“સંબોધન તે સંબંધોનું પ્રમાણ…”
….
આજ-કાલ દરેક ભાષામાં સંબંધોનાં સંબોધનોમાં બીજી-ભાષા કે પોતાની ભાષાના શબ્દો પણ અપ-ભ્રંશ થવા લાગ્યા છે… માં કે માતા અને અતિ ઉચ્ચ માનવાચક “માતૃશ્રી” … તે સંબોધન સૌ પ્રથમ આઘાત પામ્યું જ્યારે અંગ્રેજી શબ્દ “મમ્મી” તે બાળકોની માતા માટે ફેશન-યુક્ત સંબોધન થઇ રહ્યું … અને તે અત્યારે “મોમ કે મમા થી છેક મોમ્ઝી” સુધી પહોંચી ગયું … અને “બાપા”થી ઉચ્ચ સંબોધન પિતાશ્રી સીધે-સીધું “પપ્પા” શબ્દના પ્રથમ વિદેશી શબ્દે ધરાશાયી થઇ અને “પોપ્સ કે ડેડી થી ડેડ અને હવે ડેડા” થઇ રહ્યું … અને બહેન તો હવે “સીસ” બની ગઈ છે જ્યારે …ભાઈ સંબોધને હવે “બ્રો” શબ્દ ફેશાનાયન થયો છે …
.
પ્રેમી-પ્રેમિકાઓને સંબોધનોમાં પહેલેથી સાહિત્યકારો અને કવિઓ એ જલસા કરાવી દીધા … અને તેવા અમુક સંબોધનો જાનેમન – ચાંદ – મહેબુબા – પ્રિયે – જાનુ અને પ્રિયતમા – સ્વિટહાર્ટ – માયલવ …… અને ઘણું બધું ….
.
છતાં એક અત્યંત આઘાત જનક વાત પણ સંભળાઈ-જણાઈ-અવલોકાઈ છે કે લેટીન-અમેરિકા અને આફ્રિકન-કન્ટ્રીમાં મોર્ડન-જમાનામાં પ્રેમિકાને સીધી ભાષામાં “માય-બિચ” સંબોધાય છે અને પ્રેમિકા પણ તેમાં ગૌરવ અનુભવે છે … તે જરા વિચિત્ર છે કારણકે “બિચ” તે સ્ત્રી-જાતી માટે નિમ્ન-કક્ષાએ તેના ચારિત્ર ઉપરની “ગાળ” ગણાય …
પરંતુ…
આ વાતને પણ એ રીતે પ્રેમ-સંબોધન તરીકે સ્વીકારાઈ છે કે જે રીતે ઘણાં પુરુષ-મિત્રો એકબીજાને મળે ત્યારે બિભસ્ત ગાળોથી અભિવાદન કરે છે … અને જો તેમ નાં થાય તો સામેવાળો મિત્ર એમ માને છે કે – “આજે મારા મિત્રે મને ગાળ નાં આપી તેનો મતલબ હવે તેની આત્મિયતામાં ખોટ છે …” … બસ આવું-જ કૈક પ્રેમ-નો-ઉભરો આવા વિચિત્ર ગાળ-વાચક સંબોધનોમાં છે …પરંતુ – “અમે, વ્યક્તિગત રીતે તેવા “ગાળ-વાચક” સંબોધનો ને કોઈ રીતે સપોર્ટ નથી કરતા …”…
.
સંબંધોમાં સંબોધનો તે બતાવી આપે છે કે આત્મિયતા કેટલી છે … એટલે-જ પ્રેમ હોય ત્યાં સંબંધને પણ “હોલામણા” નામ મળે … નહીતો આપશ્રી – પિતાશ્રી -માતૃશ્રીમાં અંતર વધી જાય … અને અત્યંત-નજીકના એમ્બલીકલ-કોર્ડ કે ગળથુથી સંબંધોમાં પણ એટલું અંતર રહ્યી જાય કે મન-અંતરની વાત માતા-પિતા સાથે કે ભાઈ-બહેન સાથે પણ મન-મુકીને ‘નાં’ થાય …તેની પાછળનું કારણ તે ફક્ત આત્મિયતા વગરના સંબોધનો….
.
આજે કીશોરાવ્સ્થાએ કે યુવાનીએ પહોંચેલા સંતાનો કે જે પોતાના માતૃશ્રી-પીતૃશ્રી ને ડેડ-મોમ કહી સંબંધે છે તેઓ પોતાના માં-બાપને પોતાની બધી વાત કહી શકે છે …અને માં-બાપની મુશ્કેલી સમજી શકે છે …પોતાના વિચાર રજુ કરી કે નવી-વાતો-વિચારોની આપ-લે કરી બદલાતા જમાના સાથે પોતાની પાછલી-પેઢીને તેઓ કેળવણી આપી અને વર્તમાન સાથે ચાલતા કરી શકે છે… તે પ્રેમાળ “મોમ-ડેડ” સંબોધનમાં નિકટતા છે… અને એટલે-જ સંબંધોનું અંતર આમ સંબોધને ટૂંકાય છે અથવા તો વધારે એક-મેકમાં ભળે છે, પરોવાય છે…
.
જ્યારે બીજી તરફ -“જે સંતાનોને જબરજસ્તી વધારે પડતી માં-બાપની આમાન્ય રાખવી પડે તેઓ માં-બાપને પોતાની મનની વાત કહી શકતા હશે? …કે કદાચ ક્યારેય નહિ …”
…..
#
એક-બીજાને પ્રત્યક્ષ જાણતા વ્યક્તિઓનાં સંબંધ વિષે એક વાત તો સ્પષ્ટ છે કે –
“સંબોધનો તે સંબંધ ની ઊંડાઈ અને મજબુતાઈ સ્પષ્ટ રીતે છતી કરે છે …જો તમે તે જોઈ-વાંચી શકો તો …” …
.
– જયેન્દ્ર આશરા …૧૦.૧૯…સૌ
હવે સ્ત્રી અબળા મ ટીને સબળા થઇ. સમાજના કેટલાક સંકુચિત મનોવૃતિ ધરાવતા લોકોને આ ખુંચતું. આપણે
નોકરી ધંધા મર્યાદિત ને એમાં આ બહેનો નવા હરીફ તરીકે ઉમેરાઇ. પરિણામે યુવાનોમાં બેકારીમાં વધારો થયો. અને
સંબોધન પણ બદલાયા
એક-બીજાને પ્રત્યક્ષ જાણતા વ્યક્તિઓનાં સંબંધ વિષે એક વાત તો સ્પષ્ટ છે કે –
“સંબોધનો તે સંબંધ ની ઊંડાઈ અને મજબુતાઈ સ્પષ્ટ રીતે છતી કરે છે …જો તમે તે જોઈ-વાંચી શકો તો …”જેમકે
આપણા વતનને…
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
તો ચકલીને
ચકી-બેન’ જેવા સંબોધન પાછળ માત્ર ચકલીને બોલાવાની વાત તો વાર્તાનો ભાગ છે, પણ ચકલી સુદ્ધાંને ‘બેન’ કહેવા
LikeLiked by 1 person