“કાયર” વાર્તા – પ્રવીણ શાસ્ત્રી

    New photo 1

પ્રવીણ શાસ્ત્રી

કાયર

    

 

          ઊર્જિતાએ પ્રેગનન્ટી ટેસ્ટ કરી લીધોહાશ થઈ ગઈએણે મનિષાની દીકરીની દશમી બર્ઠડે પાર્ટીમાં જવા સરસ સાડી પહેરવા માંડી અને રાહુલ આવી પહોંચ્યોઅડધી વિંટાવળાયલી સાડી ખેંચાઈ ગઈ અને ઊર્જિતા રાહુલની છાતીમાં સમાઈ ગઈ.

          રાહુલ કોલેજની હોકી ટીમનો ખેલાડી હતોપાંચ ફૂટ દશ ઈંચની ઊર્જિતા કોલેજની બાસ્કેટ બોલની ખેલાડી હતીઅમૃતસરથી મુંબઈ આવેલો છ ફૂટ પાંચ ઊચો રાહુલ હેંડસમ અને આધુનિક વિચાર ધરાવતો પ્રતિભાશાળી યુવાન હતોબસબે વચ્ચે પ્રેમ થવા માટે આટલું પુરતું હતુંઊર્જિતા ગુજરાતી માબાપની નામરજી છતાં પંજાબી રાહુલ સાથે લગ્ન કરવા તૈયાર હતીજો કે રાહુલ લગ્નની જરૂરીયાતમાં માનતો  જ ન હતોબાર વર્ષ પહેલાં ઊર્જિતા અને રાહુલનું લગ્ન વગરનું સહજીવન શરૂ થઈ ગયું હતું..  

રાહુલ મેજર એપ્લાયન્ન્સ નો સેલ પ્રમોટર બન્યોદેશભરમાં સેલ્સ એડવાઈઝર તરીકે ફરતો રહેતો હતોઊર્જિતા પણ પ્રાઈવેટ ફર્મમાં મેનેજર હતીપાર્ટટાઈમ વિમેન્સ એંપાવરમેન્ટ મુવમેંટમાં સક્રિય કાર્યકર્તા હતીબન્નેનું જીવન સારી રીતે વહેતું  હતુંબે દિવસથી ઊર્જિતાને લાગતું હતું કે પેટમાં કંઈક ગરબડ છેગઈ કાલે જ પ્રેગ્નંટી ટેસ્ટની કીટ્સ લાવી હતીઆજે સાડી પહેરતાં પહેલા ટેસ્ટ કરી લીધોઅને નિરાંતનો શ્વાસ લીધો.

છોડ મનેફ્રેસ થઈને તૈયાર થઈ જાપાર્ટીમાં જવાનું મોડું થઈ ગયું છે.’

રાહુલ બાથરૂમમાં ગયો અને એણે પ્રેગ્નંસીટેસ્ટનું ખાલી પેકેટ જોયું. ‘ઊર્જિઈઈઈકમ હિયરવોટ ઇઝ ધિસયે ક્યા હૈ?’

કાન્ચ્યુ રીડ ધ લેબલ?’

કેમ  આ ટેસ્ટ કરવાની શી જરૂર પડી?

ડાઉટ ગયો એટલે ટેસ્ટ કરી લીધો.

આર યુ પ્રેગનન્ટ?

ઊર્જિતાએ આંખ નચાવી હકારમાં તોફાની જવાબ આપ્યો..

વ્હોટઆર યુ સીરીયસઈટ ઇઝ ઇમ્પોસીબલમેં કોન્ડોમ કાયમ વાપર્યા છેતું પણ પિલ્સ લેતી હતી બને  નહિ.

નાઆપણે બન્ને ઘણી વાર ચૂકી ગયા છે.

ના મને એવું યાદ નથીજે હોય લેટ્સ ગો ટુ  ડોક્ટર ટુમોરોએબોર્ટ ધેટ કચરો.

કચરો?

સોરી યોર કિડ.

માય કિડ ઓર અવર્સ કિડ?

આપણે ક્યાં પરણેલા છીએ?

પણ આપણે સાથે રહીયે છીએસાથે જીવીયે છીએપ્રેમ કરીએ છીએ તો બાળક પણ હોવા  જોઈએને?

પ્રેમ બ્રેમ તો ઠીક છેપ્રેમ પ્રેમની જગ્યાએ છેપણ આપણે આપણી સગવડ માટે સાથે રહીએ છીએઆપણી જરૂરીયાત સંતોષવા માટે રહીએ છીએ?

જરૂરીયાતકઈ જરૂરીયાત?

લાઈક…..

લાઈક વ્હોટ?

લાઈક સેક્સજો મારે કિડસ અને ફેમિલી જોઈતું હોત તો મેં મનપસંદ કુડી પંજાબણ સાથે  લગ્ન કર્યા હોતઆઈ ડોન્ટ વોન્ટ કિડ્સઆઈ ડોન્ટ વોન્ટ ફેમિલીમુઝે ઝંઝટ નહિ ચાહિયેઆઈ વોન્ટ ફ્રી લાઈફમારે જવાબદારી વગરનું જીવન જોઈએ છેકાલે જઈને એબોર્શન કરાવી આવજેશરૂઆત છેઅઘરું નથી.

આપણાં માબાપે આપણે ઝંઝટ તરીકે પેદા કર્યા હતાસ્ટ્રગલ કરીને કેમ મોટા કર્યા છે રિસ્પોન્સીબલ સેક્સ છેરિસ્પોન્સિબલ લવ છે.

જો ઊર્જિહું પ્રેકટિકલ માણસ છુંમને લગ્નનું બંધન નથી જોઈતુંફેમિલીનું બંધન નથી જોઈતુંમારે મુક્ત અને સગવડવાળું જીવન જોઈએ છેમને સમજવાની કોશીશ કરહું તને પ્રેમ કરું છું પણ તે મારે માટે અને મારી જરૂરીયાતને માટે મારી રીતેયાર આપણી લાઈફમાં બચ્ચાની શી જરૂર છેગેટ રીડ ઓફ ઈટ.

       ચર્ચા દરમ્યાન મનિષાનો ફોન આવ્યોઊર્જિતા ક્યાં ખોવાઈ ગઈઅમે તારી રાહ જોઈએ છે.

સોરી મનિષાજરા અગત્યનું કામ આવી પડ્યું છેઅત્યારે આવી શકાય એમ નથીમાય સીન્સીયર એપોલોજીકાલે મળીશું.

ઊર્જિતાના હ્ર્દયમાં જાણે નિષ્ઠુર કિરપાણ ઘૂસી ગયુંબાર વર્ષના લિવિંગ ટુ ગેધર પછી પણ રાહુલને ઓળખી ના શકીભલે લગ્ન કર્યા  હતા પણ અંધપ્રેમમાં એણે તો લગ્ન વગર  પત્નીની બધી  ફરજો અદા કરી હતીમાબાપે પર પ્રાંતિય સાથે લગ્ન વગર  રહેવા કેટલી સમજાવી હતીપરિવાર માટે લગ્ન જરૂરી છે એવા કેટલાયે ભાષણ સાંભળ્યા હતાપશ્ચિમની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિમાં આસમાન જમીનનો ફેર છે એવી કેટલીયે જૂનવાણી વાતને આધુનિક વિચારધારામાં ફગાવી દીધી હતીમેં તારે માટે મારા માબાપને છોડી દીધામને એમ કે ભલે થોડો સમય સાથે રહીશુંકેરિયર બનાવીશુંસમય આવશે ત્યારે લગ્ન કરીશુંબળકો થશેઆપણો પોતાનો સંસાર હશેઅને હવે તું બાળકને ઝંઝટ સમજે છે કચરો છે  તારી ભારતીય સંસ્કૃતિ છેએબોર્શન ઇઝ ઇસ સીન પાપ છેગેરકાયદેસર છે જીવની હત્યા છેએમાં હું માનતી નથી હું કદીએ કરીશ નહિ.

 કિડસ મારું નથીમને થઈ  નહિ શકે.

કેમ તને તારા પર વિશ્વાસ નથી?

છે પણ તારા પેટનો કચરો મારો નથીબોલ  કોનો છે?

તારા બાપનો…..

ઊર્જિ….વોચ યોર લેન્ગ્વેજરાહુલનો હાથ ઊપડ્યો પણ ઊર્જિતાએ એને ઝાટકો મારી પાછળ વાળી દીધોખબરદાર મારા પર હાથ ઉપાડ્યો છે તો.

રાહુલ અને ઊર્જિતાના જીવનમાં ઘણી ચર્ચાઓ થતી પણ  સંવેદનશીલ વિષયની જલદ ચર્ચા કદીએ થઈ  હતી.

રાહુલ તારો લિવિંગ ટુ ઘેધરનો મતલબ તો સાથે રહોજાનવરની જેમ ભોગ ભોગવોસેક્સ કરોકૂતરાની જેમ સૂંઘીને છૂટા પડોસ્વાર્થ બદલાય બીજું જાનવર શોધી લો  ને?

ઊર્જિહા હામાનવી પણ એક જાનવર  છેહું પણ એમાનો  જાનવર છું.  જાનવરમાં બે  જાતી હોય છેમેઈલ અને ફિમેલ ધર્મ  સમાજમાનવી પણ જાનવર છેતું પણ જાનવર છેમારી ઈચ્છા અને સંતોષ માટે  જીવવા માંગું છુંજવાબદારી વગરનું જીવનમને ખુલ્લામાં એકલા રહેવું છેઆઝાદ રહેવું છેબચ્ચા બચ્ચાની પળોજણ કે ફેમિલી બેમિલીની જફા તને ક્યાંથી વળગીજો તારે મારી સાથે  રીતે રહેવું હોય તો કાયમને માટે મારી સાથે રહી શકે છે.

અને મારું બાળક?

હજુ તે જનમ્યું નથીનિકાલ કરી દે  નાનકડા કીડાને.

નાનકડો કીડોતારી માએ કીડાને નિકાલ કરી દીધો હોત તોહું એક સ્ત્રી છુંતું મારા સ્ત્રીત્વનું અપમાન કરી રહ્યો છેમાતૃત્વ  સંસારનું સર્જન છેકોલેજમાં હતો ત્યારે તો સ્ટેજ પરથી વુમન એમ્પાયર્મેન્ટની મોટી મોટી વાત કરતો હતોએનાથી તો હું આકર્ષાઈ હતીપણ વાસ્તવિક જીવનમાં તો તું ખુબ બોદો  નીકળ્યોઆજે આટલા વર્ષે તારું જંગલી પણું પ્રગટ થયુંતું સ્ત્રીનું શોષણ કરનારો  નીકળ્યો.

ઊર્જિસ્ટોપ ધીસ નોન્સેન્સઆપણી વચ્ચે આટલો સમય સરસ ચાલી રહ્યું હતું અને વચ્ચે તેં  છોકરું પેદા કરી દીધું ફાવતું હોય તો ગેટ આઉટ ફ્રોમ માય હાઉસઆઈ ડોન્ટ નીડ યુએક ગઈ તો એક્કીસ મિલેગી.

તારા  પશુ સ્વરૂપ જોયા જાણ્યા પછી તારી સાથે એક ક્ષણ પણ રહેવું હરામ છેહું તને મિત્ર માનતી હતીપ્રેમ કરતી હતીલગ્ન વગર પત્ની તરીકે બધી ફરજ બજાવતી હતીલોકો તો એમ  માનતા હતા કે આપણે મેરિડ  છીએમિત્રો બાળકો માટે પૂછતા પણ હું જવાબ આપતી કે અત્યારે કેરિયર પર ધ્યાન આપું છુંહજુ બે વર્ષની વાર છેપછી બેબી બનાવીશબરાબર રાહુલ જેવો સ્માર્ટ એન્ડ હેન્ડસમપણ તું તો પામર ગધેડો નીકળ્યોમેં મારા માબાપને અવગણ્યા અને જીંદગીના અમૂલ્ય બાર વર્ષ વેડફ્યાજેને માનવ જીવનની સમજ અને કિમત નથી તે ઇન્સાન નથીહેવાન છે.

ઊર્જિતાએ એની બેગ લીધીબારણું ખોલ્યું.

વેઇટહજુ પણ કહું છુંછોકરાં છૈયાની જવાબદારી વગર મારી સાથે કાયમ રહી શકે છેઆઉટ સાઈડ વર્ડ ઇઝ વેરી બેડબી રિયાલિસ્ટિક.

હું કાયર સાથે રહેવા નથી માંગતીબળાત્કારથી કે પ્રેમ વગર પણ બાળકો પણ બાળકો જન્મે છેફાધર તો કોઈપણ પુરુષ  એક મિનિટમાં બની શકે છેપુરુષનો પુરુષાર્થ ત્યારે  જણાય જ્યારે બાળક પુખ્ત ઉમ્મરનું થાય ત્યાં સુધી લાલન પાલન કરીશિક્ષીત કરી સસારમાં મૂકેખરી મર્દાનગી પેદા કરેલા બાળકોને પ્રેમથી ઊચેરવામાં છેતું તો કાયર છેનામર્દ કાયર.

અને સાંભળમારી ચિંતા કરવાની જરૂર નથીઆઈ એમ સ્ટ્રોંગ ઈનફ ટુ સર્વાઈ બાય માયસેલ્ફએન્ડ લિસનબરાબર સાંભળી લેઆઈ એમ નોટ પ્રેગનન્ટ.

મને શંકા થઈ એટલે મેં ટેસ્ટ કર્યો હતોઅને મેં તારું સાચું સ્વરૂપ ઓળખી લીધુંબાય.

……..’

ગુજરાત દર્પણ ફેબ્રુઆરી ૨૦૨૦

10 responses to ““કાયર” વાર્તા – પ્રવીણ શાસ્ત્રી

 1. youngclubblog March 5, 2020 at 10:45 AM

  આપની આ વાર્તા દર્પણ માં પણ વાંચી હતી. વાત ઘણી સચોટ રીતે આપે કહી છે.

  Liked by 1 person

 2. pravinshastri February 26, 2020 at 9:28 PM

  ાઅભાર પ્રજ્ઞાબહેન.

  Like

 3. pragnaju February 26, 2020 at 11:23 AM

  .
  .
  સંવેદનશીલ વિષય પર સ રસ વાર્તા…
  .
  સાંપ્રત સમયમા જોયેલી જાણીતી વાત !
  .
  પણ અંત વાંચતા આવા સંબંધ માટે
  .
  અજમાવવા જેવી સચોટ પરીક્ષા…

  ધન્યવાદ

  Liked by 1 person

 4. pravinshastri February 25, 2020 at 9:26 PM

  Gredualy this trend is growing as per my understanding, specialy in metopolitical cities in India. Thank you, Amrutbhai. Regards your Pravin

  Like

 5. Amrut Hazari. February 25, 2020 at 5:07 PM

  Urjita, and Rahul….who is % age wise, bigger foolish ?As the story goes ahead, Urjita change her thinking . She wants child…..Rahul don’t change.
  Woman change. Man don’t. Urjita will suffer….Rahul will escape.
  Nature has designed woman to be a mother. This , a man dominated society.

  Liked by 1 person

 6. Amrut Hazari.haza February 25, 2020 at 2:24 PM

  Yes !
  This may be called modern life style….
  but what is the %age ?.
  The title of the story, ” Kayar ” itself is indication of very very low %age. Indians in particular, are conservative….and women mostly. Future…nobody knows.
  Nice attempt to enlighten future generations.
  Thanks.
  Amrut Hazari.

  Liked by 1 person

 7. pravinshastri February 24, 2020 at 10:11 PM

  આભાર ગાંધી સાહેબ.

  Like

 8. મનસુખલાલ ગાંધી February 24, 2020 at 9:43 PM

  જવાબદારી વિનાનું જીવન જીવતા હોય ત્યાં કાયદેસરની વાત કરાયજ નહીં.. પણ, મુળ વાત એકજ, કે આ પુરુષપ્રધાન જગતમાં કોઈ પણ સંજોગોમાં જો સહન કરવાનું આવે તો ફક્ત સ્ત્રીએજ..

  Live in Relation વાળાઓએ સમજવા જેવી બહુ સુંદર વાર્તા..

  Liked by 1 person

 9. pravinshastri February 24, 2020 at 8:27 PM

  Thanks Rajanikantbhai

  Like

 10. rajnikant.a.shah. February 24, 2020 at 8:21 PM

  good. it is based on modern life style. keep it up.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: