ગૂગલના સીઈઓ તરીકે તેમને પગાર તરીકે વર્ષ 2018માં 47 કરોડ ડૉલર એટલે કે લગભગ 3,337 કરોડ રૂપિયા મળ્યા હતા
ગૂગલના સીઈઓ તરીકે તેમને પગાર તરીકે વર્ષ 2018માં 47 કરોડ ડૉલર એટલે કે લગભગ 3,337 કરોડ રૂપિયા મળ્યા હતા
નવી દિલ્હી : દુનિયાભરમાં ફેમર્સ સર્ચ એન્જિન ગૂગલ (Google Search Engine)ના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai)નું પ્રમોશન થઈ ગયું છે. સુંદર પિચાઈ હવે ગૂગલની પેરન્ટ કંપની ઍલ્ફબેટના CEO બની ગયા છે. નોંધનીય છે કે, હજુ સુધી આ જવાબદારી ગૂગલના સહ સંસ્થાપક સર્ગેઈ બ્રિનની પાસે હતી. નવા ફેરફાર બાદ સર્ગઈ બ્રિન અને ગૂગલના બીજા સહસંસ્થાપક લૈરી પેજ કંપનીમાં સહસંસ્થાપક, શૅરધારક અને ઍલ્ફબેટના બૉર્ડ ઑફ ડિરેક્ટરમાં ચાલુ રહેશે. બીજી તરફ પિચાઈ હવે ગૂગલ અને ઍલ્ફબેટ બંનેના સીઈઓની જવાબદારી સંભાળશે. પિચાઈ તેની સાથે જ ઍલ્ફબેટના બૉર્ડ ઑફ ડિરેક્ટર પણ રહેશે.
ઍલ્ફબેટની સ્થાપના 2015માં થઈ હતી
ગૂગલે 2015માં પોતાની કંપની સ્વરૂપમાં મોટો ફેરફાર કરતાં ઍલ્ફબેટની સ્થાપના કરી હતી. ઍલ્ફબેટ વિભિન્ન કંપનીઓનું એક સમૂહ છે. ઍલ્ફબેટ ગૂગલને વાયમો (સ્વચાલિત કાર), વેરિલી (જીવ વિજ્ઞાન, કૈલિકો (બાયોટેક આરએન્ડડી), સાઇડવૉક લૅબ અને લૂન જેવી બીજી સંસ્થાઓથી અલગ કરે છે. આ તમામ ગૂગલના મૂળ વ્યવસાય નથી.
આવો, આપને જણાવીએ કોણ છે સુંદર પિચાઈ અને કેવી રીતે તેમની આ મુશ્કેલ સફર…
(1) કોણ છે પિચાઈ? સુંદર પિચાઈનું પૂરું નામ સુંદરરાજન પિચાઈ છે. તેમનો જન્મ તમિલનાડુના મદુરૈમાં 12 જુલાઈ 1972ના રોજ થયો છે. ભારતમાં આઈઆઈટી ખડગપુરથી બીટેક અને સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલગી એમએસ કર્યા બાદ તેઓએ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીથી એમબીએની ડિગ્રી મેળવી. સુંદર પિચાઈ લાંબા સમયથી ગૂગલના કર્મચારી તરીકે કામ કરી રહ્યા હતા. વર્ષ 2015માં તેમને ગૂગલના સીઈઓ નિમવામાં આવ્યા
હતા.
(
2) ઘરમાં ટીવી નહોતું- સુંદર પિચાઈ ચેન્નઈમાં બે રૂમવાળા ઘરમાં રહેતા હતા. તેના પરિવારમાં ટીવી, ટેલીફોન, કાર કંઈ જ નહોતું. મહેનત કરીને તેમણે આઈઆઈટી ખડગપુરમાં એડમિશન લીધું. અહીંથી એન્જિનિયરિંગ કર્યા બાદ આગળનો અભ્યાસ કરવા માટે તેઓએ સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીની સ્કૉલરશિપ મળી હતી. તે સમયે તેમના ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે સુંદરની એર ટિકિટ માટે તેમના પિતાએ લોન લેવી પડી હતી.
(3) આવી રીતે પહોંચ્યા ગૂગલ – આઈઆઈટીમાંથી પાસ આઉટ થયા બાદ તેઓએ પાછળ વળીને નથી જોયું. વિભિન્ન કંપનીઓમાં કામ કરતાં તેઓએ લગભગ 11 વર્ષ પહેલા ગૂગલમાં નોકરી શરૂ કરી હતી. સુંદરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ગૂગલમાં જૉબ માટે મારો ઇન્ટરવ્યૂ 1 એપ્રિલ 2004માં થયો હતો.
>> આ ઇન્ટરવ્યૂમાં સુંદર પિચાઈએ જણાવ્યું કે, ત્યારે જીમેલ લૉન્ચ થયું હતું અને મેન તેના વિશે કંઈ ખાસ જાણકારી નહોતી. જ્યારે મને જીમેલ વિશે પૂછવામાં આવ્યું તો મને લાગ્યું કે એપ્રિલ ફુલને લઈ મજાક કરવામાં આવી છે.
>> પિચાઈએ વધુમાં જણાવ્યું કે, પહેલા ત્રણ ઇન્ટરવ્યૂમાં આ વિશે જવાબ ન આપી શક્યો. ચોથા ઇન્ટરવ્યૂમાં ફરી પૂછવામાં આવ્યું તો મેં કહ્યુ કે, હું જીમેલ વિશે નથી જાણતો. ત્યારબાદ મને તેના વિશે જણાવવામાં આવ્યું.
>> સુંદર પિચાઈ પહેલા મેકૈંજી અને પછી પ્રોડક્ટ મેનેજર તરીકે ગૂગલમા જોડાયા હતા. પહેલા તેમને ગૂગલ ટૂલબાર, ડસ્કટૉપ સર્ચ, ગૂગલ ગીયર જેવી પ્રોડક્ટની જવાબદારી આપવામાં આવી.
>> ત્યારબાદ ક્રોમ આવ્યું અને તેઓ કંપનીની આગળી હરોળમાં આવી ગયા હતા. 2011માં જીમેલની જવાબદારી મળી.
>> એ જ વર્ષે સુંદર ગૂગલ છોડીને ટ્વિટરમાં જોડાવાનો નિર્ધાર કરી ચૂક્યા હતા. ત્યારે ગૂગલે લગભગ 305 કરોડ રૂપિયા આપીને તેમને રોકી દીધા હતા. સુંદરને જ્યારે ટ્વિટરથી જૉબ ઑફર કરવામાં આવી હતો તો તેમની પત્નીએ જ તેમને ગૂગલ નહીં છોડવાની સલાહ આપી હતી.
(4) દરેક કલાકે કરોડોમાં કમાણી- ગૂગલના સીઈઓ તરીકે તેમને વર્ષ 2018માં 47 કરોડ ડૉલર (લગભગ 3,337 કરોડ રૂપિયા) મળ્યા હતા. તેમાં તેમના તમામ પ્રકારના ભથ્થા સામેલ છે. ફૉક્સ ન્યૂઝ મુજબ, સપ્તાહમાં સુંદર પિચાઈ જો 40 કલાક કામ કરે છે તો એવામાં તેમની દર કલાકનો પગાર 2,25,961 ડૉલર (લગભગ 1.60 કરોડ રૂપિયા) થાય છે.
(5) પિચાઈ-અંજલિની લવ-સ્ટોરી – સુંદર પિચાઈએ પોતાની લવ સ્ટોરી વિશે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે દિવસોમાં સ્માર્ટફોન નહોતા. તેથી કોઈ યુવતીને તેની હૉસ્ટલની બોલાવવી ખૂબ મુશ્કેલ હતી. પિચાઈએ આગળ જણાવ્યું કે, અંજલિને બોાવવા માટે હું ગર્લ્સ હૉસ્ટેલના ગેટ પર જતો હતો અને કોઈને તેને બોલાવવા માટે કહેતો હતો.
સુંદર પિચાઈએ આગળ જણાવ્યું કે, જે યુવતી અંજલિને બોલાવતી હતી તે બૂમ પાડતી હતી કે, અંજલિ સુંદર આવ્યો છે. આ અવાજ બધા સાંભળતા અને આવી રીતે અમારી લવ સ્ટોરી વિશે બધાને જાણ થઈ ગઈ હતી. મેં અંજલિને ફાઇનલ યરમાં પ્રપોઝ કર્યું હતું. નોંધનીય છે કે, સુંદર પિચાઈ અને અંજલિ બે બાળકોના માતા-પિતા છે.
તદ્દન સાચી વાત….ઘણુ સત્ય કહ્યું…પાછા બોલાવવાની વાત સરસ છે પણ ભારતમાં જાય તો ત્યાં એમને ઓળખવાની કદર થાય તોયે ઘણું..
LikeLike
બહેન, પાછા બોલાવવાની વાત સરસ છે પણ જેઓ ત્યાં છે એમને ઓળખીને કદર થાય તોયે ઘણું.
LikeLike
.
.
સુંદર પિચા અંગે ઘણી નવી વાત માણી આનંદ થયો
.
હવે ચીન તેના આવા વૈજ્ઞાનીકોને પોતાના દેશમા આવી સગવડો આપી
.
પાછા બોલાવે છે તેમ આપણે પણ કરવું જોઇએ
LikeLike
યુવાનો માટે પ્રેરણાદાયક વ્યક્તિત્વ.
LikeLike
Thanks for all information about SUNDER.
On Sat, Jan 4, 2020 at 5:17 AM પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો wrote:
> pravinshastri posted: ” સુંદર પિચાઈ સૌજન્યઃ NEWS18 GUJARATI એક સમયે
> પ્લેનની ટિકિટ માટે લીધી હતી લૉન, હવે બન્યા Google & Alphabetના CEO, દર
> કલાકે કમાય છે 1.6 કરોડ રૂપિયા ગૂગલના સીઈઓ તરીકે તેમને પગાર તરીકે વર્ષ
> 2018માં 47 કરોડ ડૉલર એટલે કે લગભગ 3″
>
LikeLiked by 2 people