ભીંતર ના વહેણ પ્રકરણ ૮
લેખક: સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી
સિરાજ ઝેદી નું કારખાનું જોગેશ્વરી ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર માં એક, મરવાને વાંકે જીવંત રહેલ ખખડધજ મકાન માં હતું. ચારે તરફ જૂની મોટરકારો ખડકાયેલી હતી. મૉટે ભાગે લુલી, લંગડી અને અપંગ, કોઈ હારેલા સૈન્ય ની ઘવાયેલી કતાર અથવા તો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ની
રાહ જોઈ રહેલ દર્દીઓ ની કંપિત જીવન જ્યોતિ સમાન, કે જે ક્યારે બુઝાઈ જાય એ કહેવાય નહીં, એવી કમનસીબ! સિરાજ એક કુશળ કારીગર હતો.એના હાથે આવી તો કેટલીય કાર નો જીર્ણોદ્ધાર થયો હતો. આમ તો નિતનવા કાર ના મોડેલ બહાર પડતા , એક જુઓ ને બીજી ભૂલો! એટલે શ્રીમંતાઈ થી પીડાતા ગ્રાહકગણ ને રાહત મળી રહેતી.છતાંય સસ્તા માં સિદ્ધપુર ની જાત્રા ના ઇચ્ચછૂક અને ઉત્સુક યાત્રીઓ પણ અસંખ્ય હતા! થોડાક વખત પહેલા સિરાજ ને ત્યાં એક ગ્રાહક આવ્યો હતો.અન્ય ગ્રાહકો જેવોજ. જો કે એની જરૂરિયાત સિરાજ ને જરાક અસામાન્ય લાગી.એને અડધો ડઝન કર નો ખપ હતો. જે મોડેલ ની કાર એ માંગતો હતો એ દુર્લભ તો ન’તી. સિરાજે જણાવ્યું કે એની પાસે હાલ ત્રણેક કાર હતી અને બાકીની ત્રણેક મેળવવા માં એને થોડોક સમય લાગશે એમ પણ જણાવ્યું।થોડીક વધુ વાતચીત કરી અને ગ્રાહકે ત્રણ કાર નો સોદો કરવામાં સાવચેતી માટે જરૂર પૂરતી રકઝક કરી: કારણ કે હજુ સુધી એવો કોઈ માઇ નો લાલ, આ દેશ ની ધરતી ઉપર પેદા નથી થયો કે જે ભાવતાલ કર્યા વગર મોં માગ્યા મૂલ ચૂકવે! ભલેને પછી ખરીદી ગાડી ની હોય કે લાડી ની! ગ્રાહકે પોતાની ઓળખ આપી, નામ કાલિપ્રસાદ છે એમ જણાવી કહ્યું " હું ઉત્તર પ્રદેશ નો વતની છું.અડધા પૈસા એડવાન્સ માં ને બાકીના ત્રણ સપ્તાહ બાદ કર ની ડિલિવરી સમયે ચૂકવવાનું ઠેરવ્યું.
કાલિપ્રસાદ સિરાજ ના કારખાના થી બહાર નીકળી ને ટેક્સી માં બેસી ને એરપોર્ટ જવા રવાના થયો.હમેશ મુજબ ટ્રાફિક ગોકળગાય ની ઝડપે ગતિમાન હતો.પૂર્વજો પાસે થી રસ્તા ની માલિકી વારસા માં પ્રાપ્ત થઇ છે એને વાહનવ્યવહાર ના કાયદાકાનૂન નો છડેચોક અનાદર કરવો એ જન્મસિદ્ધ અધિકાર છે એવી માન્યતા ધરાવતા ડ્રાઈવરો જ્યાં
સુધી હયાત છે ત્યાં સુધી ટ્રાફિક ની હાલત ગંભીર જ રહેવાની. અંતે કાલિપ્રસાદ એરપોર્ટ પહોંચ્યો અને ટેક્સી ડ્રાઈવર ને ભાડું ચૂકવી ને અંદર ગયો. પેસેન્જર હોવાના પુરાવારૂપે એણે ઇન્ડિયન એરલાઇન્સ ની એક ટિકિટ હાથ માં રાખી હતી.કોઈ ટિકિટપારખુ સહેલાઇ થી તો
નહીં પણ બારીકાઇ થી નિરીક્ષણ કરે તો અવશ્ય પારખી શકે કે એ ટિકિટ નકલી હતી.જો કે કમનસીબે એવા કકાર્યદક્ષ અને કાર્યરત કર્મચારીઓ અપવાદરૂપે જ જોવા મળે.
ડિપાર્ચર લૌન્જમાં અગાઉ થી નક્કી કરવામાં આવેલી હરોળ માં
કાલિપ્રસાદે બેઠક લીધી. થોડીકવાર પછી બાજુની ખુરશી માં એક મહિલા આવીને બેઠી।પર્સ ફંફોળ્યું અને ઇરાદાપૂર્વક મોબાઈલ ફોન ને નીચે પડવા દીધો.કાલિપ્રસાદે સભ્યતાપૂર્વક ફોન ઉઠાવી ને મહિલા ને પરત કર્યો, સાવધાનીથી જોનાર પણ છેતરાઈ જાય એવી સિફત થી
કાલિપ્રસાદે ફોન ની સાથે એક કાગળ પણ મહિલા ના હાથ માં સેરવી દીધો! આવી તો કેટલીય નિઃશંક અને નિર્ભય આપ-લે એ બન્ને જણાએ કરી હતી.થોડીક ક્ષણો બાદ કાલિપ્રસાદ રેસ્ટરૂમ માં ગયોઅને એક સ્ટોલ માં જઈ પોતાની સાથે આણેલા દાઢી અને મૂછ કાઢી ને ચહેરા
ઉપર લગાવ્યા.સ્ટોલ માં થી બહાર આવી ને સ્વાભાવિકપણે હાથ ધોયા અને અરીસા માં જોઈ ને દાઢી મૂછ પર હાથ ફેરવી લીધો;વાળ માં એક કાંસકો ફેરવ્યો અને એરપોર્ટ બહાર નીકળ્યો.પેલી યુવતી પણ ટૂંક સમય બાદ એરપોર્ટમાંથી રવાના થઇ.
ગૌતમ દીવાન ની સેક્રેટરી કૌશલ્યા ધૈર્યવાન મેટરનિટી લીવ પર
હતી।એની જગ્યાએ મિલનસાર અને મહેનતુ ઓડ્રિ મેન્ડિઝ છેલ્લા છેક માસ થી કામચલાઉ સેક્રેટરી ની ફરજ બજાવતી હતી. ગૌતમ ને ઓડ્રિ માટે કોઈ ફરિયાદ નહોતી. ઘણીવાર તો તે મોડે સુધી કોઈ પણ જાત ના કચવાટ વગર કામ કરતી.થોડાક સમય પૂર્વે એક વાર ગૌતમના
રવાના થયા બાદ ઓડ્રિ કામ કરતી હતી.કૈં યાદ આવ્યું હોય એમ એ પોતાની જગ્યાએથી ઉઠી ને ગૌતમ ની ઓફિસ માં પ્રવેશી.બહાર ના માણસો અહીં સુધી આવવાની શક્યતા ન હોવાથી કોઈ ની નજરે ચઢવાનો ભય નહોતો. ધીમે થી એણે એક ખાનું ખોલીને એમાંથી એક ફાઈલ કાઢી.એમાંના એક દસ્તાવેજ ની ફેક્સ મશીન માં કોપી કરી, કારણ કે ઝીરોકસ મચીન વાપરવા માટે એણે પોતાનો કોડ વાપરવો પડે અને એમાં જોખમ હતું.ફાઈલ ને ખાના માં પરત કરી, નકલને બ્લાઉઝ માં સંતાડી ને ઘેર જવા નીકળી.
અણુકેન્દ્ર ની બસ માં બેસીને ઓડ્રિ ચેમ્બુર રેલવે સ્ટેશન પહોંચી અને ત્યાં થી ટ્રેઈન માં કોળીવાડા સ્ટેશને ઉતરી ઘરે પહોંચી ત્યારે એનો બોય ફ્રેન્ડ એનો ઇન્તજાર કરતો હતો. ઓડ્રિ ના ચેહેરા પર પીટર ને જોઈ ને સ્મિત ફરક્યું જેમાં પીટર ને અંગત છૂટ લેવાનો અણસાર હતો.એણે ઓડ્રિ ના બ્લાઉઝમાંથી પેલો કાગળ કોઈ પણ જાત ની અધીરાઈ
અનુભવ્યા વગર બહાર કાઢ્યો અને વાંચ્યો. j વાળું પતાવીને પીટર બહાર ધુમ્રપાન કરવા ગયો.મોબાઈલ ફોન કાઢી ને કોઈક ની સાથે વાત કરી અને બીજે દિવસે એરપોર્ટ પર મુલાકાત ગોઠવી.દાઢી પર હાથ ફેરવ્યો. બીજે દિવસે નિયત સમયે તૈયાર થઈને પીટર બહાર નીકળ્યો, તે પહેલા ઓડ્રિ તો ક્યારની કામે જવા નીકળી ચુકી હતી।.એણે દાઢી મૂછ કાઢીને ગજવામાં મુક્યા. એરપોર્ટ પર પહોંચી ને એ કાગળ એક યુવતી ને સુપ્રત કર્યો હતો.
એ યુવતી નું નામ હતું ખતીજા હુસેન. ખતીજા બાંગ્લાદેશ ના હાઈ કમિશનર ની મુંબઈ ખાતે ની ઓફિસ માં કામ કરતી હતી. સત્તાવાર માહિતી ના આધારે ખતીજા એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટ માં કામ કરતી હતી, પણ વાસ્તવ માં એ એક ભયાનક આતંકવાદી જૂથ ની સભ્ય હતી.વાલિદ અને વાહીદ પણ આ જ જૂથ ના કાર્યકર્તા હતા.એ બિનસત્તાવાર જૂથ નો અગ્રણી હતો, કુરેશી. આ જૂથ ભારત અને પડોશી મુસ્લિમ રાજ્યો વચ્ચે સુલેહ કે સહકાર થાય એના વિરોધીઓ નું બનેલું હતું આમ થવાથી બાંગ્લાદેશ માં પણ સુલેહશાંતી ની ચળવળ થઇ હતી.બાંગ્લાદેશ ને આમ તો ભારત સાથે કોઈ કંકાસ નહોતો, પણ ચીન ની સરકાર ચિંતાતુર હતી. ચીન ને શક્તિશાળી ભારત નો ભય હતો.સમૃદ્ધ અને સશક્ત ભારત ને આડકતરી રીતે કનડગત કરવાના હેતુ થી બિનસત્તાવાર પ્રતિનિધિઓ મોકલી ને બાંગ્લાદેશ માં આ જૂથ ને ઉભું કર્યું હતું.
Like this:
Like Loading...
Related