સૌજન્યઃ

ફેસબુક મિત્રો

Jayesh Desai  અને Manish Desai.

Manish Desai's Profile Photo, Image may contain: 1 person, sitting and indoor

મિત્ર Manish Desai ને સો સલામ અને આભાર સહિત વાચકોને વિનંતિ કે ધીરજથી આખો લેખ વાંચી લે.

અદ્ભૂત ચિત્રણ કર્યું છે શ્રીકૃષ્ણના મૃત્યુ સમયની એમની મનોવેદનાનું. આ વિષય પર અગાઉ કશું લખાયું હોય તેવું ધ્યાને આવેલ નથી.

મૂળ લેખ:
[“૧૮મી ફેબ્રુ. આજે શ્રીકૃષ્ણની વરષી ઉત્સવ છે”]

 

કૃષ્ણ જેવો અદભુત અનોખો પુર્ણ પુરુષ પણ, ગજબનું મૃત્યુ ભોગવી ગયો. આપણી કલ્પનાને પણ સ્વીકૃત ન થાય અેવું..

કથા છે કે, યાદવો અંદરોઅંદર લડી મર્યા જેના કૃષ્ણ દારુક સાથે સાક્ષી રહ્યા, પાસે ઉભેલા પીપળા નીચે વ્યગ્રતાથી વિશ્રામ કરવા બેઠા કદાચ ડીપમેડીટેશન.. સવાસો વર્ષનાં લેખા જોખા કરતા હશે.. બસ અેવામાં જરાએ કૃષ્ણને શીકાર સમજીને એક તીર છોડ્યું, અને नैनं छिन्दन्ति शस्त्राणि…. એવું કહી ગયો એની પગની પાની પણ જરાનાં એક તીર થી છેદાઇ ગઇ.. કૈંક ના દુ:ખ દુર કરનારા માધવને પણ દુ:ખ્યુ હશે..

જરાએ સમીપ આવી, મુગટ ઉપરનાં મોરપંખ જોઇ ઓળખીને માફી માંગી.. કૃષ્ણે માફ કરીને દુર જવા કહ્યું કદાચ કોઇ જોઇ લે અને જરાને દોષી સમજી મારી નાંખે..!! દારુકને પણ દ્વારીકા સંદેશ દેવા મોકલી દીધા.. દ્વારકાધિશ નું રુધીર વહેતું રહ્યું.. યાદવોનાં મડદાની મીજબાની કરતાં ગીધડા કુતરા સમડી ને તાજા લોહીની વાસ આકર્ષીત કરતી રહી હશે.. બધા કૃષ્ણ પાસે આવતા રહ્યા હોશે… જેની વાંસડીનો શુર કઇંક ગૌધનને ખેંચી લાવતી, પણ આજે એનાજ લોહીની વાસથી કેટલાએ જીવો એને ચુથવા આવતા હશે.. સહસ્ત્ર રાણીઓ પટરાણી થી ઘેરાએલો રહેતો, પુત્રો, પૌત્રો, પરપૌત્રો નાં વિશાળ વડલાનો ધણી, દ્વારકાધીશે આજે ભુખ્યા તરસ્યા સાવ એકલતામાં જીવ ત્યજ્યો.. ઇશ્ર્વર થઇને જીવી ગએલ માણસ કે જેને જગતનો નાથ, યોગેશ્ર્વર કહીને પુંજ્યો એને ઉંચકવા ચાર ખભા પણ ના મળ્યા.. બે ધુંટ પાણીની અંજલી દેનારુ કોઇ ઉભુ ના હતું..!!

ત્રણ દિવસ પછી પેલો જરા ખબર કાઢવા પાછો આવે છે.. કૃષ્ણના મૃત શરીરને ફોલતા પશુ પક્ષીઓ ને દુર ભગાવે છે.. કૃષ્ણના કુટુંબીઓ તો મરી પરવાર્યા એટલે દ્વારકામાં કોણ હોય..!! જરા પોતે તો શુદ્ર રહ્યો, એટલે અગ્નીદાહ પણ કેવીરીતે આપે શાસ્ત્રાજ્ઞા જો હતી.. જરાએ કૃષ્ણનાં વિક્ષીપ્ત શરીરને પથ્થરા, કાંટાળા વૃક્ષો થી આવૃત કરીને હસ્તીનાપુર પ્રયાણ કર્યું.. છેક દોઢ મહીને પાંડવો સાથે પરત આવ્યો ત્યાંતો મધુસુદનનું શરીર દુર્ગંધ છોડતું શબ માત્ર રહ્યું.. ઓળખ પણ કરવી શક્યના હતી. ગરમીથી વધુ કાળો પડી ગએલા કાળીયો કાનજીનાં ચામડા હાડકા સાથે ચોંટી ગએલા દેખાયા.. આવી અવદશામાં પાંડવોએ અગ્નીદાહ દીધો..!!

હીન્દુ પંચાગ મુજબ શ્રાવણની અમાવસ્યાએ (રોહીણી નક્ષત્ર તિથી અષ્ટમી જે ૧૯ જુલાઇ. ૩૨૨૮ B.C દેખાઇ છે. ૧૮મી અને ૨૧મી નાં સંદર્ભો છે પણ ૧૯મી ડ્રીકપંચાગ / કેલેન્ડર મુજબ મળે છે.) જન્મી શ્રાવણની અમાવસ્યાએ જ દેહ પણ છોડનાર નો જન્મ જ ઉજવાતો રહ્યો.. મૃત્યુ નહીં. કારણ મૃત્યુ સ્વીકારવું આપણને કાઠે છે. અને એ પણ છેક આવું દુ:ખદ..!! જે કહી ગયો હોય કે સંભવામી યુગે યુગે.. એનું મૃત્યુ મહોત્સવ ઉજવાતો નથી..

સમજો કે,જો કૃષ્ણ કહેતા હોય “स्वधर्मे निधनम् श्रेयः’, તો એ કહે છે કે પોતાની રીતે મરી જવું પણ શ્રેયસ્કર છે. બીજાની રીતે જીવવું પણ શ્રેયસ્કર નથી. કારણ બીજાની રીતે જીવવું એટલે પણ મરેલાની જેમ જીવવું. પોતાની રીતે મરવાનો અર્થ પણ નવું જીવન સોધી લેવાનો છે. એવું મૃત્યુ પણ ઓથેન્ટીક છે, પ્રમાણીક છે.

કદાચ જીવન બાબત જેમની ચીંતના અદભુત રહી હોય જીવનભર પરમ સુખ જ ભોગ્યું હોય એવી વ્યક્તિઓ નું મૃત્યુ પણ અત્યંત પીડાદાયક રહેતું હશે, બુધ્ધ ઝેરી મશરુમ ખાવાથી થએલા વલોપાત બાદ, મહાવિર પેટની બીમારીથી પીડીત થઇને, ક્રાઇસ્ટ સુળીએ ચડીને ધીમે ધીમે દુ:ખ ભોગવી, રજનીશ સ્લો પોઇઝનથી લાંબી ઇનીંગ દુ:ખ ભોગવી, મહમ્મદ ઝેરી મટન નો ટુકડો ખાઇને ધીમે ધીમે જ્વર ગ્રસ્ત થઇને પીડા ભોગવીને , રામકૃષ્ણ કેન્સર ગ્રસ્ત થવાથી.. મર્યા (ફેરીસ્ત હજુ લાંબી મળશે..)એ બધા કદાચ દુ:ખનું એક્ષટ્રીમ આજ જન્મમાં ભોગવી ચાલી નીકળ્યા.. કદાચ તેથી જ ફરી જન્મવા ની જરુર ના રહી હોય. જીવનભર અપ્રતીમ સુખભોગવનારા અંત સમયે મૃત્યુ અત્યંત દુ:ખ પીડા સભર ભોગવી જતા હશે.. કદાચ એટલે જ વેદનાની ઇન્ડીવીજ્યુઅલ ભોગવેલી ડીગ્રીઝ મુજબ મરણ શબ્દની આગળ પણ દેહવિલય, નિર્વાણ, મહા નિર્વાણ, મહાપરિનિર્વાણ જેવા શબ્દોએ ગતી કરી હશે..

૧૨૬ વર્ષ અને પાંચ મહીના જીવીને મનુષ્ય જાતીને જીવનનો બોધ આપનાર કૃષ્ણ ગ્રેગોરીયન કેલેન્ડર અને અંગ્રેજી તારીખ પ્રમાણે આજે ૧૮મી ફેબ્રુઆરી ૩૧૦૨ (ઇ.પુ.) બપોરે ૦૨:૨૦ વાગ્યે સંગમસ્થાન, સોમનાથ જ્યોતિર્લીંગ પાસે, ભાલકાવન, હિરણ કપિલા અને સરસ્વતિ નદીના ત્રિભેટે મુરલીસંગમે દેહ છોડી ગએલા.. (કેટલાક ૦૨:૨૪ કલાક નો સંદર્ભ પણ મળે છે. જેની સાથે જ દ્વાપરયુગ નો અંત થયો.)
કારણ અકસ્માતે પગની પાનીમાં તીરનું વાગવું અને વધુ પડતું લોહી વહી જવું.. બાકી તો ગાંધારીનાં શાપ ની પણ વાર્તા હતી.

જુઠ્ઠો લુચ્ચો કપટી એવા આ માણસને ખુબ વાંચી સમજીને પણ, મહાભારત અને તેની મધ્યે એનાજ થકી ગવાએલી ગીતા સુધ્ધા સંદીગ્ધ થાય છે. પણ કૃષ્ણ જેવી વ્યક્તિ હોય, અને એ બોલે તો એ ગીતાનાં શબ્દો જ હોય. એટલે પણ કદાચ એની કોઇ ટીકા કરવાનું કારણ મને નહીં મળે..

केशवा कलेस नाशाय, दु:ख नाशाय माधवा,
नृहरी पाप नाशाय, मोक्ष दाताय जनार्दन..

વિ લવ યુ.. વિ મીસ યુ.. કાનજી.
..યુ આર અ જેમ.. મેન