શ્રી નટવર ગાંઘીની વાતો – પ્રારંભ

મિત્રો,

ડિસેમ્બર ૧, ૨૦૧૯ થી મારા આ બ્લોગમાં એકાંતરે દિવસે માનનીય ડો. નટવર ગાંધી લિખીત “એક અજાણ્યા ગાંધીની આત્મકથા” પ્રગટ થશે.

unnamed

એઓ કહે છે….

‘આજે હું નિવૃત્ત થઈને બેઠો છું ત્યારે વિચાર આવે છે કે આ જિંદગીમાં હું ક્યાંથી નીકળ્યો અને ક્યાં પહોંચ્યો! મારી ગતિ અને પ્રગતિ એવી અને એટલી તો અણધારી નીવડી છે કે મારા જન્મ સમયે કુંડળીમાં જે કાંઈ લખાયું હશે અથવા જોષીએ જે કાંઈ ભવિષ્ય ભાખ્યું હશે તેમાંથી ભાગ્યે જ કંઈ સાચું પડ્યું હશે.’

‘ક્યાં અમારું ધૂળિયું ગામ જેમાં મારા જન્મ વખતે હજી ઈલેક્ટ્રીસિટી પણ આવી ન હતી અને જ્યાં પીવાનું અને નાવાધોવાનું પાણી નદીએથી લાવવું પડતું અને ક્યાં વિશ્વની મહાન સત્તા અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન? ક્યાં મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં કરેલી અદના ગુમાસ્તાની નોકરી અને ક્યાં વૉશિંગ્ટનના પાવરફુલ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસરની પોઝિશન? ક્યાં મુંબઈમાં એક ધોલકી શોધવા માટે અસહ્ય મુશ્કેલીઓ વચ્ચે કરેલો આંધળો રઝળપાટ અને ક્યાં અદ્યતન સુવિધા સુવિધાઓથી સજ્જ અમારું ઘર અને એનું એકાદ એકરનું હરિયાળું બેક યાર્ડ? ક્યાં મારી મુંબઈની ગુલામગીરી અને ક્યાં અહીં ‘વૉશિંગ્ટોનિઅન ઑફ ધી ઈયર’ કે ‘મોસ્ટ પાવરફુલ વૉશિંગ્ટોનિઅન્સ’માં મારી ગણતરી? ક્યાં નાતની વીશીઓમાં જેમતેમ લુસલુસ ઊભડક ખાવાનું અને ક્યાં વ્હાઈટ હાઉસનું સ્ટેટ ડિનર? આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ વચ્ચે થયેલી મારી અણધારી જીવનયાત્રાનું મને જ મોટું આશ્ચર્ય છે.’

હું અને નટવર ગાંધી સાહેબ ઉમ્મરની દૃષ્ટિએ સમકાલીન છીએ. અમે બન્ને અમેરિકામાં ગુજરાતના મધ્યવર્ગના પરિવારમાંથી આવેલા અને સ્થાયી થયેલા માણસો છીએ. એમણે મેળવેલી સિદ્ધિ અને એ સિદ્ધિ પાછળના સંઘર્ષ અને પરિશ્રમના ઈતિહાસની  પ્રેરણા દાયક કથા, માત્ર પરદેશમાં સ્થાયી થયેલા ભારતીયો માટે જ નહિ પણ ભારતમાં રહેલા મિત્રો માટે પણ વાંચવા જેવી કથા છે. વિશ્વભરના માનવીઓ અમેરિકાને “Land of opportunity” કેમ કહે છે તે સમજાશે.

આ જ આત્મકથા માનનીય શ્રી દાવડા સાહેબના બ્લોગ “દાવડાનું આંગણું” માં સાપ્તાહિક ધોરણ પર પ્રગટ થઈ ચૂકી છે. જે મિત્રો વાંચવાનું ચૂકી ગયા હોય તેઓને આ શ્રેણી વાંચવાની તક મળશે.

7 responses to “શ્રી નટવર ગાંઘીની વાતો – પ્રારંભ

 1. pravinshastri December 1, 2018 at 8:17 AM

  વાંચતા રહેજો. પ્રતિભાવની અપેક્ષા તો ખરી જ. કુશળ છો ને?

  Like

 2. મનસુખલાલ ગાંધી December 1, 2018 at 2:02 AM

  શુન્યમાંથી વિરાટનું સર્જન કરનારાની આત્મકથા શ્રી દાવડા સાહેબના બ્લોગમાં વાંચી. ફરીથી તમારા બ્લોગમાં પણ વાંચીશું.. મજા આવશેજ……અલંકારો વગરની સીધીસાદી વાતોવાળી આવી રસસભર કથા વાંચવાની મજા આવેજ..

  Liked by 1 person

 3. pragnaju November 29, 2018 at 7:02 AM

  શ્રી નટવર ગાંધી ની આત્મકથા અને બીજું સાહિત્ય અમને ગમતું પણ અમારા ફેડરલમા નોકરી કરતા સ્નેહી ‘ મી નટવરલાલ’ કહેતા જે ગોટાળાબાજ વ્યક્તિ માટે વપરાતું . અમે કહેતા તેમ હોય તો પણ આવી માહિતી કોઇ પણ વિદ્વાન સાહિત્યકારે આપી નથી !
  તો કહે તે વાઇફને ત્રાસ પાડે છે ! અમને નવાઇ લાગતી કે અહીં ડૉમેસ્ટીક વાયોલન્સ અંગે કોઇ પત્ની ફરીઆદ કરે તો કરોડપતિ રોડપતિ થઇ જાય ! સીટીઝન ન હોય તો ડીપોટ થાય અને સીટીઝન હોય તો જેલમા…
  કદાચ કોઇ ગેરસમજ થઇ હશે તો ત્રીજીવાર વાત લાવ્યા તે પ્રેમમા પડ્યો ! અરે મોટા આ કાંઇ ગુન્હો છે ? અહીં સ્કુલ-કોલેજમા કોઇ છોકરાની ગર્લફ્રેંડ ન હોય તો તેને સામાન્યતયા ગે માને! પણ આ ઉંમરે…? ં
  અમે તેમના માનમા-‘ શાન્તતા કોર્ટ ચાલુ આહે !’તકીયાકલામ ગણગણતા

  Like

 4. pravinshastri November 29, 2018 at 12:22 AM

  ગંધીસાહેબે કોઈપણ પૂર્વ પરિચય વગર મને પ્રેમથી એમની આત્મખથા મોકલી. બેત્રણ વાર એમાંના કેટલાક પ્રકરણો વાંચ્યા. નટવરભાઈના જીવન ઘટનાઓ આવી ચૂકેલા તેમજ આવનાર ઈમિગ્રાન્ટ માટે પ્રેરણાદાયક બની શકે છે. સરસ વાતની લિન્ક જળવાઈ રહે એ હેતુથી ઓલટરનેટ દિવસે હું રોજનું એક પ્રકરણ પોસ્ટ કરતું રહિશ.

  Like

 5. Amrut Hazari. November 28, 2018 at 9:09 AM

  સ્નેહી પ્રવિણભાઇ,
  જીવન કે રંગ હજાર. કોઇ ભી ઉન રંગો કો જાન નહિ પાયા…કિસકી ડોલી કબ કહાં ઓર કૈસે ઉઠેગી કોઇ નહિ જાનતા………અને આ સત્ય આ પૃથ્વિ ઉપર જન્મતા દફરેક જીવને …જીવનને લાગુ પડે છે. આપણે મનુષ્ય યોનિમાં જન્મ લીઘોછે. ડો. નટવર ગાંઘીઅે પણ. મેં પણ…તમે પણ. મારા ફેમીલીમાં આગલી ત્રીજી કે ચોથી પેઢીમાં અેટલી ગરીબાઇ હતી કે આજની હઝારી ફેમીલી જે અમેરીકામા છે તે પરિસ્થિતિનો તો વિચારનો ‘વ‘ પણ વિચારાયો નહિ હોય. ડો. નટવર ગાંઘીના વિચારો સાથે હું અેક લાખ ટકા સહમત છું. વાત અેટલી જ કે જન્મની સાથે જ દરેક જીવની સામે જે જે પ્રશ્નો ઉભા થતા જાય છે તે તે પ્રશ્નોનો સામનો કરતાં કરતાં આગળ વઘવાની કેડી ખુદ…આપોઆપ…કંડારાતી જાય છે. ખૂબ વિચાર કર્યા બાદ હું કહી શકું કે ‘મેં‘ જેવો શબ્દ મારાથી ઉચ્ચારાય પણ નહિ. તે પ્રશ્નનો ઉકેલ તે સમયને આઘારીત સમયે આપેલાં સોલ્યુશનના ઉપયોગથી ‘ યસ‘ કે ‘નો‘ માં મળી જ જાય છે. આ મારા જીવનની કેડીની વાત છે. ભણવામાં પણ હું પી.અેચ.ડી. સુઘી કેવી રીતે પહોંચ્યો ? તેનો કોઇ પ્રોગ્રામ પહેલેથી ન્હોતો બનાવ્યો….ડો. ગાંઘીનિ પોતાની પ્રસ્તાવના દરેક વાચકને માટે વિચારોના દરવાજા ખોલી નાંખશે. પછી તેમના જીવનના તબક્કાઓ…આત્મકથાના સોપાનો જરુરથી આવકારદાયક બની રહેશે.
  આગળ વઘો….રસ્તો આપોઆપ કંડારાતો જશે….જ્યોતિષી જેવામાં હું માનતો નથી.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 6. pravinshastri November 27, 2018 at 10:47 PM

  ગાંધી સાહેબે ઘણાં બ્લોગર્સ મિત્રોને એમની આત્મકથા મોકલી હતી. એક અદભૂતઅને દરેક ઈમિગ્રાંટને માટે પ્રેરણા દાયક છે. જે થોડા ઘણાં વાંચશે તેમને અમેરિકા શું છે એનો સરસ ખ્યાલ આવશે.

  Like

 7. Vinod R. Patel November 27, 2018 at 10:20 PM

  દાવડા સાહેબના બ્લોગ “દાવડાનું આંગણું” માં ડો. નટવરભાઈ ગાંધીની આત્મકથા સાપ્તાહિક ધોરણ પર પ્રગટ થઇ અને હવે એનો આસ્વાદ ફરી આપના બ્લોગમાં આપનાં વાચકોને કરવાની તક મળશે એ સારી વાત છે .શ્રી નટવરભાઈ લિખિત એમની આત્મકથાનું પુસ્તક ખરેખર રસસ્પદ અને પ્રેરક છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: