વિજય ઠક્કર “ગુર્જરિકા”

વિજય ઠક્કર ગુર્જરિકા

Gurjarica Usa

vijay-thakkar

મારા સાહિત્યકાર મિત્ર શ્રી વિજય ઠક્કરની ઓળખ એમના જ શબ્દોમાં.

હું વિજય ઠક્કર ૨૦૦૮માં પરિવાર સાથે અમેરિકા આવી અહીં સ્થાયી થયા. લખવાનો મારો શોખ કાળક્રમે મારી આદત બની ગઈ હતી તે અમેરિકા આવીને પણ “ગુજરાત દર્પણ” જેવા અમેરિકામાં સૌથી વધુ વંચાતા અને લોકપ્રિય ગુજરાતી મેગેઝીનને કારણે બરકરાર રહી શકી. વર્ષ ૧૯૯૦થી પ્રોફેશનલી લખવાની શરૂઆત થઇ..પરંતુ ૧૯૯૪થી અમદાવાદમાં ગુજરાત ટુ ડે દૈનિકમાં ” ભીતર ભીનું આકાશ ” કોલમ ચાલી..અને ૧૯૯૭માં આ કોલમમાં છપાયેલી વાર્તાઓ ” ભીતર ભીનું આકાશ ” નામેજ પુસ્તક રૂપે પ્રગટ થઇ.. સાથેજ હૃદયમાં પાંગરેલા હિન્દી સાહિત્ય તરફના લગાવને કારણે હિન્દી કવિતાઓ, ગઝલો, મુક્તકો લખાયાં અને તે પણ વર્ષ ૧૯૯૭માં ” सर्पगंधी क्षण ” નામે પુસ્તક આકારે પ્રકાશિત થયું તો ગુજરાતીમાં પણ કવિતાઓ, ગીતો, ગઝલો લખાતી રહી… દરમ્યાન જૂદાજૂદા દૈનિકો, સામયિકો વગેરેમાં ” લીલા શ્વાસને સરનામે ” એ નામે કોલમ સ્વરૂપે વાર્તાઓ પ્રગટ થતી રહી.

૧૯૭૯થી દુરદર્શન સાથે સમાચાર વાચક તરીકે નાતો જોડાયો તે ૨૦૦૪ સુધી ચાલ્યો અને એજ અરસામાં રેડિયો-આકાશવાણી સાથે પણ સમાચાર વાચક, ડ્રામા આર્ટીસ્ટ, પેનલ રાયટર જેવી જૂદીજૂદી પ્રવૃત્તિઓ થતી રહી. સરદાર પટેલના જીવન પર આધારિત ” લોખંડી પુરુષ સરદાર પટેલ” ગુજરાત સરકાર પુરસ્કૃત નાટક નાં નિર્માતા લેખક અને અભિનેતા થવાનું સદભાગ્ય સાંપડ્યું. અમેરિકામાં રેડિયો દિલ સાથે છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમમાં છેલ્લા બે વર્ષથી કો-હોસ્ટ તરીકે ઉપરાંત અમદાવાદમાં અને અમેરિકામાં ઇવેન્ટ પ્લાનર અને ” માસ્ટર ઓફ સેરીમની” તરીકે ખુબ પ્રસિદ્ધી મેળવી. ભારત અને અમેરિકામાં થઈને ૧૯૭૯થી લઈને અત્યાર સુધીમાં આશરે ૩૦૦૦ જેટલાં કાર્યક્રમોમાં ” માસ્ટર ઓફ સેરીમની” કરવાનો મોકો મળ્યો.

હાલમાં મારા બંને પુસ્તકો રીપ્રીન્ટમાં છે અને” લીલા શ્વાસને સરનામે ” પ્રકાશનની પ્રક્રિયામાં છે.

મારો બ્લોગ ” ગુર્જરિકા ” નામે અમેરિકામાં રહીને ગુજરાતી સાહિત્ય, ભાષા, અસ્મિતા, સમાજકારણની વાતો લઈને ગુજરાત રાજ્યના સ્થાપના દીવસથી આ વિજાણું યુગનો એક નાનકડો હિસ્સો બનશે. વ્યવસાયે અમદાવાદ મુનીસીપલ કોર્પોરેશનમાં ” P R Manager” તરીકે વર્ષો સુધી કાર્યભાર સંભાળ્યો. માનવીય સંવેદનાઓ અને પ્રેમ સંબંધો એ મારો ખૂબજ ગમતીલો વિષય રહ્યો હોવાથી પ્રણય સંબંધો ઉપર આધારીત વાર્તાઓ ઉપરાંત જીવન ચરિત્રો લખવાનું બહુજ ગમે.

******

મિત્રો,

શ્રી વિજય ઠક્કરની વાર્તાઓ અને અન્ય સાહિત્યિક કૃતિ એમના સૌજન્ય સાથે મારા આ બ્લોકમાં પ્રસિદ્ધ થતી રહેશે. એમની વાતો “વિજય ઠક્કર – ગુર્જરિકા” કેટેગરીમાં વાંચવા મળશે. માનું છું કે મારા વાચક મિત્રોને એમની વાતો વાંચવી ગમશે જ.

6 responses to “વિજય ઠક્કર “ગુર્જરિકા”

  1. pravinshastri October 6, 2019 at 8:40 PM

    આભાર મહેન્દ્રભાઈ. આશા છે કે એમની વાર્તા-કાવ્યો પણ માણવા આપને ગમશે.

    Like

  2. mhthaker October 6, 2019 at 10:07 AM

    pravinbhai,
    we are proud to read small intro of Vijaybhai by himself– A great man – great Work for Gujarati and Hindi also–and lot of contribution to our culture.

    Liked by 1 person

  3. pravinshastri October 5, 2019 at 5:53 PM

    મને ખાત્રી છે કે બન્ને એકબીજાને ચોક્કસ ઓળખતાં જ હશે. હું વિજયભાઈને વાત કરીશ.

    Like

  4. pragnaju October 5, 2019 at 4:05 PM

    મા વિજયભાઇ ના લખાણ અંગે સામાન્ય માહિતી હતી આજે વિશેષ પરીચય જાણી આનંદ ખાસ તો ‘વ્યવસાયે અમદાવાદ મુનીસીપલ કોર્પોરેશનમાં ” P R Manager” તરીકે વર્ષો સુધી કાર્યભાર સંભાળ્યો.’ જાણી ..અમારા દીકરા પરેશ વ્યાસે ત્યાં ફાયર ઓફીસર તરીકે નોકરી કરી હતી તે દરમિયાન થયેલા એરક્રેશમા મારા બનેવી ગુજરી ગયા હતા યાદ આવ્યું અને રાજકોટમા ડૅ કમી તરીકે નિવૃત થ ઇ
    ફરી અ.મ્યુ.કોમા જોડાયો !

    Liked by 1 person

  5. pravinshastri September 30, 2019 at 4:51 PM

    ખુબ ખુબ આભાર રમેશભાઈ. હું નશીબદાર છું કે મને આપ જેવા પ્રેમાળ મિત્ર મળ્યા છે.

    Like

  6. nabhakashdeep September 30, 2019 at 4:07 PM

    પ્રતિભાવંત આ. શ્રી વિજયભાઈ , ગુર્જરી રત્ન છે. ટી.વી. માં પણ અમે દૂરદર્શન શ્રોતા બની તેમને માણેલા. રેડીઓ દિલમાં , અમેરિકામાં ‘આકાશદીપ) બ્લોગના કવિ તરીકે તેમની અને શ્રી કૌશિકભાઈ સાથે વાર્તાલાપ કરવાનું સૌભાગ્ય મળેલ.
    આપની બ્લોગ પોષ્ટ વાંચી મધુર પળો ને અમે મમરાવી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Sent from my iPhone

    >

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: