વૃદ્ધ વિટંબણાં

New photo 1

વૃદ્ધ વિટંબણાં

પ્રવીણ શાસ્ત્રીની અધુરી વાર્તા

 સિત્તોતેર વર્ષના પરિમલભાઈ પથારીમાં કણસતાં હતાં. પંચોતેર વર્ષના પ્રિયંકાબેન બેડ પાસેની ખુરશી પર ધૂજતાં બેઠા હતાં. સોફા પર દીકરી, જમાઈ, દીકરો વહુ અને તેમના ટીનેજર બાળકો સહિત આખો પરિવાર હાજર હતો. સૌને હવે શું ની ચિંતા હતી. બધું કેવી રીતે સંભાળીશું. કોની કેટલી ફરજ. આજે તો બધા દોડીને આવ્યા છે પણ હવે ડેડીનું શું? મોમ પણ લાચાર છે. એલ્ઝાઈમરની અસર છે છે. કશું યાદ રહેતું નથી. પોતાની જાતને સંભાળી શકતી નથી તે ડેડીની કાળજી કેવી રીતે રાખશે.

પરિમલભાઈને ગઈકાલે નર્સિંગ હોમમાંથી રજા આપી દીધી હતી.

પરિમલભાઈ ચાલીશ વર્ષ પહેલાં પત્ની પ્રિયંકાબહેન સાથે અમેરિકા આવ્યા હતાં. એઓ ભારતમાં ઈન્જીનીયર હતા. પ્રિયંકાબહેન સ્કુલ ટિચર હતાં. અમેરિકાના શરૂઆતના દિવસો સરળ ન હતા. અમેરિકા આવ્યા પછી પ્રભુકૃપા થઈ. એક દીકરી અને એક દીકરો ઘરમાં રમતાં થયાં. એમને પગલે પરિમલભાઈને એક નાની કંપનીમાં ઈન્જીનીયરની જોબ મળી. નાનો પરિવાર. કરકસર કરીને બાળકોને સારી રીતે ઊછેરવા માડ્યાં. બાળકો સ્કુલમાં જતાં થયાં એટલે પ્રિયંકા બેનને પણ એક દુકાનમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી મળી.  બન્નેના પગાર તો સામાન્ય હતા. કરકસરનો જીવ. દીકરા દીકરીને ભણાવ્યા અને સારીરીતે પરણાવ્યા પણ ખરા. દીકરી પરણીને ટેક્ષાસ ગઈ. દીકરો પરણીને કેલિફોનિયા એક સારી કંપનીમાં લાગ્યો. વર્ષો વહેતાં ગયા. પારિવારિક જવાબદારી ઓછી થતાં એક નાનું ઘર પણ લીધું. સુખ હતું. સંતોષ હતો.

પ્રિયંકાનેનના પગારમાં ખાસ વધારો ન થયો. પણ પરિમલભાઈનો પગાર ધીમે ધીમે વધતો ગયો. છેલા દશ વર્ષમાં IRA એકાઉન્ટમાં લગભગ બેઅઢી લાખ બચાવ્યા પણ ખરા. પાંસઠ વર્ષે બન્ને નિવૃત્ત થયા. સોસિયલ સિક્યોરિટી મળતી થઈ. વર્ષમાં પંદર વીશ દિવસ દીકરા ને ત્યાં અને દશબાર દીવસ દીકરીને ત્યાં વેકેશન માણી આવતા અને ટીનેજર ગ્રાંડ ચિલ્ડ્રનને  જોઈ મળી આવતા. સુખના દિવસો હતા.

સુખ પણ ઈશ્વરે આપેલી એક મૂડી છે. કોઈકને વધારે તો કોઈકને ઓછું. આ દંપતિનું સુખ ધીમે ધીમે ઓછું થવા માંડ્યું હતું. બે વર્ષથી પ્રિયંકા બેન બધું ભૂલી જતાં થઈ ગયાં. ડોક્ટરે કહ્યું એમને અલ્ઝાઈમરની અસર છે. હાથ પગ ધ્રૂજતા થયા. બીજા ડોકટરે કહ્યું. એમને પારકિંશન રોગ છે. સારું હતું કે પરિમલભાઈ સ્વસ્થ હતા. ડોક્ટર, હોસ્પિટલ અને ફાર્મસિસ્ટની મુલાકાતો વધતી ગઈ. મેડિકેર હતું. સારવારનો ૮૦% ખર્ચો મેડિકેર આપે. ૨૦% પોતાના ગજવામાંથી કાઢવા પડે. નિવૃત્ત થયા ત્યારે તો બન્ને તંદુરસ્ત હતા. એમણે મેડિગેપ ઈંસ્યુરન્સ પણ નહોતો લીધો તો લોન્ગટર્મ ઈંસ્યુરન્સ લેવાની તો વાત જ ક્યાં? સોસિયલ સિક્યોરિટી અને રિટાયર ફંડમાંથી ફરજીયાત લેવી પડતી RMD ની રકમમાંથી માંડ માંડ ગાડું ગબડતું હતું.

બસ, ઉમ્મરનો તકાદો. પરિમલભાઈને શ્વાસની તકલીફ શરૂ થઈ. પણ પત્ની સેવામાં એમણે પોતાની તબીયતનો ખ્યાલ ન રાખ્યો. પણ છેવટે તો ડોક્ટર પાસે જવું જ પડ્યું. ડોક્ટરે કહ્યું કે ફેફસાનું કેનસર છે. ફેફસાનો અમુક ભાગ કાઢ્વો પડશે. દીકરા દીકરી દોડ્યા. ઓપરેશન થયું. રિહેબમાં ગયા. બાકીના ભાગમાં કિમો થેરેપી શરૂથઈ. ડોક્ટરે હોસ્પિટલમાંથી નર્સિંગ હોમમાં મોકલી આપ્યા. દૂર રહેતી દીકરી કે દીકરો કેટલા દિવસ મા સાથે રહી શકે? એમને એમના બાળકો હતાં એમને પોતાનો સંસાર હતો. એઓ પણ નોકરી કરતા હતાં. એમણે એક પ્રિયંકાબેનની કાળજી માટે એક મિત્ર દંપતી સાથે ટેમ્પરરી વ્યવસ્થા કરી. પરિમલભાઈ નરસિન્ગ હોમમાં હતા. પહેલાં વીશ દિવસ બધું મફતમાં થયું. પછી બીજા એંસી દિવસ મેડિકેર ૮૦% ખરચો આપે. બાકીના ૨૦% પોતાનો ખર્ચો. પરિમલભાઈના સો દિવસ પૂરા થયા. એમનું કવરેજ પૂરૂં થયું. સોદિવસ પછી સરકાર કશું જ ન આપે નર્સિંગહોમનો એક વ્યક્તિનો, એક વર્ષનો ખર્ચ એક થી સવા લાખ ડોલર ડોલર થાય. ખરેખર તો પરિમલભાઈ અને પ્રિયંકા બહેન, બન્નેને સારા નર્સિંગ હોમની સારવારની જરૂર છે. ન્યુ જર્સીમાં એવા નર્સિંગ હોમ છે જ્યાં ગુજરાતી વાતાવરણમાં જરૂરી સેવા મળે છે. પણ એ બધો લાભ મેડિકેઈડ વાળાને મફત મળે છે. જેમણે અમેરિકામાં એક પણ દિવસ કામ નથી કર્યું. કોઈ ઈંસ્યુરન્સનું પ્રિમિયમ પણ નથી ભર્યું એવા સિનિયર્સને બધા જ લાભ મળે છે.

આજે પરિમલભાઈના દીકરા વહુ દીકરી જમાઈ અને મિત્ર દંપતિ ચિન્તાગ્રસ્ત છે. દીકરી દીકરો સેવા કરવા કે આર્થિક મદદ કરવા ધારે તો પણ કરી શકવા સક્ષમ નથી. શું કરવું? બન્ને સંતાન લાચાર છે. માબાપને રિબાતાં જોઈ રહ્યા છે.

મિત્ર દંપતિએ એમને માટે ઘણી તપાસ કરી પણ કોઈ માર્ગ એને દેખાયો નહિ. એમની મિત્ર માલતી તો સરકારને સુરતી ભાષામાં જ ભાંડતી હતી. પૈસાદાર સંતાનોના પાછલી ઉમ્મરે આવેલા માબાપ વગર ખર્ચે નર્સિંગહોમમાં જલસા કરતા હતા મેડિકેઈડ જ એમને પાળતા પોષતા અને જીવાડતા હતા. અને જેમણે કામ કર્યું છે. ટેક્ષ ભર્યો છે. અરે! મેડિકેરનું મોટું પ્રિમિયમ પણ ભરે છે એઓ રિબાય છે. માલતી સુરતી ગાળો સાથે મેડિકેઇડવાળાની સામે ઈર્ષ્યાની આગ ઓકે છે. પણ એથી ફાયદો શું? અંગેજીમાં આવા લોકોમાટે કહેવાય છે “હાઉસ રીચ બટ કેશ પુઅર”

 ૦૦૦૦૦


[ઉપરોક્ત વાત કે વાર્તા ન્યુ જર્સીના વૂડબ્રીજ સિનીયર એસોસિયેશન વુમન્સ વિંગના ૨૦૧૯ના કો ઓર્ડિનેટર ભગવતીબેન શાહે શરૂ કરેલ “સોસિયલ ડિબેટ”માં ચર્ચાઈ હતી. આ એક અમેરિકાની હેલ્થ સિસ્ટિમની સમસ્યા છે.
બહેનો, પ્રવીણ શાસ્ત્રીની વાર્તા અહિ જ અટકી છે. હવે એમની વાર્તા લેખક બનીને આપણે જ પુરી કરવાની છે. ચાલો આપણે વિચારીએ કે પરિમલભાઈનું શું થશે? ઘર છે. સોસિયલ સિક્યોરીટી અને રિટાયરમેંટની થોડી આવક છે. એમને વેલફેર કે મેડિકેઈડના લાભો મળીશકતા નથી.
આ પરિસ્થિતિ માત્ર પરિમલભાઈ કે પ્રિયંકાબેનની જ નથી. એક બે કુટુંબની નથી. અમેરિકામાં લાખ્ખો કુટુંબ એવા છે જેઓ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. કોને ખબર આવા દિવસ આપણે માટે પણ સર્જાય. સંતાનો સાથે રહેતાં હોય તો કદાચ વડીલો સચવાઈ જાય પણ એમની પણ મર્યાદાઓ હોય છે. આજે આયુષ્ય વધ્યું છે અને સાથે સાથે રોગ પણ વધ્યા જ છે. ડોક્ટર, દવા, હોસ્પિટલ અને સર્જરીના ખર્ચા આસમાને ચઢ્યા છે. જેમને સંતાન જ નથી. ૭5-૮૦ વટાવ્યા પછી જીવન છે પણ સહારો નથી. કરકસર કરીને બચાવેલી મૂડી મેડિકલ સુનામીમાં ઘસડાઈ જાય છે.
પરિમલભાઈના કુટુંબે શું કરવું જોઈએ? બન્નેનું આયુષ્ય કેટલું છે એ માત્ર ભગવાન જ જાણે. પણ એમનો શ્વાસ ચાલે ત્યાંસુધી તો એમણે જીવવાનું જ છે. કેવી રીતે એઓ જીવશે. ગરીબ નથી પણ અમેરિકાના મધ્યમ વર્ગના લાચાર માણસો છે. આજે પ્રવીણ શાસ્ત્રીની વાર્તા આપણે જ પૂરી કરવાની છે.
 આ પ્રોગ્રામમાં લગભગ ૬૦ જેટલી બહેનોએ આ ચર્ચામાં ભાગ લીધો હતો. કમિટી મેમ્બર ઉપરાંત જાણીતા મહિલા કાર્યકરો અકિલા ન્યુઝ પેપરના દામિનીબહેન પરીખ, રમાબેન વિનોદભાઈ ઠાકર, હસુ શાહ, કેતકીબેન જાની, રક્ષાબેન દરજી, તરૂણાબેન શાહ,શાંતાબેન પટેલ, દીના પટેલ, હાજર રહ્યાં હતાં. અનસુયાબેને આ વાર્તાનું પઠન કર્યું હતું. પઠન પછી આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે શું કરવું તેની ચર્ચા થઈ હતી.
 આ પહેલાનાં કો ઓર્ડિનેટર શ્રી બીનાબેન જોષી કે જેઓ જે.એફ કેનેડી હોસ્પિતલના એકાઉન્ટ ડિપાર્ટમેંટમાં કામ કરે છે એમણે જેમને મેડિકેઇડ નથી પણ મેડિકેર છે એમને માટે ચેરિટી કેરનો એક ઓપ્શન છે. જેના ફોર્મસ હોસ્પિટલમાંથી મળી શકે છે અગર વધુ માહિતી AARP તરફથી પણ મળી શકે છે. ઍડલ્ટ કેર માટે જરૂર પડે તો એના ખાસ વકીલો પણ હોય છે. એમની સલાહ લેવાથી પણ કાયદાકીય રાહત મેળવી શકાય એમ છે.
બીજા એક બહેન દીનાબહેન મિસ્ત્રી કે જેમના પતિ ઈંસ્યુરન્સ એજન્ટ છે તેમણે જણાવ્યું હતું કે જો પરિમલભાઈએ લોંગટર્મ ઈંસ્યુરન્સ લીધો હોત તો આવી પરિસ્થિતિ ઊભી નહિ થાત. જો કાર અને મકાન માટે ઈંસ્યુરન્સ લેતા હોય તો આપણા ઘડપણને માટે કેમ નહિ?
તરૂણાબેન શાહે કહ્યું કે કે એમણે ભારત ચાલ્યા જવું જોઈએ, ભારતમાં પૈસા ખર્ચતા સાથે રહીને સેવા કરવાવાળા સહેલાઈથી મળી રહે છે. હવે તો આધુનિક સગવડ વાળી સારી હોસ્પિટલ પણ દરેક શહેરોમાં છે.]
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ઉપરોક્ત વાર્તા વૃદ્ધ વિટંબણા મહિલાઓની ચર્ચા વિચારણા માટે અધુરી રાખવામાં વી હતી…..તો ચાલો આપણે વાતને વાર્તા તરીકે જ  આગળ વાંચીએ.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

માલતીનો બબડાટ એ કાંઈ આજની પરિસ્થિતિનો ઉકેલ ન હતો. દીકરો કે દીકરી માબાપને માટે શક્ય એટલી સેવા કરવા તૈયાર હતા.  પપ્પા પરિમલભાઈનું કેન્સર અને મમ્મીનુ એલ્ઝાઈમર બબ્બે જણને સંભાળવા તેઓ સક્ષમ ન હતા. સમજુ સંતાનો માબાપની બાગબાની કરવા પણ તૈયાર ન હતા.

છેવટે એક નિર્ણય લેવાયો. નાનકડા ઘરનું રિવર્સ મોર્ગેજનું ફોર્મ ભરાયું. હવે એના જે પૈસા દર મહિને મળે તે અને, જે બચત મૂડી છે એ ભલે સંપૂર્ણ રીતે વપરાઈ જતી. ભલે સરકાર કશું ન આપે. સંતાન માટે ભલે કશું  ન બચે. પૈસા અગત્યના નથી. મા બાપનું પાછલી ઉમરનું પીડા રહિતનું શેષ જીવન અગત્યનું છે.

ક્લોઝિંગ માટે ફાઈનાન્સ કંપનીના લોયર આવ્યા, વાતો ચાલતી હતી અને પરિમલભાઈને લોહીની ઊલ્ટી થઈ. 911 ને ફોન કર્યો. એમબ્યુલન્સ આવે તે પહેલા પરિમલભાઈનો શ્વાસ બંધ થઈ ગયો. જે ઉકેલ માનવના હાથમાં ન હતો તે પ્રભુના હાથમાં હતો.

એલ્ઝાઇમરવાળા મમ્મીને એકલા મૂકાય એમ ન હતું. શું બની રહ્યું છે એમનું એમને ભાન ન હતું. સાદાઈથી પપ્પાની મરણોત્તર દિવસ ક્રિયા થઈ. દીકરાએ કહ્યું હું મમ્મીને લઈ જઈશ. થાય તેવી અને તેટલી સેવા કરીશ. એ મારી ફરજ છે. તો દીકરીએ કહ્યું ના ભાઈ મમ્મીને તો હું જ લઈ જઈશ. ભાભીની તબીયત નરમ ગરમ રહે છે. એમના પર મમ્મીનો બોજો આવે એ યોગ્ય નથી.

છેવટે અહિનું ઘર વેચવાનું નક્કી થયું. વીલ પ્રમાણે મમ્મી પછી રહેલી મૂડી કે મકાન સરખે ભાગે દીકરા દીકરીને વેહેંચાવાનું હતું પણ ભાઈએ પોતાનો હક્ક ઉઠાવી લીધો. બહેન મમ્મી અને મૂડી તારી જ. અમે રોજ એમના વોટ્સઅપ પર મમ્મીના દર્શન કરતાં રહીશું. ટેક્ષાસમાં કોઈ મદદ રૂપ થાય એવી બહેનને રાખી લેજે. અને કાંઈ પણ જરૂર હોય તો નિઃસંકોચ જણાવજે.

અશ્રૂ સાથે પરિમલભાઈના ઘરને તાળું મરાયું. આંગણામાં રોયાલ્ટરનું બોર્ડ હતું. “ફોર સેલ”


૦૦૦૦૦૦૦૦૦

Reference:
Medicare Part A covers up to 100 days of “skilled nursing” care per spell of illness. However, the conditions for obtaining Medicare coverage of a nursing home stay are quite stringent.Mar 1, 2019
Medicare’s Limited Nursing Home Coverage – Elder Law Answers
 https://www.elderlawanswers.com › medicares-limited-nursing-home-covera…
 Search for: How Long Does Medicare pay for nursing home care?
https://www.payingforseniorcare.com/longtermcare/paying-for-nursing-homes.html

 

4 responses to “વૃદ્ધ વિટંબણાં

  1. મનસુખલાલ ગાંધી December 14, 2019 at 8:23 PM

    વાર્તા કહીને કેટ્લી બધી અગત્યની માહિતી આપી દીધી…

    બહુ સરસ.. આજના જમાનામાં જો દેશમાં પોતાનું ઘર ન હોય તો લાખો ખર્ચીને નવું લેવાની ત્રેવડ હોવી જરૂરી છે, પણ, જો પોતાનું ઘર હોય અને થોડાક હજાર ડોલરની બચત હોય અને ૫૦૦-૭૦૦ ડોલરની સોશ્યલ સીક્યોરીટીની આવક હોય તો દેશમાં શાંતિથી રહી શકાય અને જો બહુ બચત ન હોય તો નાના શહેર કે ગામમાં પણ રહી શકાય.

    અહીં જે દીકરા-દીકરીએ જે નિર્ણય કર્યો તે પણ બરાબર સમયસરનો અને યોગ્યજ છે ( જોકે અમેરીકામાં ‘બધાજ’ દીકરા પાસે આવી આશા ન રાખી શકાય, સિવાય કે માબાપની કોઈ આવક કે પછી સરકારી આવક પણ હોય…!!!)

    Like

  2. pragnaju November 27, 2019 at 10:12 AM

    થોડી જાણીતી અને ઘણી નવી વાત માણી

    અહીં ઘણાને વિદાય આપી તેથી તમારી અનુભવવાણીની વાત સમજાય છે
    ….
    હંમણા અમે પણ તૈયારી રાખી છે હાલ તો ગાઇએ છીએ
    .
    તારા દુઃખને ખંખેરી નાખ,
    .
    તારા સુખને વિખેરી નાખ.
    .
    પાણીમાં કમળની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક.
    .
    સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ.

    માટીનાં રમકડાં ઘડનારાએ એવા ઘડ્યાં,
    ઓછું પડે એને કાંકનું કાંક, જીવતરનું ગાડું હાંક.
    સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ.
    તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ.

    તારું ધાર્યું કાંઈ ન થાતું, હરિ કરે સો હોય,
    ચકલા ચકલી બે માળો બાંધે ને પીંખી નાંખે કોઈ.
    ટાળ્યા ટળે નહીં લેખ લલાટે, કોનો એમાં વાંક?
    જીવતરનું ગાડું હાંક.
    સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ.
    તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ.

    પ્હેરણ ફાટ્યું હોય તો તાણો લઈને તૂણીએ
    પણ કાળજ ફાટ્યું હોય તો કોઈ કાળે સંધાય ના.
    સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ.

    કેડી કાંટાળી, વાટ અટપટી, દૂર છે તારો મુકામ.
    મન મૂકીને સોંપી દે તું હરિને હાથ લગામ.
    ભીતરનો ભરમ તારો ઉપરવાળો એક જ જાણે
    અમથી ના ભીની કર તું આંખ, જીવતરનું ગાડું હાંક.
    સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ.

    તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ.

    Liked by 2 people

  3. pravinshastri November 18, 2019 at 9:30 PM

    આભાર વિનોદભાઈ. સાદર વંદન.

    Liked by 1 person

  4. વિનોદ પટેલ November 17, 2019 at 7:45 PM

    Very useful info. for elderly persons in USA. I liked story .It reflects the real social picture .Can I reblog it?

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: