
કવિ મિત્ર શ્રી સુરેન્દ્ર ગાંધી ની પ્રણય પંક્તિઓ
વાત
બની ચીર: સ્મરણીય નાની શી મુલાકાત
છે સ્વપ્નથ સુંદરી ના સાક્ષાત્કાર ની વાત
મેઘલી રાત શી ઘનિષ્ઠ એની ઝુલ્ફઘટા
શરમાળ નયનો માં એના ડોકાય મારકણી છટા
ખમાય નહીં એ પડદાનશીં પલકો ના તાતા તીર
ચેહરા ની તાજગી ચૂમવા, લલચાય તરસતી આંખોં ના નીર
સઁકોર્યો પાલવ ને સમારી નટખટ લટ
રમણીય રમતે (એની) ઝળક્યો (મુજ) અંતરપટ
રહે પરોક્ષ કે હોય પ્રત્યક્ષ, છે નજીવી વાત
વસે સદા ચંદ્રમુખી હ્રદયે, હોય અમાસ કે પૂનમ ની રાત
માયાવી ઘેલછા નથી, નથી તરંગો વાહિયાત
છે અમારા અનંત સાથ ની વાત
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
હાલત
ટેકીલા મન નો નિમ નીવડ્યો નિષ્કામ
હઠીલા અધરો જપે નિરંતર એનું નામ
અસહાય હાલત નો છાનો ન રહ્યો મુકામ
( મારા) ધબકતા હૈયા માં પડઘાય ધડકન એની તમામ
કર્યા દોરા ધાગા , રાખી ન મિન્ન્ત કોઈ બાકી
પીધા વિના નશેમન માને (છે) એને સાકી
ને છલક્યા આંખો માં અરમાનો તણા જામ
છે વિમાસણ, જાનેજીગર ને કરું સિજદા કે સલામ
૦૦૦૦૦૦૦૦૦૦
શબ્દાવલી
હૈયે સમાઈ કો‘કે ઋતુરાણી
કરી એને નામે સઘળી કમાણી
અલ્પ શબ્દાવલી ની અણમોલ કહાની
લટો જેની કરે મોહક મનમાની
જેમ શીતળ લહેરો પર કરે નર્તન જવાની
અલ્પ શબ્દાવલી ની અણમોલ કહાની
ને રુસણાં પર થાય મનામણાં ની મહેરબાની
ઝુકેલી પલકો ને છુપાવે શરમાળ બુકાની
અલ્પ શબ્દાવલી ની અણમોલ કહાની
સુરેન્દ્ર ગાંધી
પલ્લવી સ્પૃહા કાવ્ય સન્ગ્રહ માં થી
સુરેન્દ્ર ગાંધી
પલ્લવી સ્પૃહા કાવ્ય સન્ગ્રહ માં થી
Like this:
Like Loading...
Related