ગુજરાતી બ્લોગ જગતમાં “મધુ સંચય” એક માત્ર ઉચ્ચ વૈજ્ઞાનિક માહિતી આપતો બ્લોગ છે. એમ કહીયે તો ચાલે કે દુજરાતી વિકિપિડિયા છે. હું અમેરિકામાં છું. આખી જીંદગી લેબોરેટરીમાં કામ કર્યું છે. અંગ્રેજીમાં ગુગલ પરથી ઘણું વાંચું પણ છું. છતાં ઘણું સમજી શકતો નથી. જ્યારે દવે સાહેબના સરળ ગુજરાતી લેખો વાંચું છું ત્યારે કંઈક વધુ સમજાય છે. મધમાખી, પુષ્પ પરથી માઈકો સૂંઢમાંથી અર્ક લાવી લાવીને કેટલા પરિશ્મથી એક બે ટીંપાં જેટલું મધનો સંચય કરતી હશે! દવે સાહેબ પણ એ જ કરે છે. હરિશભાઈ પણ એ જ કરે છે. એમના આભાર સહિત આર્ટિફિસીયલ ઈન્ટેલિજબ્સની વાતો આપને જાણવા જણાવવા રિબ્લોગ કરું છું.
Like this:
Like Loading...
Related