Hemant Panchal

ફાંદ.jpgદ

પેટ ને ફાંદ માં પરિવર્તિત થવા ની જાણ સૌથી પહેલાં એનાં (ફાંદ ના) ઘારક ને જ થતી હોય છે પણ શરુઆત માં ઘારક એને પેટ જ કહે છે અને ફાંદ ના અસ્તિત્વ ને જ નકારતો રહે છે.

એકદમ સ્વાભાવિક રીતે પોતાને સાંત્વના આપે છે કે દિવાળી પર મફત ના મઠિયા ને મીઠાઈ (સોનપાપડી) ને કારણે અને ભરપૂર આરામ ના કારણે આ ટેમ્પરરી પરિસ્થિતિ ઉભી થઈ છે બહુજ જલદી સામાન્ય થઈ જશે 😃
નવી નવી ફાંદ ના ઘારક એક ભ્રમ હોય છે કે આ કોઈ સીઝનલ વાઈરલ ટાઈપ કે ઉગતી જવાની નાં ખીલ જેવી સ્થિતિ છે જે કોઈ પ્રયત્ન વગર અઠવાડિયા માં ઠીક થઈ જશે…
પણ પણ પણ…..
એવું થતું નથી.. અઠવાડિયું મહિના માં અને મહિના વર્ષ માં પરિવર્તિત થઈ જશે પણ કમબખ્ત ફાંદ ઘારક ની નાભી થી ઉપર 6 ઈંચ સુધી પોતાનું સામ્રાજ્ય વઘારતું રહે છે…
બૈરી છોકરાં કાંઈ ટકોર કરે તો ઘારક બૈરી ના સ્વાદિષ્ટ ભોજન ને અને એના પિયર ના લગ્ન પ્રસંગો કે પોતાના જ બાપદાદા ની ફાંદ ની આનુવંશિકતા ને જવાબદાર ગણાવે છે…ને ઘારક ફાંદ ની ઉપેક્ષા કરવામાં લાગી જાય છે…
પણ પણ પણ
નામુરાદ ફાંદ ને પણ દિલ્હી ના મુખ્ય મંત્રી ની જેમ ઉપેક્ષિત અવસ્થા પસંદ નથી હોતી એટલે એ શર્ટ ના બટન તોડી ને પણ પોતાની હાજરી નોઘાવવા નો સફળ કે આંશિક સફળ પ્રયત્ન કરે રાખે છે. અને ઘારક ને ઈનશર્ટ કરવાનું છોડવા મજબૂર કરી દે છે….
ઘરવાળી ભલે મન મારી ને પણ ફાંદ થી ટેવાઈ જાય પણ દુષ્ટ પ્રક્રુતી ના મિત્રો ફાંદ ને પાછું પેટ કહી શકાય તેવી સ્થિતિ લાવવા માટે એવાં એવાં જીવલેણ ઉપાય બતાવે છે કે જેના અમલીકરણ માં જાતક નો જીવ ગળે સુધી આવી જાય…..
પછી તો કંટાળી ને જાતક ભીષ્મપ્રતીજ્ઞા લઈ જ લે છે કે પોતે પાછું ત્રેવીસ ની ઉંમર નું પેટ લાવી ને જ જંપશે. પોતાને જ મોંઘા સ્પોર્ટ્સ શુઝ ગીફ્ટ આપે અને સવારે જલ્દી ઉઠી ને દોડવા જવાનું.. શું ખાવું કે ના ખાવું.? મિત્ર ને રવાડે ચડી અખાડા ની વાર્ષિક ફી ભરી આવવી.. અરે કપાલભાતી કે અનુલોમ-વિલોમ
પણ શીખી આવે… આર્યુવેદ ના નાજુક તબિયત વાળા વેદો ની સલાહ પણ લઈ આવે ને આ ક્રમ મુજબ થોડાં દિવસ ચાલવા નો પ્રયત્ન પણ કરે…
પછી પછી ક્યારેક અચાનક જ બદમાશ મિત્રો ક્યારેક કનુ ની પાપડી કે ભોગીલાલ નો મોહનથાળ ની લાલચ આપીને જાતક ને ફસાવી દે છે. ને સ્પોર્ટ્સ શુઝ પર ધૂળ જામવા લાગે છે ને ફાંદ પણ ચીન ની જેમ પોતાના વિસ્તાર ચુપચાપ વધારવા માં લાગી હોય છે…
ફાંદ ને જાતક ની લડાઈ માં ફાંદ હમેશા બાજીરાવ પેશ્ર્વા ની જેમ જાતક ને હથિયાર મૂકવા મજબૂર કરી જ દે છે..
તો હવે… જાતક ઢીલાં શર્ટ પહેરવાનું નક્કી કરે છે ને ફોટો શૂટ વખતે શ્ર્વાસ રોકવાનો પ્રયાસ કરે છે..
પરાજિત યોધ્ઘા ની જેમ સોફા પર પડી રહે છે ને હવે ટીવી પર બાબા રામદેવ નું પેટ ફુલાવવું ને મશક ની જેમ અંદરની તરફ ગોળગોળ ફેરવવું પણ જાતક ને પ્રભાવિત નથી કરતું… ઈવન ઈવન શિલ્પા શેટ્ટી નો યોગ ના વીડિયો પણ…
પછી એ પોતાના મિત્ર વર્તુળ માં પોતાના જેવા ફાંદ ઘારકો નો સમાવેશ કરે છે. એમનાં તર્ક..
1 ખાધેપીધે સુખી માણસ ની નિશાની
2 એક ઉમર પછી બઘા ને ફાંદ હોય જ ને
3 જેને ફાંદ ના હોય તે બઘા બિમાર…

મોરલ ઓફ સ્ટોરી…
ફાંદ નું પ્રગટ થવું ને નિરંતર પ્રગતિશીલ રહેવું એ જન્મ મરણ જેવી નિશ્ચિત બાબત છે.. જો ફાંદ તમારો નકશો બગાડી ને પાકિસ્તાન ની જેમ પેદા થઈ ચૂકી છે તો માની લેવું કે એનું અસ્તિત્વ સ્વીકારી લેવું… સમયે સમયે સર્જીકલ સ્ટ્રાઇક પણ કરી લેવી… ને પોતાની ફાંદ ના સહઅસ્તિત્વ સાથે જીવવા નું શીખી લેવું 😃

અહીં કવિ નવા નવા લેખક થયાં છે
એટલે ભાષાશુઘ્ઘી નો આગ્રહ રાખવો નહીં….