કોન્ટેક્ટ લેન્સ (સત્ય ઘટના)

New photo 1.jpg

પ્રવીણ શાસ્ત્રી

કોન્ટેક્ટ લેન્સ

911…. અમેરિકાનો તાત્કાલિક મદદ માટેનો ઈમર્જન્સી નંબર ડિસ્પેચરના બોર્ડ પર ગાજી ઉઠ્યો. એપ્રિલ ૨૬, ૨૦૦૫ની રાતના દશ વાગ્યાનો સમય હતો.

‘હલ્લો હાઉ કેન આઈ હેલ્પ યુ.’ ડિસ્પેચરે કીબોર્ડપર નોંધ કરતાં પુછ્યું.

સામે છેડેથી ધ્રૂજતો અવાજ સંભળાયો,

“તેને કોઈકે સૂટ કરી છે. કોઈએ મારી નાંખી છે. બધે લોહી લોહી ફેલાઈ ગયું છે. સી ઈઝ નોટ બ્રિધિંગ, તે મરી ગઈ છે”

અને પોલિસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ. આ ઘટના બની હતી અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યના એક નાના પરા દુરહામમાં.

એક સ્ત્રીની લાશ લોહીના ખાબોચીયામાં પડી હતી.

‘વ્હોટ હેપન્ડ?,’ શું થયું? ઓફિસરે ફોન કરનાર રૉવેનને પૂછ્યું.

‘ઓફિસર, હું સોકર (ફૂટબોલ) રમીને રાત્રે ઘેર આવ્યો અને મારા ઘરના ઉપરના બેડરૂમમાં મેં ભયાનક દૃષ્ય જોયું. મારી પચ્ચીસ વર્ષની પત્ની જેનેટ લોહીના ખાબોચિયામાં પડી હતી. કોઈએ એને સૂટ કરી છે.’  સમવય્સ્ક પતિ રાવૅને જણાવ્યું. ‘હું જ્યારે સાંજે આઠવાગ્યે સોકર માટે ગયો ત્યારે જેનૅટ માળપરના બેડરૂમમાં સૂતી હતી. તૈયારી કરતી હતી. કદાચ ઊંઘતી હતી.’

તાત્કાલિક તપાસમાં જણાયું કે ઘરમાંથી કશું જ ચોરાયું ન હતું કે કશી જ ભાંગફોડ પણ થઈ ન હતી. એમનો  છ મહિનાનો પુત્ર  કૅઇડન સહિસલામત હતો.

સ્વાભાવિક રીતે જ પહેલી નજરે પત્નીની હત્યા થાય ત્યારે પતિ પર જ શંકા જાય. પોલિસની પુછપરછ અને તપાસમાં રાવૅન અંગે કશા જ નક્કર પુરાવા જણાયા નહિ અને કોઈ બીજી વ્યક્તિએ કર્યું હોય એ પણ પકડાયું નહિ. ખૂન કેસ નિર્ણય વગરનો લાંબા સમય માટે પડી રહ્યો.

મોરમોન કુટુંબમાં જન્મેલી જેનૅટ, દશ ભાઈબહેનોમાંની સાતમી પુત્રી હતી. મોર્મોન જાતી ખ્રીસ્તી ધર્મ પાળે છે અને બહુપત્નીત્વમાં માને છે. ૧૯૯૮માં બ્યુટિફુલ જેનૅટ સધર્ન વર્જીનીયા યુનિવર્સિટીમાં સોકરની સારી ખેલાડી હતી. સોકર ફિલ્ડ પર એનો પરિચય રાવૅન સાથે થયો. રાવૅન પણ સોકર પ્લેયર હતો. દોસ્તી અને સહવાસ, સોકર સ્પોર્ટ્સનો એક સરખો રસ, બન્નેને પ્રેમ પંથે દોરી ગયો. રાવૅને જ એક ટીવી ઈન્ટર્વ્યુમાં કહ્યું હતું કે ‘જેનૅટ એટલી તો સુંદર અને આકર્ષક હતી કે મને લાગ્યું કે હું એના વગર રહી નહિ શકું. બે વર્ષના પ્રેમાળ સહવાસ પછી અમે ૨૦૦૦ના વર્ષમાં પરણી ગયા.’

કોન્તેક્ટલેન્સ

(સૌજન્યઃ ગુગલ ઈમેજ)

લગ્ન પછી બન્નેને નોર્થ કેરોલિના, દુરહામમાં સ્પોર્ટિંગ ગુડ્સ કંપનીમાં નોકરી મળી અને તેઓ વર્જીનીઆમાંથી નોર્થ કેરોલિનામાં સ્થાયી થયા. બન્નેનું દાંપત્ય જીવન શરૂઆતમાં તો સરસ રીતે ચાલતું હતું…..

પંણ….

વાસ્તવમાં બધું સારું ન હતું. જેનૅટની એક બહેનના કહેવા મુજબ બહારથી ‘પીળું દેખાતું બધું જ સોનું ન હતું. ધીમે ધીમે બન્ને વચ્ચે તકરાર અને તડા પડવા માંડ્યા હતા. રાવૅને બીજી યુવતીઓ સાથે રંગરેલિયા માણવા માંડ્યા હતા. રાવૅને તો જેનૅટને એક વાર નફ્ફટાઈથી કહી પણ ધીધું કે મારે એક નહિ પણ અનેક છોકરીઓ સાથે સંબંધ છે.’ દાંપત્ય જીવન વણસ્યું. એઓ છૂટા પડવાના જ હતાં અને તે જ સમયે ખબર પડી કે જેનૅટ પ્રેગનન્ટ છે. રાવૅન બાપ બનવાનો હતો. સંજોગોએ રાવૅનનો સ્વભાવ બદલ્યો. એણે જેનૅટની માફી માંગી. વ્યભિચાર-ચિટિંગ ન કરવાની ખાત્રી અને સોગંદપણ આપ્યા. જેનૅટ પણ એકલે હાથે બાળક ઉછેરવા તૈયાર ન હતી. અને ફરી બન્નેનો સમાધાની સંસાર શરૂ થયો.  ઓક્ટોબર ૧૭, ૨૦૦૪માં પુત્ર કેઇડનનો જન્મ થયો.

બે મહિના પછી રાવૅન જ્યાં નોકરી કરતો હતો ત્યાં ચોરી કરતાં પકડાયો. કોર્ટમાં રાવૅને ગુનો કબુલ કર્યો અને કોઈક રીતે જેલની સજામાંથી બચી ગયો. બન્ને એક સાથે એકજ કંપનીમાં કામ કરતાં હતાં. જેનૅટે આ શરમજનક  બનાવને કારણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. રાવૅનનો તામસી સ્વભાવ વધુ ઉગ્ર બન્યો. તકરારો વધી.

ચાર માસ પછી જેનૅટની કારમી હત્યા થઈ. કોઈ ગુનેગાર પકડાયો નહિ અને ખુન કેસ ઉકલ્યો જ નહિ. પોલિસને રાવૅન પર શંકા હતી પણ કોઈ પુરાવા ન હતા.

થોડા સમય બાદ રાવૅન એના દીકરાને લઈને નોર્થ કેરોલીનામાંથી સોલ્ટલેઇક સીટી ગયો. પોતાના પુત્ર કેઇડનને તેણે એક ડે કેર સેન્ટરમાં મુક્યો. ત્યાં એની મુલાકાત વેનિસા પોન્ડ નામની સુંદર યુવતી સાથે થઈ. વેનિસા સિંગલ મધર હતી અને તેની નાની પુત્રી પણ તે જ ડે કેરમાં જતી હતી.

રાવૅનના જીવનનું બીજું પ્રેમ પ્રકરણ શરૂ થયું. બન્ને યુવાન હતા. બન્નેને સાથીદારની  જરૂર હતી. બન્નેનું ડૅટિંગ શરૂ થયું. રાવૅલે નિખાલસતાથી  વેનિસાને જણાવી દીધું હતું કે ‘મારી પહેલી પત્ની જેનૅટનું ખૂન થયું હતું. કોઈ ગુનેગાર પકડાયો નથી. પોલિસને મારા પર પણ શંકા ગઈ હતી. પોલિસ અને સરકારી એટર્નીઓએ મને સવાલો પુછી પુછીને ખુબ જ હેરાન કર્યો છે. તેમની પાસે કોઈ પુરાવા નથી. હું નિર્દોષ છું. વેનિસાએ ઈન્ટરનૅટ પર શક્ય એટલી શોધખોળ કરી. રાવૅન વિરૂધ્ધ એના જણાવ્યા કરતાં વધુ કાંઇ જ મળ્યું નહિ. રાવૅન પ્રમાણિક લાગ્યો. એને રાવૅન ઉપર ખરેખર દયા ઉપજી. જેનેટના મૃત્યુ પછી ત્રણ વર્ષે રાવૅન અને વેનિસાના લગ્ન થયા.

પોલિસને શંકા હતી કે રાવૅને જ જેનૅટની હત્યા કરી છે પણ કોઈ પુરાવા ન હતા. જેનૅટની બહેનો ખાત્રી હતી કે રાવૅન જ તેમની બહેનનો ખુની છે. પણ પુરાવા ન હતા. બધી બહેનો રાવેનના ક્રોધી અને અસમતોલ સ્વભાવ અને વર્તણુકથી પરિચિત હતી. એઓ વેનિસા માટે ચિંતિત હતી કે કદાચ રાવૅન એને પણ કંઈ કરી બેસે. એક બહેને વેનૅસાનો સંપર્ક કરી ચેતવા માટે સમજાવી પણ વેનિસા માનવા તૈયાર ન હતી.

લગ્નના એકાદ મહિના પછી રોવૅનની વેનેસા પ્રતિ વર્તણુક બદલાતી ગઈ, ઘડીકમાં તે અપ્સેટ થઈ જતો, તો થોડીવાર પછી માફી પણ માંગી લેતો. સોકર ફિલ્ડ પર સાથી ખેલાડીઓ સાથે લડતો અને એમની સાથેનો ગુસ્સો ઘરમાં વેનિસા ઉપર ઉતારતો. એણે ભયાનક વાતો કરવા માંડી. હાથ ઉપાડતો થઈ ગયો. વેનિસાને પોતાની અને પોતાની દીકરીની સલામતી અંગે ભય લાગ્યો. છેવટે વકીલની સલાહ લઈને એ છૂટી થઈ ગઈ. કાયદાકીય ભાષામાં એ રીતે છૂટા થઈ જવાને એન્યુલ્લ્ડ મેરેજ (annulled marriage) કહેવામાં આવે છે. ડિવૉર્સની જરૂર જ નહિ. જાણે લગ્ન થયા જ નથી.

૨૦૦૯માં વેનિસાએ પણ કહેવા માંડ્યું કે  ચોક્કસ પણે રોવૅને જ એની પહેલી પત્ની જેનૅટને મારી નાંખી હોવી જોઈએ. દુરહામ પોલિસ ડિપાર્ટમેન્ટે એ કેસ નવા ડિટેક્ટિવ ચાર્લ સોલ ને સોંફ્યો. સોલે નવેસરથી તપાસ આદરી. પોલિસ તપાસ દરમ્યાન રાવૅલે કરેલા કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટની ઝીણવટથી નોંધ લીધી. સાંયોગિક પુરાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ક્રાઈમ સીનના ફોટાઓનો અભ્યાસ કર્યો.

કેટલાક સંયોગિક પુરાવાના આધારે ૨૦૧૦માં ફેબ્રુઆરીની પહેલી તારિખે રાવૅનની ફર્સ્ટ ડિગ્રી મર્ડરના ચાર્જ હેઠળ ધરપકડ થઈ.

ચાર્લ સોલેને ફોટાઓ તપાસ્યા હતા. ફોટામાં કોન્ટેક્ટ લેન્સનું ખાલી બોક્ષ હતું. એણે એની બહેનોના સ્ટેટમેન્ટ લીધા. જેનૅટ નિયમિત રીતે સૂતા પહેલાં કોન્ટેક્ટ લેન્સ કાઢીને બોક્ષમાં મુકતી. એ કદીયે કોન્ટેક્ટ લેન્સ સાથે સૂતી હોય અને ઊંઘી હોય એવું બન્યું નથી. એને કોન્ટેક્ટ લેન્સ સાથે આંખ બંધ કરીને સૂવાનું ફાવતું જ ન હતું. એનો અર્થ એ કે એ જાગૃત હતી ત્યારે જ એની હત્યા થઈ હોવી જોઈએ.

કોર્ટની મંજુરીથી જુલાઈ ૨૦૧૦માં જેનેટનું કાસ્કેટ ખોદીને બહાર કઢાયું. લાશની ફરી મેડિકલ તપાસ થઈ અને એ સાબિત થયું કે જેનૅટને જ્યારે દફનાવવામાં આવી ત્યારે તેણે કોન્ટેક્ટ લેન્સ પહેરેલા હતા. એનો અર્થ એ કે રાવૅનના સ્ટેટમેન્ટ મુજબ જ્યારે એ સોકર રમવા ગયો ત્યારે જેનૅટ બેડમાં સૂતેલી ન હતી. ક્રાઈમ સીનના લેવાયલા ફોટાઓ ફરી તપાસતા જણાયું જે બન્ને વચ્ચે થોડી ઝપાઝપી પણ થઈ હતી. કોરોનરના રિપોર્ટ પ્રમાણે હત્યા રાતે આઠ વાગ્યા પહેલાં થઈ હતી.

લગભગ સાડાચાર પાંચ વર્ષ દરમ્યાન લાશ ગળાતી જાય. ફ્યુનરલ પહેલાં આંખને આઈ કેપથી સીલ કરવામાં આવે છે. કાળજી થી એ આઈ કેપ દુર કરાઈ. આંખ અને કોન્ટેક્ટ લેન્સ પણ ગળાય અને ચિમળાય. આવી ચિમળાયલી ત્વચા કોન્ટેક્ટ લેન્સ જ છે એ પુરવાર કરવાનું પણ સહેલું ન હતું. એને ખાસ સોલ્યુસનથી ધોવામાં આવી. એનો કોન્કેવ શેઈપ ઉભરી આવ્યો. અને એની બ્રાન્ડ નેઇમનો નંબર પણ વંચાયો. ડિટેક્ટિવ ચાર્લ સોલે ડુક્કરની આંખમાં કોન્ટેક્ટ લેન્સ મૂકીને ત્રણ લાકડાની પેટી પોતાના બેકયાર્ડમાં દાટી. એટલા જ સમય દરમ્યાન કોન્ટેક્ટ લેન્સ કઈ રીતે આંખમાં બદલાય તે પણ સરખાવ્યું. કોર્ટમાં કેસ શરૂ થયો. સાંયોગિક પુરાવાઓ રાવેનની વિરૂધ્ધ પુરવાર થયા. આ કેસમાં રાવેનની બીજી પત્ની વેનિસા પોન્ડે પણ જુબાની આપી. એણે જણાવ્યું કે રાવૅન કંટ્રોલીંગ હસબન્ડ હતો. ક્રોધી હતો. સોકર ફિલ્ડનો ગુસ્સો ઘરમાં પત્ની પર ઉતારતો હતો. એણે એને પણ કંઈ કરી બેસવાની ધમકી આપી હતી. એણે વેનિસાને કહ્યું હતું તું મને જરા પણ ગમતી નથી. આઈ હૅઇટ યુ. તું મરી જાય તો પણ મને પડી નથી. બધી જુબાની અને સાંયોગિક પુરાવાઓ રાવેનને ગુનેગાર ઠેરવતા હતા. આમ છતાં પણ એકવાતમાં તે મક્કમ રહ્યો હતો કે એણે ખુન નથી કર્યું. આઈ એમ નોટ ગિલ્ટી ઓફ માય વાઈફ’સ મર્ડર.

કોર્ટમાં રજુ થયેલા બધા જ સાંયોગિક પુરાવા પરથી સૌને ખાત્રી હતી કે રાવૅન ગિલ્ટી છે પણ બાર જણાની જ્યુરીમાંથી અગ્યાર જ્યુરરે ફર્સ્ટ ડિગ્રી મર્ડરમાં ગુનેગાર ઠેરવ્યો અને એક જ્યુરરે નોટ ગિલ્ટિ જાહેર કર્યો. કેપિટલ પનિશ્મેન્ટ માટે સર્વાનુમતિ હોવી જરૂરી છે. એને હંગ જ્યુરી કહેવાય. જજે આ કેસ મિસટ્રાયલ જાહેર કર્યો.

માર્ચ ૨૦૧૪માં ફરી કેસ શરૂ થવાનો હતો. પ્રોસિક્યુટરે આ વખતે વધારે તૈયારી કરી હતી. જો બીજી ટ્રાયલમાં તે ગિક્ટી ઠરે તો આજન્મ કેદ કે કદાચ ડેથ સેન્ટન્સ પણ મળી શકે. જીવ બચાવવા કે આજ્ન્મ કેદની સજામાંથી બચવા રાવૅને ફર્સ્ટ ડિગ્રી મેનસ્લોટરનો ગુનો કબુલી દીધો. એને એમ કે થોડી જ સજા થશે અને જીવ બચશે. પણ જજે એને દશ વર્ષની સજા કરી, અને એમાંથી એણે ટ્રાયલ દરમ્યાન જેલમાં ગાળેલા ચાર વર્ષ બાદ મળ્યા.

રાવૅને કોર્ટમાં જુબાની નહોતી આપી પણ ટ્રાયલને અંતે કહ્યું હતું કે મને પહેલી વાર પણ યોગ્ય ન્યાય ન મળ્યો અને બીજી વાર પણ યોગ્ય ન્યાય મળવાની શક્યતા ન હતી એટલે જીવ બચાવવા જ મેં જે ગુનો નથી કર્યો તે સ્વિકાર્યો છે. મેં મારી વાઈફ જેનૅટનું ખૂન નથી કર્યું. હું નિર્દોષ છું.

જેનેટના કોન્ટેક્ટ લેન્સે એને દશ વર્ષની જેલની સજા અપાવી.

સજા ભોગવ્યા બાદ એને ૨૦૧૭માં ૨૫મી ડિસેમ્બરના દિવસે છોડવામાં આવ્યો. અત્યારે તે યુથા સ્ટેટમાં રહે છે. સોસિયલ મિડિયામાં એની બીજી પત્ની વેનિસા પોન્ડ, યુવતીઓને રાવેલથી દૂર રહેવા ચેતવતી રહે છે. આ વાર્તા નથી; આ વાત છે. આ કોન્ટેક્ટ લેન્સે અપાવેલી સજાની સત્ય હકિકત છે.

પ્રગટઃ ગુજરાત દર્પણ મે ૨૦૧૯

3 responses to “કોન્ટેક્ટ લેન્સ (સત્ય ઘટના)

 1. pragnaju May 21, 2019 at 8:02 AM

  .ધન્યવાદ
  મા મનસુખભાઇ અને મા અમૃતભાઇ એ અમારા મનની વાત કહી..
  અમેરિકાના નોર્થ કેરોલિના દુરહામમાં.તો જાણીતો વિસ્તાર ! કોર્ટના જટિલ કેસોમા રસ !! અમારી દીકરી જ્યુરી ડ્યુટીમા ગઇ ત્યારે તેના મૌનમા સમજાતું નહીં . ન્યુઝ પેપેરમા વાત વાંચી ત્યારે ખબર પડી…મારી જ્યુરીડ્યુટીનો કાગળ આવ્યો તો તે માટે લાયક ન ઠરી…આજના કેસ અંગે વાંચ્ય્ં હતુ પણ વાત બરોબર સમાજાઇ ન હતી. આજે આ લેખ બે વાર વાંચ્ય આવા જટીલ કેસ ના ડીટેકટીવ ને સલામ અને પ્રવિણભાઇ તો સુરતના ફળિયાના માણસ પણ આજે મહાન કલમકાર તરીકે ઓળખ્યા !

  Like

 2. મનસુખલાલ ગાંધી May 21, 2019 at 2:29 AM

  સત્યઘટનાને બરાબર વિગતવાર સમજાવીને, લેખ કહો કે વાર્તા કહો, બહુ સુંદર અને સરળ રીતે વર્ણનમાં વાર્તામાં રૂપાંતર કર્યું છે અને એક બહુ સરસ રસમય ડીટેક્ટીવ વાર્તા બની છે.

  બહુ સરસ.

  Liked by 1 person

 3. Amrut Hazari. May 20, 2019 at 8:49 PM

  સત્ય ઘટનાને ગુજરાતી ભાષામાં નીરુપીને લેખકે અંગ્રેજી નહિ જાણકાર વાચકોને માટે મદદ કરી છે. ખૂબ સરસ.
  અભિનંદન.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: