ઈશારો

Invitation

credit: google image

ઈશારો

ચાંદની વર્ષાવતી રાત્રીએ આભની અટારીના ગાદી તકિયે બેસીને પ્રણય કવિ ઈન્દ્ર પોતાના પ્રેયસી પલ્લવીની ઉત્કટ આકાંક્ષાથી  પ્રતિક્ષા કરી રહ્યા છે. પ્રિયાની ઝંખના છે. તલસાટ છે. દુરથી નુપુર ધ્વની રણકે છે. કંગન ખણકે છે. રણકાર, ખણકાર નજીક આવતો જાય છે. શ્યામ પારદર્શક સાડીના આવરણમાં છૂપાયલો પ્રેયસીનો દેહ નજીક સરે છે. ચાર અધરોનું સ્નેહ મિલન પછી પ્રેયસી જરા દૂર ખસે છે. પ્રેયસી પર ચાંદની વર્ષી રહી છે. અને શબ્દ સરે છે

આપણું અલૌકિક  મિલન રહે અજર અમર  
લીલા સથવાર પર વરસે સ્નેહ ઝરમર  
દર્શન એનું દીપાવે દશે દિશા
આંતરે નહીં અંતર્યામી ને દિન કે નિશા  

 

દૂર સરકતી પ્રેયસીએ નેત્રપલ્લવથી નટખટ આમંત્રણ તો આપ્યું; પણ કરપલ્લવનો ઈશારો તો કહેતો હતો સજન સુરેન્દ્ર જરા થોભો. ઉતાવળા ના થાઓ. આમંત્રણ અને આ નખરાળો અવરોધ!

ના…. પાલવ સર્યોતો ત્યારે જ હાર્દિક મિલન તો થઈ તો થઈ જ ગયું હતું દેહ મિલનની વાટ શું?

 

ચકાસણી થી, શું છુપાવવી ચાહત
આલિંગન હૈયા ના, અર્પે અનન્ય રાહત
એ ચેહરા ની ચાંદની નજરો થી ચૂમી લઉં છું
ને ઘડીભર તુજ ઈશારા નશા માં ઝૂમી રહું છું.

 

હર્ષાશ્રુ ઉભરાય પ્રિયા નયનો માં  
રહસ્ય એ ઈશારા નું,

હું જાણું, તમે જાણો

 S.Gandhi

સુરેન્દ્ર ગાંધી. 

પલ્લવી સ્પૃહા કાવ્ય સન્ગ્રહ માં થી

One response to “ઈશારો

 1. pragnaju નવેમ્બર 15, 2019 પર 4:28 પી એમ(PM)

  ઘણાની અનુભવવાણી
  .
  .હર્ષાશ્રુ ઉભરાય પ્રિયા નયનો માં
  .
  રહસ્ય એ ઈશારા નું,
  .
  હું જાણું, તમે જાણો
  .
  હવે જગ જાણે

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: