મૂંઝવણનો અંત! ચીમન પટેલ ‘ચમન’

મૂંઝવણનો અંત!

સૌજન્યઃ

ચમન

લેખકઃ  શ્રી ચિમનભાઈ પટેલ ચમન

 

                    આજે સોમવાર અને સવારના સાડા છ વાગ્યે ઓફિસમાં પહોંચી પહેલું કામ મેં શું કર્યું હશે એની તમે કોઈ કલ્પના નહીં કરી શકો!

ચાલો તમને કહી જ દઉઃ

                  હવે ઉનાળો શરું થઈ ગયો છે એટલે ઓફિસના એરકંડીશનમાં મને ઠંડી લાગે છે એટલે હું એક લાંબી બોયવાળુ સ્વેટર ઓફિસમાં રાખી મૂકું છું.. એક દિવસ એ પહેરવા જતાં ખભાના એક સાંધા આગળના ટાંકા એકાદ ઈંચ તૂટ્યા હતા એ મારી નજરે ચડી આવ્યા! આ ટાંકા કદાચ કયારના તૂટ્યા હશે, પણ મારી નજરે આટલા દિવસ પડ્યા  નો’તા! ટાંકા તૂટ્યાની જગ્યા એવી હતી  કે સ્વેટર પહેર્યા પછી પોતાને એ નજરે ન ચડે! આ અમેરિકનો ને નજરે જો ચડે તો માળા આપણને કહે નહીં અને મનમાં આપણી કંજુસાઈની વાતો કરે! કોઈ દેશી મિત્રને એ નજરે ચડે તો વિચારે કે કહું કે નહીં? પણ, એ જગ્યા જ એવી હતી કે ચકોર નજરને જ એ આંખે ચડે!

                મારા સ્વભાનુસાર આ તૂટેલા ટાંકા મારા મગજના ટાંકાઓને ઢીલા કરે એ પહેલાં એનો ઉપાય કરવાનો વિચાર કંપનીના સમયે જ કરવો પડ્યો!

                મારી પાસે બે રસ્તા હતાઃ સ્વેટર ઘેર લઈ જાઉ અને એને સાંધવાનું કામ ઘેર પતાવું. બીજો વિકલ્પ હતો કે યાદ કરીને સોય-દોરો અહીં લાવી મારા આજુ બાજુના સાથીઓ આવી જાય એ પહેલાં સીવી લઈ, મનની શાન્તિ મેળવી લઉ!

                સારું થયું કે આવું નાનું કામ મને પહેલેથી જ આવડતું હતું. નહિતર, ધર્મપત્નીના અવસાન પછી મારે કોઈની દાઢીમાં હાથ નાખવો પડતે!

                સ્વેટર ઘેર લઈ જઈ એ કામ કરવા કરતાં સોય-દોરો લાવી અહીં કરવું મને વધારે યોગ્ય લાગતાં મેં મારી પસંદગી જાતે જ એની પર ઉતારી ઓફિસના કામે લાગી ગયો.

                બીજા દિવસે ઓફિસે આવી સ્વેટર પહેરવા જતાં સમજાયું કે સોય-દોરો તો ઘેર ભૂલાઈ જ ગયા હતા! મારી ઉંમ્મરે એનું કામ કર્યું એ મને સમજાયું! એન્જીનીઅર હતો એટલે મારે મારી આ સ્મૃતિને પડકાર કરવાનો વાળો આવ્યો. એટલે એમાં જીત મેળવવા મેં ઉપાય શોધી કાઢ્યો. ઘેર જઈને પગરખાં કાઢી ધર્મપત્નીના શિવણરૂમમાં ગયો. બોબીનથી છલકાતું એક ખાનું ખોળ્યું. એ અત્યારે અહીં હાજર હોત તો પૂછત; “શુ ખોળો છો?” હું એને સાચો ઉત્તર આપત અને એ કહી વળત; ‘લાવો હું સોય પરોવી દઉ છું.જાવ તમે તમારું કામ કરો. એ યાદ આવી ગઈ!

                 પ્રથમ સફેદ દોરો નજરે પડ્યો કે જે સ્વેટરના રંગથી જૂદો પડતો હતો. એટલે સ્વેટરના રંગ સાથે ભળી જાય એવો દોરો ખોળ્યો અને માળો મળી પણ આવ્યો! ટેબલ લેમ્પ કરી, ખુરશી ખેંચી ગોઠવાઈ ગયો.

                 પ્રથમ પ્રયત્ન નાકામ નિકળ્યો! એટલે સાવધાની રાખી બીજો પ્રયત્ન ચાલું કર્યો. એ પણ નાકામયિત નિકળ્યો! ત્રીજો પ્રયત્ન કરતાં પહેલાં થોડો ઊંડો શ્વાસ લઈ મારા મગજને ‘વોર્મઅપ’ કરી અને મારી આંખને કહ્યું કે તને પણ મારી ઉમ્મરની અસર વર્તાય છે. માટે, ઉતાવળે આંબા ન પાકે એ કહેવત યાદ કરી, ધીરો પડી, શાંતિથી શરુંઆત કર. પેલા કરોડિયાની જેમ કાર્યક્ષમ રહીશ તો સફળતા જરુંર મળશે! આમતો મારો સ્વભાવ જરા ઉતાવળીઓ જરુંર છે. ઉતાવળા સો બાવળા ને ધીરા સો ગંભીર! કહેવત વળી ક્યાંથી યાદ આવી ગઈ કે મેં ધીરજ ધરી, દોરાના છેડાને મોંમાં મૂકીને ભીનો કર્યો. બે આંગળીથી એને માલીશ કરી ટટ્ટાર કર્યો, ધીરજ પૂર્વક પરોવવા ભીષ્મ પ્રયત્ન કર્યો. બીજા હાથની આંગળીથી દોરાના છેડાને ઝીલવા, ખેંચવા ગયો ત્યારે સમજાયું કે દોરો તો ખેંચાઈ ને આવ્યો, પણ સોયના નાકામાંથી નિકળ્યા વગર! હારેલો જુગારી જેમ બમણુ રમે એમ મેં બીજો દાવ ખેલ્યો. પાંડવોના જુગારની જેમ હું મનમાં બોલતો બોલતો હતો કે મારે આ સોયના નાકામાંથી નિકળવાની આજે ખાસ આવશક્યતા  છે!

                   દોરો સોયના કાણામાં પ્રવેશ્યો છે એની ખાતરી કરી લીધા પછી જ દોરાને જરા પુશ કર્યો. દોરાનો છેડો એ કાણામાંથી નિકળ્યો છે એની ખાતરી થઈ ત્યારે, એને જરા આગળ જવા દીધો. બીજા હાથની બે આંગળીથી પકડી બંને બાજુથી થોડી ખેંચતાણ કરી લઈ સફળતાની ખાતરી કરી લીધા પછી જ બીજા છેડેથી દોરાને ખેંચ્યો.

                  એક જાડા કાગળના ટૂકડામાં સોય ભરાવી એ કાગળના ટૂકડાને દોરાથી વીટીં દીધો ને આ સોય-દોરાને મારી બ્રીફ્કેસમાં મૂકી દીધો.

                  આજે  હું ઓફિસના બીજા કામોની શરુઆત કરતાં પહેલાં આ સોય-દોરાને ભૂલી જાઉ એ પહેલાં કામ પતાવી દેવા, ખુરશી પરના સ્વેટરને  સાંધવા હાથમાં લીધું. સુંદર રીતે એ સ્વેટરને સાંધવાની સફળતાના શુકન લઈ, કંપનીના કામો મારું અંગત કામ કરવા બેસી ગયો ત્યારે મારા ઉમંગને કારણે કામ કરવાની મજા પડી ગઈ. મૂઝવણનો અંત આવે ત્યારે અઘરા કામો પણ જલ્દી થવા લાગે છે એ આજે સમજવા મળ્યું!

********

2 responses to “મૂંઝવણનો અંત! ચીમન પટેલ ‘ચમન’

 1. pravinshastri October 22, 2019 at 11:28 PM

  મને નવું જાણવા મળ્યું.

  Like

 2. pragnaju October 22, 2019 at 10:43 AM

  મુંઝવણના અંતની સ રસ વાત માણતા યાદ આવી અમારી વાત-

  સોય દોરો આ શબ્દો સાંભળો તો તમને થાય કે ચોક્ક્સ કંઈક ફાટેલું મટીરિયલ સાંધવાની વાત હશે, પણ તમને
  જણાવી દઈએ કે સુઈ ધાગા કે સોય દોરો એ બુટ્ટીનો એક પ્રકાર છે. સોના, ચાંદી, પ્લેટિનમ કે ઈમિટેશન વર્કમાં મળી રહેતાં આ કાનમાં પહેરવાનાં સોય દોરા સ્ત્રીનાં કાનમાં શોભી પણ ઊઠે છે. મોતી કે સોલિટેરના ઉપયોગથી બનાવાયેલા સોય દોરા આજકાલ ઈનટ્રેન્ડ છે. જો જાતે જ તેની ઘડાઈ કરાવવાના હોય તો તમે તમારી ડોકની લંબાઈ પ્રમાણે સોય દોરા બુટ્ટીની લંબાઈ રખાવી શકો છો

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: