મંગુ મોટેલ અને વીવીઆઈપી સંદીપીયો

પ્રવીણ લેખક કાર્ટુન.jpg

પ્રવીણ શાસ્ત્રી

ચન્દુ ચાવાલા, મંગુ મોટેલ અને વીવીઆઈપી સંદીપીયો

‘સાલો ____(એક સુરતી ગાળ) એ કદીયે ન સુધરે. _____(ફરી એક જોરદાર મરચાવાળી સુરતી) સાલો બદમાશ, આપણો જ દોસ્ત, અને આપણી સાથે જ મહોલ્લામાં રમેલો, સાથે જમેલો, સાથે ભટકેલો; એક બે વાર મેં જ એને માર ખાતો બચાવેલો તે; આજે બધું ભૂલી ગયો. મારી પાસે પણ પેલા ચોર લોકો _____(એક ફ વાળી અમેરિકન સમાજમાં ગયેલી ભદ્ર ગાળ) પૈસા ઉઘરાવી ગયેલા.’

અલ્યા આ ઉકળાટ શાનો છે? એમ હું પુછું તે પહેલા ચન્દુ ચા વાલાએ પુછ્યું. ‘ઐલા ટને હું થીયું. એકડમ હુરટી સંસ્કૃટમાં ફાડવા માંઈડું છે. આપનો કયો હુરટી ડોસ્ટાર બઢૂં ભૂલી ગીયો? હરખી વાટ ભસી કાર.’

‘પેલા ભગતડાઓ(એક અમેરિકન ગાળ) વગર લેવે દેવે ઉજવણી કરવા તૈયાર થઈ ગયા. કે’તા હતા કે કેનેડિયન દેશીઓએ તો જીતની ખુશાલીમાં સ્ટ્રીટમાં ડોલર ઉછાળેલા તો આપણાંથી નાનું ઉજવણી ના થાય? એમ સમજાવી ઈલેક્શન વિનિંગ સેલિબ્રેશન માટે મારી પાસે પણ ઘણું ડોનેશન લઈ ગયેલા. મને પાસ પણ આપી ગયેલા. મારી પાસે પણ કોન્ટ્રીબ્યુટર તરીકે વીઆઈપીનો પાસ હતો. ફંકશનમાં વહેલો જઈને હું આગળની રોમાં બેઠેલો ને આપણા જાડીયા સંદીપીયાની મોડીમોડી પધરામણી થઈ. એના ચમચા ઓર્ગેનાઈઝરોએ મારી પાસે આવીને મને કહ્યું ‘કાકા, પ્લીઝ તમે જરા પાછળ જાઓને.

આ વી.વી.આઈ.પીમાટેની સીટ છે. સંદીપભાઈને બેસવા દો.’ અને સંદીપીયો જાણે મને ઓળખતો જ નથી, એમ મારી જગ્યા પર બેસી ગયો. મને ઉઠવાનું કહેવા વાળા ચમચાએ થેન્ક્યુ કહ્યું પણ ફ……સુંદીપીયાએ મારી સામે જોઈને થેન્ક્સ કહેવાની દરકાર પણ નહિ કરી. મારું તો એટલું ખસી ગયું હતું કે સાલાને ફેંટ પકડીને ખુરશી પરથી ઉઠાડું. જેમ તેમ જાત પર કન્ટ્રોલ રાખ્યો.‘

મારે કહેવું પડ્યું કે એ વાત તો ગઈ કાલની હતી. મંગુ, જેમ ગઈકાલે તેં કંટ્રોલ રાખ્યો એ જ રીતે આજે પણ મગજ અને ભાષા પર કન્ટ્રોલ રાખ. બાજુના રૂમમાં બધી લેડિઝ છે અને તારો સુરતી બબડાટ સાંભળે છે.
ઈંડિયાનું ઈલેક્શન પતી ગયું હતું. ભાજપ સિવાયના બીજા પક્ષો અને ઉમેદવારોની આશાઓનું ઊઠમણું અને માસીસા શ્રાદ્ધ થઈ પણ ગયા હતા. હવે કોઈને રસ ન હતો. પણ ઉત્સાહ ઘેલાઓ મારી તોડીને ટોળું ભેગું કરી ભાષણબાજી કરી લેતાં હતાં. અને એને માટે પણ સ્પોંસર ઊભા કરીને જલસા કરતા હતા. એવા એક પ્રોગ્રામમાં અમારો મંગુ મોટેલ ગયો હતો.

સંદીપ અમારો નાનપણનો દોસ્ત. આજે અમેરિકામાં મોટો બિઝનેશમેન બની ગયો. દરેક સોસિયલ ઈવાંટ્સને એ પોતાના બિઝનેશમાં કન્વર્ટ કરી શકતો. એની પ્રવૃત્તિઓ બધી. એક પબ્લિક ઈમેજ ઉભી કરી. ખરેખર મોટો બોટો તો હવે ઠીક, પણ મોટાઈ ખોર. તો ખરો જ. એના એરિયાનો મોટો સોસિયલ વર્કર તરીકે આગળ આવી ગયો.

જ્યારે અમે સુરતી મિત્રો ભેગા થઈએ અને એને કહેણ મોકલીયે ત્યારે વચ્ચે જરા મોઢું બતાવી જાય, આવે તો મિત્ર તરીકે નહિ પણ જાણે અમારા ઉપર ઉપકાર કરીને આવતો હોય એવા મહાનુભાવની જેમ આવે અને ચાલ્યો જાય. અમારા ચંદુ ચાવાલા પાસે એના કરતાં ચાર ઘણા પૈસા પણ એટલિસ્ટ સંદીપ કરતાં અમારો ચંદુ ઘણો હંબલ.

મંગુની વાત જરા જૂદી. જ્યારે મંગુ એને જુએ એટલે એને ઇરિટેશન થવા માંડે.

સંદીપે મંગુ સાથે શું કર્યુ એ વાત બાજુ પર મુકીતે તો પણ મંગુનો ઉકળાટ એક રીતે વ્યાજબી જ હતો. માત્ર સંદીપની વાત ન હતી. અમારા અમેરિકામાં દરેક ગુજરાતી સામાજિક ટોળાઓમાં થોડા મોટા માથાના વીવીઆઈપીઓ ઝામી ગયા છે.

બસ એક વખત નામનો ટપ્પો પડી જાય પછી દરેક જાહેર ફંકશનમાં વીવીઆઈપી ડોલતાં ડોલ્તાં મોડા મોડા આવે. ચમચાઓ ઓહો ઓહો કરતાં એમને ફ્રંટ રોની સેંટરની સીટ પર બેસાડે. સ્ટેજ પર ભારત નાટ્યમ ચાલતું હોય તે પણ બે પાંચ મિનિટ માટે બિચારું કમ્ન્ફ્યુઝ થઈ જાય. કોઈપણ જાતનું ડોનેશન આપ્યું હોય કે ન આપ્યું હોય તે માત્ર રામ જ જાણે..

બેશરમ વીઆઈપી એમાં જ પોતાનું સન્માન સમજે.
હવે આ અતિવિશિષ્ટ વ્યક્તિ એટલે કે વેરી ઈમ્પોર્ટન્ટ પરસન ખરેખર મહત્વના છે? ધારો કે આ ઈમ્પોર્ટન્ટટ પરસન ઈવાન્ટમાં ન જ આવે તો પ્રોગ્રામ બંધ રાખવો પડે? પણ આવે એટલે એમને મોટાભા કરીને વિશેષ અધિકાર અને ખાસ સગવડ આપવી પડે. આ હિસાબે તો ટિકિટ લઈને પાછળ બેઠેલાઓ જરા પણ ઈંપોર્ટટન્ટ ના કહેવાય. જરા ફની તો કહેવાય જ. ગુગલ વિકિપિડિયા વીઆઈપી માટે કહે છે-

A very important person (VIP) is a person who is accorded special privileges due
to their status or importance. [1] હવે સ્ટેટસ અને ઈંપોર્ટન્સ એ બન્ને શબ્દો સમાનાથી તો નથી જ. તો ઈંપોર્ટટન્ટ પિપલને જ સ્પેશીયલ પ્રિવીલેઇજ મળવા જોઈએ નહિ કે સ્ટેટસવાળાઓને.

Examples include celebrities, heads of state or heads of government, other politicians,
major employers, high rollers, high-level corporate officers, wealthy individuals, or any
other socially notable person who receives special treatment for any reason.
The special treatment usually involves separation from common people, and a higher
level of comfort or service.

સામાન્ય માણસ તરીકે આ સાલુ મને પણ ડંખે તો અમારો મંગુ ઉકળે તેમાં નવાઈ
શું?

In some cases, such as with tickets, VIP may be used as a title in a similar way
to premium. Usually, VIP tickets can be purchased by anyone, but still meaning
separation from other customers, own security checks etc.
The term very very important person
(VVIP) is also used, [2] especially with reference to VIPs with very high
spending power.

સાસટ્રી લુખ્ખો લેખક છે ને ટુ ચિંગુસ મારવાડી છે. માંડ દમડી છૂટે છે. વખટ આવે મેં પન લેખક, કવિઓ, ગાવાવાલા, નાચવાવાલાને મારે ઘેર રાખેલા ને બઢાના પ્રોગ્રામ હો કરાવેલા. દીકરા મંગુ, મની ટોક્સ. તે તાઈમે હું પન વીવીઆઈપી હટો. પ્રોગ્રામ શરૂ ઠાય ટે પેલ્લા સ્ટેજ પર ડીવો કરવા હૌ જટો. ડિકરા મંગુ, હાચ્ચો વર્ડ VVIP નઠી પન VVIM છે. M ફોર મની. હવે હું કોઈને ઈંડિયાથી બોલાવટો નઠી ચંપાએ ના કઈ દીઢી છે.

મંગુ હજુ ધૂંધવાયલો હતો. સુરતી જ્યારે ગુસ્સે થાય ત્યારે એ કાંઈ મવાલીઓની જેમ મારામારી પર ન ઉતરે. એટલિસ્ટ અમારા સુરતી ગ્રુપમાં નો તો કોઈ જ નહિ. મંગુ જરા બોલવામાં ફાટ. એનો ગુસ્સો એની સુરતી ગાલી પ્રદાનથી વ્યક્ત થતો. ચંદુ, મેં આજ સુધીમાં કોઈપણ દિવસ સંદીપીયાને લાઈનમાં ઉભા રહીને કાઉંટર પરથી ફૂડ લેતો જોયો નથી. વીવીઆઈપી ખરોને એટલે મસ્કા મારુ ચમચાઓએ જ એને માટે ફૂડની ડીશ તૈયાર કરીને લઈ આવવાની. મુડ હોય તો ખાય નહિ તો આખી ડિશમાંથી ફેશનમાં જરાક લે અને ડીશ બાજુ પર મુકી દે. કોંણ એનો બાપ બાબુલાલ ખાવા આવવાનો છે? પહેલેથી ના ભસતા એના પેટમાં શું દુખતું હતું.

‘મને જબરી ભૂખ લાગી હતી. મારે માટે કોઈ થાળ લાવવાનું ન હતું. હું છ ખાનાનું સ્ટાઈરો ફોર્મનું છાબડું લઈને ડિનરની લાઈનમાં ઊભો હતો. સાલા આપણા દેશીઓ, (એક હળવી સુરતી) મારી આગળ એક બૈરું ઉભું હતું. એની કોઈ સગલી આવી. ઓહો! કાંતાબેન તમે પણ આવ્યા છો? કેટલા વર્ષે મળ્યા! બસ લાઈનમાં ભરાઈ ગઈ. ગળે વળગ્યા. અરે મિનાક્ષી, બધા અહિં આવો આપણા કાંતાબેન અહિ જ છે. અને મારી આગળ છ જણાં આવીને ઉભા રહ્યા. તેમાં એક રૂપાળીએ મને સ્વીટ સ્માઈલથી પુછ્યું દાદા, અમે આગળ આવીએ તો વાંધો નથી ને? હું વાંધો કાઢું તે પહેલાં તો દીકરીએ થેંક્યુ કહી દીધું. મારી આગળ પાછળ લાઈનમાં ટોળાં ઘૂસતાં જ હતાં. સાલી છ ખાનાની છાબડીમાં બાર વાનગી લઈને વેરતાં ઢોળતાં બિચારા ડોસલાઓ જતાં હતાં. આ નાના સ્ટાયરોફોમના છબડાંને બદલે બધા પોતાના ઘેરથી મોટો વાડકો લઈને આવતાં શું થાય? બધું એમાં જ નાંખીને મિક્ષ કરીને ખાઈ જવાનું. સાધુ ભોજન. હું કંટાળ્યો. ને બહાર નીકળી બાજુમાં
બર્ગર કિંગમાં જઈને પેટ પૂજા કરી.

મંગુની મોટા વાડકા ઉપરથી મને સાધુનું તુંબડું યાદ આવ્યું. અમારા મહોલ્લામાં એક સાધુ આવતો. એ રામ ચરિત્ર માનસમાં ની ચોપાઈઓ ગાતો. એ એક તુંબડું રાખતો. માત્ર પાંચ બ્રાહ્મણને ત્યાંથી પક્કાભોજન અને અન્યો પાસે કચ્ચા ભોજન લેતો. કચ્ચા ભોજન એટલે દાળ ચોખા ઘઉં કઠોળ. એના એક ભગવા થેલામાં જે કાંઈ અનાજ મળે તે બધું એક સાથે ઠાલવતો. પક્કા ભોજન એટલે રાંધેલું અન્ન. તે એના તુંબડામાં જતું. દાળ, ભાત, શાક રોટલા ભાખરા જે કાંઈ મળે તે બધું એ તુંબડામાંજ જતું. બધું જ એક રસ થઈ જતું. સાધુ એટલે સાધું.

આજ કાલ બુફે જમણમાં પ્લેટ નાની અને વાનગીઓ ઝાઝી. ખાવાના હોય કે ખાવાના ન હોય, બધી વાનગીઓનો ઢગલો નાની ડિશમાં થઈ જાય. બધા જ જૂદા જૂદા પંજાબી શાકની આખરે તો પાવભાજી જ થઈ જતી હોય છે. સાધુના તુંબડાની જેમ.

ભોજન એ અમારા ચંદુભાઈનો માનીતો વિષય.

‘આપને આ બુફે બુફે ફાવે નૈ. આપને તો નાતમાં બેઠા હોય, પતવારી દરિયો હામે હોય. પેલ્લા મિથુ પિરસવા આવે. માનસ ગનતો જાય. પછી મેઈન મિઠાઈ આવે. પછી બીજી મિઠાઈ પિરસાય બે તન જાતના ફરસાન આવે. બધું પિરસાતું જાય તેમ ખવાતું જાય. કેતલીક જગ્યાએ પાનીને માટે લોટા ઘેરથી લઈ જવાના. એમાં કેતલાક બૈરાઓ મિઠાઈ હો ચોરી જાય. એ બઢી ખાવાની મજા ટો ગઈ જ.’

ચંદુની વાત સાચી હતી. જાણે આખો યુગ વિતી ગયો. મિઠાઈની મુખ્ય વાનગીઓ આખરી ડિઝર્ટમાં ધકેલાઈ ગઈ. મિઠાઈની સાથે સાથે ખવાતું ફરસાણ એપેટાઈઝર થઈ ગયું.. વચ્ચે રહ્યા શાકભાજી બ્રેડ અને રાઈસ.. સુરતની જમણનું સુરતમાં જ મરણ થઈ ગયું. એક સમયનું ગરીબ પરિવારનું સામાન્ય કાઠિયાવાડી ભોજન, ફેશન અને લક્ઝરી થઈ ગયું. બધે જ પંજાબી ખાણાંએ ગુજરાતી ભોજનને ભંડારી દીધું. એ યુગ વિતી ગયો જ્યારે કમંડળમાં શિખંડ, તમારે તમારે કરીને પિરસાતો હતો. ખાજા, દહિથરા, ફરસી પુરી, પકવાન તરીકે ખવાતાં. ગરમ ગરમ કંદના ભજીયા ભાણામાં આવે કે તરત પેટમાંં ઉતરી જતાં. વો ભી એક જમાના થા.

અમે વાતો કરતાં હતા અને મંગુ પર સંદીપનો ફોન આવ્યો.

.

.
‘હા હા, શાસ્ત્રીજી, ચંદુ અહિ જ છે.’

.
‘હા એમને કહી દઈશ.’

.
‘ના, હું નહિ આવું, હું નવરો નથી. સાલા તને મારી સામુ જોવાની ફુરસદ નથી.’

.
‘હેં શું સ્ટેટસ જાળવવું પડે? એટલે મારી સાથે નહોતો બોલ્યો? હવે સોરી સોરી? બેશરમ…..(પછી થોડી ન લખાય એવી

સુરતી ગાળો)…..સારુ સારું……આવીશ હા હા…..સુરતી ગેંગને પણ લઈ આવીશ. ….ના કરસનદાદાથી નહિ અવાય…..પેટની તકલીફ છે. મેન્યુ શું છે તે વાત કર.’

.
‘એ ગધેડા મંગા….કોણે કહ્યું કે મને પેટની તકલીફ છે?’ કરસનદાદા બરાડ્યા

ચંદુએ પુછ્યું ‘સંદીપ શું કહેતો હતો?’

.
‘સંદીપના ગ્રાંડસનની ગ્રેજ્યુએશન પાર્ટી છે. આપણે બધાને જ જવાનું છે. ગમે તેમ પણ આપણો સુરતી દોસ્ત.’

‘અલ્યા પણ મારું શું?’ કરસનદાદા અકળાયા.

ભલે મંગુ ગમે તે કહે તમારે તો અમારી સાથે આવવાનું જ હોય. ચિંતા નહિ. હું તમને લઈ જઈશ. અમારા ચંદુએ કરસનદાદાને ઘરપત આપી. ‘સંદીપને ઘેર તમે વીઆઈપી.’

તિરંગાઃ જુલાઈ ૨૦૧૯

6 responses to “મંગુ મોટેલ અને વીવીઆઈપી સંદીપીયો

 1. મનસુખલાલ ગાંધી August 2, 2019 at 2:59 PM

  સરસ મજાની વાર્તા.. ચંદુ હોય કે મંગુ…. સુરતીઓને ખાવાની વાત આવે ત્યારે મોટાઇ-મનભેદ મીટાવીને બધા મિત્રો બની જાય.. ખરૂંને…??

  Liked by 1 person

 2. pragnaju July 25, 2019 at 4:03 PM

  મનોવૈજ્ઞાનિક અભ્યાસો બતાવે છે કે ગાળને કારણે માનસિક રાહત તો થાય છે પરંતુ તેની સાથે દર્દ સહન કરવાની ક્ષમતા પણ વધી જાય છે! કીલી યુનિ.ના સ્કૂલ ઓફ સાયકોલોજીના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ગાળ બોલતા બોલતા ગરમ પાણીમાં હાથ રાખનારને ગાળ બોલ્યા વગર રાખનાર કરતાં દર્દ ઓછું થયું હતું. જોકે, અભ્યાસો તેમ પણ કહે છે કે દરેક ભાષા અને પ્રદેશમાં ગાળો બોલાય છે. બાળકોના શબ્દભંડોળમાં તે સમજ વગર પણ ઉમેરાઇ જાય છે. બોલનારના વિચારો પણ તેવા જ થઇ જાય છે.

  Like

 3. pravinshastri July 25, 2019 at 11:37 AM

  aabhaar Mahendrabhai.

  Like

 4. mhthaker July 25, 2019 at 11:25 AM

  Best of this month Surati Special-njoyed all characters and social status of vip and vvip and vvim too !!!

  Liked by 1 person

 5. Yashumati Raksha Patel July 22, 2019 at 3:05 PM

  મઝાની વાંચવા લાયક વાર્તા!

  On Sun, Jul 21, 2019 at 6:17 PM પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો wrote:

  > pravinshastri posted: ” પ્રવીણ શાસ્ત્રી ચન્દુ ચાવાલા, મંગુ મોટેલ અને
  > વીવીઆઈપી સંદીપીયો ‘સાલો ____(એક સુરતી ગાળ) એ કદીયે ન સુધરે. _____(ફરી એક
  > જોરદાર મરચાવાળી સુરતી) સાલો બદમાશ, આપણો જ દોસ્ત, અને આપણી સાથે જ મહોલ્લામાં
  > રમેલો, સાથે જમેલો, સાથે ભટકેલો; એક બે વાર મેં જ એને માર ખ”
  >

  Like

 6. હરીશ દવે (Harish Dave) July 22, 2019 at 7:10 AM

  સુરતી ભાષાની છાંટવાળા આપના લેખો અનોખી ગમ્મત પૂરી પાડે છે.
  દાયકાઓ પહેલાં એક મલ્ટિનેશનલ ફાર્મા કંપનીમાં કામ કરતા દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી માંડી સુરત અને નીચે ડાંગ આહવા સુધીના વિસ્તારો ખૂંદેલા છે અને ભાતભાતની બોલીઓ માણી છે.
  ડૉક્ટરો સુરતના હોય કે બિલિમોરા-વલસાડના.. તેમની સાથે અંગત વાતોમાં પણ તેમની બોલી એવી તો ઝલકતી!
  સાથે સુરતમાં અંગ્રેજ કોઠીના અવશેષો શોધવા મથ્યો છું, સચિનમાં અભિનેત્રી ઝુબેદાની યાદો વાગોળી છે, સંજાણ-ઉદવાડામાં પારસીઓના ઇતિહાસને ફંફોસ્યો છે, દમણમાં સુકર નારણ બખિયા શેઠની બાદશાહત જોઈ છે, બારડોલીમાં સરદારના સત્યાગ્રહથી લઈને ફિલ્મ ‘અનારકલી’ અને ‘નાગિન’ના દિગ્દર્શક નંદલાલ જશવંતલાલના સ્મરણોને વાગોળ્યાં છે. તેથી બધા વિસ્તારોની બોલીઓ આજે ય હૈયે ટહુકા કરી જાય છે.

  સાચું કહું, પ્રવીણભાઈ ? આપના લેખોમાં તે ટહુકાઓના પડઘા સંભળાય છે !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: