સૌજન્યઃ ફેસબુક મિત્ર ઈરફાન સાથીયા.

ના કોઈ વેવલારો, ના કોઈ રેવારો… !

અને તમે સારું પીરસો તો દરેક ડાચે ફરજીયાત અને મુહફટ વખાણ કરાવવાની જરૂર પડે જ ના. સારી વાનીની વાયકા આખાં ગામમાં વગર હવાએ લહેરાય જ જતી હોય છે. હજું થોડાં દિવસ પહેલાં જ સચિન-જીગરે મિકાસિંઘ, નેહા કક્કર, બેની દયાલ, રાજકુમાર રાવ,મૌલી રોય, અરિજીત સાથે મળીને ગુજરાતી લોકસંગીત પર સામુહિક બળાત્કાર કર્યો હતો . લખલૂંટ પબ્લિસિટી છતાંય એ ગીતો કે એ સંગીત લોકકાને કે લોકજીભે ન જ ચઢ્યું.

વર્લ્ડ વાઈડ રીલિઝ અને સુપર પબ્લિસિટી એજન્સીઓના સથવારા પછી ય ઉંધે મોઢે પટકાઈને થૂ થૂ ચાટતું જ રહી ગયું.

[ઉપરોક્ત વાત અત્યારે ચાલતા ઈંડિયન આઈડોલના સંદર્ભમાં છે. આપ સૌ મિત્રો જાણો છો કે મને સંગીત ગમે છે. પણ અનુ મલિકના વાંદરવેડામાં મન ગમતા સંગીતનું બારમું થઈ જાય છે {  એટલે આ સીરીઝ મેં ટાળી છે. પણ એકાએક મને ઈર્ફાનભાઈની આ પોસ્ટ નજરે ચઢી. બસ આપને માટે આ સરસ કોક સ્ટુડિયોનું સંગીત મારે માટે, આપ મિત્રો માટે ઉપાડીને ચિપકાવી દીધું છે, આશા છે કે આપને ગમશે, પ્રવીણ શાસ્ત્રી]

 બાત ઈતની સી હૈ..કે ટૂ બીકમ અ ગૂડ,બી અ ગૂડ. અને જૂઓ એ જ સચિન જીગર કોઈ ઢોલ પીટ્યા વગર એક વિડીયો ચેનલ મારફતે કરોડો લોકોની પસંદગી બની ગયો. લગભગ સાડા છ કરોડ અણનમ વ્યુઅર્સ ( ગુજરાતની વસ્તી કરતાં વધું) મેળવવા એ મજાક નથી. આવાં ચમત્કાર ત્યારે જ થાય જ્યારે દિલ તેમાં નિચોવાય જાય. બાપ દિકરીની વાત છે એટલે રિઅલ બાપ બેટીથી સારો ન્યાય કોણ આપી શકે. સચિને મુખ્ય ગાયક તરીકે પોતાની દીકરી તનિષ્કા સંઘવીની પસંદગી કરી બેજાન કમ્પોઝીશનમાં પ્રાણ રેડી દીધો છે. રેખા ભારદ્વાજને કારણે લિજેન્ડ્રી ટચ પામ્યો અને ગુજરાતી પનોતા પુત્ર કિર્તીદાને દુનિયા આખીને ફરી સંભાળી દીધું છે કે ગુજરાતનો અસલ સૂર કયો છે. ગુજરાતી ભાષાની મીઠાશ અને લહેજો શું છે. કિર્દીદાનના પાર્ટ વખતે ફક્ત અને ફક્ત તેની ગાયકીને કારણે જ જો તમે એક દીકરીના બાપ હોવ અને આંખનો ખૂણો ન ભીંજાય તો EQ ચેક કરાવી લેવો.
વાત સિમ્પલ છે, સારું પીરસો તો જેટલા મોઢાં એટલાં વખાણની જરૂર જ નહીં પડે, સારાઈ જમીન ફાડીને ઉગી જ નીકળવાની છે.

( ન સાંભળ્યું હોય તો પ્રિયા સરૈયાની આખી કલમ શાંત મનથી સાંભળવી . છાતી સોંસરવી ન ઉતરે તો મને પૈસા પાછાં આપી દેવા… સ્ટીલ હું એમ તો નહીં જ કહું કે તમને આ ગીત ન ગમે તો તમે ગુજરાતી નથી જ…😜)

#thanxx_most_beloved_daughter_vaishસ
#for_sending_me_this_best_acoustic_song