સૌજન્યઃ

“… લગ્નગાળાના નવા અવલોકન…”
.
** સાફો બાંધીને જે જાન-પોનખ્વા ટાણે વરરાજાની પણ આગળ ઘૂસે તે વાંઢો લગ્ન માટે ઉતાવળે ઘેલો હોય…

** જે વરરાજા પોંખ્વા-ટાણે પોતાનું નાક સામેથી ધરીને સાસુને ખેંચવા દે… એના લવ-મેરેજ હોય અને સાસુને પહેલેથી સારી રીતે ઓળખતો હોય…

** જે વરરાજા અને અણવરના કપડાં-સાફો-દાઢી-મૂછોની સ્ટાઇલ એક-જ હોયે એ બંને ભાઇબંધોએ એક-જ ઘરની બે-બહેનોને લાઈન-મારી પટાઈ હોય …અને તે બહોનો પણ એક-જ જેવા કપડાં-મેકઅપે સજ્જ હોય

** 30-વર્ષ પહેલાના જમાઈઓ લગ્ન-ટાણે પેરાલિસિસ જેવું વાંકુ-મોઢું લઈને ફરતા હોય અને સતત ગુસ્સામાં દૂર જઈને રિસાયેલા બાળકની જેમ ઉભા હોય,
જ્યારે આજના જમાનામાં તો જમાઈઓ સવાયા-દીકરા જેવા હોય છે

** જે ફોટોગ્રાફરને નડ્યાં કરે અને સતત પોતાના મોબાઈલમાં ફોટા પાડયા કરે …તેને “Karbon”નો 1349/- વાળો નવો સ્માર્ટફોન લીધેલો હોય …

** જે બેનપણીઓનાં ટોળાને લગ્ન નહિ પરંતુ સેલ્ફીમાં વધારે રસ હોય …તે બધીઓ 18-વર્ષની કન્યાઓ કોલેજના પ્રથમ-વર્ષમાં હોય અને હજી સુધી કોલેજમાંથી નવો બોયફ્રેન્ડ બનાવવા-મેળવવામાં નિષ્ફ્ળ હોય …

** જે બહેન પર્સને બે-પગ-વચ્ચે ભરાવી અને પાણીપુરી-ચાટમસલાના કાઉન્ટર પર સૌથી પહેલા ત્રાટકે અને ચોંટી જાય … એણે કોલેજકાળમાં ગુલ્લીઓ મારી અને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરેન્ટમાં બહુ જ્યાફત ઉડાવેલી હોય … અને રેસ્ટૉરન્ટ નાસ્તાનું બિલ ક્યારેય ના ભર્યું હોય…

** જે ખુબ સુંદર રૂપાળી ઘરેણા લાદીને આવે તે સામાન્ય-કુટુંબથી ધનવાન કુટુંબમાં પરણેલી હોય … તેની સાસુ હિન્દી-સિરિયલ જેવી ખતરનાક અને વર દારૂના-પીપમાં પડ્યો રહેતો હોય …

** જે વૃદ્ધાએ ચીવટથી હેરડાઈ કરેલી હોય અને દરેક સ્ત્રીના ઘરેણા-સાડી-વાળ હાથથી અડીને-તપાસીને-પૃચ્છા કરે… તેમને જવાની ગુમાવવાનો સૌથી વધારે અફસોસ હોય ….

** જે ડોહા ધોતિયું જાંઘના ખૂણા સુધી ઊંચું રાખે …તેમની નજર “કોણ-કઈ સ્ત્રી તેમની લાજ-ઘૂંઘટ નથી કાઢતું” તે ઉપર વધારે હોય છે …

** જે ડોહા મસ્ત-ટ્રેડિશનલ કે વેસ્ટર્ન કાપડમાં સજ્જ હોય અને ચહેરો ચિંતા મુક્ત હોય …તેમના બધાં દીકરા-દીકરીના લવ-મેરેજ થયા હોય …

** બુફેમાં જેની ડીશ ખાલી રહેતી હોય …એ ઇટાલિયન-પાસ્તા-પીઝાથી શરુ કરી – લેબેનીઝ – ચાઈનીઝ-થાઈ – સાઉથ-ઇન્ડિયન -પંજાબી – ગુજરાતી-સુરતી-પોંક છેલ્લે ફાંકાતો હોય અને તે બધા કાઉન્ટર પર જઈને પોતાની ચપટી-ચમચી બોળી ને આવ્યો હોય

** જેમની ડિશ બુફે-ડિનરમાં પહેલી-જ વારમાં છલો-છલ ભરેલી હોય … તેઓ હોસ્ટેલની મેસમાં વર્ષો સુધી જમ્યા હોય અથવા તો બહુસન્ખ્યક કુટુંબમાંથી આવતા હોય …

** જે ડોહા એકલા-એકલા બે-ત્રણ વાડકા કેરીનો રસ-બાસુંદી ઉભા-ઉભા ઝાપટી જાય … તેમને ડાયાબિટીશ હોય અને ઘરના-લોકોની નજર ચૂકવીને કારસ્તાન કરતા હોય …

** જે 30+ ઉંમરનો ખિસ્સામાં હાથ નાખી પોતાના મિત્રો-સગાથી દૂર ઉભો રહીને અને આમ-તેમ સ્ત્રીઓની ઉપર દૂરથી નજર ફેંકતો હોય .. તે અનુભવી કોઈ અનુભવી આંટી-પટાવવાની ફિરાકમાં હોય…

** જમણવારનો કોંટ્રેકટ આપ્યો હોવા છતાં જે મિત્ર-વર્તુળ રાત્રે લગ્નના-રસોડે રોકાવાની જીદ પકડે … તેઓ રસોડાની કામવાલીઓને પટાવાના કાવાદાવા સાથે સવારે તેમની સાથે વાસણ ઉટકતાં સુધી પણ પ્રયત્નશીલ હોય …

** જે પુરુષ માથામાં તેલ + પગમાં મેચિંગ મોજાં + કમરમાં મેચિંગ બેલ્ટ + ખિસ્સામાં મેચિંગ પેન નાખીને આવે તેને તેની બૈરીએ નાના-બાબાની જેમ ખખડાવીને તૈયાર કર્યો હોય …એની પત્ની માથાભારે હોય … જે બીજા પુરુષો સાથે તાળીઓ દઈને વાત કરતી હોય … અને તેનો વર ચુપચાપ ખૂણામાં એકલો ઉભો હોય …

……. આવા ઘણા બધા ઓઝર્વેશન્સ-અવલોકનો છે … જેમને લગ્ન-પ્રસંગના કિરદાર તરીકે જોઈને તેમની પૃષ્ઠભૂમિ-સ્વભાવ-પરિવાર-આર્થિક-માનસિક સ્થતિ સમજી શકાય છે …
.
બીજા અવલોકનો માટે JP Patel ની પોસ્ટ જોવી
તે સાથે તમારા અવલોકન પણ એવા-જ રસપ્રદ હશે-જ ….
…….
#
“ભારતમાં લગ્ન-પ્રસન્ગ માનવાલોકનનું ઉત્તમ રંગમંચ છે …”
.
– જયેન્દ્ર આશરા …ટાઈમલેસ…