મને હજી યાદ છે-૬૦ (બાબુ સુથાર)-સદાકાળ વિદ્યાર્થી બની રહેવાની મથામણ

શ્રી દાવડાના આંગણામાં પ્રખર ભાષાવિજ્ઞાની વિદ્વાન શ્રી બાબુ સુથારની જાણવા સમજવા જેવી આત્મ્કથા આલેખાય છે.
જૂદા જૂદા શૈક્ષણિક ક્ષેત્રમાં અભ્યાસ માટે ૬૦-૭૦ વર્ષથી અનેક દેશના વિદ્યાર્થીઓ આવે છે. સંઘર્ષ કરે છે. ભણે છે. અમેરિકામાં સ્થાયી થાય છે. મોટાભાગના સફળ થાય છે. કોઈકને નિરાશા સાંપડે છે. ૧૯૬૦ – ૭૦ – ૮૦ – ૯૦ -૨૦૦૦ – ૨૦૧૦ કે ૨૦૨૦નો સમય હોય; વિદ્યા અભ્યાસ માટે આવવું, ઉપાધી મેળવવી, સફળ થવું એ જેવી તેવી વાત નથી જ. સેંકડો નહિ પણ હજારોની સંખ્યામાં ભારતથી ભણવા માટે અમેરિકા આવેલા ડોક્ટર્સ, ઇજીનિયર્સ, સાયન્ટિસ્ટ્સ, અને બીજા અનેક વ્યાવસાયિકોની જીવનકથા વાંચવા જાણવા જેવી હોય છે.
આવી જ કથા બાબુ સુથારની છે.
અમેરિકામાં પહેલી પેઢીના માબાપ ઈચ્છતાં હોય છે કે બાળકો ગુજરાતી ભાષા શીખે અને તેમના બાળકોને કદાચ કોઈ મંદિરમાં શનિ-રવિમાં ક-ખ-ગ શીખવા મોકલે પણ ખરા. પણ બીજી પેઢીમાં ગુજરાતી ભાષા જ્ઞાન ઉપેક્ષીત થઈ જાય. પરદેશીઓ ગુજતાતી ભાષા પર શિખવા વાળા કેટલા?
બાબુભાઈની જીવન કહાણીનું આ પ્રકરણ અમેરિકન યુનિવર્સિટિ અને ભાષા વિજ્ઞાનીની યાતના વિશે ઘણું ઘણું કહી જાય છે. ભારતના ઘણાં અભ્યાસુઓને જાણવા મળે એવી વાતો છે. આશા છે કે મારા વાચક મિત્રોને એમની વાત વાંચવા ગમશે.
શ્રી દાવડાજીના આભાર સહિત એમની આ વાત આપ મિત્રો સાથે શેર કરું છું.

દાવડાનું આંગણું

સદાકાળ વિદ્યાર્થી બની રહેવાની મથામણ

અમેરિકામાં પીએચ.ડી. કર્યા પછી મોટે ભાગે વિદ્યાર્થીઓ આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મેળવતા હોય છે. પણ મારા માટે એ શક્ય ન બન્યું. એ માટે ઘણાં બધાં કારણો જવાબદાર છે. સૌથી પહેલું કારણ દક્ષિણ એશિયાના અભ્યાસમાં આવેલાં પરિવર્તનો. જ્યારે હું એક વિદ્યાર્થી તરીકે અમેરિકા આવ્યો ત્યારે અમેરિકાના લગભગ બધા જ દક્ષિણ એશિયા વિભાગમાં દક્ષિણ એશિયાના ભાષાશાસ્ત્રના બે કે ત્રણ નિષ્ણાતો હતા. મારા વિભાગમાં જ એવા ત્રણ નિષ્ણાતો હતા. મને એમ હતું કે હું જ્યારે પીએચ.ડી. પૂરું કરીશ ત્યારે આ બધા પ્રોફેસરોમાંથી કોઈક નિવૃત્ત થઈ જશે અને મને એની જગ્યાએ આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મળી જશે. પણ, એવું ન બન્યું.

મને લાગે છે કે મારી અપેક્ષાઓ અને અમેરિકન યુનિવર્સિટીની વાસ્તવિકતા વચ્ચે એક મોટી ખાઈ હતી. એ હકીકત છે કે ત્યારે દક્ષિણ એશિયા વિભાગોમાં ભાષાશાસ્ત્રના ઘણા પ્રોફેસરો હતા. કોઈ ભારતીય-આર્યમાં નિષ્ણાત તો કોઈ દ્રવિડીયન ભાષાશાસ્ત્રમાં નિષ્ણાત. પણ, એમાંના મોટા ભાગના વિદ્વાનો  ભાષાવિજ્ઞાન વિભાગોમાં તૈયાર થયેલા હતા. બીજું, એમાંના મોટા ભાગના પ્રોફેસરો…

View original post 1,696 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: