ચંદુચાવાલાની કિચન લેબની દૂધેલી પાર્ટી

પ્રવીણ લેખક કાર્ટુન

પ્રવીણ શાસ્ત્રી

ચંદુચાવાલાની કિચન લેબની દૂધેલી પાર્ટી

Image result for દૂધેલી

અમે ચંદુચાવાલાને બેઠા હતાં. ચંપાએ સરસ ગરમાગરમ સુરતી ઉંધીયું અને મલાઈ રબડી બનાવી હતી. સાથે ડિઝર્ટ તરીકે શેરડીના રસમાંથી દૂધેલી પણ હતી. ઘણાંને આ દૂધેલી શું છે તે ખબર નથી. આ દૂધેલી દક્ષિણ ગુજરાતની તાપીથી વાપી સુધીના ગામોની શેરડીના રસમાંથી બનતી ખાસ વાનગી છે. શેરડીનો રસ ઉકાળતા જવાનું. ઉપર જે છારી આવે તે કાઢતા જવાનું અને ત્યાર પછી એમાં ચોખાનો લોટ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા જવાનું. થાળીમાં ઠારીને ઉપર ખસખસ, વરિયાળી પાવડર અને તજ લવેંગનો પાવડર નંખાય. અને એની કટકી પડાય. ચંદુભાઈનો ચટકો. ચંદુભાઈ એડિસન જઈને કોઈ રેસ્ટોરાંટમાંથી શેરડીનો તાજો રસ કઢાવીને લઈ આવ્યા.

આ દૂધેલી બનાવવાનું સહેલું નથી. પહેલાં તો ચંપાએ ધરાર ના પાડી દીધી. પણ મનમાં તો એને પણ ખાવાનું મન થયેલું. જો છારી કાઢવાનું અને ચોખાનો લોટ નાંખ્યા પછી કોંસ્ટન્ટ હલાવવાની જવાબદારી તમે લેતા હો તો આપણે દૂધેલી બનાવીયે. ચંદુનો ખાવાનો અને ખવડાવવાનો ચટાકો. ચંદુભાઈ તૈયાર થઈ ગયા.

મૂળ તો કેમિસ્ટ હતા. ચંપાને કહે ‘કિચન ઈસ લેબોરેટરી, એન્ડ કુકિંગ ઈસ કેમેસ્ટ્રી. સર્વિંગ ફૂડ ઈસ એન આર્ટ’. એમણે એપ્રન ચડાવ્યું. હાથમાં ગ્લોવ્ઝ અને આંખ પર સેફ્ટી ગ્લાસીસ. માથા પર શેફનો સફેદ ઊચો ટોપો તો ન હતો એટલે બેઝબોલ કેપ ચઢાવી દીધી. ચંદુભાઈ પ્રોફેશનલ એટલે પૂરા પ્રોફેશનલ.

ભાઈ સાહેબનું ખરું કામ તો માત્ર ગરમ થતા રસમાં ચમચા હલાવવાનું જ હતું. દૂધેલી ઘટ્ટ થતી જાય.શેરડીનો રસ જેમ તબડે તેમ ગરમ છાંટા ઉડે. એમના હાથ પર બે ત્રણ મોટા ફોલ્લા પણ થયા. મનમાં તો થયું કે ચંપાએ ચાલાકીથી ચમચો પકડાવી દીધો. પણ વટનો સવાલ હતો. છેવટે ત્રણ કલાકે થાળીમાં ઠરવા જેવો રસ થયો. ક્વોન્ટીટી માત્ર બે જણા માટે ન હતી અમારા જેવા બાર રસિયાઓ માટે હતી. ચંપા તો ડાયરેક્ટરની જેમ હાઈ ચેર પર બેસીને સૂચનાઓ જ આપતી હતી. જરા ચંદુ પર નજર રાખે અને હાથમાં સેલ ફોન રાખીને ઈંડિયાની બેનપણીઓ સાથે હસાઠીઠી કરે. ચંદુએ હલાવતાં હલાવતાં એક બે સ્ર્લ્ફી પણ લીધા બિચારો અમારો ચંદુ. છેવટે એ મિક્ષ ઘટ્ટ થયું. થાળીમાં ટ્રાંસફર કર્યા પછી. ચંપાએ એના ઉપર માત્ર તેજાનો નાંખવાનું જ કામ કર્યું હતું.

આ બધી અમને તો ક્યાંથી ખબર પણ ચંપા કહે મેં દૂધેલી બનાવી અને ચંદુ કહે મેં બનાવી છે. ચંદુએ પાડેલી સેલ્ફી બતાવી અને એવીડન્સ તરીકે હાથ પર દાજેલા ફોલ્લા રજુ કરીને પુરવાર કર્યું કે અમારા કેમિસ્ટ્રીના ગોલ્ડ મેડાલિસ્ટ ચંદ્રકાંત ચાવાલાએ અમારે માટે દૂધેલી બનાવી હતી. એની વે અમારે તો મમ સાથે ગરજ. ટપ ટપ સાથે નહિ.

અમને અમારો કોલેજકાળ યાદ આવી ગયો. મિત્રના શેરડીના ખેતરમાં બળદ ગોળ ગોળ ફરતા હોય અને કોલામાં શેરડી પીલાઈને મીઠ્ઠો મધુરો રસ નીકળતો હોય. આજની પેઢી માટે કોલુ શબ્દ પણ અજાણ્યો થઈ ગયો છે. પહેલા તો થોડો રસ પીવાનો. બીજી બાજુ મોટા તાવડામાં રસ ઉકળતો હોય. મજુરો એના પરથી છારી કાઢતા હોય. આ છારી એ અશુધ્ધ ગોળ જ કહેવાય. આનો ઉપયોગ ગેરકાયદેસર દારુ બનાવવામાં થાય. ખેતરમાં ખાટલાઓ પર મિત્રોની મહેફિલ ઝામી હોય. સરસ મજાનો ગોળ બનતો હોય. તરોપાનું તાજું  કોપરું અને ગોળ પણ ખવાતો હોય.  પણ આ તો મજાની શરૂઆત.

બીજી બાજુ મજુરણો અમારે માટે ઉકળેલા રસમાં ચોખાનો લોટ નાંખીને અમારા ચંદુભાઈની પ્રોસિજર પ્રમાણે જ દૂધેલી બનાવતી હોય. શેરડીનો રસ, ગોળ, દૂધેલી તો બધું ગળ્યું ગળ્યું. તો બીજી બાજુ માટલાનું ઊબાડીયું. આ મજા અમેરિકામાં ક્યાંથી?

તોયે ન મામા કરતાં કાણાં મામા યે વ્હાલા લાગે. અમે ચંદુભાઈની કિચન લેબમાં બનેલી દૂધેલી, ઉબાડિયાને બદલે સુરતી ઊધિયું, મલાઈને ને બદલે મિલ્ક પાવડરમાંથી બનાવેલી મલાઈ રબડીને ચંદુ ચંપાના આભાર સહિત માણતા માણતા અમેરિકન પોલિટિક્સ અને ઈકોનોમીની વાતો કરતા હતાં

અમારા ચંદુભાઈ ઉદાર દિલના મલ્ટિમિલિયોનર. કેટલા મિલિયન તે માત્ર ચંદુભાઈનો ટેક્ષ એકાઉન્ટંટ જ જાણે. એ ડેમોક્રેટિક પાર્ટીના ફંડ રેઇઝિંગમાં પણ પૈસા આપે અને રિપબ્લિકન પાર્ટીને પણ ખૂશ રાખે. વેપારીઓએ આ બધું સાચવવું પડે. ક્યારે કોની જરૂર પડે એ કહેવાય નહિ. બધાને ખૂશ રાખવા પડે. હવે એના છોકરાંઓ વિખેરાઈ ગયા હતા. સૌ પોત પોતાનો ધંધો કરતાં હતાં. ચંદુભાઈએ બધું ઈન્વેસ્ટમેંટ સમેટીને સ્ટોકમાં કરી નાંખ્યું હતું. ટ્રંપના રાજમાં માત્ર એક વર્ષમાં ચંદુભાઈની મૂડીમાં ચોવીસ ટકાનો ધરખમ વધારો થયો હતો. વર્ષની શરૂઆત પણ સારી થઈ હતી. ચંદુભાઈ હાથીની સવારીના માણસ હતા.

ગયા વીકમાં એક જ દિવસે ડેમોક્રેટ અને રિપબ્લિકન પાર્ટીની લંચમિટિંગ હતી. ચંપાને વુમનાઈઝર ટ્રંપ જરાયે નહોતો ગમતો. કંઈ કેટલી મહિલાઓ “મી ટૂ” “મી ટૂ” કરીને થાકી પણ સાહેબને કાંઈ અસર જ નહિ. ચંપાએ તો નક્કી જ કરી રાખ્યું હતું કે ગમે તે કોઈ ડેમોક્રેટ નોમિનેટ થાય તે ગધેડાને જ મત આપવો. ચંપા ડેમોક્રેટ પાર્ટીની મિટિંગમાં ગઈ હતી. ગરીબોને રિપબ્લિકન સફેદ હાથી ના પોસાય. અમારા ચંદુભાઈ મૂડીવાળા મૂડીવાદી વિચારસરણીના. હમેંશા હાથીને મત આપે. એ રિપબ્લિકન લંચ માણી આવ્યા. ફંડ રેઝિંગમાં પણ ઊદાર હાથે ફાળો નોંધાવ્યો.

હું ચંદુને ત્યાં પહોંચ્યો ત્યારે મંગુ એક ખૂણાંમાં બેસીને એના સેલ ફોન પર આંગળા ઠોક્યા કરતો હતો. આજે એ કોઈ કારણે મૂડમાં ન હતો. અમારા ડોક્ટર કેદારભાઈએ કરસન દાદા સાથે ગૃહપ્રવેશ કર્યો. કરસનદાદા ક્યારે કોને ત્યાં મહેમાન બની જાય તે કહેવાય નહિ. હમણાં એમનો પડાવ કેદારને ત્યાં હતો. દાદા આવતાં જ સીધા ખૂણા પર બેઠેલા મંગુ પાસે પહોંચ્યા. ‘મંગા, તારો ભાજપ ઈંટેંસિવ કેરમાં છે. થોડા સમયમાં લાઈફ સપોર્ટ પર અને પછી…રેસ્ટ ઈન પીસ.’

મંગુ એ દાદા સામે જોયું પણ નહિ.

‘રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાસ્ટ્ર, ઝારખંડ, છત્તિસગર ગયા. મુંગુ સાંભળે છે ને? તારા સાહેબ કે મોટાભાઈ હવે આવતા ઈલેક્શનમાં ડિપોઝિટ ગુમાવવાના. સાંભળે છે ને?’

મંગુએ ન તો  જવાબ આપ્યો કે ન તો દાદાની સામે જોયું. દાદાનું પણ આજે છટકેલું હતું. ‘મંગા, ગુજરાતી મોટાભાઈએ પણ પાર્ટીનું પ્રમુખ પદ ગુમાવ્યું. બધે હારે પછી છોડવું જ પડેને?’ હવે ખરેખર તો અમે જાણતા જ હતા કે ભાજપનો નિયમ હતો કે દર બે વર્ષે પાર્ટી પ્રમુખ બદલાય; પણ દાદા જૂદી રીતે મંગુને સતાવતા હતા. કોંગ્રેસમાં તો ચૂંટણીનું નાટક થાય કે ન થાય, પ્રમુખ પદ તો નહેરુ ગાંધી પરિવારનું જ. પણ મંગુએ કશો જવાબ ન આપ્યો.

‘લોકોએ ૩૭૦ તો ખમી ખાધું, હવે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીના છોકરાંઓ નાગરિકતા સંશોધન કાયદા (CAA), ક્યાંક રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NPR) સહન નહો કરે.’ દાદાને શૂર ચઢતું હતું.

 મંગુ એકદમ ઉભો થયો. ‘હા દાદા હવે તો ભાજપનો વિનાશ થવાનો, તામારા પાટવી કુંવરનો હરિનાપૂરમાં રાજ્યાભિષેક થવાનો. ચાલો આપણે નાંચીયે.’ એણે દાદાનો હાથ પકડીને દાદાને ગોળગૉળ ફેરવીને નાચવા માંડ્યું. દાદાએ કે અમે આવું ધાર્યું ન હતું. દાદા હાંફી ગયા. બરાડ્યા ‘મંગા, મારો હાથ છોડ.’

‘ના દાદા આજે તો આપણાં માટે આનંદનો અવસર છે. ભાજપની પડતી અને ભારત દેશમાં કોંગ્રેસી ખિચડી. પરચૂરણ સરકારની ચઢતી. આપણે આખી રાત ડેન્સ કરીશું’. દાદા હાંફતા હતા. ‘છોડ મને.’

છેવટે કેદારે બન્નેને છૂટા પાડ્યા. ‘અલ્યા મંગુ આજે તને શું થયું છે?’

‘આજે હું જરાયે મૂડમાં નથી. તેલ લેવા જાય ઈંડિયન પોલિટિક્સ. તમે બધા એકદમ નવરા. ચંદુએ પણ ધંધો સમેટી લીધો. આપણે બધા જ પંચોતેરની ઉપરના. હવે મારે પણ રિટાયર થવું જોઈએ. મેં મારી મોટેલ વેચવા મૂકી હતી. કોઈ ઘરાક જ નથી મળતા. એક દેશી ગયા વીકમાં તૈયાર થયો હતો તે આજે ફસકી ગયો. મારે કોઈની સાથે વાત નથી કરવી. પ્લીઝ લીવ મી એલોન. ચંપા મને બીજી પ્લેટ ઉંધિયું અને દૂધેલી આપી જા અને કરસનદાદાને ચાર મહિના જૂની વધેલી કેરેટ કેક આપ. દાદાનું મોઢું બંધ કર.’

બિચારા દાદા છોભિલા પડીને મંગુથી દૂર જઈને બેઠા. ચંપા એમને માટે ગાજરનો હલવો લઈ આવી. ‘દાદા આ વાસી નથી. આજે સવારે જ તમારે માટે બનાવો છે. દાદા અમારી સૂરતી ગેંગમાં ખરા પણ મૂળ સુરતી નહિ. અમારા સુરતને કરસનદાદા જેવા કાઠિયાવાડીઓને માત્ર બાજરાના રોટલા અને વેંગણના ઓળા સિવાય બીજામાં રસ ન પડે.

મંગુ જરા શાંત થયો હતો.

‘આ ઈંપિચમેંટની શું મોંકાણ છે? મને તો કાંઈ સમજ પડતી નથી.’ કરસન દાદાએ પુછ્યું.

‘દાદા કોંગ્રેસમાં એટલે કે લોઅર હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે. નેન્સી પલોસી સ્પીકર છે. ડેમોક્રેટિક ૨૩૫ મેમ્બર છે જ્યારે રિપબ્લિકન ૧૯૯ છે. ટ્રંપે મળેલી સત્તાનો દુરઉપયોગ કર્યો છે. બ્રાઈડનના પુત્રની નાણાંકિય ગેરરીટીની તપાસ કરો તો અટકાવેલી મદદ ફરી ચાલુ કરવાની લાંચ આપી છે. વગેરે બંધારણીય ગેરરીતીના આએપ હેઠળ એને સત્તાપરથી દૂર કરવા ઈંપિચ કરવાનો કેસ ચાલે છે.’

‘હમણાં સેનેટમાં ટ્રંપ ઈંપિચમેન્ટ સેનેટ હિયરિંગ ચાલે છે. સુપ્રિમ કોર્ટના જજ જોન રોબર્ટ હિયરિંગના જજ છે. ડેમોક્રેટિક કોંગ્રેસમેન ના સાત મેનેજર પ્રોસિક્યુટર તરીકે ભાગ ભજવે છે. આ સાતના નામ છે Rep. Adam Schiff (D-Calif.), Rep. Jerrold Nadler (D-N.Y.) Rep. Hakeem Jeffries (D-N.Y.) Rep. Val Demings (D-Fla.) , Rep. Sylvia Garcia (D-Texas), Rep. Jason crow (D-Colo.), Rep. Zoe Lofgren (D-Calif.),

 ટ્રંપના ડિફેંસ માટે એના લોયરની ટીમ પણ મોટી છે. Pam Bondi, Pat Cipollone, Alan Dershowitz, Jane Raskin, Robert Ray, Jay Sekulow, Kenneth Starr જેવા જાણીતા લોયર્સ ટ્રંપના બચાવમાં છે. પચાસ રાજ્યના સો સેનેટરો કેસ નું સાંભળીને મૂલ્યાંકન કરશે. સો સેનેટરો જ્યુરર તરીકે સોગન લીધા છે. સેનેટ હિયરિંગને અંતે સેનેટરો મત આપશે. જો / મત મળે તો ટ્રંપનું ઈમપિચમેંટ મંજુર થશે. અત્યારે સેનેટમાં ૫૩ રિપબ્લિકન છે. ૪૫ ડેમોક્રેટ અને બે ઈનડિપેંડંટ છે. જો પાર્ટીલાઈન પર વોટિંગ થાય તો ટ્રંપની ઈંમપિચ થવાની કોઈ જ શક્યતા નથી. અત્યાર સુધી તો સેનેટરો પોતાના પક્ષને વફાદાર રહીને પક્ષના હિતમાં જ મત આપ્યો છે. જોકે આ કેસ હવે પૂર્ણાહૂતીને આરે જ છે. ટ્રંપને કાંઈ અસર થવાની નથી. ધારણાં મુજબ ૫ ફેબ્રુઆરીએ ફાયનલ વૉટિંગ થશે અને ટ્રંપ ઈમ્પિચ નહિ થાય. કેટલાક રિપ્લિકનોએ સ્વિકાર્યું છે કે ટ્રંપે અયોગ્ય રીતે સત્તાનો ઉપયોગ કર્યો છે પણ ઈંપિચેબલ ગુનો નથી કર્યો.’ ડોક્ટર કેદારે ટૂંકમાં સમજાવ્યું.

‘દાદા આટલા વર્ષોથી અમેરિકામાં પડ્યા પાથર્યા છો. એસ એસ આઈ અને મેડિકેઇડના જલસા કરો છો તો અમેરિકામાં શું બને છે તે જાણતા શીખતા રહો. અમેરિકામાં રહેતા સૌ હિયરિંગ જોવું જોઈએ. એક શૈક્ષણિક અનુભવ બની રહેશે.’ મંગુએ કડવો જવાબ આપ્યો. બિચારા દાદાને થયું કે આજે બોલવા જેવું જ નથી.

દાદાની વાત તો ઠીક છે પણ બધાએ જ આ જાણવા શીખવા જેવી વાત છે. મેં બે ઈમપિચમેન્ટ હિયરિંગ રેડિયો ટીવી પર સાંભળ્યા જોયા છે. પ્રેસિડંટ નિક્સનને ઈમપિચ થાય તે પહેલાં જ તેણે વોટરગેટ સ્ક્ન્ડલ કવરઅપ કેસમાં રાજીનામું આપ્યું હતું અને પ્રેસિડંટ ફોર્ડે એને પાર્ડન બક્ષી હતી.

મોનિકા લુઈંનસ્કી કેસમાં પ્રેસિડંટ બિલ ક્લિંટનને લાયીંગ અંડર ધ ઓથ પર્જરી હેઠળ ઈમપિચ કરવાનો કેશ ચાલ્યો હતો. પણ એમાં પણ ટાઈબ્રેકર વોટથી ક્લિંટન ઈમ્પિચમેન્ટમાંથી બચી ગયા હતા.

શક્ય છે કે કદાચ કોઈ રિપબ્લિકન સેનેટર મનમાં ઈચ્છતા હશે કે ટ્રંપને દૂર કરવા જોઈએ તો પણ મત તો ટ્રંપને બચાવવામાં જ કરશે. રસ માત્ર ડેમોક્રેટિક પ્રોસેસ શીખવા સમજવાનો છે.

આવી તો ઘણી વાતો થઈ. મોડી રાત્રે અમે છૂટા પડ્યા.

પ્રવીણ શાસ્ત્રી

પ્રગટ તિરંગા – ફેબ્રુઆરી ૨૦૨૦/

4 responses to “ચંદુચાવાલાની કિચન લેબની દૂધેલી પાર્ટી

  1. pravinshastri February 2, 2020 at 1:03 PM

    આભાર અમૃતભાઈ, તમે જે વાત કરી એ સાચી છે. હું નાનો હતો ત્યારે મારા માસીબાને ત્યાં ત્રણ ચાર ભેંસ હતી. પહેલાં પાડા પાડીને જરા ધાવવા દેવાય અને પછી એમને ખેંચી લેવાય. એમને લીલું ઘાસ ખવડાવાય. મને પણ એ જ વિચાર આવતો કે એ દૂધનો હક્ક તો ભેંસના બચ્ચાનો જ. પણ સદીઓથી (હજારો વર્ષથી) આપણે પ્રાણીનું દૂધ છીનવતા જ આવ્યા છે. મારી સાથે કામ કરતી એક છોકરી વિગન હતી, આપણા સદ્ગત “આતા” પણ વિગન હતા. જરા મને નવાઈ લાગી કે તમે તો પૂરા વલસાડી. તમે શેરડીના રસની દૂધેલી થી કેમ અજાણ રહ્યા, મારા ઘણા મિત્રો ધમડાછા કછોલીમા હતા . હાઈસ્કુલ કોલેજમાં હતો ત્યારે મિત્રોના ખેતરમાં જે મજા માણતો તેની સાચી વાત લખી છે.

    Like

  2. pravinshastri February 2, 2020 at 12:45 PM

    આભાર પ્રજ્ઞાબહેન. ન્યુ જર્સીમાં રસ મળે પણ તે પાતળો પાણી જેવો. એકાદવાર મારે ચંદુભાઈ બનીને બનાવવાની હિમ્મત કરવી પડશે.

    Like

  3. pragnaju February 2, 2020 at 11:10 AM

    .
    .
    શેરડી તો મળે છે પણ તેનો રસ કાઢવાની કડાકુટ કરવાનુ મન થતુ નથી.
    .
    દુધેલી બનાવતા આવડે પણ સરળ રીતે શેરડીનો રસ મળતો ન
    .
    હોવાથી હંમણા વાંચીને માણી.

    ટી વી પર એકની એક વાત સાંભળતા કંટાળો આવે
    .
    આપે સરળ રીતે ટુંકમા
    .
    ઈમપિચમેન્ટ અંગે વિગતવાર માહિતી આપી
    .
    તે બદલ ધન્યવાદ

    Liked by 1 person

  4. Amrut Hazari. February 2, 2020 at 9:30 AM

    સ્નેહી પ્રવિણભાઇ,
    તમારી , તમારા વિચારો કહેવાની રીત પેલા બીજા લેખકોથી જુદી જ તરી આવે છે. વાત કરવી હતી દુનિયાના બે મોટા લોકશાહી દેશો, ભારત અને અમેરિકાના હાલના પોલીટીકલ વાતાવરણની અને શરુઆત કરી વાચકનું મોઢું શેરડીના રસની બનેલી ‘ દુઘેલી ‘ ખવડાવીને મીઠુ…મીઠુ બનાવીને…….
    શેરડીના રસની ‘ દુઘેલી ‘ મેં તો પહેલી વાર જાણી. મારી જાણમાં તો તરતની માતા બનેલી ગાય કે ભેંસનું પ્રોટીનથી ભરેલું દુઘ,વાપરીને જે ચકતા પાડીને ખવાય તે ‘ દુઘેલી ‘ કહેવાય….દુઘમાંથી બને તે દુઘેલી. આજે શેરડીના રસમાંથી પણ દુઘેલી બને તે જાણવામાં આવ્યુ.
    તરતની માતા બનેલી ગાય કે ભેસનું દુઘ તેના બાળકને માટે ખૂબ પૌષ્ટીક હોય છે,જેમ તરતની માતા બનેલી સ્ત્રીનું દુઘ તેના બચ્ચા માટે હોય છે તેમ. ( સામાન્ય દુઘ કરતાં ઘણું ઘણું પૌષ્ટીક… જેને માણસ પોતાના ટેસ્ટ માટે વાપરે છે. ગાય કે ભેંસના બચ્ચાના મોઢા માંથી છીનવીને પોતાના ટેસ્ટને પંપાળે છે.)….
    આ વાત, દુનિયાના પોલીટીશીયનોને, તેના પોતાના સ્વરુપમાં લાગુ પડે છે.
    સામાન્ય સીટીઝનોઅે ટેક્ષમાં આપેલા પૈસા લોકોના કામ માટે વાપરવાના હોય છે…પરંતું આ પોલીટીશીયનો અે પૈસાથી પોતાના ઘરો ભરે છે. છે ને સીમીલારીટી ? પહેલા કેસમાં માતાનું પૌષ્ટીક દુઘ ‘ દુઘેલી ‘ બનાવીને બાળકનો હક્ક છીનવી લે છે અને પોલીટીશીયનો લોકોના પૈસા પોતાના ઘરો ભરવા વાપરે છે…..ટૂંકમાં માણસ લોકોનું છીનવીને જીવવાવોળું પ્રાણિ છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: