like

 5. Amrut Hazari. October 19, 2018 at 3:51 PM

  રાજર્ષિ યોગીન્દ્ર ભર્તુહરિના. લખેલો ‘ નીતિશતક ‘ ખૂબ પ્રચલિત ગ્રંથ છે. તે ગ્રંથનો સમશ્લોકી અનુવાદ અને તેનું સંપાદન શ્રી લવજીભાઇ ભક્તે કરેલું છે.
  પ્રવિણભાઇઅે બને કે ભર્તુહરિના ત્રણ શતકો….નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતકના મૂળ સંદેશનો સુંદર ઉપયોગ આજની તેમની વાર્તામાં કર્યો છે પોતાની રીતે.
  સુંદર પ્રતિરોપણ.
  કયો વાચક મારિતિનંદનનો ભક્ત નહિ બને ? ખાસ કરીને સ્ત્રીઓ !
  ફરી પાછો કહું કે પ્રવિણભાઇની પ્રવિણતા અહિં પણ છલકાય છે. શ્લોકોનો સહારો વાર્તાને વેગ આપે છે…સત્યતાના દર્શન કરાવે છે. આ જ તો લેખકની સફળતા છે.
  ભર્તુહરિઅે રાજપાત છોડીને સન્યાસ લીઘો હતો.
  હાર્દિક અભિનંદન., પ્રવિણભાઇ. આજથી તમારી બીજી વાર્તાની રાહ જોનારાની સંખ્યા અગણય બની રહેશે.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 6. pravinshastri October 19, 2018 at 11:14 AM

  સમાજમાં વિચાર અને વર્તનની એક ઘરેડ બની જાય છે. મને ગામડાઓના રસ્તા ખબર છે. શહેરમાં આવેલા ગાડાઓ કે ઘોડાગાડીઓ અમના ચાલક ઊંઘમાં હોય તો પણ જાણીતી ઘરેડમાં ચાલતા પશુઓ પોતાને ગામ પહોંચી જતાં. બસ એક વિચારધારા સ્થાપીત થઈ જાય તે સહેલાઈથી તોડવી મુશ્કેલ છે. મારુતિનંદન પણ સ્ખલનને નૈસર્ગિક ગણીને સ્વીકારી શક્યો નહિ. એ આત્મ હત્યા ન કરતે તો પણ કોણ જાણવાનું હતું? આ પાત્રની વિચારધારા પણ એ જ દિશા અને ઘરેડમાં આપોઆપ એની મેળે જ પ્રવાસ કરે છે. બ્રહ્મચર્ય ભંગનું પ્રાય્શ્ચિત આત્મ હત્યાદ્વારા કરે છે. આપનો ખુબ આભાર જયેન્દ્રભાઈ.

  Like

 7. jashara October 19, 2018 at 3:00 AM

  “જીવની ફરજ જીવના સર્જનની છે.”
  એ અંતિમ સત્ય સમજ્યા વગર ઘણા વ્યક્તિ સાધુત્વની તુચ્છ પ્રકૃતિક-અપમાને મહાત્મા કેમ ગણાય? દેશ-ભારતમાં વૈરાગ્યને મહાન આલેખાયો ત્યારથી-જ સાંસ્કૃતિક સ્ખલન શરુ થયું …દેશ દમ્ભમાં રાચવા લાગ્યો …કુદરતના કામ પણ શરમ અનુભવવ લાગ્યો … એવા ધર્મ કે દેશનું પતન થાય તો પણ શું?

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: