ભીંતર ના વહેણ
પ્રકરણ ૭

સુરેન્દ્ર ગાંધી
દિવાકરે પરીક્ષિત ને પરિસ્થિતિ થી વાકેફ કર્યો.વાત એમ બની હતી કે એટોમિક એનર્જિ ના અણુકેન્દ્ર માંથી એક રસાલો અણુબોમ્બ બનાવવા માટે ઉત્પ્ન્ન કરાયેલ એનરિચ્ડ યુરેનિયમ ને પુણે એટોમિક વેપન્સ લેબોરેટરી માં પહોંચાડવા માટે રવાના થયો હતો. નિયત સમયે રસાલો પુણે ન પહોંચ્યો એટલે તરત જ વેપન્સ લેબોરેટરી ના ડિરેક્ટર આશુતોષ બૅનરજી એ ડિફેન્સ મિનિસ્ટર યશપાલ મૈની ને જાણ કરીઅને મૈની એ તાબડતોબ ન્યુ કેસરી અને ત્રિશુલ ને વાકેફ કર્યા.
એનરિચ્ડ યુરેનિયમ નો કોઈ ખતરનાક ઉપયોગ કરી ને એકાદ નાનો મોટો અણુધડાકો કરાય તો લાખો લોકો ક્ષણમાત્ર માં જ મૃત્યુ પામે. હાલ ના તબક્કે ત્રિશુળ અને ન્યુ કેસરી અણુકેન્દ્ર માં થી રવાના થયેલ રસાલા ના કર્મચારીઓ ની ફાઈલ તપાસી રહ્યા હતા. જેરસતે થી રસાલો પસાર થવાનો હતો એનું એરિયલ નિરીક્ષણ કરવા બે હેલિકોપ્ટર પણ મોકલી દેવાયા હતા.
વઝીર અને વાહીદ છેલ્લા એક મહિના થી મુંબઈ મહાનગરપાલિકા ના રસ્તા સમારવાના વિભાગ માં કામ કરતા હતા. તેમને જેમ સાપ કાંચળી ત્યજે એમ દાઢીમૂછ નો ત્યાગ કર્યો હતો. વઝીર નો પુનર્જન્મ થયો ભવાની મિશ્રના રૂપ માં અને વાહીદ અવતર્યો દેવપ્રસાદ ડૂબે થઇ ને.એમના રહેઠાણ નું સરનામું અસ્તિત્વ માં જ ન’તું. આમેય મુંબઈ માં ઓટલા વગર રોટલા રળી ખાનાર માણસો ની નવાઈ ન હોવાથી રહેઠાણ ની માહિતી નું મહત્વ ન’તું. એમને મુંબઈ પુણે હાઇવે ઉપર થાણા વિસ્તાર માં કામ કરતા જૂથ માં ભરતી થવાનો આદેશ મળ્યો હતો. મોટાભાગ નો હાઇવે પાણી ઉપર થી પસાર થાય છે. એમને મળેલી બાતમી ના આધારે એમની મુખ્ય કામગીરી અણુકેન્દ્ર થી રવાના થયેલ રસાલો થાણા પહોંચે તે પહેલા ખોરંભે ચઢાવી દેવાની હતી.આતંકવાદીઓ એ રસાલા ની મુસાફરી નો માર્ગ જાણી લીધો હતો.રસાલા માં ત્રણ સામાન્ય બાહ્ય દેખાવ ધરાવતા વાહનો હતા. પહેલા અને છેલ્લા વાહન માં સશસ્ત્ર સૈનિકો અને વચલા વાહન માં એનરિચ્ડ યુરેનિયમ રાખવા માં આવ્યું હતું. જે કિરણોત્સર્ગી અને જોખમકારક પદાર્થ હોવા થી ડ્રાઈવર અને ત્રિશુળ નો એક માણસ , એમ માત્ર બે જ વ્યક્તિઓ વઘલા વાહન માં હતી.એનરિચ્ડ યુરેનિયમ ની મુસાફરી નો માર્ગ માત્ર ત્રિશુળ અને અણુકેન્દ્ર ના ડિરેક્ટર સિવાય કોઈ ને ઉપલબ્ધ નહોતો.સામાન્ય દેખાવ ના વાહનો અંદર થી તો સુરક્ષિત કવચ ના બનેલા હતા. આ કવચ ને ખોલવાનું કોમ્બિનેશન વેપન્સ લેબોરેટરી ના ડિરેક્ટર અને અણુકેન્દ્ર ના ગૌતમ દીવાન સિવાય અન્ય કોઈ પાસે ન’તું.
વહેલી સવારે રસાલા ના ત્રણ વાહનો અણુકેન્દ્ર માં થી પુણે જવા રવાના થયા.સાવચેતી અને સુરક્ષિત આયોજન ના નેજા હેઠળ ચાર કલાક માં પુણે પહોંચવાનું હતું. ટ્રાફિક પણ અસાધારણ ન’તો. થાણા નજીક કશીક ગરબડ હોય એમ લાગ્યું. બે લાલ ઝંડી લઇ ને ઉભેલા માણસોએ અણુકેન્દ્ર ના રસાલા ને અટકાવ્યો. પહેલા વાહન ના ડ્રાઈવરે પૂછપરછ કરી. ભવાની મિશ્ર નજીક આવ્યો અને જણાવ્યું કે બે માઈલ દૂર એક ગમ્ભીર અકસ્માત થયો હોવા થી અનિશ્ચિત મુદત માટે ધોરી માર્ગ બઁધ થયો છે.ડ્રાઈવર ની અધીરાઈ દેવપ્રસાદ ના ધ્યાન બહાર ન રહી એણે બીજો માર્ગ સૂચવ્યો. એ રસ્તા પર ખાસ અવરજવર ન’તી. પહેલા વાહન ના ડ્રાઈવરે દેવપ્રસાદ ના ચીંધેલા રસ્તે ગાડી લીધી અને કાફલા ના બેઉં વાહનો એને અનુસર્યા.વચલી કર માં ત્રિશુળ નો ઓફિસર જોસેફ મોઝીઝ આ અણધાર્યા માર્ગપલ્ટા થી વહેમાયો.આમેય જોસેફ સજાગ અને સાવચેત ઇન્સાન હતો.થોડેક આગળ જઈ ને વળાંક લઇ ને રસ્તો અંડરપાસ માંથી પસાર થતો હતો. અને ઉપર રેલવે લાઈન હતી. પહેલી કાર અંડરપાસ પસાર કરી ગઈ. બીજી કાર અંડરપાસ માં હતી અને ત્રીજી કાર અંડરપાસ માં પ્રવેશતી હતી. રસ્તા ની એક બાજુ ના નીચાણવાળા ભાગ માં થી એકાએક ત્રણ બુરખાધારી માણસો બહાર આવ્યા અને પહેલી કાર બહાર નીકળતા જ એના પર ગોળીબાર કરી, કાર ના ચારે ચાર ટાયર વીંધી નાખ્યા થોડીક ગોળીઓ કાર ના હુડ ની અંદર પણ પહોંચી ગઈ અને કાર ના એન્જીન ને નિષ્ક્રિય કરી નાખ્યું . પરિસ્થિતિ જોઈ ને બીજી કાર ના ડ્રાઈવરે બ્રેક લગાવી. જોસેફ ની વિમાસણ વધી ગઈ. ત્રીજી કાર અંડરપાસ માં પ્રવેશી અને એના પર પણ ગોળીબાર થયો અને એ પણ અટકી પડી. અણધાર્યા હુમલા થી રસાલો ઘડીક મૂંઝાયો. જોસેફે પહેલી કાર ના ડ્રાઈવર પાસે થી વોકી ટોકી દ્વારા જાણી લીધું કે એની કાર ના ટાયર અને એન્જીન નકામા થઇ ગયા છે. અને ત્રીજી કાર ની પણ એજ હાલત હતી એપણ જાણ્યું. જોસેફે બેઉં ડ્રાઈવર ને કાર માં જ બેસી રહેવાની તાકીદ કરી ,એને હવે મામલા ની ગમ્ભીરતા નો ખ્યાલ આવ્યો . એણે મોબાઈલ ચાલુ કર્યો પણ આ વિસ્તાર માં સર્વિસ નબળી હોવાથી મોબાઈલ ફોન પણ રાજકીય નેતાઓ ની જેમ નબળો અને નિરર્થક પુરવાર થયો .
જોસેફ અસહાયતા .અને શિથિલતા અનુભવી રહ્યો હતો પણ એ હિંમત ન હાર્યો .એનું મગજ સુપરસોનિક સ્પીડે કામ કરી રહ્યું હતું . એની આગળ અને પાછળ બન્ધ પડેલી કાર હતી રસ્તો પહોળો ન હોવાને કારણે બન્ધ પડેલી કાર ની બાજુમાંથી નીકળવાનું શક્ય નહોતું . રેડીઓ એક્ટિવ યુરેનિયમ જેવું ખતરનાક દ્રવ્ય કોઈ અન્ય ના હાથ માં ન આવી જાય એ પણ એટલુંજ અગત્યનું હતું .
ક્રમશઃ
Like this:
Like Loading...
Related
ડો. સુરેંદ્ર ગાંધી મારા મિત્ર છે અને મારી જેમજ નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે સાહિત્ય તરફ વળ્યા છે.
LikeLike
Very much interesting to know further.
LikeLiked by 1 person