પચરંગી પરપોટા-સુરેન્દ્ર ગાંધી

પચરંગી પરપોટા

s-gandhi

સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી

              મારી જીવન સહિંતા ને રિવાઇન્ડ બટન નથી એટલે અન્ય પંચાતિયાઓ ની જેમ ગત વર્ષ ની સમીક્ષા કરવા માં નથી માનતો. ગુઝરા હુઆ ઝમાના આતા નહીં દુબારા . છતાં અન્ય માટીપગાઓ ની જેમ નવા વર્ષ ને વધાવી ને અલ્પજીવી સન્ક્લ્પો નું સન્કલન કરવાની પળોજણ માં શું પડવું? કારણ કે મારો અફર સન્કલ્પ છે કે કોઈ સન્કલ્પ જ ન કરવો. આમે ય મારા માં ત્રાહીતો ને શું રસ હોય? હું સન્કલ્પ કરું કે ન કરું, એનો ઢાંઢેરો પીટૂ કે ન પીટું કોઈ ફર્ક નહીં પડે. વાંસ હોય તો વાંસળી વાગે ને!  
.
                                                    નવા વર્ષ માં ડેમોક્રટીક પાર્ટી સત્તા પર આવશે અને આતશબાજી શરૂ થશે. એની એજ ખેંચ તાણ . એજ નિષ્ક્રિયતા. એજ એક મેક નું દોષારોપણ. અને કોઈ ની પોપ્યુલારિટી નો ક્રમાંક ઊંચો નીચો નહીં થાય. એમ તો મારુ પણ એવું જ છે. મારી પોપ્યુલારિટી પણ સપાટ ની સપાટ જ રહેછે. હું પણ ફેન્કોલોજી નો નિષ્ણાત તેમ જ નવો નિશાળીયો પણ નથી. પણ વાર્ષિક છ હજાર જુઠ્ઠાણાં બોલનાર ની લુલીબાઈ , એમની રખાતો જેટલી જ રંગીલી ને રસીલી હોવી જોઈએ કારણ કે એ મનભાવતી વાનગી છે. જયારે મને ધાપોડીઓ ઠરાવવા નો ઠરાવ તો કોઈ ધારાસભ્ય ન કરે ગમે તેટલી લાંચ આપું તો પણ.  કારણ કે મારી Iધાપ મારવાની નિપુણતા ક્ષીણ છે.મારા જુઠ્ઠાણા ની પણ અવગણના થાય  જો પ્રમુખ શ્રી એ એમની કોલેજ માં એમ બી એ  ને બદલે ફેન્કોલોજી નો અભ્યાસક્રમ ગોઠવ્યો હોત તો સફળતા મળત. સત્ય ના ગેરફાયદા ને અસત્ય ના ફાયદા ઉપર વિશ્લેષણ કરનાર વિદુષક માટે નોબેલ પરોતોષિક જાહેર કરવા માં આવે તો આપણા માનનીય પ્રમુખ શ્રી ની ઉમેદવારી ને સર્વાનુમતે બહાલી મળી શકે.મારી કારકિર્દી જ્વલન્ત નથી તેમ જ કલંકિત પણ ક્યાં થી હોય?  જયારે પ્રમુખ શ્રી તો સત્તર તપાસણીઓ અને ચકાસણીઓ ના મોહતાજ બન્યા! 
.
એમની તોલે તો બહુ ઓછા જ આવે.એમના ટેક્સ રિટર્ન ને જોવા માટે લોકો તલસે જયારે મારુ રિટર્ન જોઈ ને મારા પર તરસ ખાય. મારી પર દયા આવે. હમ દોનો અગર આહ ભી ભરે તો હો જાય બદનામ. મારી આહ નો જિક્ર ન થાય પણ એમની આહ ની ચર્ચા અવશ્ય થાય.વળી અમારા બેઉં પર લોકો ની ધારદાર નજરો ફર્યા કરતી હોય. ક્યારે અમે હાસ્યાસ્પદ બનીએ એની કાગડોળે રાહ જોવાય.
.
જો કે  ખુદ આગ લગાવી ને તમાશાઈ બનવાનું મારે ભાગે આવે. જયારે એમને માટે તમાશાઈઓ ટોળે મળે. આમેય એમને મોટી સન્ખ્યા જ પસન્દ છે. જેમ કે એમના દેવાળા પણ ગન્જાવર હોય.મારા પ્રત્યે ની લોકો ની સહિષ્ણુતા અસહ્ય નથી જયારે એમના પ્રત્યે ની અસહિષ્ણુતા અસહ્ય નથી. કદાચ તેઓ શ્રી અસત્ય મેવ જયતે નું સૂત્ર અપનાવી ચુક્યા છે. નવી આચારસંહિતા ના રચયિતા તરીકે તેઓ શ્રી ને રશિયા વાળા હીરો ઓફ ધ સોવિયેટ  યુનિયન નો ખિતાબ એનાયત કરે તો મોસાળ માં ભોજન અને માં પીરસે તો નવાઈ થોડી લાગે………
                               

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: