૧૨૩

Aryana Rose – The Moth

Aryana RoseAryana Rose spent most of her adult life in France and is now living in the United States. She works as a private assistant and in her time enjoys Free Style dancing, travelling, and deeply exploring her friends’ psyches.
ગુજરાતી રૂપાંતર અને સૌજન્યઃ

Jayendra Ashara

“જ્યારે આન્યાસે જીવન ઉજવાય …”
(પ્રેમની તીવ્ર-અનુભૂતિની અદ્ભૂત સત્ય-ઘટના)
.
“હું 45-વર્ષીય હતી અને તે હતો 29-વર્ષનો …
અમારી પહેલી મુલાકાત તે ફ્રાન્સનાં મધ્ય-યુગના બર્નીકવેલ-ગામમાં થઇ …અમારી પ્રાથમિક 4-દિવસની રકઝક-ચર્ચા પછી …મેં તેની સાથે જવાનું નક્કી કરી લીધું … હું મારી જાતને રોકી ના શકી …
.
તે અત્યાર સુધીનો મારો સૌથી ઉમદા-ઉત્કૃષ્ટ સાથી-મિત્ર-યાર રહ્યો …તે … (શબ્દો ગૂંગળાયા … બ્લડ-પ્રેશરે રુધિર-ભ્રમણ વધ્યું) …. ઓકે … તે પેન્ટર-સ્કલ્પટર હતો …તે રોમન-આર્કિટેક્ચરનો દીવાનો હતો અને તે દરમિયાન તે પોતાનું ઘર એક વિશાળ “કોર્ટયાર્ડ/ચોક” સાથે બનાવી રહ્યો હતો …જેની મધ્યમાં એક ફુવારો હોય અને કોતરણીકાર-સ્થંભ હોય …એને કુદરત પર ખુબ પ્રેમ હતો …એણે મને છોડ-ફૂલ-ઝાડના નામ અને તેનું કુદરતમાં અનોખું કાર્ય સમજાવ્યું …તદ્દ-ઉપરાંત એ … એ એક ઉભરી આવે તેવો ઉમદા સંગીતકાર પણ હતો …એને પોતાની આગવી શૈલિનું સંગીત પણ તૈયાર કરેલું …જે ફ્લેમેન્કો+આઈરીશ-સંગીતનો અનોખાં-સંગમનાં સુર રેલાવતું …અને જ્યારે તે એ સંગીત વગાડતો …ત્યારે હું ઉન્માદિત-રતિ બની જતી …તેના વિષે બધું-જ જાણે Exceptional-અપવાદિત-અદ્ભૂત હતું …હું એ કોઈપણ રીતે સ્વીકારી ન-હતી સકતી કે આટલી નાની-ઉંમરનો પુરુષ કે જે સુંદર-રચનાકાર છે તે મારી ઉંમરની સ્ત્રીની ઠરેલી-ઠંડી સેક્સ્યુઆલિટી માટે આકર્ષિત હોય અને આટલો ઉન્માદિત-તત્વ તરીકે ખતરનાક બની શકે….
.
જેમ-જેમ સમય વહેતો ગયો … એ તરાશાયેલાં હીરાની જેમ સમ્પર્કમા રહી વધારેને-વધારે વિશ્વથી અપવાદિત-અલગ અનુભવાતો રહ્યો … તેના આકર્ષણમાં બિલકુલ ક્ષુબ્ધ અવસ્થાએ હું કાંઈ-જ સમજવા અસમર્થ રહ્યી કે ખરેખર શું બની રહ્યું છે …તે દરમિયાન અમે વિશ્વ-ભ્રમણ કર્યું … અને અસંખ્ય આર્ટ-ફેસ્ટિવલમાં ભાગ લીધો …તે હંમેશા પોતાના ગ્રુપ “Kill The Dog” સાથે પરફોર્મ કરતો અને તેનું આગવું આઈરીશ-મ્યુઝિક વગાડતો …તેની પાસે એક માસ્ટર-કી હતી જેનાથી તાળા-મારેલા જુના ચર્ચના વિશાળ-દરવાજા ખુલી જતા …અને અમે તે ચર્ચમાં લપાય-છુપાઈને ઘુસી જતા … જ્યા એકલતાએ દીવાલો ઉપર વિશાળ પેઇન્ટિંગની બાજુમાં અમે … અમે પ્રેમ-સંભોગ કરતા …જેના કારણે તેને મારું નામ “(Porquitto in french) little Pig-સુવ્વરનું બચ્ચું”‘ પાડી દીધું … કારણકે અમે ફ્રાન્સના પવિત્ર-ચર્ચિસ ને અમારા ખુલ્લા-પ્રેમ-સંભોગે અ-પવિત્ર કરી નાખ્યા હતાં … અને તેની-જ તો પહેલ હતી તે ચર્ચિસના વિશાળ પેઈન્ટિંગ્સ પાસે પ્રેમ-સંભોગની… તેથી … તેથી મેં પણ તેનું નામ “Porquitto-સુવ્વરનું બચ્ચું” રાખી દીધું …
.
તેની એક ખાસ વિશિષ્ટતા હતી … તે જ્યારે “નાના-બાળકો”ને જોતો ત્યારે તેની આંખો વિશાળ બનીને તેની તરફ આકર્ષાતી …તે કારણે એક દિવસ તેને એકાંતમાં મેં પૂછ્યું – “જિન-મિશેલ (Jean-Michel) તારે શું ખરેખર સન્તાન-બાળક જોઈએ છીએ??” … “હાસ્તો …તેમને હું સૂર્ય કિરણોથી નવડાવીશ … “… અને તેની આંખોમાં અનેરી ચમક આવી ગઈ … અને તે ક્ષણે … તે ક્ષણે હું વિચારી રહ્યી – “ઓહ ભગવાન … ઓહ ભગવાન!!” … મારું હ્ર્દય ધડકન ચુકી રહ્યું … જે રીતે “આયર્ન-મેન નું લોખન્ડી સ્યુટ સટા-સટ-સટ બંધ થઇ જાય તેમ મારુ હૃદય સંકોચાઈને કોચલું વળી ગયું …મારા હ્ર્દયે ધડકવાનું બંધ કરી દીધું … મને ખાતરી થઇ ગઈ કે … આ સમય .. આ ઘડીઓ .. આ સંવાદ … આ સાથ … છેલ્લો-અંતિમ-આખર છે …તે સમયે મારા પોતાના “બે પુખ્ત-વય”ના બાળકો હતા …હું મારી સ્વતંત્રતાને ચાહતી હતી … તે સાથે માનવી પોતાના સંતાનો હોવાની-પામવાની અનુભૂતિ ક્યારેય ભુલાવી નથી શકતો … તે રાત્રીએ હું આખી-રાત અપેક્ષાઓએ વિચ્છેદિત-વર્તમાનને કારણે આક્રંદ કરતી રહ્યી … બીજે-દિવસે સવારે “હું તેને’ને તે સંબંધને ત્યાગી”ને ચાલી નીકળી …
.
પરંતુ … કિન્તુ .. સંબંધોનું ઊંડાણ એમ ખતમ થાય એમ નથી હોતું …તે પછીના સાડા-3-વર્ષ “જીન-મિશેલ” અને હું .. અલગ-અલગ રસ્તે-દિશાએ છુટા પડીને પ્રયાણ કરવા પ્રયત્નશીલ રહયા …અમે અમારી જાતને સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો …તે સાત્વિક પણે તેના સ્વપ્ન છોડવા તૈયાર હતો અને હું મારા બાળકો ત્યજવા તૈયાર હતી … પરંતુ એ તેના પોતાના સ્વપન અને તે મારા પ્યારા બાળકો ત્યજવા શક્ય ના-હતું …અંદરથી અમારો આત્મા કહેતો હતો “જે થઇ રહ્યું છે .. યોગ્ય નથી-જ-નથી …” …આપણે આપણી જિંદગીને આમ બલિએ નથી ચઢાવવી …
.
હવેથી મેં મારી સ્ત્રી-મિત્રોને દરેક પાર્ટીમાં-પ્રસંગે આમંત્રિત કરવાનું ચાલુ કર્યું … અને .. તે તેમની સાથે ભળતો ખરો ….પરંતુ તેમને ક્યારેય પુરુષ-પ્રેમી નજરે ન-હતો જોતો …અને અમે એક-બીજાથી દૂર રહેવામાં નિષ્ફળ રહેતા …અમે છુટા પાડવા મથતા એકબીજાથી છૂટી ન-હતા શકતા … અમને ક્યારેક અમારી પરિસ્થતિ પર રોવું આવતું કે -“આ સંબંધનું ભવિષ્ય શું??” …અમારા મિત્રોને એમાં મજાક સૂઝતી અને પરિવાર તો સમજવા-જ તૈયાર ના-હતો ……
.
સમય હવે ઝડપથી વહેતો હતો … અને હું હવે લગભગ 50-વર્ષની થઇ …એક દિવસ હું એક્ઝિબિશન-ટેરેસ પર બેઠી હતી અને કૈંક ચમત્કારિક બન્યું … “એ આવી … લાંબા રતુમ્બડા વાળની ઉપર સોફ્ટ-હેટ અને સુંદર નકશીદાર ચહેરો-ભૂરી આંખો અને સુંદર ઇવનિંગ-ગાઉનમાં સજ્જ” … મને તેના અસ્તિત્વનો અહેસાસ થયો … દુનિયાનું અદભુત સૌંદર્ય બે-પગે ચાલતું જોયું … જે અકારણે-જાદુઈ-અદભુત દ્રશ્ય લાગ્યું …બસ આ-જ તો એ છે … એ-જ છે … તે બાળ-વાર્તાઓની લેખિકા હતી … તેની સાથે મેં કલાક-એક વાત કરી ડિનર કર્યું … તે સબંધ મેં સાચવ્યો-ઉછેર્યો-પાળ્યો … અને તેવા ચાર-અઠવાડિયાના નિર્માણાધિન-સંબંધોને આધારે મેં તેને “ડિનર” માટે આમંત્રિત કરી …તે આવી … જીન-મિશેલ અને તેની સુંદરતાની-મુરતની આંખો ક્રોસ થઇ … જીન-મિશેલના ચહેરા ઉપર સ્માઈલ-સ્મિત વિસ્તર્યું … અને હું અંદરથી સંતોષે અભિભૂત થઇ … મેં મારી મિત્રને ફોન કરી’ને મને ઇમર્જન્સીમાં તાત્કાલિક-બોલાવી લેવા જણાવ્યું …તો-પણ … જીન-મિશેલને ખબર પડી ગઈ … તે જાણતો હતો … તે જાણતો હતો … તે મને આલંગિત થઇ રહ્યો અને વીંટળાઈને કહ્યું – “મને છોડીને ના જઈશ … તું મારુ અસ્તિત્વ છે” … પરંતુ હું મક્કમ હતી … હું પીઠ ફેરવીને ચાલવા લાગી … પછી તે લોકોએ બીજા દિવસે મારા ફોન પર અનેક ફોન કર્યા … જેના કારણે મેં મારો ફોન-નમ્બર બદલી નાખ્યો …ત્યાર પછી મેં તેનો સંપર્ક લાંબા સમય સુધી કરવાનું ટાળ્યું …
.
તેને ત્યજીને 4-વર્ષ વીતી ગયા … અને મેં તેનો નંબર શોધીને ડાયલ કર્યો … તે એક નજીકના શહેરમાં “પેઈન્ટિંગ્સ એક્ઝિબિશન” કરી રહ્યો હતો … મેં તેને કહ્યું – “હું તેને મળવા આવું છું” … હું તેને મળવા પહોંચી … ત્યાંતો એ એક્ઝિબિશન હોલના દરવાજામાંથી એક સુંદર-નાનકડી છોકરી દોડતી આવીને મને વળગી પડી … એ જ સુંદર રતુમ્બડા-વાંકડિયા-વાળ અને નીલી-આંખો …તેને ફ્રેન્ચ-ભાષામાં મને કહ્યું –
“C’est Toi la Fee” … “C’est Toi la Fee” … “શું તમે એ-જ પરી છો??”…”શું તમે એ-જ પરી છો??”…
.
– મૂળ – સત્ય-ઘટના વાર્તા “આર્યાના-રોઝ (Aryana Rose)
– ભાવાનુવાદ, જયેન્દ્ર આશરા …ટાઈમલેસ…

No photo description available.