ટ્રમ્પ, પુટિન અને કિમનો ત્રિવેણી સઁગમ

s-gandhi

Surendra Gandhi

 
 

પચરંગી પરપોટા

લેખક: સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી

લેખક શ્રી અમેરિકન સાંપ્રત રાજકારણ પર

ટૂંકી હળવી વાતો લખતા રહે છે.

  અવગુણો નો અભ્યુદય થયો અને છબરડા ની છાબ છલકાઈ જવાની અણી ઉપર આવી આવી ને રહી જાય છે. સસ્પેન્સ પણ રુદન કરી કરી ને હાર્યો લાગે છે. જાનકી નાથે પણ ન’તું જાણ્યું કે મિયાં – મહાદેવ ને પણ શરમાવે એવી આસાની થી ટ્રમ્પ, પુટિન અને કિમ નો ત્રિવેણી સઁગમ થશે  અને ત્રણે મહારથીઓ ના કુસમ્પ ના સમ્પ નો દેખાડો થશે. જો કે આ ત્રિવેણી સઁગમ પર ઈરાની કે સિરિયન વક્ર દ્રષ્ટિ નોધારા નો આધાર બની ને ત્રાટકે તો બધું ખોરવાઈ જાય. રખે કોઈ રામરાજ્ય સ્થાપના ના સ્વપ્નો સેવતા થઇ જાય! આતંકવાદ, બોર્ડર સિક્યુરિટી જેવા ટંટા  ફિસાદ નું અસ્તિત્વ આથમી થોડું જશે? એક દેશ માં થતા ખખડાટે બીજો આનંદશે.અને એ ખખડાટ ને પરાકાષ્ઠા એ પહોંચાડવા માટે કમર કસશે અન્યોન્ય ના ગંદવાડ  ની સૂગ ઉપર ફૂગ વળે ત્યાં સુધી બુલન્દ બખાળા અને વાદ વિવાદ થશે . કારણ કે પોતાનો ગંદવાડ સહુ  ને વ્હાલો હોય. ભલે ને એ ગંદવાડ રાજકીય હોય,ધાર્મિક હોય કે સામાજિક હોય.હાલ ના સંજોગો માં કોઈ ને પણ કોઈ પ્રકાર ની વિશુદ્ધિ અમાન્ય છે અને રહેશે જ. કારણ કે આપણા નીમેલા નેતાઓ, બની બેઠેલા બાવા સાધુઓ અને ગતાગમ વગર ના ગુરુઓ કોઈ પણ ભોગે આ ગંદવાડ ને ટકાવી જ  રાખશે. 

                                                        આપણા અપનાવેલા વતન માં અનીતિ, દુરાચાર, અસત્ય ઉમટ્યા છે.અને અધર્મ, અનીતિ અને દુરાચાર ના નિતનવા માપદંડ બન્યા જ કરે છે. અધૂરા માં પૂરું પ્રમુખ શ્રી ના ટ્વીટર ના ટહુકા બળતા માં ઘી હોમે છે. ફેક ન્યુઝ ને અફવાઓ નો ઓવરલોડ થાય છે.જેની સાથે સાથે અવળચંડાઇ માં પણ વધારો થાય છે  

                                                       કદાચ મારા થી પણ વધુ ફળદ્રુપ ભેજા માં તુક્કો તરવરે અને આ દુર્ગુણો ની આગવી સ્પર્ધા નું ઓલિમ્પિક સ્તરે આયોજન કરી ને દુર્ગુણો ને સન્માનવા માં આવે તો ખોટું શું છે? કારણ કે આમે ય મુખ માં રામ ને બગલ માં છૂરી તો રખાય જ છે ને! હજુ પણ સો ચૂહા ખાનારી બિલ્લી હજ્જ કરવા જાય જ છે ને! એટલું જ શું કામ? એરણ ની ચોરી કરી ને સોય નું  દાન આપનારા દાનવીરો થોકડેબન્ધ મળે છે! સદાચાર ના ગુણગાન નો જમાનો ગયો. બુરાચાર ને બહેકાવવો રહ્યો. 

                                                  જ હોય તે, પણ આ કઇં  નવું નથી. આવી બાબતો પર મેથી મરાતી જ રહે છે. વળી આ બાબત કોઈ ની જાણ બહાર નથી.તેમ જ આ કોયડા નો ઉપાય પણ સર્વવિદિત છે.  પણ પહેલ કોણ કરશે? એક રસપ્રદ ઘટના આશાજનક છે. નવરાત્રી ના રાસગરબા ચોરે ને ચૌટે ઉજવાયા . ઘડી ભર લાગ્યું કે ગરબા ગ્લોબલ થયા. વિવિધ લોકો એ કોઈ પણ પ્રકાર ના ભેદભાવ ને બાજુ એ મૂકી ને ભાગ લીધો.જે  કામ વિનાશક શસ્ત્રો, બન્દૂક ની ગોળીઓ અને તોપગોળાઓ ન કરી શક્યાએ ગરબા એ શક્ય બનાવ્યું? ગરબા ખરેખર શીખવી શકે? પણ ના શીખી હોશિયારી, સચ હૈં યેં દુનિયા ઔર દુનિયાવાલે સબ હૈ અનાડી…….

2 responses to “ટ્રમ્પ, પુટિન અને કિમનો ત્રિવેણી સઁગમ

 1. pravinshastri October 22, 2018 at 8:57 AM

  ” આપણા જીવનમાં રૂપિયા અને માનસત્તાનું ચલણ એટલું બધું વધી ગયું છે કે આપણે આજીવિકાને આપણી તમામ શક્તિઓના લિલામનું બહાનું બનાવી દીધું છે ” ખુબ જ સરસ વાત કહી. આ જે પઈસો જ પાવર બની ગયો છે.
  બીજી વાત બોલીવુડની.
  રાજ કપુર – મને પ્રોડ્યુસર તરીકે નાનપણથી જ ખ્બ ગમ્યો છે. વિષય વસ્તુની વિવિધતા અને ઉમદા આદર્શ વળીમુવિ નું નિર્માણ કર્યું હતું. પણ મને એનો ચાર્લી ચેમ્પ્લીન ટાઈપનો બીબાઢાળ અભિનય નહોતો ગમતો. સરખામણીમાં દિલિપકુમારનો અભિનય વધુ ગમતો.

  Like

 2. pragnaju October 22, 2018 at 7:52 AM

  મહાત્મા ગાંધી બધું જ છોડીને ભારતની પ્રજાની જાગૃતિમાં પોતાની જીવનશક્તિ હોમી દે, મોતીલાલ નહેરુ ધીકતી વકીલાત છોડીને આઝાદીના જંગમાં ઝંપલાવે કે મહર્ષિ અરવિંદ ઉજ્જવળ કારકિર્દીનાં સ્વપ્ન જોવાનું છોડીને આત્મજ્ઞાનનો પંથ પકડે ત્યારે તેમાં તેમના જીવનધર્મનો નાદ સાંભળી શકાય છે. આપણા જીવનમાં રૂપિયા અને માનસત્તાનું ચલણ એટલું બધું વધી ગયું છે કે આપણે આજીવિકાને આપણી તમામ શક્તિઓના લિલામનું બહાનું બનાવી દીધું છે અને આ સંગમ ! ન હોગા-ન હોગા-ન હોગા-
  Sangam – Mere Mann Ki Ganga Aur Tere Mann – Mukesh – YouTube

  Video for youtube teremanki ganga▶ 4:00
  Jul 19, 2010 – Uploaded by Shemaroo
  Movie : Sangam Music Director: Shankar Jaikishan Singers: Mukesh Director: Raj Kapoor Enjoy this super hit …

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: